Aachar sanhita 43 - Anamatno aachko - BHUKH

 - :  આચાર  - સંહીતા :-      43   ------

  - :   અનામતનો   આચકો --  3 ---- ભુખ-----

    બુભુક્ષિતા  કિમ  ન  કરોતિ  પાપમ  -----------

        ભુખ્યો  કયુ  પાપ   નથી કરતો   ?    ઉમાશંકર  જોષીએ   એક  કાવ્યમા  પણ   જણાવેલ   છે  કે   :-
ભુખ્યાનો   જઠરાગ્ની     જાગશે     ...........
    પણ  આ  ભુખ  પેટની  ભુખ   છે   -અને    બુભુક્ષિતા   ------   એ  પણ  પેટની  ભુખ    માટે  જ  કહેવાયુ   છે .  પાપી   પેટ  ખાતર    શુ  શુ  નથી   કરવુ  પડતુ  ?  પેટ  કરાવે   વેઠ  :  પેટ  ખાતર    બને  ભિખારી   ,ફીરતે   ઘર  ઘર   મારે  --પણ   આ   બધી   વાત  પેટની  ભુખ  માટે  છે .    પણ   આજે    જે   ભુખની વાત કરવાની  છે  તે  પેટની ભુખ   નથી  -  એક એવી   ભુખની  વાત   છે  કે  જે  ભુખ  કદી    સંતોષાતી   જ   નથી  .  
સત્તા  અને  સંપત્તિની  ભુખ  - પ્રતિષ્ઠા   અને   પ્રસિધ્ધિની   ભુખ
આ   ભુખ્યા   જનના   ભિક્ષાપાત્રમા     ગમે  તેટલી  માત્રામા   સત્તા- સંપત્તિ ,   -  પ્રતિષ્ઠા   અને  પ્રસિધ્ધિ   મળે  પણ  તેમનુ  ભિક્ષાપાત્ર      ખાલીનુ   ખાલી  જ  રહે છે. આ  એક   તેમનુ  અક્ષય ભિક્ષાપાત્ર   છે   જે   હંમેશા  ખાલી જ  રહે  છે   અને   આ    ભિક્ષાપાત્રવાળા    જ્યા પણ   જાય ત્યા   હાથ   લાબો  જ  કરતા    હોય   છે  આપો આપો   - અને   આપો   - જ   -  અને  ના  મળે  તો     લાવો  -લાવો અને  લાવો  જ  -  અને   ના   મળે  તો  -    ?   જ્યા હક્ક ના  મળે   ત્યા   લુટ   સહી .....
બુભુક્ષિતા   કિમ  ના   કરોતિ પાપમ  ?
ના  મળે  તો   તે   મેળવવા   માટે  તે  કોઇ  પણ  હદે   જાય   છે  -    -  ગમે   તે   કરે  છે -  ગમે  તેવુ  પાપ -  ગમે  તેવા  અત્યાચાર  - ગમે  તેવા   કાડ   રચે   છે -   લુટ્ફાટ , ખુના  મરકી  બધુ   આવી  જાય  - જેનુ   જે  થવાનુ   હોય તે   થાય -  અમારુ   પાત્ર   ભરો  -ભરો  અને    ભરો   જ  -   પાછી   ભલે  ને   તેમની એક રોટલી   માટે  હજારોની    રોટલી   છિનવાઇ    જાય 

હવે  આદોલન  તે તબક્કામા   આવી  ગયુ   છે  - તેને  ઉગતુ   ડામ્યુ  નહીં  - ચેતવવા   છતા   પણ  ગણકાર્યુ  નહીં   અને  હવે   હવાતિયા   મારવાનો  વારો આવ્યો   છે .

       કુટુમ્બના   કોઇ  સભ્યની  ભુખ   હોય  ,   સમાજની   ભુખ   હોય  કે   રાજ્ય  વિસ્તારની   ભુખ   હોય   કે  સત્તાની  કે  પ્રસિધ્ધિની ભુખ  હોય   -પણ તે હદ  ઓળંગી   જાય   તો શુ   થાય  ?  જ્યારે   ઘરમા   આગ   ઘરના  જ  ચિરાગથી  લાગી   હોય  ત્યારે   તે   આગ  બુઝાવવી   તો   બાજુ  પર  પણ   કાબુમા   લેવી   પણ  મુશ્કેલ બને   છે બહારના  દુશ્મનને પહોચાય  પણ ઘરના  દુશ્મનને  કેવીરીતે રોકવો ? 

