From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
આચાર
સંહિતા :- -----39 --------
આજકાલ
આ દુનિયા ઉપર પ્રચાર
માધ્યમો અને પ્રસાર
માધ્યમો મોટુ વજન
ધરવે છે . 21
મી સદીને પ્રચાર
સદી કહેવામા આવે
તો પણ તે
ખોટુ નહીં ગણાય - પ્રસાર
માધ્યમો દ્વારા એવો
સિફત ભર્યો પ્રચાર કરવામા
આવે છે કે ભલભલા
અંજાઇ જાય - કહેવાય
છે કે ગંજા
અને તાલિયા માણસને
પણ કાસકા વેચનારા
આ જમાનામા મળી રહે છે – ચોપાટીની
ભેગી થયેલી ભીડને
આજી નાખીને પ્રભાવશાળી
વક્તવ્ય આપીને ચોપાટીના
દરિયાની રેતી જ એક
નાની શીશીમા ભરીને
વેચનાર – શ્રી 420
એ મોટા નેતાની
સભા પણ તોડી
નાખી હતી – માત્ર
પ્રભાવશાળી વક્તવ્ય થી -
પછી ભલે ને
પાછળથી હાડકા પાસળા સિધા
થાય તેવો માર
ખાધો હોય - પણ એક
વાર તો
પ્રચારના જોરે ધાર્યુપરીણામ
લાવી દિધેલુ – આજ કાલ
આ ધંધો જોરમા ચાલે
છે –પછિ તે ભલે
ને વ્યાપાર નુ વ્યવસાયનુ ક્ષેત્ર
હોય કે રાજનીતીનુ
ક્ષેત્ર હોય –પ્રભાવશાળી વક્તવ્ય – વાણીની મિઠાશ
- અસરકર્તા રજુઆત -
સામી વ્યક્તિને શીશામા
ઉતારવા માટે પહેલા
તબક્કે પુરતા છે - “ મીઠી મધ
જેવી કેરી , સાકર
જેવો કેસરી રસ
ના નિકળે તો
પૈસા પાછા - બસ
આતલી જ બચી છે
-રુપિયો ઓછો આપજો
- લયી જાવ શેઠ
- ખાઇને યાદ
કરશો “ ખરેખર
ખાઇને યાદ કરવો જ પડે
તેને – આબલી કે
લીંબુ પણ તેના
કરતા ઓછા ખાટા
હોય તેવો રસ
નીકળે – શેઠાણી ગાળો
ભાડે , લાવતા ના
આવડે તો લેવા શુ
કામ જાવ છો ? કિલો કેરીમા
કિલો મોરસ બગાડી અને
છતા ય રસ તો ખાટો જ -
કોણે ભટકાડી આ કેરીઓ તમને? પણ હવે
શુ થાય ? આતો કેરીની
સીઝન ચે એટલે
કેરીયાદ આવી -
આવુ તો અનેક
બાબતમા બને છે
- આ પ્રકારના પ્રચારને
શુ કહેવાય ? ગોબેલ્સીઝમ- ?
બીજા
વિશ્વયુધ્ધ વખતે જર્મની
જોરમા હતુ - હીટલર
વડો હતો અને
દુનીયાભરમા તેની ધાક
હતી –તેની પાસે
એક તેનો પ્રસારણ
મંત્રી હતો - તેનુ
નામ ગોબેલ્સ -
આ ગોબેલ્સ એટલો કુશળ
, રાજનિતિજ્ઞ,
કુટનિતિજ્ઞ , મુત્સદ્દી,અને વાચાળ હતો કે
તેની વાણી પડે
તે બધા સ્વીકારી
લેતા હતા - સમગ્ર વિશ્વમા
તેનીધાક હતી તે
જમાનો રેડિયાનો હતો – રેડિયા પર તેનો અવાજ
આવે તેને લોકોમંત્રમુગ્ધ બનીને
સાભળતા હતા તેના
અવાજમા જાદુ રહેતો હતો -
કોઇની હારને તે
જીતમા પલટી નાખવા જેટલી ક્ષમતા
ધરાવતો હતો તો
કોઇની જીતને હારમા પણ પલટી શકતો
હતો -જો એ
બોલે કે આ પુનમની
રાતે લંડન શહેર
પર બોમમારો થશે
તો લંડનવાસીઓ રાતભર પુનમની
રાતે સુઇ શકતા
નહોતા - લોકોનુ ધ્યાન
બીજે દોરીને તે
લંડનને બદલે મોસ્કો
પર હુમલો કારાવતોઅને
મોસ્કોવાસીઓ અંધારામા રહી
જતા - મારી માતા
કહેતી કે મારો
નાનો કહે ત્યા
જો તે પાણી કહે
તો ત્યા કાદવ
પણ ના હોય
