Aachaar sanhitaa 42 - Anamatno Aachako -2


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.


     - :  આચાર  - સંહીતા :-      42   ------
    
     - :  અનામતનો   આંચકો  :-   2   -------

     -------હમલોગ    ભલે   પ્રાદેશીક  દૈનિક  પત્ર  છે પણ  રાષ્ટ્રિય   કક્ષાના   માધ્યમોએ  પણ   જે અપેક્ષિત   બાબત   પર   ધ્યાન    દોર્યુ   નહોતુ   તે   બાબત  પર   હમલોગે  સૌ  પ્રથમ   ચિંતા   વ્યક્ત  કરતો   લેખ   પ્રકાશિત   કરેલો અને    આજે  અમારી  ચિંતા   વાસ્તવિકતા   બનીને   સામે   ઉભી   છે  . શરુઆતના  તણખાથી  શરુ થયેલ  આગ  આજે   ધીમે ધીમે    આગળ  વધી  રહી છે   અને   ક્યારે  કેવુ  વિકરાળ    સ્વરુપ  ધારણ કરશે  તેનો અંદાજ  કોઇને નથી  -   ભુતકાળ  અને   ઇતિહાસ   ભુલવા   માટે  નથી   પણ   માર્ગદર્શન   માટે   છે   અને   જે આ   માર્ગદર્શીકા   ભુલી  જાયા  છે  તેને   પસ્તાવાનો   વારો   આવે   છે .   આ  તણખો   ક્યાથી  આવ્યો  તે   શોધવાનુ  કામ  કોનુ  છે  તે   જણાવવાનિ  જરુર  નથી   પણ   હવે   વારો  તે   આવ્યો  છે  કે આ  તણખામાથી   પ્રજ્વળેલી  આગ  વધુ   ફેલાતી અટકે  -  અને   ફેલાતી  અટકે  પછી  જ   બુઝાવાનો  પ્રશ્ન    આવશે.

