From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609
- ;આચાર - સંહીતા :- 44
----
- :
અનામતનો આચકો :-
3 ----- આંદોલન .
આંદોલન
, હડતાલ , ઉપવાસ , બંધ
, વિ.વિ .
જેવા એલાનો એટલા
વ્યાપક બની ગયા
છે કે જાણે
કે તે એક સર્વ-માન્ય બંધારણીય
મુળભુત અધીકાર ના
હોય ?
આઝાદી પહેલાના આદોલનો , સત્યાગ્રહો , પિકેટીગ , ઉપવાસ વિ.વિ ની
સરખામણી આજના આદોલનો
સાથે થાય જ નહીં -
એ જંગ વિદેશ્હીઓ
સામે હતો અને આ
જંગ ?
આ જંગ એક
તીવ્ર મહત્વાકાક્ષા પરીપુર્ણ
કરવા માટે કેટલાક
અસંતોષી પરીબળો એ લીધેલો
માર્ગ છે જેમા
તેઓ તેમના નીજી સ્વાર્થ
માટે ગમે તેટલી
નીચી કક્ષાએ પણ
જયી શકે છે -
સાચા જંગના તો
નિયત થયેલા નિતિ - નિયમો હતા -
જે પિતામહ ભિષ્મ-પિતામહે
નક્કિ કરેલા - પણ આજના જંગમા
તો યુધ્ધમા બધુ
જ જાયસ છે - જે
કરો તે માન્ય -
કોઇ મર્યાદા નહીં -અને
સૌથી વધારે દુખદ બાબત તો
એ છે કે
આ મહત્વાકાક્ષી અને
અસંતોષી જીવોની જીજીવિષા
પૂર્ણ કરવામા તેમને
સાથ આપનાર જે પરીબળો
છે તે કયી કક્ષાના
છે તેની તેમને જ ખબર
હોતી નથી અને પરીણામે
સમગ્ર જંગનો દોર
એવા તત્વોના હાથ્મા
જતો રહે છે
કે જેની કલ્પના
આયોજકોને પણ નહીં હોય . – અને
હાથા અને હથીયાર
બની જાય છે
બાળકો ,વિદ્યાર્થીઓ અને
સામાન્ય પ્રજા- અને
ભોગ બને પણ
તે બાળકોનો અને
વિદ્યાર્થિઓનો અભ્યાસ – અસમ્જુ
બાળ-માનસ તો માત્ર
રજા પડશે - તે પુરતા જ
ખુશ થાય છે -
તેમની માનસીકતા તેથીવિશેષ
નથી - અર્ધ સમજુ-
અર્ધ વિકસિત માનસીકતા ધરાવતા
ઉચ્ચ અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓની માનસીકતા
પણ અપરિપકવ હોય
છે - મફતમા
રજાઓ મળશે , મફતના ભાવે પાસ થયી
જવાશે - અભ્યાસક્રમનુ
જે થવાનુ હોય તે થાય
- શિક્ષકોને પણ
મઝા , -છોકરા
હોય જ નહીં કોને
ભણાવવાના ? અભ્યાસક્રમ
પુરો થાય કે નહીં
- અમે શુ
કરીયે? ભોગવવાનો
વારો કોનો ?
તેમની આ અપરીપકવતાનો
ઉપયોગ મહત્વાકાક્ષી તત્વો કરે છે
- કુમળી વયના બાળકો અને
મજબુત યુવા ધન તેની
શક્તિ ક્યા વાપરે છે
તેની તેમને ખબર
જ હોતી નથી -
તેમને એ ખબર હોતી જ નથી
કે તેઓ તો માત્ર
હોળીનુ નારીયેળ બને
છે - યાદ
કરો મહાગુજરાતની ચળવળ ,
બાબુભાઇને વી.સી. તરીકે
નહીં રાખવા માટેનુ
આદોલન ,
નવ-નિર્માણનૂ આદોલન , આમાં વિદ્યાર્થીઓને શુ
રસ હતો ? કોને કેવો
અને કેટલો રસ
હતો તે તો
આજે બધા જાણે
છે - કોણ કેટલા સમય
માટે નેતા બની ગયા
તે પણ આજે તે
કિતાબના પાના ખુલી ગયેલા
છે - ગોળીએ
કોણ કોણ વિધાયુ
? શુ
પામ્યા ?
