From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
Ahmedabad -22
- : આચાર સંહિતા
:- 40 -----
અમારા “ હમલોગ “
ના સુજ્ઞ વાચકો
માટે ખુબ આવશ્યક
તેવી માહિતી અને
માર્ગદર્શક બની રહે
તેવા એક બનાવની
જાણ કરવામા આવે
છે – જે સાક્ષર -
નિરક્ષર - આબાલ
વ્રુધ્ધ - પુરુષ
- મહીલા - સૌને ઉપયોગી
બની રહેશે અને ચેતવણીના
લાલ સિગ્નલ સમાન
લાલબત્તી બની રહેશે
-
જેમ થપકી માટે
કોઇ કાનુની બંધન કે
નિયમ નથી કે
તેના અમલીકરણથી થપકીની
માનહાનીને કોઇ રાહત મળે - જે છે
તે માત્ર નૈતિક
બંધન છે –જો તમારો આત્મા-
તમારુ મન - તમારી નિતિ
- તમને કહે કે
આ સારુ નથી
થતુ - મારાથી
આવુ ના થાય
- ત્યા સુધી તેનો
કોઇ ઇલાજ નથી - નિતિ શતક
માટે કાનુની નિયમો નથી .
આવી જ લાચારી
ભર્યો એક બીજો પણ કિસ્સો
છે - જ્યા અને
જ્યારે -કાયદા અને નિયમ
નો સાથ અને સહારો લયીને
- નિયમને ઢાલ બનાવીને
કોઇના ઉપર “ હુમલો “ કરવામા આવે
ત્યારે હુમલાનો સામનો કરવામા કે
હુમલાને રોકવામા અનેકવિધ
મુશ્કેલી પડે છે. –અને કદાચ
તે હુમલો “ જીવલેણ “પણ નિવડે - ભલે
પછી તે હુમલો અનૈતિક
કેમ નથી હોતો – પણ કાનુન માન્ય
“ હુમલો “ છે . વહીવટી
ક્ષેત્રે જ્યારે આવા હુમલા થાય છે
ત્યારે એક ગંભીર અને લાચારીભરી
પરિર્થિતિ ઉભી થાય
છે - કાયદા અને
કાનુનનુ રક્ષણ મળતુ નથી - આ
દુઃખ નથી સહેવાતુ –નથી કહેવાતુ -ઉપાય જલદી
મળતો નથી -
આજકાલ વિમા ક્ષેત્રે અનેક
કમ્પનીઓ કાર્યરત છે -
વિમાને એક પ્રકારના
રોકાણનુ નામ આપીને
ગ્રાહક્ને જુદી જુદી તરકીબોથી ગ્રાહકને
શીશામા ઉતારવામા આવે
છે અને આવકની
લાલચ - વ્યાજની લાલચ -
અને વધુમા પાછુ વિમા
ક્વચ મળે - પહેલી નજરે
આ બધા લાભો
સારા અને વધારે આકર્ષક
લાગે - ગ્રાહક ભોળવાય
-અને “રોકાણ “ કરવા
તૈયાર પણ થાય છે –અહીયા એક સાદી માનસીકતા
જોવા જેવીછે - ગ્રાહક તેની પાસે આવનાર
કંપનીના પ્રતિનિધી જે
કહે છે તે
પહેલી નજરે અને પહેલી ક્ષણે
સાચુ જ માની
લે છે - તેના
પર અવિશ્વાસ કરવાને કોઇ કારણ
હોતુ નથી – આ પ્રતિનિધી તે કંપનીનો એજંટ
હોય , અધિકારી હોય અને
તેમને જો કંપનીના
મુખ્ય શાખા અધીકારી પણ
ટેકો આપતા હોય તો
કંપનીની પ્રતિભા જોતા
આ દરેક પર અવિશ્વાસ કરવાનુ કોઇ
કારણ હોતુ નથી.-અને ગ્રાહક તેની જાલમા
