From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
આચાર સંહિતા :- 37 -----
મૃત્યુ એ તો જીવનની સાથે જોદાયેલ છે જ - જેનો જન્મ થયો તેનુ મૃત્યુ એ નિશ્ચીત છે તેમા મીનમેખ ફરક ના પડે - મોડા વહેલુ પણ નિર્ધારિત અંત એ મૃત્યુ જ છે - પછી તે ભલે કુદરતી મૃત્યુ હોય , વય અને અવસ્થાને કારણે હોય , અપમૃત્યુ હોય , અકાળ મૃત્યુ હોય આત્મહત્યા ફોય - ગમે તે કારણ હોય -
એક જમાનો હતો - ધર્મ પ્રેરીત - ધર્મ રક્ષિત રાજ્યનો - તે જમાનામા અકાળમૃત્યુ થાય જ નહીં -કુદરતે નક્કી કરેલા તમામ આશ્રમો - બાલપણ –ગૃહસ્થાશ્રમ – વાનપ્રસ્થાશ્રમ - અને છેલ્લે સન્યસ્તાશ્રમ – જે જીવનનો વિરામાશ્રમ મનાતો હતો અને કદી કોઇનુ અકળ મૃત્યુથતુ નહોતુ . કથાનક કહે છે કે મહારાજ યુધિષ્ઠીર ધર્મરાજા હતા તેમનુ રાજ્ય ધર્મ રક્ષિત્ રાજ્ય હતુ રાજ્યમા ક્યાય અધર્મનુ સામ્રાજ્ય નહોતુ – અને તેવા સંજોગોમા એક બ્રાહ્મણે દરબારમા આવીને રાવ નાખી- મહરાજ મારા પુત્રનુઅકાળ અવસાન કેમ થયુ - અમે આપના ધર્મ રક્ષિત રાજ્યમા રહિયે ચિયે - ધર્મનુ પાલન કરીયે છિયે તેમ છતા ય મારા પુત્રનુ અકાળ મૃત્યુ કેમ થયુ ? મહારાજે તપાસના આદેશ આપ્યા અને તપાસનો અહેવાલમળ્યો તે મુજબ યુવન પુત્રનુ મૃત્યુ સર્પદંશ થી થયુ હતુ અને બ્રાહ્મણે જણાવ્યુ કે મને મોતના કારણ સાથે કોઇ લેવાદેવા નથી - અકાળ મરણ માટેનો પ્રશ્ન છે - ધર્મરાજાએ ફરી તપાસ કરાવી- બ્રાહ્મણ પુત્રએ અગાઉના જન્મમા તે સર્પને વિના કારણ મારી નાખેલો આથી વેર વાલવા માટે તે સર્પે આ બ્રાઃમણ પુત્રને દંશ મારી મોતને ઘાટ ઉતારેલ –બ્રાઃમણે ફરી ફરીયાદ કરી કે મારા જ્ઞાન મુજબ તેના તે કર્મની સજા તેને ગત જન્મમા મળી ચુકી છે - આ જન્મમા ફરી વાર કેમ સજા થાય ? તે વખતે પણ એવો નિયમ - કાયદો હશે જ કે એક જ ગુના માટે એક કરતા વધારેવખત સજા ના થાય - ધર્મરાજાએ ફરી ચકાસણી કરી - ભુદેવની વા સાચી નીકળી - હવે શુ કરવુ ? પણ ધર્મરાજા ખરેખર ધર્મરાજા હતા - તેમણે સર્પને હાજર કરાવ્યો- અને સર્પને સજા કરી - એક ગારુડીને બોલાવીનેસર્પ ગારુડીને હવાલે કર્યો અની સુચના આપી કે તારે આ સર્પને મારી નથી નાખવાનો – તેના વિષ યુક્ત દાત દૂર કરીને-તેને એક કરડિયામા પુરીને નગરજનો વચ્ચે તેના ખેલ કરાવજે -તેને ખોરાકપણ આપજે - દૂધ પણ આપજે - મારી નથી નાખવાનો- જીવીત રહીને તે તેના કર્મનુ ફળ ભલે ભોગવે - આમ એ જમનો જમાનો નહોતો પણ ન્યાયનો જમાનો હતો - અકાળ મૃત્યુ ને સ્થાન નહોતુ -