કોઇનો લાડકવાયો ગયો
- શુ મેળવ્યુ
?
લોકશાહીનુ આ સબળ
પાસુ છે કે કમનસીબ
પાસુ તે વિચારવા માટે
કોઇને ફુરસદ જ નથી
- આજકાલ થતા
આદોલનોમા તો આવા
આદોલનો ના આયોજકો કરતા
પણ એક વિશેષ વર્ગ
આ આદોલનોની રાહ
જુવે છે -
જેમને આયોજકો જેવી
કોઇ મહત્વાકાક્ષા હોતી
જ નથી -
તેમ માત્ર અરાજકતા-અંધાધુધીમા જ રસ
છે - અને અરાજકતા
ફેલાવીને - અંધાધુધી ફેલાવીને આ
તત્વો ટોળાના નામે
તોફાનો કરીને પોતાની
મનીષા પુરી કરી
લે છે અને કોઇની
નજરમા પણ જલદી
આવતા નથી -
જો કે પ્રશાષનની પાસે
આજકાલ તો આવા
તત્વોને પકડવા માટે
સાધનો છે જ -
પણ તેનો ઉપયોગ
કેમ થતો નથી ?
- પ્રશાસન માત્ર લાઠી
અને ટિયરગેસ -
અને વધુમા વધુ
ગોળીબાર કરી જાણે
છે - “
દર્દ “ના
મુળ સુધી જવાની તકલીફ
લેતુ નથી - લાઠીચાર્જ
, ટીયર
ગેસ કે ગોળીબારનો
ભોગ કોણ બને
છે ?
પ્રજા એટલી બધી
મુર્ખ છે કે
તેને સમજ નથી
પડતી કે તોડફોડ
નુકશાન અને લુટફાટ
કોણ કરે છે ?
એક વાત સાથે
મારી સાથે સૌ
સંમત થશે જ
કે આ તોડફોડ
,લુટફાટ અને
જાહેર મિલકતોને નુકશાન
કરવામા આદોલનના આયોજકોનો
હાથ હોઇ શકે
નહીં - તે બાજુ
પર રહી જાય
છે ,તેમને મદદ
કરવા માટે રસ્તા
ઉપર ઉતરી આવેલા
પૈકી જ મફતના નવાણીયા કુટાઇ
મરે છે અને
લાભ - ગેરલાભ તો
પેલુ ત્રીજુ તત્ત્વ જ મેળવીને
રફુચક્કર થયી જાય
છે અને પ્રશાસન ઢુઢતુ
રહી જાય છે - જો
કે અહિ એક
દ્વીધા છે - કેટલાક ,અતિ
ઉત્સાહી ,અતિ
ચલાક, ઓવર
સ્માર્ટ -કુટિલ મુત્સદ્દી -
શાણા વિવેચકો - જાહેરમા નહીં આવવાનીશરતે--
એવુ માને છે કે
પ્રશાસનનેતેની જાણ હોય જ
છે ,તે
આ તત્વોને પિછાણે છે , ઓળખે છે ,
જાણે છે અરે તેનાથી
પણ આગળ
વધીને તેમને પ્રોત્સાહન
પણ છને ખુણે
આપે છે - પણ
આ પછિ એવી પળ
આવે છે કે
ત્યારે આ તત્વો તેમના
જ કાબુમા રહેતા નથી
- ગારુડીનો સાપ
ગારુડી સામે પણ
ફેણ માડે છે
-
સભી મસ્ત
હૈ કોન કિસકો
સંભાલે --------
દોષારોપણ પણ
કોના ઉપર કરવુ ?
સો
વાતની એક વાત -
નુકશાન પ્રજાને થાય છે -
સરકારી - જાહેર મિલકતોને
નુકશાન થાય છે - મુસાફરો
રઝળે છે - અધવચ્ચે
- ટોળાથી ડરી
જાય છે - છેલ્લા
આદોલનના આયોજકો જો આ સમજે
તો સારી વાત છે
- અસલ પાટીદાર
આવો હિચકારો ધંધો
ના કરે - લુટફાટ
ના કરે - સરદારને
વચ્ચે લાવવાની જરુર
નથી - તે સૌ
સવાયા સરદાર છે - સવાયા બનીને
નામ ઉજાળો - આ
રસ્તો સાચો નથી આટલી ધરખમ
બહુમતી છે , પૈસે
ટકે , તમામ
રીતે સુખી સંપન્ન
છો તેનો ઉપયોગ યોગ્ય
રીતે કરીને ઉકેલ લાવવાનો
પ્રયત્ન કેમ
કરવામા આવતો નથી ?
