From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 11--11-15
-: આશિર્વાદ :-
આશીર્વાદ એ અંતરના ઉમળકાનો પ્રતિભાવ છે - એનુ મુલ્ય ના આકી શકાય - એ અમુલ્ય છે –બન્ને રીતે - અણમોલ -કિમતી રત્ન છે - તેનુ નાણાકિય મુલ્ય એક બાજુ શુન્ય પણ હોઇ શકે અને બીજી બાજુ ધનના ભંડાર પણ તૂણમુલ્ય ગણાય . શાસ્ત્રો અને શત્રોના જમાનામા પણ આશિર્વાદનુ મુલ્ય સૌથી શ્રેષ્ઠ - સર્વોચ્ચ મનાતુ હતુ - તે જમાનામા આશીર્વાદ પામનાર અને મેળવનારની લાયકાત પણ નજરમા રખાતી હતી અને આશીર્વાદ આપનાર પણ ખમતિધરો હતા જે યોગ્યતાને કદી વિસારે નહોતા મુકતા -તે પોતાના અશિર્વાદનુ મુલ્ય સારીરીતે સમજતા હતા. મહાભારતના યુદ્ધ પ્રસંગે યુવરાજ દુર્યોધન માતા ગાંધારીજીના આશીર્વાદ લેવા ગયો ત્યારે માતાએ તેને માત્ર આયુષ્યમાન ભવ નો આશીર્વાદ આપ્યો - પુત્રની માગણી છતા પણ “ વિજયી ભવ “ નો આશીર્વાદ નહોતો આપ્યો - તે એક મહાન સન્નારિ હતી - માતા પણ હતી - પણ વિજયનુ મુલ્ય પણ તે સમજતી હતી પણ સામે છેડે પુત્ર હતો – અને પુત્ર પ્રેમ જાળવવા માટે તેણે પોતાની જીદગીનુ મહામુલુ તપ અને તેનો પ્રભાવ દુર્યોધનને આપવા એક પળ માટે આખા ઉપરની પટ્ટી ખોલી નાખી અને દુર્યોધનને અભેદ્ય બનાવી દેવો હતો - પણ રે કમભાગ્ય - દુર્યોધનએ માતાની સુચના – આદેશ – ના માન્યો -અને એક મેખ રહી ગયી જે તેના માટે જિવલેણ સાબિત થયી - કહેવાય છે કે
ગહના કર્મણો ગતિ .....
વિધાતાના લેખ કેમ મિથ્યા થાય ?
માતા તેના પુત્રની ગતિ વિધિથી સારી રીતે પરિચિત હતી - પુત્ર પ્રેમ જાળવ્યો પણ ખોટા આશીર્વાદ તો ના જ આપ્યા-
તે જ ગાળાની બીજી એક ઘટના પણ ધ્યાન દોરવા જેવી છે - ગુરુ દ્રોણાચાર્યે તેમના શિષ્ય અર્જુનને સર્વષ્રેષ્ઠ ધનુર્ધરનૂ વરદાન આપેલુ - અર્જુન ખરેખર શ્રેષ્ઠ હતો પણ તેના સમોવડીયા પણ હતા અને તેના કરતા અધિક સમર્થ પણ કોઇ હતા -પણ પોતાના વરદાનને - આશિર્વાદને સાચો સાબિત કરવા માટે તેમણે પોતે એક અન્યાય કર્યો અને અર્જુન કરતા ય વધારે ક્ષમતા ધરાવનાર બાણાવળી એકલવ્યનો જમણા હાથનો અંગુઠો દક્ષીણામા માગી લીધો - એક બાજુ પોતાનુ વરદાન - આશીર્વાદ સાચા ઠેરવવા માટે ગુરુનો પ્રયાસ અને બીજી બાજુ ગુરુની આજ્ઞાનુ પાલન કરનાર એકલવ્ય - અલબત્ત – એકલવ્ય જ શ્રેષ્ઠતાનો પદક જીતી જાય - દ્રોણના માથે એક કાળી ટીલી રહી સદાને માટે - કર્ણને વિદ્યા નહીં આપવાનુ ક્રુત્ય પણ યોગ્ય નહોતુ - જો કે કર્ણ કમનસીબ હતો -અર્જુન કરતા સવાયો સફળ બાણાવળી હતો -પણ -ગુરુ પરશુરામના અભિશાપનો તે ભોગ બની ગયો અને છેવટે અર્જુન જ સર્વશ્રેષ્ઠ સાબીત થયો - ભલે તે ત્રીજા સ્થાંને હોય - પહેલુ સ્થાન તો એકલવ્યનુ જ રહેશે - બિજા સ્થાને કર્ણ આવે - એ બન્ન્ને નહીં રહેતા પહેલુ સ્થાન અર્જુનને મળે છે - માત્ર ગુરુના અશીર્વાદ થી . –ગુરુની ઇચ્છા મુજબ- તે જમાનામા આવો પક્ષપાત ભાગ્યે જ થતો હતો - જ્યારે આજે તો - દરેક ક્ષેત્રમા આવો પક્ષપાત છે –અધ્યાપન ક્ષેત્ર પહેલુ આવે.