    તબક્કાવાર  જોઇયે  કુટુમ્બ , સમાજ  અને  રાજ્યની આ  લાલસા  ---

    એક  ખાધે   પિધે   સુખી  કુટુબનો   નબીરો  - મહિને  બે  ત્રણ   લાખ  કરતા  પણ વધારે  આવક   ધરાવતો   ઉચ્ચ  શૈક્ષણીક   લાયકાત  ધરાવતો નાની  ઉમરે  -  વગર  મહેનતે   મળેલ  સુખ  સંપત્તિ ને   જિરવી  ના શક્યો -  અને  એક કમનસીબ  પળે  મનમા  લોભ જાગ્યો  - મારો  પણ એક   મહેલ   હોય  -  માબાપની   સાથે મહેલમા  જ રહેતો હતો  -  પણ   લોકો   કહે   બાપના  ઘેર  રહે  છે -   આથી   તેણે   કારસો  રચ્યો-   આ ઘર   મારા  નામે કરી  આપો -  માબાપનો  એક  નો  એક પુત્ર   હતો  -   નામરજી  છતા    પણ  બાપે  હા  ભણી -  અને   શરુ  થયુ  મહાભારત  - નબીરાએ હુકાર   કર્યો-  હુ   આ  મહેલ  તોડી નાખુ  અને   નવો  મહેલ બનાઉ  -  અનુભવી  બાપે પરવાનગી ના   આપી   અને   મહાભારતે  વેગ પકડ્યો -  નબીરાએ  માબાપને   હેરાન પરેશાન કરવામા કોઇ  કસર  ના  છોડી મારી નાખવાની  ધમકિઓ   આપતો ગયો  તેમની   ચીજ  વસ્તુઓ  તોડ્ફોડ  કરવા   લાગ્યો-   તેના સંતાનો મારફતે   માબાપને  હેરાન  પરેશાન કરતો   રહ્યો -  મનોવિજ્ઞાનના  ડોક્ટરેટ  થયેલ  મા-બાપ  - બાળ  માનસ  સમજી  શકનાર  ડોક્ટરોએ -  એટલી  હદે   પજવણીઓ  શરુ  કરી  કે -  એની   સૌથી નાની  પુત્રી જે  તેના   દાદા-  દાદીના -    હાથમા  જ  જન્મથી   8   વર્ષ  સુધી ઉછરી- તેના   મનમા એવુ   ઝેર    ભરી  દીધુકેતે   નાની કુમળી    બાળીકા  તેના  દાદા  દાદીને   જાહેરમા  ધુત્કારવા  લાગી  અને  મોટા   સંતાનોની તો  વાત  જ  થાય તેમ  નથી  -  તેથી  પણ  આગળ  વધીને  -તેણે પરીવારના અન્ય   નાના  બાલકોમા  પણ   એવા   વૈમન્યસના  બીજ  રોપી  દીધા કે  -એક  સાથે  રહેલા -     એકજુટ  રહેલા  પંચ  રત્નોને    પણ  અલગ  પાડી  દીધા -    અને  સૌથી   નાની  વય  ધરાવતા  બે   બાલકોનુ   મળવાનુ   બંધ   કરાવી  દિધુ  -   જે  બન્ને આજે   પણ  એમ   ઇચ્છે  છે કે  અમારે   ભેગા રમવુ છે  -   જે  ઘર   એને  જ   મળવાનુ  છે  - મળવાનુ હતુ- એ જ ઘરમા  રહે   છે  - તે જ ઘરના   મુળ  માલીકને    હડધુત   કરીને   પડાવી લેવા અનેક  કારસા  , કાવાદાવા  ,રમતો,ધમકીઓ ,હેરાન ગતીઓ   કરતો   રહ્યો   તેણે   તેના  માબાપનુ    તમામ  સુખ -  શાંતિ- અને   જીવતર ઝેર   કરી  દીધુ  -   છતા   માબાપે  પોતાના સંતાનોની  કારકિર્દી   ના   રોળાય તેમ  વિચારીને  કાનુની  પગલા લેતા  અટકી  ગયા -  અરે   તદ્દન હલકી  કક્ષાના   ચારિત્ર્ય   ખંડન   જેવા   આક્ષેપો  સુધી  પણ  ગયો  -  તેનુ  કહેવુ છે  =યુદ્ધ  અને    પ્રેમમા  બધુ    જાયસ  છે -   બાપ  બિચારો  75  મા  વર્ષે    શુ  હથિયાર  પકડે ?    થાકવુ   ,   હારવુ  કે  શરણાગતિ  ?   ઘરનો જ ચિરાગ   જો  આગ   ચાપે  તો શુ   થાય  ?