અને આજે ? 1950 - 60 ના દશક સુધી લગભગ એવુ માનવામા આવતુ હતુ કે અકાળ મૃત્યુ ,અપમૃત્યુ કે આત્મહત્યાને ખુબ ગંભીરતાથી જોવાતા - ગામમા કોઇ યુવાનનુ મોત અકસ્માતે થાય તો પણ ગામમા અરેરાટી ફેલાઇ જતી હતી- ગામમા પાકી પડતી- સ્વયંભુ બંધ પળાતો -તેની સ્મસાન યાત્રામા આખુ ગામ જોડાતુ- મોતનો મલાજો જળવાતો હતો –અકાળ અવસાન તો થતા હતા -પણ તેની એક ગંભીર નોધ લેવાતી - પણ ધીમે ધીમે નદિના વહેણ વહેતા ગયા , વહેણ સુકાતા ગયા , લાગણીઓ કરમાઇ ગયી ,મોતનો કોઇ મલાજો જ ના રહ્યો - આવે ને જાય -કુદરતનો ક્રમ છે - અને અકાળ મૃત્યુ , અપમૃત્યુ , આત્મહત્યાઓ ,અકસ્માતો , ખુના મરકીઓ , આ બધા બનાવો એટલા સામાન્ય બની ગયા છે કે તેની કોઇ નોધ સુધ્ધા લેતુ નથી - હા -નોધ લેવાય છે તો એક મિડિયામા - તેને માટે આ તો તિખા તમતમતા આકર્ષક સમચાર છે – જેનાથી તેમનેદર્શકો મળે છે અને દર્શકોસમળી રહે તે રીતેમઠારીને સમચાર અપાય -અરે કાર્ટુનિષ્ટો પણ તેનો લાભ લે છે - એક હાફતા યમદુતને દર્શાવીને જણાવ્યુ છે કે તે બિચારાને શ્વાસ લેવાનો પણ સમય નથી મલતો - આજે અહી અકસ્માત - આજે અહી આત્મહત્યા - આજે ધરતીકંપ , મલબામાથી માનવ દેહો મળ્યા - અને રોજીદા મૃત્યુ તો ખરાજ - યમદુતોનો કાર્યબોજ વધી ગયો - યમરાજાનુ કામ વધી ગયુ - દર્શકોને આ જોવા અને વાચવામા રસ છે – પણ પળ બે પળ માટે અને પછિ બધુ ભુલાઇ જાય છે - બોલો માણસની જીદગી કેટલી સસ્તી થયી ગયી છે ?એક તમાસો માત્ર બનીને રહિ ગયી આ જિદગી - હજુ તાજા સમાચાર છે - દિલ્હીની એક રેલીમા એક ખેડુતે આત્મહત્યા કરી - મુખ્યજપ્રધાન જેવી વ્યક્તિ રેલીમા - ખબર પડે છે કે એક ખેડુતે આત્મહત્યા કરી -રેલી ચાલુ જ રહી - મોતની કાતિલ મજાક તો ત્યારે ઉડી કે જ્યારે આ બનાવની આલોચના લગભગ દરેક પક્ષે તેમની રીતે કરી પણ પેલા બિચારા ખેડુતનુ શુ ? તેના કુટુબનુ શુ ? આ કોઇ રાજકીયસ્ટંટ હતો ? કે પછી રાજકારણને જ પ્લેટફોર્મ બનાવીને સૌએ મનગમતી ખીચડી પકાવી ? ક્યા રહ્યો મોતનો મલાજો ?