આ સમય તો વિતી ગયો -તેની તો માત્ર યાદો રહી - પણ આજે શુ છે ? આજે હજુ પણ પ્રણાલીકા અને પરંપરા તો જળવાય છે - આશીર્વાદ લેવાની-આપવાની – પણ તેમા અંતરનો ઉમળકો ભાગ્યેજ જોવા મળે છે - માત્ર દંભ અને ઔપચારિકતા જ દેખાય છે - સામાન્ય રીતે લગ્ન સંપન્ન થાય પછી વડીલોના આશીર્વાદ લેવાની પ્રણાલી છે - સારી પ્રણાલી છે - પણ આજે તે પ્રણાલી એક “ વ્યવહાર “ લેવડ દેવડનો વ્યવહાર બની ગયેલ છે - વર ની માતા અમુક પસંદ કરેલ વ્યક્તિઓપાસે નવદંપતિને લયી જાયા છે - સાથેએક વ્યક્તિ નોટબુક સાથે આવે અને કોણ કેટલા “પગે પડ્યા “ના આપે છે તેના ઉપર જનજર રહે છે - કેટલાક “ ચાલાક “ સ્વજનો આ વિધિ ચાલુ થાય એટલે આઘાપાછા પણ થયી જતા હોય છે - ટુકમા – સ્વજન - વડીલ આશીર્વાદ શુ આપે છે તે અગત્યનુનથી – કેટલી રકમ આપે છે તે મુજબ આશિર્વાદનુ મ્યુલ્ય અંકાય છે .
સામાન્યરીતે મહીલા માટેનો શ્રેષ્ઠ આશીર્વાદ તે “ અખંડ સૌભાગ્યવતી ભવ “ અથવા તો બીજા ક્રમે “પુત્રવતી ભવ “ ગણાતો હતો . પણ આજે પરીસ્થિતિ બદલાઇ ગયેલ છે .કેટલીક શિક્ષિત - વ્યવસાયીક મહીલાને આ આશીર્વાદ ગમતો નથી - આ કેવો આશીર્વાદ જેમા બે પૈસા આપવાના તો બાજુ પર રહ્યા - ઉપરથી પતિ કરતા વહેલા મરવાનુ ? અમે એવો શો ગુનો કર્યો છે કે અમારે અમારા પતિ કરતા પહેલા મારી નાખવાના આશીર્વાદ અપાય છે ? શુ અમે કુટુબનુ ભરણપોષણ નથી કરતા ? આખો દિવસ વૈતરુ પણ કરીયે , પગાર પણ લાવીયે – અને મરવાનુ પહેલા અમારે ?અમારી પણ કારકિર્દી છે -એક ઉચ્ચ શિક્ષિત મહીલાને તેના જન્મ દિવસે -એક વડીલે અખંડ સૌભાગ્યવતિના આશીર્વાદ આપ્યા -પણ “ મેડમ “નુ ટિચકુ ચઢી ગયુ - આશીર્વાદ આપનાર સ્વજનને પણ ખ્યાલ તો આવી ગયો કે વહુને આ આશીર્વાદ ગમ્યો નથી - એટલે બીજા પ્રસંગે ઉદાર બનીને વહુને આશીર્વાદ પસંદગીના વિકલ્પ આપ્યા – પહેલા વિકલ્પમા “ અખંડ સૌભાગ્યવતિ ભવ “ બીજા વિકલ્પમા “ પુત્રવતી ભવ “ ત્રીજા વિકલ્પમા “ સંપત્તિવાન ભવ “ ચોથા વિકલ્પમા તેમણે “ પ્રતિષ્ઠાવાન ભવ “ - ચાર વિકલ્પમાથી ક્રમ પસંદ કરો - વહુએ પસંદ કર્યો સૌથી પહેલા ક્રમે - ત્રીજો વિકલ્પ - સંપત્તિવાન ભવ - માગ્યો તે પછીના ક્રમે પ્રતિષ્ઠાવાન ભવ , ત્રિજા ક્રમે પુત્ર્વતી ભવ અને છેલ્લા ક્રમે અખંડ સૌભાગ્યવતી ભવ -ની પસંદગી આપી - બહેન ચાલાક અને સ્પષ્ટ વક્તા પણ હતા - તેમણે ચોખવત પણ કરી - સંપત્તી હશે તો પ્રતિષ્ઠા આપમેળે આવી જશે - ત્યા સુધી નુર ગુમાવીને