Anaamatnu aadolan letter to CJHC

From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609       22-10-15


પ્રતિ
કા. મુખ્ય  ન્યાયમુર્તિશ્રી
ગુજરાત  હાઇ કોર્ટ
અમદાવાદ


મા.  નામદારશ્રી ,
 
સાદર  નમસ્કાર 

ધીમે  ધીમે  પણ  મક્કમ ડગલે   જાણે કે  રાષ્ટ્ર  અને   રાજ્ય  એક  અરાજકતા   તરફ  ડગ  માડી   રહેલ  જણાય છે  માંઘવારી  અને ભ્રષ્ટ્રાચારના  ભરડાનુ  જોર   ધીમે  ધીમે   વધી   રહેલ છે  અને   તે  કાબુમા  આવવાને  બદલે   બેકાબૂ  બનતુ   જાય  છે કાદા   પછી  તુવેર  દાળે   કાઠુ  કાઢ્યુ    અને  પ્રજા   સડક  બની   જોઇ   રહિ   છે  , સરકાર  લાચારિ  અનુભવતી  હોય  તેમ   લાગે   છે  - અને  મજાક તો   કેવી -40   ની   દાળ  80  મા   મલતી હતી  ,ઉચકાઇ  , 90-  100-  અને પછી  જોરદાર   ઉછાળો  - 120- 150   -170   અરે   200  - ભલભલાના    હાજા ગગડી   જાય   તેવો   ઉછાળો -  અને પછી  મીટીગો  સમાધાન 135   થી  170 મા   આપી  શુ  -આ  શુ   બતાવે  છે  ?  કોણે   કોની સાથે   સોદો કર્યો ? આજે   મોરારજીભાઇને  યાદ  કરવા  પડે  - એક   માત્ર   વડાપ્રધાન   હતા   જેમણે   ભાવો  કાબુ  મા   રાખ્યા હતા હાલના   પી  એમ  માટે   આશા    હતી પણ  -હોદ્દો  સમ્ભાળ્યો   તેના   પહેલા     જ  દિવસે   દુધના  ભાવ   વધી   ગયેલા   ત્યારે  તેમનુ  ધ્યાન  દોરેલુ  - આ  ભાવ  વધારાથી   માત્ર  નફામા  વધારો થશે   જો  તે  રદ   કરવામા  આવે તો  કોઇને કોઇ   નુકશાન  નથી  - નફો  ઘટશે  પણ પ્રજા   આશિષ  આપત  - પણ  કદાચ    આ  પત્ર  તેમને કોઇએ   અહોચાડ્યો જ નહીં  હોય  -કદાચ   એવુ  પણ  બને  કે   અમુલ  નો  કબજો   વિરોધ  પક્ષ  પાસે  હતો -  રાજકારણ    ભુલી  જાવ પણ  ભાવ  ના  ઘટાદ્યા  અને  વધતા  જ રહ્યા.

    માની   લો  કે   આ   વિષ ચક્ર તો આગળથી ચાલી   આવે  છે  -પણ   તાજેતરમા જ  જે  એક  આદોલને  દેખા  દિધી  છે  -નામ  તો  અનામતનુ  આપ્યુ   છે  -બીજા બધા  તો   ગમે  તે   અર્થઘટન   કરે  પણ    અદાલત  તો  સારીરીતે  સમજી જ ગયેલ   છે  -આ શુ  છે  ? આદોલનના સર્વે  સર્વાને   બચાવવા  માટે  અડધી  રાત્રે   અદાલત   ખુલે  -સુનાવણી  થાય  અને પછિ    ?ખોડ્યો  ડુગર   અને  નિકળ્યો  ઉદર જેવો   ઘાટ  નજરે  આવ્યો  -અને  તે  પણ અદાલતને આ  બાબત   ઉપર   પણ  એક  ધ્યાન   દોરેલુ  -  1985 ના   અનામત આદોલન  પ્રત્યે -  જેમા   નામ  અનામત્નુ   હતુ  પણ  કામ  તો  સતાની  ફેરબદલ નુ  હતુ  - એજ  સિલસિલો  -આજે  ફરીથી  આવ્યો- અને   સરકારને કેમ  ખ્યાલઆવ્યો નહીં  ?  ધ્યાન   દોરવા  છતા  પણ  ?

