From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
- : આચાર - સંહીતા :- 41 ------
- : અનામતનો આંચકો :-
અનામતનો આચકો એ અતિ તીવ્ર ધરતીકંપના આચકા કરતા પણ વધારે તીવ્રતા ધરાવે છે અને તેની આગ પણ વિશ્વવ્યાપી અગ્નીપ્રલય કરતા પણ વધારે દાહક છે અને તેનો અનુભવ ગુજરાતને એક વખત થયી ગયો છે .તેનો એક નાનો તણખો પળભરમા કેવુ વિકરાળ સ્વરુપ લેશે તેનો અંદાજ મુકવો કઠીન છે અને માટે જ તે તણખો આગ બનીને વ્યાપક બની જાય તે પહેલા તેને તાત્કાલીક અસરથી બુઝાવી દેવો જોઇયે નહીતર આ આગ પાપડી ભેગી અનેક ઇયળોને પણ સ્વાહા કરી જશે .
1985 ની આસપાસ આજ પ્રકારનુ એક આદોલન ઉભુ થયુ હતુ અને તેની અસરો વ્યાપક હતી. તે સમયે ગુજરાતમા શાસક પક્ષ પાસે ધરખમ બહુમતી હતી શાસન ડામાડોળ બને તેવા કોઇ સંજોગો નહોતા - મુખ્ય મંત્રી પણ કાબેલ , વ્યવહારુ અને પ્રખર બુધ્ધીમત્તા ધરાવતા એક કાર્યદક્ષ વહીવટ કર્તા પણ હતા - પક્ષમા પણ વજન હતુ - વિશાળ ચાહક વર્ગ પણ હતો - જ્ઞાતિવાદ , જાતિવાદ , વિ. જેવા વાદો ઉપર પણ તેમનુ પ્રભુત્વ હતુ - એક વ્યાપક બનેલી સૈધ્ધાન્તીક પ્રણાલીના તે સ્થાપક હતા અને તેમનુ વજન માત્ર રાજ્ય પુરતુ જ નહીં પણ કેંદ્રમા પણ તેમનુ વજન જોરદાર હતુ -તે સમયના વડાપ્રધાનની ગુડબુકમા તે હતા- કોઇ ખટરાગનો પ્રોબ્લેમ જ નહોતો દેખાતો – અને તેવા સમયે કોણ જાણે ક્યાથી પણ એક તણખો અનામતના નામનો આવી પડ્યો - આ તણખો કોણે નાખ્યો ,કેમ નાખ્યો , કેવીરીતે નાખ્યો , અને કેવીરીતે તેણે વિકરાળ સ્વરુપ લિધુ તે કોઇ સમજે કે વિચારે તે પહેલા તો તે જલદ આગ બનીને ચારે બાજુ ફેલાવા લાગ્યો કાબેલ અને કુશળ મુખ્યામંત્રીના ખ્યાલમા આ આવ્યુ કે નહીં તેની આલોચના કરવાની જરુર નથી – જે અંદાજ મને લાગી રહ્યો છે તે તેમને પણ લાગ્યો જ હોય - આખરે તો તે મારા શિક્ષક હતા - પણ તે આલોચના કરવી ના તો તે સમયે ઉચિત હતી કે ના આજે કરવી પણ ઉચિત છે - પણ તેની ગંભીરતા ઓછી આકવાની ભૂલ કરી શકાય નહીં - તે સમયે - અને આજે પણ - આ ઉદાહરણ નજરમા રાખીને શાસક અને પ્રશાસને તે બાબત નજર-અંદાજ કરવી જોઇયે નહીં – દુખદ અને આશ્ચર્યજનક બાબત તે હતી કે વહીવટી તંત્રનો એક ભાગ પણ આ આદોલનને ટેકો આપતો હતો અને કર્મચારીઓ અને અધીકારીઓનો એક વર્ગપણ આ આદોલનમા સામેલ થયી ગયો હતો અને પ્રશાસન તેનેરોકી શક્યુ નહોતુ – લાબા સમય સુધી આ આદોલન અને હડતાલ ચાલુ રહી હતી - મારા મતે -વ્યક્તિગત મતે - મુખ્યમંત્રી આ આદોલન પાછળ જવાબદાર નહોતા - એટલા માટે નહીં કે તે મારા એક સમયના શિક્ષક હતા- એટલા માટેનહીકેતે મારા વિસ્તારના હતા - એટલા માટે નહીં કે અમારા અંગત સંબંધો ઉષ્માપુર્ણ હતા -અમારા જિલ્લાના એક મહારથી હતા- પણ આ એક આતરીક પ્રશ્ન હતો - કદાચ આતરીક વિખવાદ હતો - કદાચ એક આતરીક અસંતોષ હતો - અને તેણે આ ઉગ્ર સ્વરુપ લિધુ હતુ - અને જે રીતે આ આદોલન સમેટાયુ તે સ્પષ્ટ કરે છે કે આની પાછળ માત્ર અને માત્ર આતરીક અસંતોષ અને તેના જ પરીબળો કામ કરતા હતા –પ્રચંડ બહુમતી ધરાવતા પક્ષના મુખ્યમંત્રીને હટાવવા માટે જ કદાચ પ્રેરક બળોએ કામ કરેલુ હશે - નવા મુખ્યમંત્રી તે જ પક્ષના જ બન્યા - તે જ સૈધ્ધાંતિક બળ પણ તેમને મળેલુ જેના આદ્ય સ્થાપક પુર્વમુખ્યમંત્રી હતા - માત્ર એક વ્યક્તિને બદલવા માટે જેનો આશરો લેવાયો તેનોલાભ કોને કોને મળ્યો તે વાત રાજકીય રીતે બાજુ પર રાખીયે પણ તેનોભરપુર લાભ અસામાજિક તત્વોને મળ્યો હતો તે કેમ કોઇ શાસકના મનમા નહીં ઉતરીહોય? વ્યક્તિગત રીતે હુ એક જ એવો અધીકારિ હતો કે જેને આ આદોલન સાથે કોઇ લેવાદેવા નહોતુ , અમારુ મંડળ ટેકો પણ આપતુ હતુ છતા પણ મે વ્યક્તિગત રીતે તેને ટેકો નહોતો આપ્યો - મુખ્યમંત્રી એક વખત મારા શિક્ષક હતા અને આ મારી ગુરુ દક્ષીણા હતી - અને મને તે કેટલી મોઘી પડી તે હુ જાણુ છુ - નિવ્રુતિ સુધીઅને નિવ્રુતિ પછી પણ તેની અસરો મને નડી છે - કોઇ પણ પ્રશ્ન વખતે મને એમ કહેવામા આવતુ હતુ કે જાવ પેલા મુખ્યમંત્રી પાસે તમે મંડળને ટેકો નહોતો આપ્યો હવે મંડળ તમને ટેકો શામાટે આપે ?
બરાબર તે જ ઘટના આજે આકાર લયી રહી છે - અનામતનુ જ નામ છે - અનામતનો જ તણખો ઉડાડવામા આવ્યો છે- પાછલી બાબતમા અને આજની બાબતમા એક જ તફાવત છે -આતરીક અસંતોષ તો સપાટી ઉપર આવી જ ગયો છે પણ જે વર્ગ માટે આ અનામત માગણી આવી છે તે જોતા સમગ્ર અનામત પ્રથા હવે પુનઃ વિચારણા માગે છે. જે વર્ગ માટે આ અનામતની માગણી કરવામા આવી રહી છે તે વર્ગ કોઇ પણ રીતે પછાત નથી - માત્ર ખાધે પીધે સુખી જ છે એટલુ જ નહીં - એટલો સધ્ધરા વર્ગ છે કે મગફળીના ફોતરા અને તમાકુના પાદડા ઉડતા હોય તેમ તેમની પાસે કરંસી નોટો પણ ઉડતી હોય છે - 1985 અને આજના સમયનો એક સૌથી મોટો તફાવત એ છે કે તે સમયે પણ મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીનો ટેકો હતો જ -પ્રધાનમંત્રીની ગુડ બુકમા તે હતા -આજે પણ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીશ્રીની ગુડ બુક મા છે - સમાનતાનુ બિજુ પાસુ પણ એટલુરજ મજબુત છે - તે સમયે પણ શાસકપક્ષ પાસે ધરખમ બહુમતીહતી અને આજે પણ શાસકજપક્ષ પાસે પુરતી બહુમતી છે જ - તે સમયના મુખ્યમંત્રી એક કુશળ વહિવટકર્તા હતા –આજે પણ મુખ્યમંત્રી એક કુશળ વહીવટકર્તા છે - તેમની પાસે સંગીન બહુમતી છે – કેંદ્રનો ભરપુર ટેકો છે - વડાપ્રધાનનો પણ ટેકો છે – પણ આતરિક જુથવાદનુ શુ ?તે સમયે પણ મુખ્યમંત્રી ચાલાક,કાબેલ અને કુશળ હોવા છતા પણ ના તો આતરિક બાબતના અંતરંગને પારખી શક્યા અથવા આખ આડા કાન કર્યા- જે હોય તે - પણ એક નાની ચીનગારીએ એટલુ મોટુ સ્વરુપ લિધુ કે મુખ્યમંત્રીશ્રીને તેમનુ પદ છોડવુ પડ્યુ—ઘરનો ડખો કોનેકહેવો ? આજે પણ એવી જ સ્થિતિનુ નિર્માણ થતુ હોય તેમ જણાયછે- જે વર્ગ અનામતની માગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે તે વર્ગ પોતે પણ સમજે છે કે તેમંને અનામતનિ કોઇ જરુર નથી – સરકાર તેમની છે - સરકારમા તેમનુવજન છે– તે ધારે તે કરાવી શકે છે – કરી પણ શકે છે - પછિ અનામતનિ આડ લેવાનુ શુ પ્રયોજન ? હાલના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આ બાબત ના સમજી શકે તેટલા નાદાન નથી - પણ ઘરનો ડખો કોને કહેવો અને કેમ ઉકેલવો?