      બીજી   તાજેતરની   સત્ય  ઘટના  -અનામત  નુ આદોલન  -  પહેલામા   બાપે  દિકરાને    ના   ટોક્યો  -ના  રોક્યો  -અને  દિકરો માથે  ચડી  વાગ્યો  -આ  કીસ્સામા સમજતા   હોવાછતા  ,  જાણતા  હોવા  છતા  ,ચિનગારી ઉપર  ફુકો  મારી  , અરે  પેટ્રોલ    છંટાતુ   પણ  જોતા  રહ્યા  અને   અચાનક   ભડકો  થયો  ત્યારે   જાગી   ગયા  - આ  બધુ જાણતા   હોવા   છતા  , પરિસ્થિતિએ   આવી કે   હવે   આગ   કાબુ મા  જ  નથી  આવતી  અને   કાબુમા  આવતા પહેલા  તો એને  એનો વિનાશ  સર્જી   દીધો -   મને   વિશ્વાસ   છે   પાટીદારો એટલી હદે   હલકી   કક્ષાના નથી  કે  આ જે   નુકશાન  થયી રહ્યુછે   તે  તેઓ  કરે છે  આ  તોડ  ફોડ   ,  આગ જની  ,  ખુના  મરકી અને   જાન માલના  નુકશાન   અસલ  પાટીદારો   કરે    -  તે  કદી  આવુ  કરે  જ નહીં  -   આ કામ  કોનુ   છે  તે    શોધવાનુ કામ  અને તેની આલોચના    કરવી  જરુરીનથી  -સૌ   જાણે  જ છે કે આ કોણ  કરે  છે  - કેમ કરે   છે  -જે   આ  કરે  છે  તેને કાબુમા  રાખવાનુ   કામ    આયોજકોનુ છે   પણ હવે  તે  પણ    લાચાર   છે    -  તેમના  કાબુ  મા    જ  નથી   આ  તત્વો  -  ગારુડીએ   અનેક કરડિયામા  ભેગા    કરેલા   સર્પો  આજે     ગારુડીની  જ  સામે  ફેણ   ચડાવીને  ઉભા    છે  અને   ગારુડી  લાચાર છે  -
એક 20-25  વર્ષનો   મહત્વાકાક્ષી       બાળ-યુવાન   - તેની  મહત્વાકાક્ષા   એવી   હોય   જ નહીં  કે   આવુ    નુકશાન કરવુ -  કે કરાવવુ -   તે   દિવસે  એ  ભલે   ઘુટનીયે   ચાલતો   હતો  પણ  ઇતિહાસ  નહીં  તો  ભુતકાળ તો   સમજી  શકે  ને   કે  મનીષી  અને  ઉમાકાત    બે   ચાર   મહીનામા  ક્યા  ગુમ  થયી  ગયા  હતા   અને   મિઠાઇનો   ટોપલો  કોણ   ઉપાડી  ગયુ  હતુ ? -  હા  -    એક    પ્રસિધ્ધિ  મળી  -  જે   આજે  પણ તે   નામ  યાદ   કરે છે   -  પણ  શાના ભોગે  ?  કેળવણી  ક્ષેત્રના  બેફામ    અંધારા  માટે -  માસ   પ્રમોશન ,ઓપ્શન   થિયરી  , મફતની  રજાઓ  ,  કુમળા  વિદ્યાર્થીઓના  વિનાશ અને     કારકિર્દી  , વિ.