- સુકુ ભઠ્ઠ
-હોય -નાનાની વાચાળતા
એટલી તીવ્ર હતી -
તેના અનુયાઇઓની સંખ્યા
પણ મોટીહતી -એકવાર
નાનાની બા એ નાનને
કહ્યુ જા નાના
જલદી બજારા જયીને
કીલૂ બટાકા લેતો
આવ -નાનો કહે
હા બા - બે
મીનીટમા લાવી આપુ -
નાનો ગયો
તે ગયો - બધા
જમી રહ્યા પછી નાનાનોએક અનુયાઇ
આવ્યો અને કહે
અસ્કાભાઇએ આ બટાકા
મોકલ્યા છે – તેમા
અડધા નકામા-- બાર વાગે ખાવા આવ્યો - શુ
કહેવુ આને ? ઉપરથી તે જ .બધાને
એમ જ કહેતોફરેકે
હુ તો ભાઇના પેલા
ભાઇબંધની પાસેથી આ વિદ્યા
શિખ્યો છુ –એ વાત સાચી
કે તેના ભાઇનો ભાઇબંધ
એક કુશળ ફડાકેબાજ
હતો - કોઇને જલદી ખબર ના
પડે કે ભુપો
સાચુ બોલે છે કે
ખોટુ - આ વિદ્યા ફેલાતા
વાર ના લાગે - ભુપા
પાસેથી નાનો શિખ્યો
- આજે પણ
નાનો ભલભલાને ભુ
પીવડાવી જાય સિફતભેર - - તો નાના પાસેથી
તેનો ભત્રીજો શિખ્યો –અને
તે પણ એટલો
કુશળ બની ગયો કે આજે
તે તેના બાપંની પણ
હરાજી બોલાવે છે અને
કિમત ઉભી કરી લે છે
-આ છે વાચાળતાનો
પ્રતાપ- અહીયા સાચા ખોટાનો
સવાલ નથી – ભલે બધુ ખોટુ જ કેમ
નથી હોતુ -
પણ સામી વ્યક્તિ શિશામા ઉતરવી જોઇયે- બસ એ જ એક
ધ્યેય - આજે ગોબેલ્સની આ
કુશળતા એ એક અનિવાર્ય અંગ બની ગયુ
છે - સિફતભેર
ખોટુ બોલવુ અને તે
સાચુ છે તેમ ઠરાવી દેવુ – ઠસાવી દેવુ -
બસ પછી લહેર કરો -
જલસા કરો
- આ છે
ગોબેલ્સીઝમનો પ્રતાપ .
રાજકારણમા પણ પ્રચાર
તંત્રનુ મહત્વ ઓછુ નથી
- છેલ્લી લોકશભાની
ચુટણીએ તે સાબીત
કરી આપ્યુ કે
વ્યવસ્થિત પ્રચાર અને પ્રસાર
શુ નથી કરી શકતો
? એક
જ વ્યક્તિનો વિદ્યુતવેગી
પ્રવાસ,પ્રચાર અને
પ્રસાર -કેવુ પરીણામ
લાવ્યા તે માત્ર
દેશે જ નહીં દુનીયાએ
પણ જોયુ જાણ્યુ
અને ભરપેટ માણ્યુ – વિરોધ પક્ષો
તેને માત્ર પ્રચાર કહે છે –પણ તેમણે પણ ઓછો
પ્રચાર કર્યોનથી - પણ
પરીણામ સારુ ના
આવ્યુ માટે દ્રાક્ષ
ખાટી છે કહીને
દોષનો ટોપલો બીજા ઉપર
નાખી દેવા પ્રયત્ન કરે
છે જે પ્રયત્ન
દરેક હારીગયેલ પક્ષ
કે વ્યક્તિ કરતી
હોય છે – છી , છી , દ્રાક્ષ ખાટી
છે પણ એ
જ દ્રાક્ષની વેલ
હડપ કરવા તેમણે
પણ ઓછો પ્રયત્ન નથી
કર્યો -
આ તો
જો જિતા વો
હી સીકંદર ------ માત્ર
જીતવુ તે જ
પુરતુ નથી – જીત
જીરવવી તે પણ
નાનીસુનીવાત નથી -
જિતેલા પ્રદેશની જાળવવો
તે નાના બાળકના
ખેલ નથી -
સિકંદરને તેના ગુરુ , માતા , અને
સૈનીકોએ પણ ઘણૂ
સમજાવ્યો હતો કે બાદશાહ
સલામત હવે બસ કરો
અને ચાલો દેશ
પાછા ફરિયે –પણ માને તો
સિકંદર શાનો ? અને તેના
ઉપરથીજ કહેવત આવી
કે સિકંદર ખાલી
હાથે આવેલો અને ગયો
પણ ખાલી હાથે જ -
સમગ્ર વિશ્વ મુઠઠીમા
રાખનાર ના ફાળે છેવટે
બે ગજ જમીન જ
મળી - બધા જાણે
છે , સમજે છે
પણ કોઇ માનતુ
નથી - શુ
થાય ?