પણ એક મજબુત તફાવત આજે તે છે કે આજે વડાપ્રધાન ગુજરાતના છે – અને ગુજરાતની રગે રગથી તે પરિચિત છે –તે સૌને સારીરીતે જાણે છે – ઓળખેછે અને સમજે પણ છે અને કોનેક્યા કેવીરીતે પકડમા રાખવા તે પણ તે જાણે છે – પણ મોટી તકલીફ તે છે કે આજે સંસદ ચાલુછે- વિરોધપક્ષ ભલે બહુમતીમા નથી પણ તેમને મળેલા મુદ્દાઓ મજબુત છે અને આ આતરિક ઘેરામાથી પ્રધાનમંત્રીશ્રીને બહાર આવવાનુ છે તે સમયે જો તેમના અંતરંગ મડળમાથી જ જો પીઠ પાછળ ઘા થાય તો નુકશાન કોનેથશે? મની લો કે મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રીને નુકશાન જશે - પણ સૌથી મોટુ નુકશાન તો આ દેશની પ્રજાને થશે -સરખામણી કરો 85 ની અને આજની - કોણે નુકશાન ભોગવ્યુ ? તે સમયે તો માત્ર તે સમયના મુખ્યમંત્રીશ્રીને પદ ખોવુપડેલુ પણ જો આ વખતેતેવો દાવ ચાલશે તો તેની દુરગામી અસરો પડશે -આજે ગુજરાતનુ જે વર્ચસ્વ છે તે ગુજરાતના જ નાગરીકોને કારણે તુટી જશે –હવેલી લેતા ગુજરાત જ નહીં દિલ્હી પર પણ જોખમ આવી જશે - કમસે કમ કેંદ્રની જે શાખ છે તે તુટી જશે - વ્યાપમ કે લલિત કાડ જેવામા પ્રધાનમંત્રી દોષિત નથી જ - -પણ એ ઘા રુઝાય તે પહેલા જો અનામતનો ઘા વાગે તો તે ઘા કરનાર તો આપણા જ છે -
અત્યંત કાળજીપુર્વક ચકાસવા જેવો ઇસ્યુ છે – અનામતનુ નામ છે - કામ નથી - અનામતની જરુર પણ નથી -તેના નામે થનાર અને આવનાર ગંભીર પરીણામો -પ્રજાનુ મનોબળ તોડીનાખશે –પ્રજા બેહાલ ના બની જાય – અસામાજિક તત્વોના હાથનુ રમકડું ના બની જાય -અરે જેમણે તેમનો ટેકો લિધો છે તે જ તેમના શિકાર પણ બની શકે છે – અસામાજિક તત્વો માટે કોઇ નાત નથી , કોઇ જાત નથી ,કે નથી કોઇ જ્ઞાતિ કે વાડાનુ બંધન , મારે તેની તલવાર – એક જ સુત્ર – જે દિવસે અનામતની જોગવાઇ બંધારણમા કરવામા આવી હતી ત્યારના સંજોગો અને સમય જુદા હતા - તે સમયે પછાત વર્ગ હતો જે જ્ઞાતિઅને ધર્મના વાડા હતા - તે આજે ભલે હયાત હોય પણ તે સમય જેવા અને જેટલા પછાત નથી - અનામત માત્ર જાતિ, જ્ઞાતિ,ધર્મ, કોમ , વિ.વિ. ની ધોરણે નહીં પણ એક માત્ર આર્થીક પછાત ધોરણે જ હવે આપી શકાય - આવકની મર્યાદા –આમદાનીનુ ધોરણ , અને તેને લગતા આનુષંગીક પરીબળો ચકાસવાનો સમય હવે પાકી ગયો છે
અનામતનો તણખો આગ બને તે પહેલા જ પ્રજા અને સરકારે જાગ્રુત બની જવાની જરુર છે- - અનામતની વાત ચલાવવામા ગમે તે પ્રયોજન હોય - સૌ તે સમજે છે પણ તેની આલોચના કરવી વ્યર્થ છે - તે વિષ્લેષણમા ઉતરવાની જરુર નથી - વાતાવરણ ડહોળાય નહીં તે જોવાની બસ હવે જરુર છે - જો ભોગે જોગે પણ આ આગ આગળ વધશે તો તેનો લાભ સૌથી વધારે અસામાજિક તત્વો જ લેશે - અને બિજા ક્રમાકે રાક્જકિય પક્ષોને તેનો લાભ મળશે નુકશાન પ્રજાને છે અને શાસકપક્ષને છે
બહારના દુશ્મનનો સામનો કરવો એટલો કઠીન નથી જેટલો અંદરના દુશ્મનનો સામનો કરવો કઠીન છે સંસદના ભારની સાથે જ પ્રધાનમંત્રીશ્રીએ જ આ ભાર પોતાના પર લેવાની જરુર છે - છબી ખરડાય તે પહેલા જ સુધારવા માટેની આ ચેતવણી નો બુલંદ ઘંટ છે
ગુણવંત પરીખ
27-7-15 ( આચાર સંહિતા -41 )
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
No comments:
Post a Comment