aachaar sanhitaa 44 Anamatno aachko 3 aandolan


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


  - ;આચાર  -    સંહીતા :-          44  ----

  - : અનામતનો   આચકો   :-        3  -----   આંદોલન .


     આંદોલન  ,  હડતાલ  , ઉપવાસ , બંધ  ,   વિ.વિ .  જેવા  એલાનો   એટલા   વ્યાપક  બની  ગયા  છે   કે  જાણે  કે    તે  એક સર્વ-માન્ય   બંધારણીય    મુળભુત  અધીકાર   ના   હોય  ?   આઝાદી પહેલાના  આદોલનો , સત્યાગ્રહો  ,  પિકેટીગ  , ઉપવાસ  વિ.વિ   ની  સરખામણી   આજના  આદોલનો  સાથે   થાય જ નહીં  -   એ  જંગ   વિદેશ્હીઓ   સામે   હતો  અને   આ જંગ   ?   આ  જંગ  એક   તીવ્ર    મહત્વાકાક્ષા  પરીપુર્ણ   કરવા  માટે    કેટલાક  અસંતોષી  પરીબળો એ  લીધેલો  માર્ગ  છે   જેમા  તેઓ  તેમના  નીજી સ્વાર્થ   માટે   ગમે   તેટલી  નીચી  કક્ષાએ   પણ   જયી   શકે  છે -  સાચા    જંગના  તો   નિયત થયેલા નિતિ  -  નિયમો હતા -  જે   પિતામહ  ભિષ્મ-પિતામહે  નક્કિ કરેલા  - પણ આજના  જંગમા  તો   યુધ્ધમા     બધુ   જ  જાયસ છે -    જે   કરો  તે  માન્ય -  કોઇ  મર્યાદા નહીં  -અને  સૌથી  વધારે  દુખદ બાબત તો  એ  છે  કે   આ  મહત્વાકાક્ષી   અને  અસંતોષી   જીવોની    જીજીવિષા   પૂર્ણ   કરવામા  તેમને  સાથ   આપનાર જે  પરીબળો  છે  તે  કયી   કક્ષાના   છે  તેની   તેમને જ ખબર  હોતી  નથી  અને પરીણામે   સમગ્ર   જંગનો  દોર   એવા  તત્વોના  હાથ્મા  જતો   રહે   છે   કે  જેની  કલ્પના   આયોજકોને પણ  નહીં  હોય . – અને   હાથા  અને   હથીયાર  બની    જાય   છે  બાળકો ,વિદ્યાર્થીઓ    અને  સામાન્ય  પ્રજા-  અને  ભોગ  બને  પણ   તે   બાળકોનો   અને   વિદ્યાર્થિઓનો  અભ્યાસ – અસમ્જુ  બાળ-માનસ   તો   માત્ર  રજા   પડશે -  તે પુરતા જ   ખુશ   થાય  છે  - તેમની   માનસીકતા   તેથીવિશેષ   નથી  -  અર્ધ સમજુ-  અર્ધ વિકસિત  માનસીકતા  ધરાવતા   ઉચ્ચ  અભ્યાસ  કરતા  વિદ્યાર્થીઓની    માનસીકતા   પણ  અપરિપકવ   હોય  છે  -   મફતમા  રજાઓ   મળશે  , મફતના ભાવે  પાસ   થયી    જવાશે -    અભ્યાસક્રમનુ  જે   થવાનુ  હોય  તે  થાય  -  શિક્ષકોને   પણ   મઝા  , -છોકરા  હોય  જ  નહીં કોને  ભણાવવાના ?   અભ્યાસક્રમ   પુરો  થાય કે   નહીં  -  અમે   શુ  કરીયે?    ભોગવવાનો  વારો કોનો  ?   તેમની  આ   અપરીપકવતાનો   ઉપયોગ   મહત્વાકાક્ષી તત્વો કરે  છે  -  કુમળી વયના  બાળકો અને  મજબુત યુવા  ધન  તેની   શક્તિ  ક્યા વાપરે   છે  તેની   તેમને   ખબર   જ   હોતી   નથી  - તેમને એ ખબર  હોતી જ  નથી   કે  તેઓ તો  માત્ર  હોળીનુ  નારીયેળ    બને  છે  -   યાદ   કરો   મહાગુજરાતની   ચળવળ ,  બાબુભાઇને   વી.સી.  તરીકે  નહીં    રાખવા  માટેનુ   આદોલન  ,  નવ-નિર્માણનૂ  આદોલન  ,   આમાં   વિદ્યાર્થીઓને  શુ  રસ  હતો  ?   કોને   કેવો  અને  કેટલો  રસ  હતો  તે  તો  આજે  બધા   જાણે   છે  -  કોણ  કેટલા  સમય  માટે નેતા  બની  ગયા   તે પણ   આજે    તે   કિતાબના  પાના  ખુલી ગયેલા  છે  -  ગોળીએ   કોણ  કોણ  વિધાયુ  ?  શુ   પામ્યા  ?  કોઇનો   લાડકવાયો    ગયો  -  શુ  મેળવ્યુ  ?