      વિદુર  નિતિ  ,  ચાણક્ય નિતિ  અને  વ્યવહાર   નિતિ  પણ   એકમતે   સાથ   પુરાવે છે  કે   દુશ્મન અને   રોગને  તો   ઉગતા  જ   દાબી  દેવા   જોઇયે -  આજે  પણ   મહારથી  કર્ણ   જેવા  સમજદાર  મહાનુભાવો   છે   જે   જાણે   છે   કે  :
જાનામી   ધર્મમ   ન  ચ મે   પ્રવ્રુત્તિ
જાનામી   અધર્મમ  ન ચ  મે   નિવ્રુત્તિ    -
જે    બધુ   જાણે  છે  છતા  આચરણમા   મુકી   શકતા  નથી અને   રાજનિતિજ્ઞો   તેમા  સૌથી  અગ્રતાના   ક્રમે   આવે  - કમનસિબી  એ   છે  કે  જે  સમજે  છે    તેની   પાસે  સતા  નથી   અને  જેની  પાસે  સત્તા   છે   તે  સમજવા  તૈયાર  નથી  .અને  તે  સૌની  સમજ અને   નાસમજનો  ભોગ   બને   છે   પ્રજા. માર   ખાય  - પ્રજા  હેરાન  થાય પ્રજા  -  લુટાય  પ્રજા  નુકશાન   સહન   કરે   પ્રજા. .નિતિના   આ સુત્રો   અદના   આદમીથી    માડીને   :દરેક   માનવ જીવ ,  કુટુબ , સમાજ ,  પક્ષ  ,  રાજ્ય   રાષ્ટ્ર  અને  વિશ્વને  લાગુ પડે  છે  .એક   ઉધરસનુ  થુસકુ   ક્ષય  રોગ   તરફ   દોરી  જાય   છે   અને   એક   નાનીસી  ફોડલી   ઉપેક્ષાના   કારણે   ટ્યુમર  બનીને  ઓપરેશન  સુધી  ખેચી  જાય   છે  અને   એ   સર્જરી કદાચ   મોત  તરફ  પણ   દોરી   જાય  -દુશ્મનનુ  પણ  એવુ   છે  -તેને  શરુઆતથી જ  દાબી દેવાની    શિખામણ  વિદુરજી,ચાણક્ય   અને તમામ  શાણા  સજ્જ્નોએ આપેલી  છે  - બહારના દુશ્મનને  તો  કદાચ  પહોચાય પણ   અંદરના ઘરના  દુશ્મનનો સામનો  કરવો   મુશ્કેલ   જ  નહીં   કેટલીવાર  નામુમકિન  પણ  બને  છે  -આ  બાબત  પણ  વ્યક્તિ  ,ઘર  , કુટુમ્બ, સમાજ,  પક્ષ  ,રાજ્ય અને   રાષ્ટ્ર   તમામને  એક સરખી રીતે  લાગુ પડે છે   અને  એક  નાની ભૂલ   ઘાતક  પણ  નિવડે   છે -  રાષ્ટ્રિય   કક્ષાનો  ઇતિહાસ  ચકાસો એક   વડાપ્રધાને   તેમના  એક   મંત્રીની  ભૂલ ને   છાવરવા   બદલ   કેવો  ભોગ   આપ્યો  હતો  અને  છેવટે  તે   જ  આઘાતમા   મોતને નિમંત્રણ  અપાઇ  ગયુ  તેની  કોઇને ખબર પણ  ના  પડી  -  સાદી   સિધી    સાયકોલોજી    છે -  માબાપને   તેમનુ   બાળક    બહુ   પ્રિય   હોય  છે  -  તેના માટે  તે    ગમે  તે  કરવા તૈયાર પણ  થાય છે અરે એવા   પણ  ઉદાહરણ  ચે   કે  મોહમા  અંધ   માબાપે    તેમના જિવતે જિવત   તેમના   એકના એક   સંતાનને  તેમનુ ઘર  ફાળવી દીધુ   હોય  અને  પછિ  તે  જ  સંતાન  તેના માબાપને  કહે   કે  હવે   આ  ઘર   મારુ  છે  - હુ  મનફાવે   તે  કરુ  - તેનો  નવો મહેલ બનાઉ   કે  ખંડેર  બનાઉ  - તમારે  નહીં  જોવાનુ  -  રહેવુ  હોય   તો   રહો  - નહિ  તો  ચાલતી  પકડો -  પુત્ર  પ્રેમ  કેવો  ભારે  પડે  છે  ?  અને   પુત્રવધુના    મહેણા  ટોણા તો  નફામા -  અરે  તેમના  સંતાનો  પણ   આ  વડીલ   વ્રુધ્ધોના  મનફાવે   તેવા અપમાન કરતા  ફરે -  આ  સમાજની  એક  હાલત  છે   જે  કોઇ  માને   કે  ના  માને  , સ્વિકારે  કે   ના  સ્વિકારે શરમે   ચુપ  રહે  -ચુમાઇને  પણ   ચુપ   રહે   - પણ   વાસ્તવિકતા  કેમ   છુપી   રહી   શકે  ?   છતા પુત્રપ્રેમ  આગળ  માબાપ   લાચાર   બને  છે  -ઇતિહાસ  સાક્ષી  છે  -સલીમ અકબરનો  દેવનો  દીધેલ   એકનોએક પુત્ર-  ઉદ્દંડ,  ઉધ્ધત,  સ્વચ્છંદી,  પણ   લાડકો  -બિગડે  શાહજાદે - અનારકલી   માટે  પાગલ   બન્યોબાપ  સામે  બળવો  કર્યો- માનો  પ્રેમ   -  બાપની   લાચારી- રણભુમીમા  અકબર સલીમને મનાવવા  માટે  નિઃશસ્ત્ર  ગયો   તો  સલીમે   તલવાર  ઉપાડી- છતા   બાપે  તેને   માફ   કર્યો-  જતો  કર્યો  -પણ   એ પુત્રનુ  બીજુ   પાસુ  દેખો   જરા- ધીમે  ધીમે   તે અનારકલીને   ભુલી   ગયો તુ  નહીં  ઔર  સહી નુર   મહારાણી   બની એકદમ  કાબેલ, કુશળ  ,  કાર્યદક્ષ ,શ્રેષ્ઠ   વહિવતકર્તા,  સલીમનો  બધો  વહિવટ   તેના   હાથમા  -   સલીમે  ધાર્યુ   હોત  તો  તે અનારકાલીને    શોધી શક્યો   હોત  -  પણ   ના હવે   નુર   હતી  -   જેને   સલીમ   નહીં  -   રાજ્યમા   રસ  હતો  - અને  સલીમને  ભાન  પણ   ના  પડ્યુ  -  આ   તેનો   અનારકલી  માટેનો  પ્રેમ   જેને  માટે તેણે  બાપા સામે  બંડ  પોકાર્યુ   -  આ   છે   રાજ મોહ   -  જેના  માટે   કોઇ  પણ   વ્યક્તિ  કોઇને   પણ   દગો   દે    છે  - અકબરનો    અને  સલીમનો   તો  ઇતિહાસ  છે  પણ   બહુ  જુની  નહીં  તેવી   હકીકત  પણ   જાણવા  જેવી   છે    કે  આ  રાજકારણ   શુ   છે  ?  મોરારજીભાઇ   જેવા   ઉચ્ચ સિધ્ધાંતવાદી  મળવા  મુશ્કેલ   છે તેમના  જ   હાથ   નીચે   તૈયાર   થયેલ   એક  તેમના  જ  અનુયાયી  -જેમને  તેમણે  જ   મુખ્યમંત્રીની   ગાદી   આપેલી   -  તેમણે  જ  એક  તબક્કે  મોરારજીનુ  પત્તુ   કાપવાની   કોશીષ    કરેલી  -એજ  મોરારજીભાઇને    તેમના   જ  એક  મંત્રીએ     દગાબાજી   કરીને    વડાપ્રધાન  પદ    છોડવા   મજબુર  કરેલા  -  કોણ  કેવો  વિશ્વાસઘાત  ક્યા  અને   ક્યારે   કરશે   તે  કહી  શકાય   નહીં 

ભવસાગરમા  વિશ્વાસે  જ્યા  તરતી નૈયા  ડુબતી,
કોણ  પોતાનુ , કોણ પરાયુ  , માનવ  ના  પરખાયા 

પણ
અબ  પસ્તાયે   ક્યા   હુએ  જબ   ચિડિયા  ચુગ   કયી   ખેત   ?
         એ  જ   હાલત   થયી   છે  આજે  આ   અનામતના  આદોલનની- શરુઆતથી   તેને   કોઇએ  ગણકાર્યુ  નહીં-   ઉધરસનુ ઠસકુ   ક્ષય  સુધી  પહોચ્યુ  , નાની  ફોડલી   ટ્યુમર   બની  ગયી  ,   પોતાના   જ   વહાલસોયા   દિકરાએ  ઘર   પડાવી   લિધુ  -  તમે   આ   બધુ     ચલાવી   પણ   લીધુ  - હવે  ?   હશે  -  હશે  -  માથી  હસવામાથી   ખસવુ    થયી ગયુ  - કેટલીક   વાર    એવુ  પણ   બને  છે  કે   જે    ગારુડી    સાપને તેના  કરંડિયામા    પકડી લાવે  છે   તે જ સાપ  તેની  જ   સામે  ફેણ   ચઢાવીને      બેસી  જાયછે  - શુ   કરે  ગારુડિ  ?   અને   અહિયા   તો  એવુ  બનેલુ  દેખાય  છે કે  ગારુડીએ   ભેગા    કરેલા    દરેક   સાપના   કરંડીયાના   દરેક સાપ આજે  ગારુડીની  જ સામે   ફેણ  માડીને  ઉભા  છે  .ગારુડીને   સ્વપ્ને   પણ   ખ્યાલ  નહીં   હોય  કે  તેણે  જ  ઉભા  કરેલા  -   ભેગા   કરેલા  -  કરંડીયાના   દરેક    સાપ   તેની   જ  સામે  આ   રીતે ફેણ  માડીને   ફુત્કાર કરશે   આજે   એક    પણ   સાપ  તેના કબજામા  નથી  -  - જો  કે એટલુ  સારુ  છે   કે    ગારુડી તો    કાબેલ  છે  -   વિષપ્રુફ  છે   ગારુડી  - પણ  આટલા   બધા    સાપ  -  છુટા    નીકળી  ગયા   -ચારે  દિશામા  ફેલાઇ  ગયા  -  તે  જ્યા  જ્યા  ફેલાયા   તે  પ્રજાનુ  શુ  તેનો  કોઇને  વિચાર આવ્યો  ?  અગાઉના   આદોલનનો ચિતાર     આ  અગાઉ   હમલોગે   આપી જ  દિધો હતો   પણ   તેનો  શો  ઉપયોગ રહ્યો  ?તેજીને  તો  ટકોર  કામ  લાગી  નહીં     ડફણા   પણ    કામ   લાગશે   કે કે  કેમ તે  પ્રશ્ન   છે