વિ. ના  ભોગે -  સરકાર  તો     મનિષીને  નહોતી   ઉથલાવવી -   કોણે તે  લાભ   લિધો  ?   અને    આજે  પણ  આ   મહત્વાકાક્ષી    વીર   તેની   મહત્વાકાક્ષા શુ  છે  ?  હુ   સ્વિકારુ   છુ   કે   બાલયુવાન  કાબેલ   છે  , તેની   પાસે   આવેગ   છે  ,આક્રોશ   છે  , ઉન્માદ  પણ  છે  અને   ઉસ્કેરાટ  પણ  છે  ,  ક્ષમતા  પણ   છે   બાળમાનસ   મુજબ   સમજ   અને  જક્ક   પણ  હોઇ   શકે  -તેની   સૌથી   મોટી  સિધ્ધી   તે   વિરાટ  અને  વિશાલ  જન મેદની  ઉભી   કરવાની પણ   ગણી  શકાય  -, , પાટીદાર  એ   એક  ખુદ્દાર   કોમ   છે   આટલી   મોટી  જનમેદની   ઉભી  કરવી  -  લાવવી -  તેનો   ખર્ચ  ઉપાડવો   =   આ  જશ   આ  બાળયુવાન  ભલે  ભોગવે  - ખુશ    થાય -  મનમા પોરશાય પણ  ખરો  -પણ  આ   કામ   એકલા   બાળકનુ   નથી  -   એક   બીજી  પણ  બાબત  ધ્યાન   ઉપર   આવી  - એક  અતિ   ઉત્સાહી- બાળયુવાને તેની   સથે   ફોન  પર   વાત કરનાર   એક  વયસ્ક   લેખકની   સાથેનો   વાર્તાલાપ   વાયરલ  કરીને  ફરતો કર્યો-  તેની માગણી  સાચી  હોઇ  શકે  -  પણ  જે  આક્રમણકતાથી  તેણે  વયસ્ક લેખકની  સાથે વાત  કરી  છે  તેને   બીરદાવી  શકાય  નહીં-   શરમથી માથુ  કોનુ  ઝુકી   જાય   તે   વિચારવાનો  પ્રશ્ન  છે  - પણ  એક  ધ્યાનાકર્ષક  બાબત :
ના   સા    સભા  ,  યત્ર ના  સંતિ   વ્રુધ્ધા ,
આ   વિશાળ   સભા  અને  આયોજનમા   બાળયુવાનને  યોગ્ય  દોરવણી   આપનાર  કોઇ   વયોવ્રુધ્ધ   નહીં   તો  પણ   કોઇ    પીઢ ,  સમજદાર   અને  અનુભવી ની   ઉણપ વર્તાઇ  -જે  તેને  યોગ્ય  અને  સાચુ  માર્ગદર્શન  આપે  -   તોડ્ફોડ  એ   એક  ઉન્માદછે ,  ગણત્રીપુર્વકની   ચાલ   છે  ,  જે  ચાલ  આ   બાળ-યુવાનની  નથી  જ  -  -  સરદાર  સાહેબ  જે  એકતામા    માનતા   હતા  -  તે   આવા    તોડફોડીયા   માર્ગ  વિચારે   પણ ખરા? અને   તેમને   આ   બધાની  જરુર  છે   ખરી  ?   મુળ  વાત  આડે  પાટે  ચઢી   ગયી  અને   ગાડી   ઉધા  રસ્તે   ચાલવા  લાગી   અને તેમાથી   સરજાતા  ગયા  આ  બધા  બખેડા-  મને  હજુ  પણ વિશ્વાસ   છે  કે   આ  મહત્વાકાક્ષી બાળ-યુવાને   આવા  પરીણામની  અપેક્ષા  રાખી   હશે ?  