પાટીદારો ખાનગીમા એકમતે
એમ સ્વિકારે છે કે
તેમને “
અનામત “ જે
સ્વરુપે પ્રચલિત છે
તે સ્વરુપના અનામતમા
કોઇ એવો રસ નથી
અને જે સ્વરુપે
તે અનામત માગે
છે તેને તો
દરેક વર્ગનો ટેકો છે
- આ એ
સ્વરુપ છે કે જ્યા
ક્ષમતા ધરાવતો વર્ગ તેના
પ્રાપ્તીસ્થાનને પામી શકતો નથી
- ઉચ્ચ
ગુણવત્તા અને ઉચ્ચ
લાયકત અને શૈક્ષણીક ધોરણો
હોવા છતા પણ
તેના કરતા ઊતરતી
કક્ષાના ધોરણો વાળા તેમનાથી આગળ
નીકળી જાય છે
અને આ પરિસ્થિતિ
જાણે કે વારસાગત હોય -
વંશ પઋ6પરાગત હોય
તેવી થયી ગયી
છે અને તેનાથી જે
નુકશાન થાય છે -
આપણા સંતાનો નુ મનોબળ તુટે છે
તેનો વિરોધ પ્રદર્શિત
કરવાનો છે અને
તેનો ઉકેલ લાવવાનો છે
- આપણા યુવકોની પણ
હાલત એવી જ કફોડી છે કે
ક્ષમતા ધરાવતા હોવા
છતા નોકરીઓ અને બઢતીના
લાભથી તે વંચિત
રહે છે -
એવુ નથી કે
એમની વગ નથી - વગ વશીલો
બધુ તેમનીપાસે છે અને આજે
તો આખો સમાજ તેમનીસાથે જ છે પણ માર્ગ
ખ્ટા રસ્તે જતો રહ્યો
છે –કોઇ દિશાસુચન
સાચુ નથી મળતુ
અને તેનો ગેરલાભ
બીજા ઉઠાવી ના જાય
તેની કાળજી રાખવાની જરુર છે - આટલુ
મજબુત સંગઠન ભેગુ કરવુ તે
નાની સુની વાત નથી જ - ભલે
તેનોયશ આયોજકો લે – ભલે મદદગારો બાજુ પર
હહે –પણ મસાલેદાર
દુધપાકના પાત્રમા ક્યાક
લીંબુ નીચોવાઇ ગયુ
અને સમગ્ર મિષ્ટ
પાક વગોવાઇ ના
જાય તેની કાળજી
આયોજકો અને સાથેસાથે જ પ્રશાસને પણ
લેવાની જરુર છે ..ધાર્યા કરતા
ઝડપથી પરિસ્થિતિ કાબુ
મા આવેલી જણાય છે –તે
હવે ડહોળાય નહીં
તે જોવાની , જાળવવાની ફરજ
સૌથી પહેલી પ્રશાસનની
અને સૌથી અગત્યની
ફરજ માધ્યમો ની
રહે છે - -પ્રચાર અને
પ્રસાર માધ્યમો પુનરાવર્તિત ફોકસ
કરતા પણ સાચી
વાસ્તવિકતા રજુ કરે
તે અગત્યનુ છે
અને આ
કામ ત્રણેય માધ્યમો
-મુદ્રણ - પ્રિંટ
મીડીયા -દ્રષ્ય- શ્રાવ્ય
મિડીયા -ઇલેક્ટ્રોનિક મિડિયા-
અને સોસિયલ મિડિયા
જો એકજુત થયીને
કરે તો મને
લાગે છે કે
આપણે જંગ જીતી જયીશુ
અંગારા ઉપરની રાખને
ફુકવાની નથી ઠારવાની
છે અને જંગ
વગર યુધ્ધે જિતાઇ જશે –
ગુણવંત પરીખ
4-9-15 આચાર -
સંહીતા 44 ---
આદોલન ----
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609.
No comments:
Post a Comment