      લોકશાહીનુ   આ સબળ   પાસુ છે  કે  કમનસીબ   પાસુ   તે  વિચારવા માટે  કોઇને ફુરસદ   જ  નથી  -   આજકાલ    થતા   આદોલનોમા   તો   આવા   આદોલનો ના    આયોજકો  કરતા  પણ   એક વિશેષ     વર્ગ   આ  આદોલનોની   રાહ  જુવે  છે  -  જેમને   આયોજકો   જેવી  કોઇ  મહત્વાકાક્ષા  હોતી   જ   નથી  -  તેમ   માત્ર   અરાજકતા-અંધાધુધીમા  જ રસ  છે -  અને  અરાજકતા    ફેલાવીને -  અંધાધુધી   ફેલાવીને આ  તત્વો   ટોળાના   નામે  તોફાનો   કરીને  પોતાની  મનીષા  પુરી  કરી  લે   છે   અને કોઇની  નજરમા  પણ   જલદી   આવતા  નથી  -  જો   કે પ્રશાષનની    પાસે   આજકાલ  તો  આવા  તત્વોને   પકડવા   માટે   સાધનો છે  જ   -  પણ  તેનો   ઉપયોગ  કેમ  થતો   નથી ?  - પ્રશાસન   માત્ર  લાઠી   અને  ટિયરગેસ  -  અને     વધુમા  વધુ  ગોળીબાર  કરી   જાણે  છે -  “  દર્દ  “ના     મુળ  સુધી  જવાની તકલીફ  લેતુ  નથી -  લાઠીચાર્જ   ,  ટીયર  ગેસ   કે   ગોળીબારનો  ભોગ  કોણ   બને   છે  ?  પ્રજા   એટલી   બધી  મુર્ખ   છે   કે  તેને  સમજ  નથી  પડતી  કે  તોડફોડ   નુકશાન  અને    લુટફાટ    કોણ   કરે  છે  ?    એક  વાત  સાથે    મારી   સાથે   સૌ  સંમત   થશે   જ   કે   આ  તોડફોડ   ,લુટફાટ  અને    જાહેર  મિલકતોને   નુકશાન    કરવામા     આદોલનના   આયોજકોનો     હાથ   હોઇ  શકે   નહીં  - તે   બાજુ  પર  રહી   જાય  છે ,તેમને  મદદ   કરવા  માટે  રસ્તા  ઉપર  ઉતરી  આવેલા  પૈકી જ મફતના   નવાણીયા   કુટાઇ  મરે  છે   અને   લાભ  -  ગેરલાભ તો  પેલુ  ત્રીજુ તત્ત્વ  જ મેળવીને   રફુચક્કર  થયી   જાય  છે  અને પ્રશાસન   ઢુઢતુ    રહી  જાય  છે  -  જો  કે  અહિ  એક  દ્વીધા  છે  - કેટલાક ,અતિ  ઉત્સાહી ,અતિ ચલાક, ઓવર  સ્માર્ટ   -કુટિલ  મુત્સદ્દી -  શાણા વિવેચકો  - જાહેરમા નહીં  આવવાનીશરતે--  એવુ   માને  છે કે    પ્રશાસનનેતેની  જાણ  હોય  જ છે ,તે  આ તત્વોને   પિછાણે   છે  , ઓળખે છે ,  જાણે  છે  અરે  તેનાથી પણ  આગળ  વધીને  તેમને  પ્રોત્સાહન  પણ  છને   ખુણે  આપે  છે  - પણ  આ   પછિ એવી   પળ   આવે  છે  કે   ત્યારે  આ તત્વો  તેમના  જ  કાબુમા રહેતા  નથી  -    ગારુડીનો  સાપ   ગારુડી  સામે  પણ   ફેણ    માડે  છે  - 
સભી  મસ્ત  હૈ   કોન  કિસકો   સંભાલે  --------
દોષારોપણ   પણ  કોના  ઉપર  કરવુ  ?