સભી મસ્ત
હૈ કોન કિસકો
સંભાલે ......
સમગ્ર
ભારત પર બે
બળદની જોડીનૂ રાજ્ય
હતુ કહેવા પુરતો
ય વિરોધ પક્ષ
દેખાય - પન
વિરોધ પક્ષનુ જોર
નહીં - વજન
નહીં - શાસક
પક્ષના વડા પણ
લોકશાહીમા માનનારા હતા
તે સમયે તો
અને કહેવા ખાતર
પણ કહેતા પણ
ખરા કે લોકશાહીમા વિરોધ
પક્ષ મજબુત જોઇયે
પણ ખાનગીમા તો તે
વિરોધ સહન કરી
શકતા નહોતા –ખુશામત
જ પ્યારી લાગતી
હતી તેમને પણ -
ચક્રવત પરિવર્તંન્તે
,સુખાની ચ
દુઃખાની ચ ..........
સમયના વહેણની
સાથે બે બળદ સાથે
ના રહી શક્યા , છુટા
પડ્યા , બળદ નુ
અસ્તિત્વ ના રહ્યુ
, મજબુત
વ્રુક્ષ નાની નાની
શાખાઓમા વહેચાઇ ગયુ આજે
દિવસ એવો આવ્યોછે
કે તે મજબુત
વિરોધ પક્ષના સ્થાને
પણ નથી શાસક
પક્ષ બહુમતીમા અવશ્ય
છે પણ આતરીક
વિભાજન તેને કોરી
ના ખાય તો
સારુ - તેમના નેતાએ
પ્રચાર વખતે જે
વચનો આપ્યા હતા , જે
ઝુબેશો ચલાવી હતી , તે
પુરા કરવાનો આસમય છે -
પ્રચાર અને પ્રસાર બન્ને
તેની પાસે મજબુત
તો છે જ પણ
રેતીના પાયા ઉપર
ઇમારત કેટલુ ટકશે ? શાસક છે , સત્તા
ઉપર છે , માટે પ્રચાર ,પ્રસાર
તેની સાથે છે તેનો
લાભ લેતા જો નહીં
આવડે તો આ
ઇમારત પણ ડગમગી
જશે -
દરેક
શાસક પાસે પોતાનુ
આગવુ પ્રચારતંત્ર હોય જ છે
-કેટલુ અસરકારક છે
તે જુદો પ્રશ્ન છે - ગુજરાતના એક
વખતના મુખ્યમંત્રી અને
હાલના વડાપ્રધાન પાસે
પણ મજબુત પ્રચાર તંત્ર
છે જ – દરેક વિરોધ
પક્ષો પાસે પણ
તેમનુ અલગ પ્રચાર
તંત્ર હોય જ
છે - પ્રશ્ન
તેની અસરકારકતાનો છે – પ્રશંશનીય કહી શકાય
તેવુ અસરકારક પ્રચાર
તંત્ર માધવસિહ પાસે
હતુ - તેમના એક
સાથીદાર અને રાજ્ય
કક્ષાના મંત્રી - હરીહર
ખમ્ભોળજા તેમના પ્રવક્તા
હતા - તેમનુ
ટ્યુનીગ એવુ મસ્ત
હતુ કે માધવસિહને
જે કહેવુ હોય
તે હરીહર કહે -
જો ગરબડ જણાય તો
માધવસિહ કહી શકે
કે પ્રવક્તાનો તે અંગત
અભિપ્રાય છે - અમીત
શાહ અને નરેંદ્ર મોદીનુ
ટ્યુનીગ પણ એટલુ
જ મજબુત છે
- આખા દેશમા
તેમના ટ્યુનીગની તોલે કોઇ
ના આવે - માધવસિહે
તો માત્ર ગુજરાતમા
જ ઉપયોગ કર્યો હતો
પણ અમીત - નરેંદ્રની