     આ  આદોલને  અનામતનુ   નામ   બદનામ  કરી   દિધુ  - અનામતના   નામે   આદોલન  પણ   બદનામ   બની   જશે  -એક  હવા   ફેલાયી   ગયી  - કશુક  જોઇયે  છે   તો  આદોલન  કરો  -  પાટિદારોનુ  આટલુ   મજબુત    સંગઠન  -  આટલી મજબુત  બહુમતી- આટલા  સધ્ધર  આસામીઓ  -   આ   કેવા  આદોલનના  નામે   ભેગા    થયી  ગયા  અને   પરીણામ  તો  દેખાય   જ  છે  .-પાટિદારો  ગરીબ   નથી  -  લાચાર   પણ  નથી  -    રાજ્યમા  અને  રાજ્ય   ઉપર  તેમનુ  પ્રભુત્વ   છે   -  વર્ચસ્વ   છે  -  તો   પછિ  શામાટે   આ    સ્થીરતા   અને    શાંતી    ડહોળવામા   આવી  ?     ભુતકાળ  કે  ઇતિહાસ  ને  પણ   કેમ    નજર  અંદાજ   કરાયો  ?   જેણે   પણ   આ  ચિનગારી    મુકી  તેની કાબુ બહાર    જયીને   આજે    આગ   પ્રસરી   રહી     છે  અને આગમના     એધાણ   તો  તેવુ દર્શાવે    છે   કે જાણે   કે   કૈક  અજુગતુ  બનવાનુ   હોય  - દેશભરમા    ગુજરાત   મોડેલના   ઉદાહરણ  અપાય  છે   અને   ગુજરાત  ની  જ   આ   હાલત  ?  સૌ   જાણે   છે   કે   આ    ચિનગારી   જેણે  પણ   મુકી   તેના    કાબુમા  હવે  સ્થિતિ  રહી  નથી  -  કોણે   આ   ચિનગારી   મુકીતે   શોધવાની  જરુર  નથી   -  હજુ   પણ   વાતનુ વતેસર  નથી થયુ  - ભુતકાળમા    મહાગુજરાતના  આદોલન   વખતે    અને  નવનિર્માણ  વખતે  પણ    શાળા કોલેજોના   વિધ્યાર્થીઓને  ભેળવેલા   -  આ   વખતે  પણ   એવો  જ પ્રયત્ન ચાલી  રહેલ છે -  જો  કે  -સ્થાનિક   કક્ષાએ   તો  એક  સક્ષમ  કુલપતિ  છે જ મજબુત  પાટીદાર    છે -  સમજુ  છે  - મુત્સદ્દી  પણ  છે  - વ્યવહારુ  પણ   છે  - વગ   અને  વહીવટ  બન્ને   સંભાળી   શકે   તેવા  કુલપતિશ્રી  તેમના  તમામ વિદ્યાર્થીઓને    સાચવી    લેશે    તેનો   મને   ભરોસો  છે  -આજે  વગ , વહીવટ  અને     વ્યવહાર નો   સમંન્વય   સાધી  શકે   તેવા  આ  કુલપતિશ્રી    જરુર  તેમના  સંતાનોને  જાળવી  લેશે.   અને  પ્રજાને   જાળવવાનુ  કામ   તો પ્રજાએ  પોતે  જ કરવુપડશે -   શાસક  કે   શાસન  ઉપર   આધાર   રાખીને  બેસિ  રહેવાય  નહીં શાસકો  અને  રાજનિતિજ્ઞો   સમજે તો  ઘણુ    સારુ  -