ના  તેની કલ્પના  બહારનુ  આ ચિત્ર   ઉપસી  આવ્યુ   અને  જવાબદારી  તેની  આવી  -   - પણ   હવે  શુ  થાય  ?એક વખત    તીર   ભાથામાથી    નીકળીને   છુટીગયુ ,  એક   વખત   શબ્દો  માંએથી   નીકળી  ગયા  - તે  કેવી  રીતે  પાછા     ફરે   ?  અને  આ જમાનો   મિડિયાનો  એમને  તો  મસાલો મળ્યો મારી  મચડીને   કહાનીમા   ટ્વીસ્ટ -  વાર્તામાવળાક  -     લાવી   પણ  શકે -  પણ   બાળ  યુવાનને  એક  સુચન છે  તેણે   વિદ્યાર્થીઓને  આવા  આદોલનમા   લાવવાની  જરુર  નથી  - તેમના ભણતરના   ભોગે  -તેમની   શક્તિ  આ   દીશામા     વેડફાય   તે   યોગ્ય નથી  -  આ  એમનોપ્રશ્ન છે પણ   તેનો  ઉકેલ આપણે  લાવવાનો   છે  - તેમાને અન્યાય   ના થાય તે  આપણે  જોવાનુ  છે -    પણ  આદોલનમા   તેમને   સક્રિય  કરવાની જરુર  નથી  -તેમને  રોકો -   ભણતરના ભોગે તેમને   કદી    આદોલનમા ઘસેડશો   નહીં.
       સાચી    વાત   તો  એ છે  કે  અનામતનો   અર્થ  જ  સાચા  અર્થઘટનપર લેવાયો  નથી .પાટીદારો   એટલા  ગરીબ  નથી  , એટલા   લાચાર   નથી  , , એટલા   બેબસ  નથી  ,કે  તેમને    અનામત   કક્ષાની   અનામતની  જરુર  પડે.  અનામતનો   પાયો  તો   પછાત  અને   દલિત     વર્ગ   માટે  નંખાયો  હતો  -   જે  દિવસે  ભારત મા    દલીતો    દયાજનક  હાલતમા  હતા   અને  તેમના ઉત્કર્ષ   માટે   આ   જોગવાઇ  હતી  -   પણ   ધીમે   ધીમે  તેનો   દુરુપયોગ  વધતો ગયો  - તેના  પરીણામો   વકરતા   ગયા    તેમ   તેમ   નવી  નવી  જોગવાઇઓ    વધતી  ગયી  - ઓબીસી   ,એસ.ટી  ,એસ સી  ,   લઘુમતિ    વિ.વિ  જેવાઓને    મળતા   વિશેષાધીકારો   - આ  બધાને  કારણે   એક  એવો   ટ્રેંડ    આવ્યો  કે  લોકો  પછાત  હોવાનુ    ગૌરવ   અનુભવે  - પછાત  ગણાવા  માટે  પણ  પડાપડી  કરે  -  અને   હવે   પરિસ્થિતિ   એવી   આવી  ગયી કે  વર્ગ  વિગ્રહ   સુધી  વાત   પહોચી ગયી  -  કોઇ   પાટીદાર   પછત  હોવાનુ   સ્વિકારશે   નહીં  - તે  પછાત  નથી  -    પ્રશ્ન  પછાત નો  નથી  - પણ  પ્રશ્ન   નોકરી , અને   શાળા  ,  મહાશાળાઓમા   