જોડીએ તો સમગ્ર
દેશ ઉપર કાબુ
મેળવી લીધો છે -
હવે તે ટકાવવાનો
પ્રશ્ન છે -જોઇયે
કેટલુ ટકે છે -
સ્વાયત્ત
સંસ્થાઓએ પન તેમનુ
પ્રચારતંત્ર એ જ
રીતે ગોઠવવુ જોઇયે – માધ્યમો તેનો દુરુપયોગ
ના કરી જાય
તેનીપણ કાળજી તેમણે લેવી
પડે - લોકશાહી છે -
દરેક કક્ષાએ પક્ષો અને
પક્ષાપક્ષી હોવાના જ -
તેમા શાસક પક્ષે
કાળજી રાખવી જ પડે - માધવસિહની માફક
વફાદાર પ્રવક્તા પણ
રાખવો પડે -
ખાસ કરીને યુનીવર્સીટી
જેવી સંસ્થાએ તો
પોતાનુ પ્રચાર તંત્ર
મજબુત રાખવુ જ પડે
- કારણ તેની આજુબાજૂ
પ્રસાર માધ્યમોના ધાડા હોય
છે - અને પ્રસાર માધ્યમો પાસે “
કી હોલ જરનાલિસ્ટો
“ પણ
હોય છે જે
પાપારાઝી ની જેમ
ઘુસી જતા હોય
છે અને ઘાસના
પુળામાથી પણ સોય શોધી
કાઢે છે .- આવા સંજોગોમા શાસકે હિમ્મતભેર
કહી દેવુ જોઇયે
- આ સોય તો અમારી
છે જ નહીં -
શોધનાર પોતે સોય
સાથે રાખીને જ શોધવા નિકળેલા
- એક વાર
વિવાદ ચાલ્યો પછિ
જોયુ જશે ---- વિવાદ ઉભો કરવો , વિવાદ ચગાવવો અને
વિવાદને પુર્ણવિરામ મુકવુ
આ એક કળા છે -
જરુર પડ્યે ગોબેલ્સિઝમ
પણ ઉપયોગમા લો
ભલે “ સત્યમેવ જયતે “
લાબો સાથ ના
આપે પણ
જુઠ્ઠાણાનુ આયુષ્ય
પણ લાબુ નથી
હોતુ
માયુસ ના
હો હારકે તકદીરકી
બાજી
સમજો જરા -
યે બાજી
હૈ દુનિયામે ,સબસે નિરાલી
જો હારે
સો જીતે , જો
જીતે સો હારા
હારા------
ગુણવંત પરીખ
22-5-15 (
આચાર સંહીતા ------
39 --------)
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer
R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
આચાર
સંહિતા :- -----38 --------
થ પ કી------------
કુદરતની દેન
છે --- કેટલીક
વ્યક્તિઓને કુદરતીરીતે જ
બોલતા જીભ અચકાય
છે -એક વાક્ય
કે કદાચ કોઇ
વાર તો એક
શબ્દ બોલતા પણ
ફાકા પડી જાય છે
- કોઇ વાર અર્થનો અનર્થ
પણ નીકળી જાય છે
પરતુ આ
કુદરતી બાબત છે અને તેને
મજાક કે ગંભીરતાથી લેવાની ભૂલ
કરવિ નહીં કુદરતની દેનની મજાક
સારી નહીં - વ્યક્તિની
સૌજન્યતા જ ત્યા
છે કે જ્યારે તે
આવા પ્રસંગને જાળવી લે.