ફસાઇ જાય છે - કંપનીના
નિયમની ઢાલ એવી
છે કે
જો ગ્રાહકને તેના
રોકાણ અંગેના પોલીસીના પત્રો મળ્યા
પછી આમા 15
દિવસમા જો તે અસ્વિકાર્ય હોય
તો તે પરત
કરી શકે છે - કંપની અને ગ્રાહક
વચ્ચેના “ કરાર “ - સમજુતી
માટેની આ કાનુની
સમય મર્યાદા છે –આ સમય મર્યાદા વિત્યા બાદ
ગ્રાહક્ની કોઇ ફરીયાદ
માનવામા આવતીનથી. એક ખુબ
જ અગત્યનો મુદ્દો
નજરમા આવ્યો છે -
સમજુતીનોઆ કરાર અંગ્રેજીમા
લખાયેલ હોય છે - કેટલીક
વખત તેનુલખાણ અસ્પષ્ટ
અને વાચી શકાય નહીં
તેવુ પણ હોય
છે - પણ સાથે
સાથે એવુ પણ
જણાવવામા આવેલુ હોય છે કે જો ગ્રાહક
પ્રાદેશિક ભાષામા સહી
કરતો હોય તો કંપનીના
નિયમોનુ સંપુર્ણ વર્ણન
પ્રતિનીધીએ ગ્રાહકને તેનીપ્રાદેશીક
ભાષામા સમજાવેલ છે
તેવુ પ્રમાણિત કરતી કરતી સહી પ્રતિનિધી
પ્રથમ અરજીપત્ર્મા કરતો હોય
છે - તે જરુરી
નથી કે ગ્રાહક અંગ્રેજી
જાણતો હોય -
સમજતો હોય - પણ
તેમના નિયમ મુજબ
તમામ જોગવાઇઓ અને નિયમો
પ્રતિનિધીએ ગ્રાહકને તેની
પ્રાદેશીક ભાષામા સમજાવી છે -
પછી પાછળથી મોકલાવેલ
પત્રો - કરાર પત્રો –પોલ્લિસી પત્રો - જે
કયી હોય -જે અંગ્રેજીમા ભલે
રહ્યા –પણ તે
વાચવાની કે સમજવાની કે
કોઇએ સમજાવવાની જરુર
રહેતી નથી -કારણ કે તે
તમામ સમજુતી અરજી
કરતા પહેલા પ્રતિનિધિએ
ગ્રાહકને સમજાવીજ છે તેવુ
માની લેવુ જ પડે કારણ પ્રતિનિધી
અરજીપત્રકમા તે મુજબની કબુલાત આપે
છે - અને તે સજોગોમા
ગ્રાહક અભણ હોય , કે પત્રો ના પણ
વાચ્યા હોય તો પણ
પત્રોનુ લખાણ તેના
માટે બંધનકર્તા નથી
પણ પ્રતિનિધિએ સમજુત
કરેલ નિયમો શરતો
તેના માટે અગત્યના
છે – અને જો
ભોગેજોગે પણ આ પ્રતિનિધી
બોલીને ફરી જાય
તો તો તેનો
ઇલાજ મુશ્કેલ પડે - કારણ
ગ્રાહક અને પ્રતિનિધી
વચ્ચેની વાતચીત ની કોઇ
સાબીતી નથી હોતી
- પણ જો ગ્રાહક્ની
સ્વિકારની કે પ્રતિનીધીના
સ્વિકારની -લખાણની સહીઓ
જ ખોટી હોય
- બનાવટી હોય
-કોઇના બદલે કોઇ એ
કરેલીહોય- કાનુની ભાષામા
બનાવટી સહીઓ હોય
-તો સ્વાભાવિક રીતે
જ સમગ્ર દસ્તાવેજ પહેલા
પગથીયે જ રદ
થવા પાત્ર બને છે
- ભલે ને પોલિસી
ના પત્રો જે
પાછળથી મોકલાવેલ હોય – તે અંગ્રેજીમા હોય કે
પ્રાદેશીક ભાષામા હોય
- પણ જેના
પાયામા જ ગુનાહિત
ષડયંત્ર હોય - ફોર્જરી
હોય - કપટ