   સો   વાતની  એક  વાત -   નુકશાન   પ્રજાને   થાય છે -  સરકારી -  જાહેર  મિલકતોને  નુકશાન   થાય છે -   મુસાફરો   રઝળે   છે  - અધવચ્ચે  -  ટોળાથી  ડરી  જાય   છે  - છેલ્લા   આદોલનના   આયોજકો  જો  આ  સમજે  તો સારી  વાત  છે  -  અસલ   પાટીદાર  આવો   હિચકારો  ધંધો   ના  કરે  - લુટફાટ   ના    કરે -    સરદારને   વચ્ચે  લાવવાની  જરુર  નથી -   તે  સૌ  સવાયા  સરદાર છે -  સવાયા બનીને  નામ   ઉજાળો  - આ  રસ્તો સાચો નથી  આટલી  ધરખમ  બહુમતી છે ,  પૈસે   ટકે  , તમામ  રીતે   સુખી  સંપન્ન    છો  તેનો  ઉપયોગ યોગ્ય  રીતે કરીને   ઉકેલ  લાવવાનો   પ્રયત્ન   કેમ  કરવામા આવતો નથી  ?  પાટીદારો   ખાનગીમા    એકમતે   એમ સ્વિકારે  છે  કે   તેમને    “  અનામત “      જે   સ્વરુપે  પ્રચલિત    છે  તે  સ્વરુપના   અનામતમા  કોઇ   એવો રસ  નથી     અને  જે  સ્વરુપે  તે  અનામત  માગે  છે  તેને  તો   દરેક વર્ગનો  ટેકો  છે  -  આ   એ  સ્વરુપ છે  કે  જ્યા   ક્ષમતા  ધરાવતો   વર્ગ તેના   પ્રાપ્તીસ્થાનને     પામી શકતો નથી -  ઉચ્ચ   ગુણવત્તા  અને  ઉચ્ચ  લાયકત અને   શૈક્ષણીક  ધોરણો    હોવા   છતા   પણ   તેના  કરતા    ઊતરતી  કક્ષાના ધોરણો  વાળા તેમનાથી  આગળ   નીકળી  જાય  છે  અને  આ   પરિસ્થિતિ    જાણે કે  વારસાગત   હોય  - વંશ  પઋ6પરાગત  હોય   તેવી  થયી  ગયી   છે અને  તેનાથી   જે  નુકશાન  થાય  છે  - આપણા સંતાનો નુ   મનોબળ તુટે  છે  તેનો વિરોધ પ્રદર્શિત    કરવાનો   છે  અને  તેનો  ઉકેલ  લાવવાનો છે  -  આપણા યુવકોની  પણ   હાલત  એવી જ કફોડી છે  કે   ક્ષમતા   ધરાવતા   હોવા  છતા   નોકરીઓ અને  બઢતીના  લાભથી    તે   વંચિત   રહે  છે  -  એવુ  નથી  કે   એમની વગ  નથી  - વગ વશીલો   બધુ તેમનીપાસે   છે અને  આજે  તો   આખો  સમાજ તેમનીસાથે જ  છે પણ માર્ગ  ખ્ટા રસ્તે  જતો  રહ્યો  છે –કોઇ  દિશાસુચન   સાચુ  નથી  મળતુ  અને  તેનો  ગેરલાભ  બીજા  ઉઠાવી  ના  જાય તેની કાળજી   રાખવાની જરુર છે   - આટલુ   મજબુત   સંગઠન  ભેગુ કરવુ તે  નાની સુની  વાત નથી જ -  ભલે   તેનોયશ   આયોજકો  લે – ભલે   મદદગારો  બાજુ પર   હહે –પણ    મસાલેદાર  દુધપાકના  પાત્રમા   ક્યાક  લીંબુ   નીચોવાઇ   ગયુ    અને   સમગ્ર   મિષ્ટ   પાક  વગોવાઇ  ના   જાય  તેની  કાળજી  આયોજકો  અને  સાથેસાથે જ પ્રશાસને   પણ  લેવાની જરુર છે  ..ધાર્યા  કરતા  ઝડપથી  પરિસ્થિતિ   કાબુ  મા   આવેલી  જણાય છે –તે  હવે  ડહોળાય  નહીં  તે   જોવાની   ,  જાળવવાની   ફરજ   સૌથી  પહેલી   પ્રશાસનની   અને    સૌથી   અગત્યની   ફરજ   માધ્યમો  ની   રહે  છે - -પ્રચાર  અને  પ્રસાર  માધ્યમો   પુનરાવર્તિત    ફોકસ  કરતા   પણ  સાચી  વાસ્તવિકતા  રજુ  કરે  તે   અગત્યનુ  છે  અને   આ   કામ  ત્રણેય   માધ્યમો  -મુદ્રણ  -  પ્રિંટ  મીડીયા  -દ્રષ્ય-  શ્રાવ્ય   મિડીયા  -ઇલેક્ટ્રોનિક  મિડિયા-  અને   સોસિયલ  મિડિયા  જો   એકજુત  થયીને   કરે  તો   મને   લાગે  છે  કે  આપણે   જંગ   જીતી જયીશુ   અંગારા   ઉપરની     રાખને   ફુકવાની   નથી  ઠારવાની  છે  અને  જંગ  વગર   યુધ્ધે   જિતાઇ જશે –

ગુણવંત     પરીખ
4-9-15               આચાર  -  સંહીતા      44    ---   આદોલન  ----


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.




No comments:

Post a Comment