એક
આવા ભાઇ રસ્તામા
જતા હતા ત્યા
તેમણે સામે આવતા
ભાઇને ઉભા રાખીને
પુછ્યુ કે ભાઇ
ક-- ક્ક—ક
કેટલાઆઅ વા ગ
ગયા ? સામે મળનાર
ભાઇના હાથ ઉપર
ઘડિયાળ હતી પણ
તે ચુપ ઉભા
રહ્યા- આથી આ થપકી માસ્તરે
ફરી પેલા ભાઇને
એ જ લહેકામા પુછ્યુ
-કે ક—ક ક
કેટલા વાગ્યા ? પેલા ભાઇ
ચુપ જ ઉભા
રહ્યા - હવે
થપકી માસ્તર ગરમ
થયા - સામાન્યરીતે જ્યારે
કોઇની જીભ અચકાતી
હોય ત્યારે તે
વ્યક્તિ જો ગુસ્સે
થાય તો તેની
જીભ વધારે અચકાય છે
અને બોલવામા ઘણુ
બધુ વેતરાઇ જાય
છે – અહિયા પણ આ
વયસ્કભાઇ ગુસ્સે થયા
એટલે તેમના બોલવાના થેકાણા રહ્યા
નહીં અને ગમે
તેમ ત –ત - ફ -ફ
કરવા લાગ્યા – આ
જોઇને આજુ બાજુ રસ્તે
પસાર થતા લોકો માટે
તો આ એક
તમાસો બની ગયો – અને તમાસાને તેડુ
ના હોય - જોત
જોતામા તો મોટુ ટોળુ
ભેગુ થયી ગયુ - હાથે ઘડિયાળ
પહેરેલ યુવક પણ
મુઝાઇ ગયો – પણ શાત રહ્યો- અને
વયસ્ક થપકી માસ્તર
બા બા બા બરાડા
જ પાડવા લાગ્યા અને
પેલા યુવકને જેમ
ફાવે તેમ બોલવા
લાગ્યા –પણ સારા નસીબે એક
વડીલ સજ્જન ત્યા આવી
ગયા અને તે,મણે બાજી હાથમા
લીધી - અને જાણી
લિધુકેશુ વાત છે
અને પછી તેમણે વિવેકથી થપકી માસ્તરને જણાવ્યુ
કે કાકા દશ
વાગ્યા છે - કાકાનો
ગુસ્સો હજુ ઉતર્યો
નહોતો અને બડબડાટ
તો ચાલુ જ હતો કે
એના હાથ ઉપર
ઘડીયાળ છે તો પછી “ દશ “
બોલતા એને શુ
ચુક આવતિ હતિ ? પેલા
વડીલ સજ્જને વાત
વાળી લીધી અને થપકી
માસ્તર બડબડતા રવાના થયા
પણ પેલા વયસ્ક
વડીલ સજ્જને પેલા યુવકને
સહેજ નરમ સ્વરમા પુછ્યુ કે
ભાઇ તારા હાથ ઉપર
ઘડીયાળ હતી તો
તને દશ બોલતા
શુ જોર પડવાનુ
હતુ ? પેલા યુવકે
જવાબ આપ્યો -ક ---ક---કા કા -
મ- મ
મારી પણ જીભ
તોતડાય છે - હવે
જો હુ તે
જ લહેજામા જવાબ
આપુ તો તે
કાકાને એમ લાગે
કે મારી મશ્કરી કરે
છે - આથી મે
ચુપ રહેવાનુ પસંદ કર્યુ -
પણ કાકા તો ખુબ
ગુસ્સે ભરાયા અને
તમે જો ના
આવ્યા હોત તો
કોણ જાણે આ
વાત ક્યા જયીને
અટકત - તેનો કહેવાનો અર્થએ હતો કે
તે ચુપ રહ્યોતેમા
તેનો ઇરાદો વયસ્ક વડીલ
સજ્જનનુ દિલ દુભવવાનો
નહોતો પણ તેમને માઠુ
ના લાગે તે જોવા
માટે જ હુ
ચુપ રહેલો - આમા
મારો શો દોષ ? નિઃશંક પણે
તેમા તેનોકોઇ દોષ નહોતો
પણ આ એક
સામાન્ય માનસીકતા છે
- કોઇકને તોતડુ
બોલતા કે તોતડુ
સાભળતા સ્વાભાવિક જ
સામી વ્યક્તિને સહ્જ
ભાવે હસવુ આવી જાય
અને તેનુ અર્તઘટન
સામી તોતડી વ્યક્તિ
એમ જ કરે કે
મારી મજાક ઉડાવે છે -
અને એમ લાગે એટલે
તે વધુ ગુસ્સે
થાય અને જેમ