હોય --વિશ્વાસ ભંગ હોય - તો
તે કરાર ,દસ્તાવેજ , પોલીસીપત્રો વિ.વિ. વિ.તમામ શરુઆતથી
જ રદ થવાને પાત્ર
બને છે અને કંપની
ગમે તેટલી મોટી કેમ નથી હોતી
- તે આ પો,લિસી પત્રોનો સહારો
લયી શકે નહીં -
ગ્રાહ્ક અને કંપની
- બન્નેને આ
નિયમો લાગુ પડે છે
–
અરજીપત્ર જે તારીખે
ભરાય- જે તારીખે ોઅરજીપત્રક
ઉપર સહિઓ થયેલ હોય
તે તારિખથી સામાન્યરિતે
કરાર અમલમા આવે
છે અને તે
દિવસે જે શરતો વિ.વિ.વિ
નક્કિ થયેલપહોય તે
જ શરતો માન્ય
ગણાય - પોલીસીપત્રો
તો અરજીપત્ર ગયા
પછી મોકલવામા આવે છે -
જે અંગ્રેજીમા હોય છે -
એક છાપેલી બુકલેટ
હોય છે -જે
બૂક્લેટ અને નિયમો અરજીપત્ર
ભરાવતા પહેલા જ પોલીસીહોલ્ડરને આપી
શકાઇ હોત -
પણ તેમ નથી થતુ -
કારણકે -પોલીસીપત્રોમા સમાવિષ્ઠ
છુપી કલમો , અવાચ્ય કલમો, વિ.વિ. થી
પોલીસીહોલ્ડર અજાણપહોય ચે અને
માટે પાછળથી મોકલેલપોલીસીપત્રો પણ અસ્વિકાર્ય છે અને
તે પોલીસીહોલ્ડરને માટે
બંધનકર્તા ના બની
શકે .-15 દિવસની
સમયમર્યાદા પણ અસાધારણ
સંજોગોમા રદબાતલ ઠરે
છે.
આની પાછળનો હેતુ
પણ જાણવા જેવો
છે .એક આર્થીક બાબતોના વિષ્લેષક - તજજ્ઞ-
નિષ્ણાત –નાણાકિય સલાહકાર
- મહાનુભાવના મતે
-અનૌપચારિક વાતચિત મા -- ઓફ ધી
રેકર્ડ –
જાણવા મળ્યુ છે
કે દરેક મોટી
કંપની પાસે એક
ફંડ મેનેજર હોય
છે –
આ
મેનેજર કંપની પાસે મોટા
પાયે એકત્રિત થયેલ
રકમ - ફંડ -
પોતે તેનો ઉપયોગ કરીને
આવક વધારવાનો પ્રયત્ન કરે
છે - પ્રાપ્ય નિર્દેષ
એવુ દર્શાવે છે
કે આ પ્રકારના ફંડ મેનેજર
તેમના રોકાણકારો- પોલીસી ધારકો -
પાસેથી આવેલ રકમ – મોટેમોટેભાગે શેર –બજારમા રોકે છે
- આ રોકાણ
કોઇ સારી પ્રતિષ્ઠીત
કંપનીમા કરવુ જોઇયે કે
જેથી નાણામા વ્રુધ્ધી થાય-
પણ પ્રાપ્ય નિર્દેશ
મુજબ ફંડ મેનેજર
એવી કંપનીમા રોકાણ કરે
છે કે જે
કંપની અથવા તેના
પ્રમોટરો આ રોકાણ
માટે તગડુ કમીશન આપતા
હોય -આ ઉપરાત
પણ બીજા અનેક
નાણાકિય લાભો પણ
આપતા હોય છે
- આમ રોકાણ લેભાગુ
કંપનીમા પણ થાય છે -
લેભાગુ કંપનીને રકમ
મળી જાય છે -
મેનેજરને કમીશન અને
અન્ય લાભો મળી જાય છે
- ફંડ મેનેજર રોકાણકારના
નાણાના જોખમે શેર
બજારમા આવા સોદા
કરે છે - સટ્ટો
રમે છે - તગડુ કમીશન
મેળવી લે છે અને
બીજા પણ જેટલા મળે
