From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
ક્રમઃશઃ ભાગ 2 - આચાર સહીતા 40 (1)
આચાર સંહીતા --- 40 (1 ) ભાગ 2
આટલી પુર્વ-ભુમીકા પછી મુળ વાત પર આવીયે .
કદાચ કોઇ નાની પૈસે ટકે વધારે સધ્ધર ના હોય તેવી કંપની કોઇ મોટી અનિયમીતતા કરે , ગરબડો કરે , ગુનાહિત કામો કરે તો માની શકાય પણ આ વાત તો છે એક અતિ સધ્ધર,પ્રતિષ્ઠીત અને ઉચી નામના ધરાવતી કંપનીની - જેના સ્થાપક માટે આજે પણ માત્ર દેશ જ નહીં દુનીયા પણ માન છે ,તેમની વિશ્વનિયતા, લોકપ્રિયતા ,નાનામા નાના કર્મચારી માટે પણ લાગણી , હરહમ્મેશ પ્રશંશનીય રહેલ છે , તેવી કંપનીના આજના સંચાલકો માટે વિપરિત રજુઆત કરવી પડે છે જે દુઃખદ બાબત છે – છતા આદ્ય સ્થાપકની લોકપ્રિયતા અને સૌજન્યતાને નજરમા રાખીને પ્રથમ તબક્કે તે કંપનીનુ નામ જાહેર કરતો નથી -
આ કંપનીના સ્થાનીક અધીકારી, કર્મચારી , પ્રતિનિધી સૌએ સાથે મળીને તેમના એક ગ્રાહકનો સંપર્ક સાધીને એક રોકાણ કરવાની યોજના દર્શાવી - જેમા -રોકાણકારે દર વર્ષે 50.000 /- નુ એક એવા ત્રણ વાર્ષિક પ્રિમિયમ ભરવાના - તે પછી કોઇ પ્રિમિયમ ભરવાનુ નહીં - અને તેની સામે રોકાણકારને 5 લાખનો વીમા ક્વચ મળે -રોકાણકાર જ્યારે રકમ પાછી માગે ત્યારે તેને તેની રકમ પરત મળે અને પરત મળતી રકમ રોકેલ રકમ કરતા ઓછી નહીં હોય તેની ખાતરી આપેલ -રોકાણકારે સંમતિ આપી - અરજીપત્રક -ફોર્મ- પર ગુજરાતીમા સહી કરેલ છે = અરજીપત્રક - ફોર્મ અંગ્રીજીમા હોવાથી કંપનીના પ્રતિનિધીએ આ યોજનાની જે વિગતો દર્શાવેલ તેમા ત્રણ પ્રિમિયમ અને રકમ પાછિ લેવાની શરત જણાવેલ - તે સિવાય બીજી કોઇ શરત જણાવેલ નથી - ખાસ કરીને - ઓટો સરંડર ક્લૉઝ - જેનો સહારો લેવા કંપની માગે છે તેવી કોઇ જોગવાઇ સમજાવવામા આવી નહોતી કે તે અંગે કોઇ જાણ પણ ગ્રાહકને કરવામા આવી નહોતી –ગ્રાહક તે શરતથી તદ્દન અજાણ હતા- તે સંજોગોમા - ગ્રાહકને -પોલીસી હોલ્ડર ને - કોઇ પણ પ્રકારની જાણ કર્યા સિવાય - ચેતવણી પણ આપ્યા સિવાય –તેની પોલીસી સરંડર કરી દીધી – એટલુ જ નહીં - પણ પોલીસી હોલ્ડરે ભરેલ પ્રિમિયમની ત્રણ વર્ષની રકમ 1,50,000 /- ની રકમ પૈકી માથી કોઇ પણ વાજબી કારણ વગર તેની રકમમાથી 1,05,000 /- જેવી માતબર રકમ જપ્તકરી લિધી – અને આજે પોલીસી હોલ્ડરની ટટળાવે છે - કારણમા એમ કહે છે કે પોલીસી ના જે પત્રો મોકલ્યા છે તેમા આવી જોગવાઇ છે -પોલીસીના