     હવે   તો  આ   અદાલત જ   એક  માત્ર  ઉપાય છે  કે  આ દરેકની  ચાલ બાજી ખુલ્લિ  કરે પહેલી સુનાવણીમા  તેનો પરચો તો  આપી  જ   દિધો  છે અને તે   પછીની  સિલસિલાબંધ  વિગતો    દર્શાવે   છે  કે   માત્ર આ  અદાલતે જ   મજબુત  રાહ  લિધો છે ચુટણીઓ   બાબતે તો  માત્ર સરકાર  જ  નહીં   ચુટણી  કમીશનને  પણ   ધોબીપચાડ  આપી  છે  - કોઇને બોલવા  વારો જ  આપ્યો   નથી  -  શક્ય   છે  કે   ચુટણીઓ  પાછી   ઠેલવા  આદોલનનો ઉપયોગ   કર્યો હોય   અથવા આદોલનને  ચુટણીઓ   માટે અવરોધક   ગણાવવા  માટે  આદોલન ને   ચલાવી લીધુ  હોય  અથવા  આખ  આડા   કાન  કર્યા હોય અદાલતના    લોગોમા   ન્યાયનીદેવીની  આખે   પાટા  છે   પણ  ન્યાયમુર્તીઓની   આખે   તો   પાટા  નથી જ   પણ  તેમની  પાસે  તો   કુશાગ્ર  બુધ્ધી પણ  છે  અને   તેનો   જોરદાર  ઉપયોગ આજે  થયો છે  -ચુટણીઓ  માટેના  ચુકાદાની  ઉપર  અપીલ  કરવાની  કોઇની  હિમ્મત  નથી  - કોઇ   ચુ  કે   ચા  કરી  શકે  તેમ નથી  -તે  સંજોગોમા  આ આદોલનના  પ્રણેતા કહેવાતા   બાળ યુવાન નેતાની   ભુમીકા પણ  આ  અદાલતજ સારીરીતે     ચકાસી શકે  છે  -

     બાળયુવા  નેતાની  કાબીલે દાદ    ક્ષમતા   એ   સાબીત  થયેલ   કે   તેણે   અકલ્પિત   માનવ મેદની   એકત્રિત   કરેલી  -આ  અદાલત   જ તે   ચકાસી  શકે   છે  કે આ બાળકે   આટળી   વિશાળ  મેદની  કેવીરીતે  એકત્ર  કરી  ? તેનીપોતાની   સંમોહન  શક્તિ  થી   કે   પછી   કોઇની  છુપી  મદદ  પહેલા    વિકલ્પનો   છેદ   ઉડી    જાય   છે   જો  બીજો   વિકલ્પ  બચે  તો  તેની  ખાતરી   અદાલત  તેના  વેધક  સવાલોથી   કરી શકે  છે  -આટલા  બધા   માણસો ભેગા  કરવા તેમને લાવવા  મુકવા  તેમની   ખાણી પીણીની  વ્યવસ્ય્થા   કરવી  -  આ   નાનુ સુનુ કામ નથી  -  અને  નાનો  સુનો ખર્ચ  પણ  નથી  -બાળકની  કુડલી   અને પ્રોફાઇલ   આ  ખર્ચ  ઉઠાવી  શકે  તેમ નથી  અને    જે  ખર્ચ  થયો  છે  તેટલા  ખર્ચમા તો   અનેક લાભાર્થીઓની   જરુરીઆતો  પરીપુર્ણ થાય -  રાજકોટની  મેચ   માટે  તો  એવુ   જાહેર  થયેલ  કે    બાળ  સેના    આશરે        15000   ટીકીટૂ લેશે એક  ટિકીટના  2000  ગણો  તો   પણ   3    કરોડની  જોગવાઇ  જોઇયે-  માત્ર  8 કલાકના  શો   માટે-  આટલા  બધા   નાણાકોણ કોને   આપે   છે   અને  તેનો  હેતુ  શુ   છે  ? અનામત મેળવવાનોજ  કે  બિજો  કોઇ  ?   બીજી   પણ   એક    આશ્ચયા  જનક   બાબત એ હતી   કે   આ  રેલી   વખતે  અવર  જવર   માટે  ટોલ ટેક્ષ   અધીક્રુત  રીતે   માફ  કરાયેલ  -  કેમ ?   વહીવટી  તંત્રે આ  ઉકશાન  કેમ  વેઠ્યુ ?