પ્રવેશનો  છે -  ખાસકરીને   ઇજનેરી   અને  મેડિકલ માટેના પ્રવેશ ,  સનદી  નોકરી  માટે  પરીક્ષાઓ  અને   તેના   પ્રવેશ -    નોકરીમા    બઢતી  - ઇજાફા-  સક્ષમતા    નહીં  ધરાવતા   એક  વર્ગના   ઉમેદવારો   જગા  લયી જાય   અને  સક્ષમતા   ધરાવતા   પાટિદારો     અને   બીજા   પણ   સવર્ણો-    પાછળ ધકેલાઇ  જાય   તે   કેમ પાલવે ?   અને   આ  પ્રશ્ન    એકલા   પાટીદારોનો  જ નથી  - અનેક સવર્ણ   જાતિઓનો  છે  -   વાણીયા  , બ્રાહ્મણો  વિ.વિ.  જેવા સવર્ણો    નથી  બોલી શકતા  ,   નથી   સહી  શકતા,  અને  નથી   તેમની   પાસે   જુથબળ  કે  તે  લડી    શકે  -  અને   માત્ર  આસુ    વહેવડાવવાથી     પરીણામ  ના  આવે  - પ્રશ્ન  આદોલન  પુરતો  પણ   નથી  -  આદોલન    કરવાનો  તો  હક્ક  દરેકને  છે   પણ  તે  આદોલનનો  ઉપયોગ   અન્ય  કોઇ    કરીને     તેનો   દુરુપયોગ    કરીને  વિનાશક   પરીણામો      લાવે   તો  તે  માટે  કોણ  જવાબદાર  ?   આયોજકોને   તે   ખબર   નથી કે  કોણ  દુરુપયોગ કરે  છે ?જો ખબર   છે  તો  રોકતા  કેમ  નથી ? ખરેખર  તો   આયોજકોને  તે  ખબર  નથી  જ અને દુરુપયોગ   કરનાર   દૂર રહીને  - પડદા  પાછળ  રહીને   દોરીસંચાર   કરે  છે  -  અને   જે   પરીણામ આવે   તેની   જવાબદારી  આયોજકો  પર  આવી   જાય  -તોફાનો કોઇ  કરે અને   જવાબદાર  કોઇ  બીજા  બને  -  એકવાર  ફરીથી    દોહરાવુ  છુ   કે  હાલના   તોફાનો   અને    તોડ્ફોડ  મા   અસલ   પાટીદાર   હોઇ   જ  શકે   નહીં અસલ   પાટીદાર   પથરા  ફેકવા   જાય   નહીં  ,  આગજની  કરવા   જાય   નહીં ,  કરે પણ  નહીં  ,  આ   કામ  માત્ર અને  માત્ર  કોઇ ક  અસામાજિક  તત્વોજ કરે  -  આયોજકો    નહીં  - કે -  અસલ    પાટિદારો  પણ  આ કામ   કરી  શકે    નહીં.-આયોજકોની  કમનસીબી   એ  કે  તે   આદોલનને   યોગ્ય  રીતે   કાબુમા   રાખી   ના શક્યા .અને  દોર  અન્યના  હાથમા  જતો રહ્યો..-તોફાનો  અને   તોડફોડ   પાછળ  કોનો  હાથ   છે   તે   શોધવાનુ કામ  સરકારનુ  છે -
.મહત્વાકાક્ષા  એ  પણ  એક   ભુખ   જ   છે   -પરીણામ   જોયુ .?