પત્રો અંગ્રેજીમા છે -અને પ્રતિનિધીએ જે સમજુતી આપેલી તેમા આવી કોઇ સમજુતી આપેલી નથી - વધારામા કંપની કહે છે કે ત્રણ પ્રિમિયમ નહીં પણ પાચ પ્રિમિયમ ભરવાના હતા -તમે માત્ર ત્રણ જ ભરેલછે – ચોથા પ્રિમિયમ માટે કંપનીએ કે તેમના સ્થાનીક પ્રતિનિધીએ પણ કોઇ જાણ કરેલ નથી – ચેતવણી પણ આપેલ નથી – પોલીસી પેપરની આવી છુપી કલમો - ઑટો સરંડર ક્લૉઝ -જેવી બાબતની જાણ ગ્રાહકને છે જ નહી – હતી પણ નહીં -કોઇએ દર્શાવેલ પણ નથી - કંપનીના પ્રતિનિધીએ પણ તે બાબત પ્રસ્તાવ કરતી વખતે જણાવેલ નથી - આજે પણ જે પ્રતિનિધિ પ્રસ્તાવ સાથે આવેલ તે કબૂલ કરે છે કે અમોને અમારા સંચાલકોએ -મેનેજમેંટ- તરફથી જે જણાવવામા આવેલુ તે જઅમે કહેલુ છે અને ત્રણ જ પ્રિમીયમ ભરવાના હતા અને આવી ઑટો સરંડર જેવી કોઇ જોગવાઇની અમોને પણ ખબર નહોતિ કે માહીતિ પણ નહોતી- સંચાલકો આ અંગે એવો બચાવ કરે છે કે અમે અમારા પોલિસી પત્રોમા આ અંગે ચોખવટ કરેલી છે - તે સાચી વાત અસ્વિકાર્ય તો ના જ ગણાય કે લખાણ છે -પણ એક બાબત પણ ભુલવી જોઇયે નહીં - આ લખાણ -પોલીસી પત્રો- જેમા જે લખેલુ છે અને જે લખાણનો સંચાલકો ઉપયોગ કરવા માગે છે તે લખાણ ત્તો અરજીપત્ર ભર્યા પછિ અરજદારને- પોલીસી હોલ્ડરને મોકલવામા આવે છે -પોલીસી પત્રો અંગ્રેજીમા છે -અને અરજીપત્રમા જણાવેલા છે કે જે અરજદારે ગુજરાતીમા સહી કરેલી હોય તેને તમામ વિગતો -શરતો -જોગવાઇઓ –વિ,વિ,વિ. ની ગુજરાતિમા સમજુત આપવામા આવેલ છે –એનો અર્થ સ્પષ્ટ છે કે કંપનીના પ્રતિનિધિએ પોલિસીપત્રની તક્મામ જોગવાઇઓ અને શરતો અરજદાર પોલીસીહોલ્ડરને ફોર્મ ભરતી વખતે સમજાવી છે અને જણાવેલપણ છે –અને કંપનીના પ્રટિનિધી તે બાબત પર ડેક્લેરેશન આપે છે - એટલે તે પણ માનવુ જ જોઇયે કે પોલીસીહોલ્ડરને ફોર્મ ભરતી વખતે તમામ શરતો જનાવેલ છે -ગુજરાતીમા જણાવેલ છે - માટે હવે પોલીસીપત્રોમા અંગ્રેજીમા લખાયેલ જોવા જાણવા કે વાચવાની કોઇ જરુરત જરુર નથી - આ છેતરપિંડીના કિસ્સામા અરજદારે ગુજરાતીમા સહી કરેલછે -સહી કરાવતા પહેલા પ્રતિનિધીએ પોલીસીપત્રોની શરતો અને છુપી જોગવાઇઓ માટે કોઇ ચોખવટ કરેલી નથી - કાનુન એમ કહી શકે કે અરજદાર કહે છે તે સાચુજ છે તે કેમ માનીશકાય ? વાત વિચારવા જેવી છે -પણ એક બહુજ અગત્યની માહિતી ખુલી છે -અરજીના ફોર્મમા જે પ્રતિનિધીએ સહી કરેલી છે તે સહી તે પ્રતિનિધીની નથી -કોઇ અન્ય