    એક   સાદો  તર્ક  કેમ કોઇની  સમજમા નથી  આવતો  ? અને   આવે  છે  તો આખ  આડા      કાન   શા  માટે  ?   આજે  49  ટકા   અનામત  તો   છે   જ-  આ  વધારાની   જરુર   છે   ખરી  ?  જો   જરુર    છે   તો  કોને  છે  ?  તેમના માટે  કોઇ    પ્રયત્ન   કરાયેલ  છે  ? ના -   હોઇ   શકે કે   દરેક  ફેણધારીને   ચમકવાની  એક  તક   જોઇતી   હોય  ? તેમની  ક્ષમતાનો  બીજો  ઉપયોગ  કરો  -   તેમને  તેમની  જરુરી   તક  બીજી   રીતે  આપો  -  પણ   જેનો  અંત   તોડફોડમા  પરિવર્તિત   થવાનો    છે  તેને  તો  રોકો -  હજુ   બાજી   બગડી   નથી ગયી  -  સૌ   તાલ  જોઇ    રહ્યા  છે    જ્યારે    હમલોગ  દિશાસુચન   આપે છે  - સર્વ  જન  હિતાય  -સર્વ  જન  સુખાય  -  આદોલન   તે  ઉપાય  નથી  -  હુ   માનુ  છુ  અને  જાણુ   પણ   છુ  કે   પાટીદારો    એટલા  સક્ષમ  છે  - સધ્ધર  પણ   છે કે માત્ર   તેમના     જસમાજના   નહિ  સમાજના દરેક   વર્ગના  જરુરિયાતમંદોને  જાળવી  શકે  -તે   36   નહીં   ,  56   નહીં  પણ     86   ની   છાતીવાળા  છે  -  ગુજરાતે એક   તક   શરુઆતમા   ખોઇ   હતી  અને   સરદાર  બાજુમા   રહી   ગયેલા -  એક  તક   મળી   હતી  અને   મોરારજીભાઇ   મળ્યા  પણ   -   શુ   કહુ  - હુ  જે  કહેવા  માગુ  છુ  તે  સૌ   જાણે   છે   ?    વર્ષો  પછિ    આજે એક  વાર  તક  મળી   છે -  ઘરને આગ  ઘરનો  જ ચિરાગ   ના  લગાવી  દે  તેની   કાળજી  કોણ    લેશે  ? એક   બાજુ   સરહદો  સળગી  રહી   છે  - સંસદ   સહારો  નથી  આપતી -  સહકાર  નથી  આપતી ત્યા   તેમના  જઘર   આગણે   આ  ઉહાપોહ  ?   વિરોધીઓને   એક  તક  મળે   છે  -  છેલ્લા   દશ   વર્ષમા   તેમણે   ગુજરાત  ને     સ્થિરતા   આપી  ,  શાંતિ   આપી  , વિકાસ  આપ્યો  ,  જો   વહીવટની   આ જ   હાલત  રહેશે  તો    ગુજરાતનુ  શુ   થશે  ?  રાષ્ટ્રનુ  શુ   થશે  ? અર્થતંત્ર    ક્યા  જશે  ?  1958-  મહાગુજરાત  , 1977  નવનિર્માણ  અને  1985 અનામત   :   આ  બધા  આદોલનોએ    શુ  આપ્યુ ?પ્રજાના  ભાગે તો  નુકશાન  જ  -----

આપણે  વિકાસ  કરવો   છે   -  વિકાસ   રુધવો   નથી


ગુણવંત  પરીખ
14-8-15               આચાર  સંહીતા  -   42 

    
    




No comments:

Post a Comment