પુત્રવતી ભવ થવુ સારુ નહીં - અને આ જમાનો તો સમાનતાનો છે – નર અને નારી બન્ને સમોવડિયા છે - પુત્રની માફક જ અમે પણ કામ કરીયે છિયે,નોકરી ધંધો વ્યવસાય પણ અરીયે છ્યે – માત્ર ચુલો કે બાળ ઉછેર એ જ અમારો ધંધો નથી - શામાટે અમારે માટે પતિ કરતા પહેલા મરવાનુ ? “ મેડમની “ તાર્કીક દલીલ સામે કોઇ જવાબ નથી . પૈસો અને સંપત્તિ – તેની સરખામણીમા અન્ય આવી શકે જ નહીં - સંપત્તિ અને પ્રટિષ્ઠા માટે તે ગમે તે હદે પણ કદાચ જયી શકે છે - એક વરવુ પણ કડવુ સત્ય - જ્યા એક અતિ સુશિક્ષિત –મોટો પગાર મેળવતી અને સંપત્તિ ધરાવતી મહીલા એ એક સ્થાવર મિલકત પોતાના નામે કરાવીલેવા માટે એના પિતા સમકક્ષ વ્યક્તિ ઉપર આરોપ મુક્યો કે તે તેની પાસે અઘટિત માગણી કરે છે - બાપના જ ઘરમા રહીને - બાપનુ જ ઘર પડાવી લેવા - આ ત્રાટક - નાટક -નૌટંકી -બ્લેક મેલીગ - એકવીસમી સદીની આ દેન છે - બોલો - કોણે કોનાથી ડરવાનુ ? અખંડ-- સૌભાગ્યવતિનો આશીર્વાદ તેમને મંજુર નથી -પસંદ પણ નથી - સંપત્તિ આપો જેનુ કોઇ મુલ્ય હોય - ઠાલા શબ્દોના આશિર્વાદની અમારે જરુર નથી - અમારા જન્મ દિવસે પણ અમારી પાસે હજારો રુપિયાની ભેટ સોગાદો આવે છે - ગણ્યા ગણાય નહીં તેટલા પેકેટો આવે છે - ત્યા ઠાલા શાબ્દીક આશિર્વાદનુ મુલ્ય શુ ? એમનુ ચાલે તો - અને ના ચાલે તો પણ મનથી તો કહી જ દિ છે કે -ના આવવુ હોયતો ના આવશો - ખોટી ડીશ બગાડવાની જરુર નથી - અમારી એક ડિશ 150-200 ની પડે છે.
આશીર્વાદ ની સાથે જ અભીશાપ પણ નજર-અંદાજ કરી શકાય નહીં - વગર શબ્દો એ પણ જો કોઇ ગરીબની હાય ની બદ-દુઆ એક માત્ર તેના ઉના નિશ્વાસથી પણ જો નિકળી જાય તો એ બદ-દુઆમા એટલી તાકાત છે કે તેની આગમા લોખંડ પણ વરાળ બનીને ઉડી જાય
જલાકર રાખ કર દેગી વો બદ-દુઆ , અગર જો દિલસે નીકલેગી ------
કોઇની દુઆ મળે તો લેજો , હક્ક જણાય તો માગજો પણ ખરા -
પણ ના મળે તો દુરાગ્રહ ના સેવશો - પણ કદી કોઇની આતરડી એવી ના કકળાવશો કે એના દિલથી એક હાય નીકળી જાય ..- ભલે ત્યા શબ્દ નથી - શાપ નથી - અભીશાપ પણ નથી - પણ એ એક એવુ અમોઘ શસ્ત્ર છે કે જેનો વિકલ્પ નથી
Just remember : Even LORD KRISHNA : couldnot save his community from the curse of Devi Gandhaari : Be prepared for the end of Yaadav Kul just like my kaurav Kul and ended the ERA of KRISHNAVATAR .
ગુણવંત પરીખ
21-11-15
No comments:
Post a Comment