વધારે ગુસ્સે થાય તેમ
તેમ તેની જીભ
વધારે લોચા મારતિ
જાય અને ટોળાને
વધારે હસવાનો લાભ
મળે - પણ
આ કુદરતી બીના
છે - મજાક્નુ
સાધન કે સ્વરુપ નથી -કોઇક એકાદ
અંગની કુદરતી ખામીને
સહજતાથી લેવી જોઇયે
- પ્રજ્ઞાચક્ષુને એ
ય આધળા -કહેવુ
તે યોગ્ય નથી
-બધીરને બહેરીયા કહેવાની આદત
કેટલાકમા હોય છે
અને તેને તે રીતે
ઉતારી પણ પાડતા
હોય છે -પણ
તેમ કરવાથી તો
તેઓ પોતે જ
પોતાની જાતને ઉતારી
પાડે છે -હવે
નથી સંભળાતુ એટલે નથી
સંભળાતુ –શુ થાય ? ઘણી
વાર મોટા ભાગરા
પણ વટાઇ જાય
- પણ તેમા
એક સર્વમાન્ય શારીરીક
નબળાઇ સિવાય કૈજ નથી
અને એકદમ સાહજીકતાથી તે
નબળાઇ સ્વિકારીલેવી જોઇયે
- તે જ સાચો
વ્યવહાર છે
માત્ર
શિષ્ટાચાર નજરમા રાખીને
જ એક બીજુ
ઉદાહરણ પણ આપુ એકદમ સહજ
ભાવે વિચારજો- એક
વિભાગીય કચેરીના વિભાગીય
વડા પણ એક
નાની સરખી સમસ્યા
ધરાવતા હતા –બોલતા
તેમની જીભ અચકાતી
હતી અને તેનાથી
તેમના તાબાના કર્મચારીઓને
પણ મુશ્કેલી પડતી
હતી પણ
ગાડુ ગબડતુ હતુ - હવે
કમનસીબે તેમના તાબાના જ એક
પેટાવિભાગીય અધીકારીને પણ
આ જ મુસ્કેલી
હતી - બન્ને
પરસ્પર એકબીજાની મુશ્કેલી
સમજતા હતા –હળવાસની
પળોમા કેટલીક હળવી
વાતો પણ થાય
- સાહજીકતાથી લેજો
- તે જમાનામા
એક સ્થળેથી બીજે
સ્થળે વાત કરવા માટે
ફોન માટે સીધીલાઇનો
નહોતી -ફોન બુક
કરાવવો પડે ફોન
નબર 180 ઉપર
કોલ બુક કરાવો
અને લાગે ત્યારે
વાત થાય -આ
ફોન માટે એક
સમય મર્યાદા હતી – પહેલી ત્રણ મીનીટ
પુરી થાય એટલે
ચેતવણી અપાય કે
ત્રણ મીનીટ પુરી થયી -
પછી બીજી ત્રણ
મીનીટ પુરી થતા
બીજી ચેતવણી અપાય
કે છ મીનીટ
પુરી થયી -
અને નવ મીનીટપુરી
થતા ફોન આપોઆપ
કપાઇ જાય અને
કહેવામા આવે કે
સમય પુરો થયો -
આ
બન્ને કચેરીના કર્મચારીઓએ
એક સાહજીક કથા
ઉભી કરી -એક
વાર પેટાવિભાગીય કચેરીના વડાને વિભાગીય
વડા સાથે અનિવાર્ય વાત
કરવાની જરૂર ઉભી
થયી - તેમણે તેમના
અધીક્ષકને કહ્યુ કે
સ – સ સાહેબને
ફ- ફ ફોન
જોડીને મ મ
મમને આપો -
અધિક્ષકે ફોન બુક
કરાવ્યો- તે સમયે એવો
પન નિયમ હતો કે
પી.પી. લખાવેલ હોય
તો જે તે
વ્યક્તિ ને જ
ફોન મળે - અને
આ કીસ્સામા પી.પી તરિકે
સાહેબનુ નામ હતુ
અને સાહેબ પણ થપકી
વાળા - દશ પંદર
મીનીટમા ફોન લાગી
ગયો - અને અધીક્ષકે
સાહેબને ફોન આપ્યો -
પેટાવિભાગીય અધીકારીએ પોતાના
લહેજા મા પુછ્યુ --
ત - ત તા
તમે કોણ બ્બ—બ—બોલો છો ? સામેથી ઓપરેટરનો જવાબ
આવ્યો - ત્રણ મીનીટ પુરી – હવે
સામે છે ડે
જોઇયે - પિ.પી.