તેટલા લાભો મેળવી
લે છે - કંપની
આ બાબતથી અજાણ હોય
તેમ માનવાને કારણ નથી
- -સંબંધીત તમામ
વર્ગ આમા ભાગીદાર
ના હોય તેમ
પણ માનવાને કારણ નથી
-અને રોકાણકારોના નાણાનુ
મુલ્ય આ રીતે તળીયે
બેસે છે - અને આ
તળિયે બેઠેલા મુલ્ય પર
રોકાણકારને ખોટના ધંધે
રકમ ગુમાવવી પડે
છે - અને વિમા
કંપની જવાબ આપે
છે કે તમારા રોકાણની
માર્કેટ વેલ્યુ ઘટી
ગયેલ છે –રોકાણ પર સર્વીસ ચાર્જ
લાગે – એક અદ્રષ્ટ
મોરટાલીટી ચાર્જ પણ
બતાવે છે - આ બધા ચાર્જ ની
કોઇ વ્ગતો અરજીપત્ર
વખતે કોઇ જણાવતુ નથી - આમ
રોકાણકારે રોકેલ નાણાનુ
મુલ્ય -ઘટે નહીં
તો બીજુ શુ
થાય ? નફો અને
ક્રીમ તો પેલા
ફંડ મેનેજરોની પાસે કમીશન
અને અન્ય લાભો સાથે પહોચી
ગયેલ હોય છે - રોકાણકારોના પૈસે
અને જોખમે આ
ફંડ મેનેજરો શેર
બજારમા સટ્ટા રમે – લાખોની ઉથલાપાથલ કરે અને
રાતા પાણીએ નહાય
રોકાણ કારો - આર્થીક નિષ્ણાતે
પોલીસી હોલ્ડરને શિખામણ આપતા
કહ્યુ કે તમે
દર વર્ષે 50.000/-
- ત્રણ વર્ષ સુધી ભરવાની
શરતે -વિમાના કવર
સાથે જે પોલીસી
લીધી તેના બદલે
જો આવી જ નામના ધરાવતી –ઉચ જુથની કંપની
- ટીસીએસ –
કંપનીના શેર જે
તે સમયે લિધા હોત તો
આજે તે રકમ
તમોને લલચામણા લાભે
જણાવેલ રકમ કરતા પણ
વધારે મળત - એ જ
કંપનીના પ્રતિનિધીની લોભામણી
સલાહે તમે રોકાણ પણ ખોવા
વારે અને આરે
આવ્યા છો - સાબીત કરવુ
ભલે મુશ્કેલ લાગે પણ
સત્ય છુપાવી શકાતુ નથી
-અને જે કિસ્સો રજુ
થાય છે તે
કીસ્સામા તો માત્ર છેતરપીંડી
જ નહીં ગુનાહીત
કાર્યવાહી પણ આવે છે =ગુનાહિત વિશ્વાસભંગ
, ફોરજરી , પરસોનેશન વિ.વિ. વિ.
જેવા ગુનાઓ છતા
થાય છે - -કંપની ના
આદ્ય સ્થાપકની પ્રતિષ્ઠા લક્ષમા લેતા
કંપનીનુ નામ પ્રથમ તબક્કે જાહેર
નથી કરેલ અને આશા
રાખુ છુ કે તે
જાહેર કરવાની ફરજ
પડે નહીં -ગુનો સદા
જિવીત રહે છે
-તેને સમય મર્યાદા
નડે નહીં -
ગુનો મરતો નથી –જે ક્ષણે તે
દ્રષ્યમાન થાય તે દિવસે
તે અસ્તિત્વમા આવ્યો હોય તે
તારીખથી -પશ્ચાતવર્તી અસરથી
તે અમલી બને છે
–અને
આવી જ મતલબનો
આ કીસ્સોપણ છે ..:
ક્રમઃશઃ
:- ભાગ 2
માટે જોતા રહો
“ હમલોગ “નો હવે પછિનો
અંક -----.
ગુણવંત
પરીખ
6-6-15
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
No comments:
Post a Comment