વ્યક્તિએ તે સહી કરેલી છે—વ્યક્તિપણ જુદી છે -પ્રસ્તાવ લયીને આવનાર પ્રતિનિધી એક બહેન હતા -ફોર્મમા પ્રતિનિધીનુ જે નામ છે તે કોઇ ભાઇ છે એટલુ જલનહીજપણએવી માહિતી પણ ખુલી છે કે જે ભાઇની સહી છે તે સહી તે ભાઇએ કરેલી નથી પણ તેમના વતી જ બીજા કોઇએ કરેલી છે - જ્યારે આ વાત - માહિતી ખુલી ત્યારે ઉડાણથી તપાસ કરવામા આવી અને બીજી જે માહિતી ખુલી તે પણ એટલી જ ગંભીર છે - અરજીપત્ર -ફોર્મ મા અરજદાર્ની જે જે જગાએ સહીઓ છે તેની ચકાસણી કરતા એમ સ્પષ્ટ જણાયુ ચે કે અરજિપત્રમા અરજ્દારની કેટલીક સહીઓ પણ અરજદારે કરેલી નથી અને તે સહીઓ પણ બીજા કોઇએ કરેલીછે- પ્રતિનિધી અને અરજદારની આ બનાવટી સહીઓ અરજીપત્ર ભરનારે જ કરી હોય તેવુ નહીં માનવાને કોઇ કારણ નથી -આતલી મોટી - ઉચી પ્રતિભા અને પ્રતિષ્ઠા ધરાવતી કંપની-તેમા આવુ બને તે કલ્પી શકાયનહી -પણ આ સાચી વાત છે - આજે કંપનીના સંચાલકો તે વાત સ્વિકારે છે કે તે પ્રતિનિધીઓ આજે તેમની સેવામા નથી - આ કપટલીલા કરીને તે છુટાથયી ગયા છે - કપટ , કૌભાડ ,અનિયમિતતા ,કે કોઇ પણ ગુનાહિત કાર્યવાહી -ભલે કોઇ કર્મચારીએ કરી હોય -પણ તેનીતમામ જવાબદારી તો પુર્ણરીતે કંપની ની જ રહે છે - કંપની એ પણ બચાવ લેવા ધારે કે આજસુધી આ વાત કેમ જાહેર ના કરી ? તો તે પણ સ્વિકારી શકાય નહીં - ગુનો તે ગુનો જ છે -તે કદી મરતો નથી - જે દિવસે તે જાહેરૂથાય - જે દિવસેગુનાહિત કાર્ય જાહેર થાય તે દિવસથી નહીં પણ ગુનો જે દિવસે બન્યો તે દિવસથી જ તે અમલમા આવે છે – ગુનાની અમલવારી પશ્ચાતવર્તી અસરથી થાય છે -અને આ કિસ્સામા આ ગુનો અરજીપત્ર ભરાયુ તે તારિખથી જ અમલમા આવે છે –ોઅને તે જોતા આ અરજીપત્ર પ્રથમ દિવસથી જ અમાન્ય બને છે –અને આ અરજીપત્રને આધારે તૈયાર કરાયેલ પોલીસી પત્રો પણ રદ બાતલ ઠરે છે. કંપની 15 દિવસની સમયમર્યાદાનો લુલો બચાવ ના લયી શકે – કારણકે ગુનાને સમય મર્યાદા નથી નડતી- ગુનેગારને સમયમર્યાદાનો લાભ ના મળી શકે - અને આ કિસ્સો એક ગુનાહિત કાર્યવાહીની સંડોવણીનો છે . તેનો ભોગ પોલીસી હોલ્ડરને ના બનાવી શકાય - આ પ્રતિષ્ઠીત કંપની એવી નાની નથી - નાદાર નથી -કે માત્ર દોઢ લાખની રકમ માટે ગુનો છાવરવા પોલીસીહોલ્ડરનો ભોગ લેવાની હદે જાય . .
ગુણવંત પરીખ
6-6-15 આચાર સંહીતા 40 (1 ) ભાગ 2
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
No comments:
Post a Comment