ફોન હતો એટલે
સિધો જ વિભાગીય
અધીકરી પાસે ફોન
ગયો અને સાહેબ
પણ થપકી માસ્તર
- તેમણે સામે પુછ્યુ
તેમના જ લહેજામા અ- આ ર-
રે ભાઇ --
તા -તા ત
મે કોણ છો ? - સામેથી ફરિથી ટેલીફોન ઓપરેટરનો જવાબ
આવ્યો- સિક્ષ મીનીટ્સ
ઓવર - બન્ની
છેડે જવાબદાર વ્યક્તિ
ફોન પર કશૂ
કહે તે પહેલા તો
પાછો ટેલિફોન ઓપરેટરનો અવાજ
આવી ગયો - કોલ
સમાપ્ત હુવા -
આચાર
સંહીતા જેવો ગંભીર
વિષય હોય -
અને તેમા આવા
થપકી માસ્તરોની વાતો કે
ઉદાહરણ કેમ આપવા પડ્યો ? માનવ
સ્વભાવનુ આ એક
નિરુપણ છે - આમા
આચાર સંહીતાનો કોઇ
ભંગ થતો જ
નથી - તમારા વાણી
વિલાસ ઉપર એક આલોચના
છે - વ્યક્તિની ઓળખ તેના
વાણી , વર્તન અને
વ્યવહાર ઉપરથી નક્કી થાય
છે કુદરતી ઉણપનો સહારો
લેવો અને તેનો દુરુપયોગ
કરવો તે ખરેખર
આચાર સંહીતાનો એક
ભંગ જ કહેવાય - પણ
તે માત્ર નૈતિક
રીતે - કાયદો તેમા મદદ ના
કરે - પ્રજ્ઞાચક્ષુને આધળો
કહેવો , બધીરને બહેરિયો
કહેવો કે બોબડાને
બોબડો કહેવો ,
પંગુને લંગડો કહેવો
-તેમા ના તો કાયદો માથુ
મારી શકે છે –પણ
માણસાઇ પણ કોઇ
ચીજ છે
વિવેક પણ
કાનુની નહીં તો માર્ગદર્શક તો બની
જ રહે - કોઇની
શારીરીક નબળાઇને હથીયાર
ના બનાવાય -
ભલે તે કાનુની
આચાર સૈહિતાનો ભગ
નથી પણ નૈતિક
આચાર સહીતાનો ભગ
અવશ્ય છે .
ભગ્ન-હ્રદયી - દગ્ધ હ્રદયી- મહારાજ
રાજા ભરથરીએ દગ્ધ અને
ભગ્ન મને સંસારને
વૈરાગ્ય શતક આપ્યુ
છ્હે તે જ રીતે
નીતિ શતક પણ આપેલુ
છે – ચુટણીની આચર-સંહિતા
હોય , કે
સરકારી કર્મચારીઓ માટેના સેવાના
નિયમો હોય - , શાળા
મહાશાળાઓ માટેના શિસ્તના નિયમો
હોય કે અન્ય કોઇ
પણ પ્રકારના બંધનાત્મક
નિયમો હોય પણ રાજા
ભરથહરીએ નીતીશતક માટે
એક માર્ગદર્શક સુચન કરેલુ
કરેલુ છે : કદી
કોઇ ગરીબ , લાચાર , વડીલ, વયસ્ક
, ગુરુ , શિક્ષક બાળક ,વ્રુધ્ધ,વિધવા,અપંગ અબોલ
, અપાહીજ , શારીરીક
ખોડ-ખાંપણ ધરાવતી વ્યક્તીની
બની શકે તેટલી
મદદ કરજો - જો
મદદ ના કરી શકો
તો વાધો નથી
પણ કદી તેની
લાચારીની મજાક ના ઉડાવશો
કોઇની મજાક કરવી
તે ભલે ગુનો નથી
પણ જો સામી વ્યક્તિ મજાક
સહન ના કરી
શકે તેમ હોય
તો તે મહા
ભયંકર ગુના કરતા
પણ મહા પાતક
- મોટુ
પાપ છે .
ગુણવંત પરીખ
21-5-15 આચાર
સહિતા - 38 ---
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
No comments:
Post a Comment