આ ભલે કથાનક રહ્યુ – પણ વાસ્તવદર્શી છે - આજના મોબાઇલ કલ્ચરનો તે જમાનો નહોતો - ટેલીફોનની સગવડ પણ વધારે પ્રચલિત નહોતી- તે સમયે અગત્યના સમાચાર તાર થી મોકલાતા હતા - દરેક પોસ્ટ ઓફીસમા તાર નુ મશીન હોય અને તેના ઉપર સમાચાર આવે અને પોસ્ટ માસ્તર તે સમાચાર જે તે વ્યક્તિને તાબડતોડ પહોચાડે – એક “રમૂજી “ કહી શકાય તેવા એક ભાઇ આ તાર મશીન પર બેસતા હતા- મોટે ભાગે તો કોઇના સગા વહાલાના મરણના જ સમાચાર આવે અને આ રમુજીલાલ પહેલો શબ્દ પડ્યો ના પડ્યો અને હસી મજાકમા બોલી ઉઠે એ ---- હા - કોઇ ક ગયુ - બસ - આ ભાઇની આ એક ટેવ - બધા સાથી કર્મચારી જાણે કે રમુજીલાલમાટે આ મજાક છે પણ મર્હુમના સગા માટે તો તે દુખદ બીના છે -પણ આપણા રમૂજી લાલ લહેરીલાલા હતા “ કોઇ ક ગયુ પાછુ “ એ તેમના દરરોજના શબ્દો - હવે એક વખત તે મશીન પર બેઠા હતા અને એક સંદેશો આવ્યો - અને રોજની ટેવ મુજબ રમુજીલાલ બોલી ઉઠ્યા - એ હા કોઇક ------- પણ ગયુ બોલે તે પહેલા તો તેમની આખો ભરાઇ આવી - આજુબાજુ વાળા સાથી કર્મચારીઓ એકદમ બુમ પાડી ઉઠ્યા અરે રમુજીલાલ કેમ આમ ?શુ થયુ ? આજે કોણ ગયુ ? તે કમનસીબ સંદેશો રમુજીલાલ માટે હતો અને તેમના પિતા અવસાન પામ્યા હતા - અને તે પછી રમુજીલાલ કદી બોલ્યા નથી કે “ એ હા , કોઇ ક ગયુ .....”
દર્દીના દર્દની પીડા દર્દીને જ દિશે વધુ ------
આજકાલ તો સમચારની ચેનલો એટલી બધી થયી ગયી છે કે દરેકને માટે અસ્તિત્વ ટકાવી રાખવુ તે ;પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે - શુ સમાચાર લાવવા ? સમકચાર મેળવવા માટે તેમના સંવાદદાતાઓ રાજકિય નેતાઓની આજુબાજુ ફરતા હોય છે - રાજકિય નેતાઓ પણ તેમનુનામ છપાવવા માટે તેમને ખાસ આમત્રણ આપીને માનભેર બોલાવે પણ છે - લાયંન્સ ક્લબનુ એક ફંક્ષન - સમારોહ હતો - રાજ્યના મુખ્યમંત્રી મુખ્યક મહેમાન હતા - આતર રાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી હતી - અને તે સમારોહમા એક 10 વર્ષની બાળીકાને પણ આમત્રણ હતુ - અને યોગાનુયોગ આ બાલીકાને પણ ડાયસ પર મુખ્યમંત્રીની સાથે જ સ્થાન મળેલુ -આ બાલીકા તેમની શાળા પંચાયતની મુખ્યમંત્રી હતી -યોગાનુયોગ બાળીકાએ એક વખત આ જ મુખ્ય મંત્રીને એક પત્ર લખીને મુખ્યમંત્રી પાસે મુલાકાત માગેલી - ત્યારે મા. મુખ્યમંત્રીશ્રીએ પત્ર લખીને જણાવેલ કે દરેક મુખ્યમંત્રી મા. મુખ્યમંત્રીશ્રીને મળી શકતા નથી - અને આજે અચનક જ આ બન્ને મુખ્યમંત્રીશ્રીઓ એક જ મંચ ઉપર ભેગા થયી ગયા - અને સાનંદાશ્ચાર્ય - બાળીકાએ તેના વક્તવ્યમા આવાત મા. મુખ્યમંત્રીશ્રીને યાદ પણ દેવડાવી - સમગ્ર સભાગૃહે આ બાળીકાની હિમ્મતને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી - મા. મુખ્યમંત્રીશ્રીએ પણ બાળીકાની વાત વિશાળ મનથી સ્વીકારી અને જનાવેલ કે તે જ્યારે પણ ઇચ્છે ત્યારે વગર એપોઇંટમેંટે પણ હવે મુખ્યમંત્રીશ્રીને મળી શકે છે - પણ ખરી મજાક તો ત્યારે થયી કે જ્યારે મુખ્યમંત્રીશ્રીના ચમ્પલ ગુમ થયા - અને સમાચાર પત્રોએ તે સમચાર પણ મોટા મથાળે છાપ્યા –અને આ બાળીકાએ સામી પ્રેસનોટ મોકલી કે મુખ્યમંત્રીના ચમ્પલ ગુમ થાય તે સમાચાર કહેવાય અને લોકોની માલ મતા ચોરાઇ જાય તો તે સમાચાર કેમ નહીં ? એક જાણીતા પત્રકારે જનાવેલ કે અમારા વ્યવસાયમા કુતરુ માણસને કરડેૂતે સમાચાર નથી પણ જો માનસ કુતરાને કરડે તો તે અવશ્ય સમાચાર છે
કદાચ એતલા માટે જ - એમ લાગે છે કે કેટલીક વખત સમાચાર અગત્યના નથી પણ તેનાથી મળતી પ્રસીધ્ધી અગત્યની છે –આ સમાચારથીકોને લાભ થય છે અને કોને કેવા પરીણામ ભોગવવા પદશે તેની કોઇને કિંતા નથી તાજેતરમા જ બનેલો એક બનાવ - એક રેલીના પ્રસગે દિલ્હીમા એક ખેડુતે આત્મહત્યા કરી -ોઆ રેલીવખતે રાજ્યના મુખ્યસમંત્રી પન હાજર હતા -તેમને આ બનાવની જાણ હોવા છતા ય રેલિ ચાલુ રહી -આ બબત મુખ્યમંત્રીશ્રીની રાજકીય કુનેહની ખામી દર્શાવે છે - અને તેમની આ ખામીનો અન્ય પક્ષોએભરપુર લાભ ઉઠાવ્યો -મોટો દેકારો મચાવિ મુક્યો - પર્તુ ના તો મુખ્ય મંત્રીશ્રીએ , ના તો સરકારે ,કે ના તો કોઇ પણ પક્ષે જેમણે દેકારા મચાવ્યા હતા - કોઇ એ તે ખેડુતપ્રત્યે કે ખેડુતમાટે કશુ ના કર્યુ -તે તો ગયો જ -આ મોતની ખબર તો દરેક માધ્યમોએ મરી મસાલા સાથે છાપી - દર્શાવી -પણ ફલશ્રુતી શુ ? જીદગી કેતલી સસ્તી સાબીત થયી ? અને કોઇની જીદગીનો લાભ કોઇ ઉપાડી જાય ? ષુ આલોચના કરુ ?શુ વિષ્લેષણ કરુ ?
મોત કભી ભી મીલ શક્તિ હૈ ,
લેકીન જીવન કલ ના મીલેગા ,
મરનેવાલે સોચ સમજ લે
ફીર તુઝકો યે પલ ના મીલેગા
ગુણવંત પરીખ
14-5-15 ( આચાર સંહિતા --- 37 )
No comments:
Post a Comment