     હવે   વાત  આવે  છે વહીવટની  -    હડતાલ   ,  રેલી  , આદોલન , ભુખ  હડતાલ ,  ઉપવાસ પર   બેસવુ    વિ.વિ . માટે પરવાનગી  લેવી  પડે  જ  તેવી   જોગવાઇ  ચે અને  તેનુ  પાલન  પણ  થાય   જ   છે  -  તે શરુઆતના  તબક્કે  જ    વહીવટને અંદાજ   આવી  જવો જોઇએ  કે  શુ   ચાલે   છે  અને   આ   ગાડી   ક્યા  જશે  ?   છેલ્લે  દિવસે  તમે  તેમને   વગર  ભાડે   મેદાન   આપો  , તેમની અવર  જવર   માટે ટોલ   માફ   કરો  ,  તો   શા  માટે  એક    આવેદનપત્ર   લેવા    જવાની    બાબતને    પ્રેસ્ટિજ  ઇસ્યુ  બનાવવો ?  આયોજકે ઉશ્કેરણી    જનક   બાબત  ઉભી  કરી  -  ઉપવાસ  પર  ઉતરવાની -  પરવાનગી   લિધી   નહોતી-  એક  મુત્સદ્દી   ભર્યુ   પગલુ   લેવાની   જરુર  હતી  -   ધરપકડ કરવાને બદલે   એક  પોલિસ  ને    મોકલી ને  અરજી  મેળવી લેવની  હતી  -   છાણે   ખુણે   વાત   પતી  જતી  હતી  એક   ધરપકડે   કેવો  આતંક    ઉભો  કર્યો  ?  વહીવટી   તંત્ર   ટોળા   આગળ    ઝુકી   જાય  છે  પણ   મુત્સદ્દીભર્યુ  પગલુ લેવામા  તેને  નાનમ લાગે  છે ?  સમગ્ર  રાજ્યનો  વહીવટ  જેના હાથ્મા   છે   , જેની  પાસે  જાસુસી    જાળ   જેવી આઇ.બી  .  અને   ક્રાઇમ  બ્રંચ    પણ   છે  , અનેક   વિશેષાધિકારો  પણ   છે  ,  :   શા  માટે છેલ્લા  દિવસ સુધી   વાટાઘાટો   માટે  રાહ  જોઇ  ?  તેમને ખબર  નહોતી કે   આ આદોલન કેમ  ઉભુ  થયુ   છે  ? 
      હમલોગના  અગાઉના  બન્ને  લેખોમા  આ અંગે   ચેતવણીનો   સુર   તો  આપી     જ  દિધો  હતો  - શા  માટે  સરકારે    આ  બાબત  ને  ગંભીરતાથી  ના  લિધી  ? રોગ  અને  દુશ્મનને તો  ઉગતા  જ  ડામવા  જરુરી   છે  કેમ  તેને વકરવા દિધા  ? એક   મોટામા  મોટી    કમનસીબી   એ   છે  કે    સક્ષમ  વહીવટી  અધીકારી  પોતાનો   સ્વવિવેક   વાસ્તવિકતાને   નજરમા  લિધા  સિવાય  -માત્ર   પદાધીકારીની   ઇચ્છાને  નજરમા   રાખીને  જ્યારે   લે  છે  ત્યારે   તે    તેમનુ , વહીવટનુ  સરકારનુ  અને સમાજનુ   - દરેક   વર્ગનૂ  અહિત કરે  છે  -  ટોલ ફ્રી    મુસાફરી , મફત   મેદાન  ,તે   શાનો  પ્રતાપ  ?ટોળા  સામે   શરણાગતિ    જ ને ?  અને   બીજી  બાજુ  પ્રજાના  - મુસાફરોની  વાજબી   મુશ્કેલીઓ  રજુ   કરતા  -    એસ.ટી  -  એ.એમ.ટી.એસ    અને  બી.આર.ટી.એસ    ના   મુસાફરોની    રજુઆત  કોઇ    સાભળતુ   નથી  -  કારણ  તેને   ટોળાનો   ટેકો   નથી  -  આદોલનની રાહ જોવાય  છે  ?  સાચો   વહીવટી અધીકારી   તેને  કહેવાય   જે  ટોળાંને  નહીં  પણ   વાસ્તવિક   જરુરીયતને    સમજે  -   ટોળા પાસે  ઝુકી જાય અને  વાસ્તવિકતાને   ફંગોળી   દે   તે     તો  માત્ર   સત્તાનુ  પ્રદર્શન   જ   છે  .   સતાનો    ઘમંડ  અને    ભુખની  આલોચના કરવાની  હવે   વધુ જરુર  નથી
નબીરાએ તો   માત્ર  ઘર રગદોળ્યુ ,  યૌવનની   આક્રમકતાએ  સમાજનિ    શાતિ   હણી   નાખી  પણ  વહીવટની   નાદાનીએ  તો  સમગ્ર રાષ્ટ્રની    ગરિમા   હણી  નાખી. -  મહામહેનતે   સ્થિરતા પ્રાપ્ત   કરવાના  ડગલે  આગળ   વધી રહેલ  રાષ્ટ્રને  એક   છુપો   ઘા   મારી  દિધો.- વિરોધી  પરીબળોને  એક  તક  આપી .

   ત્રણેય   કીસ્સાઓમા   આગ   ઘરના ચિરાગથી  જ  લાગેલી  છે 
   ચીનગારી  જો   ભડકે   
  યે   આગ   કૌન   બુઝાયે   --


ગુણવંત પરીખ 
27-8-15. -
    


No comments:

Post a Comment