     બાળક  પ્રત્યે   સહાનુભુતી રાખીને  પણ કડક વલણ   અખત્યાર કરીંને   આ  અદાલત   બાલકને   સમજાવી   શકે છે કે  :  57 -58   મહાગુજરાતના    આદોલનમા  બાલકો    એ    જીવ  ખોયા ,લાભ  કોણે  લીધો? નવનિર્માણના   આદોલનની  ફળશ્રુતી  શુ  ?  કોણ  ઉખડી  ગયુ  કોણ આવ્યુ  -પણ  તે  નવયુવાનોને   શુ  મળ્યુ  ?  વિદ્યાર્થીઓને  શુ   મળ્યુ ? માસ   પ્રમોશનો  -  ઓપન ઓપ્શન  --તેમનુ  ધોરણ   નિચુ   ગયુ  -ક્ષમતા ઘટી  - 85  ના   આદોલનમા  પણ માધવસિંહ   હોય   કે   અમરસિંહ   હોય  -  ઉપર  કોણ  કોણ  ગયુ  ? કોણે  દિકરા  ખોયા કોણે  પતિ  ખોયા  કોની   મિલ્કતો   ગયી ?આ  બધુ   કોના પાપે? આજના  આદોલનના  નેતા   બાળક્ની  ક્ષમતા   ઉપર   હુ   આલોચના  નથી  કરતો  -તે  તો હજુ   અપરિપકવ   છે  - પણ   તેના   શુભેચ્છકો  ક્યા છે  ?  તે  શુ ઇચ્છે છે  ?  85   જેવુ  જ પરીણામ  ઇચ્છે છે  ?  તેમ   કરવા   જતા   તો   હવેલી  લેતા ગુજ રાત  ખોવા  વારો  આવશે  - અને  ગુજરાતની   સાથે  સાથે  દિલ્હી પણ  ડગમગી  જશે  -   સરદાર  પછી   મોરારજીભાઇ   અને   મોરારજીભાઇ   પછી    વર્ષો બાદ   નરેંદ્રભાઇ     મળ્યા  જેમણે  એકલે  હાથે   દિલ્હી   કબજે   કર્યુ   તે  દિલ્હીને  ડગમગાવવાનુ   કામ આ  આદોલન   કરી  રહેલ  છે  -  બાળકને   પુછો  કે  તે  સ્ક્રીન    ઉપર   કેવીરીતે  આવ્યો   ?કોણ   તેને  સ્ક્રીનઉપર  લાવ્યુ ?  કોણે  તેને  ભરપુર મદદ  કરી  ?  અને   તે  શુ  પામ્યો  ?  હા  - તેને  લખલુટ  પબલીસીટી   મળી  - ચારેદીશામા તે  છવાઇ  ગયો  -પણ   જો   આટલીજ  સેવા   તેણે  મોઘવારી કે    ભ્રષ્ટચાર  ડામવા   કરી  હોત  તો  તે   જનમાનસ ઉપર  રાજ  કરત  - હાલ   તો  પ્રશ્ન  ગુજરાત નો   છે  એટલે  અણ્ણા જી   કે  કેજરીવાલજી ની   સરખામણી  ની  જરુરત   નથી  -  બાળક  હજુ  એટલો  પીઢ કે   પુખ્ત  પણ  નથી  -તેની  પાસે તેને   સારા નરસાનુ જ્ઞાન   આપે   તેવા   કોઇ   વડીલ કે   સ્નેહી પણ  જાહેરમા  જણાતા નથી 

ન સા   સભા  ,  યત્ર  ના સંતી  વ્રુધ્ધા

આ   ધાર્મીક  ટિપ્પણી    નથી  તેથી   વ્રુધ્ધના    ધર્મ ,  ધર્મનુ  સત્ય   અને  સત્યની   નિષ્ઠા   તે  ચરણો  ની   જરુર  નથી . પણ  કોઇ  નિરુપદ્રવી  ,  પીઢ , જ્ઞાની  અને  અનુભવી  વડીલ  તેને   સહાય  કરે  તે  જરુરી  છે ધીમે   ધીમે   આપણે  અરાજકતા  તરફ   આગળ વધી  રહ્યા   છિયે  - આ  અરાજકતાથી   નુકશાન  આપણને  જ  છે -  બાળકની   ધરપકડ   સુરત મા  થાય   છે  અને  તોફાનો    પ્રાતિજમા  થાય  છે એસ ટી  ની  બસો  સળગાવવાથી    બાળક છુટી જશે  ? તો    જેણે  બસો   સળગાવી  છે    તેમને  બાળકપ્રત્યે    બહુ  લાગણી છે  ?  ના   -   ના   તો  બાલક  તેમને  ઓળખે  છે   કે  ના  તો   તે લોકોને  બાળક સાથે કોઇ    અંતરંગ    સંબંધ  છે -  જે પણ  કઈ   છે  તે અરાજકતા  સર્જતા   પરીબળોનુ  પરીણામ છે

       મને   યાદ છે   1972 ની  આજુબજુ નો  ગાળો ગુજરાતની   વડી   અદાલતમા  ધીરુભાઇ દેસાઇ  જેવા  કાબેલ  અને  વર્ચસ્વ    ધરાવનાર   જજ  હતા  - તેમણે  જ  કાનુની  સહાય ની   શરુઆત કરેલી અને  મારી કોલેજ્મા   પણ  એક  મંડળ  પણ સ્થાપેલુ  જેના  પ્રણેતા  તે  હતા  અને  મારા  એક્સ   ઑફીસીઓ  ચેરમેન માધવસિહ  સોલંકી હતા  અને   હુ   જનરલ  સેક્રેટરી   હતો  -આ એક  જ  જજ  એવા   મારી  નજરે  અત્યાર  સુધીમા    આવેલા   છે કે જે   ન્યાય આપતી  વખતે  માત્ર   પુરાવા  જ  નહીં   હકીકતો  અને સંજોગો પણ  ધ્યાનમા  લે  -તેમના   બે  એક   કિસ્સાઓ   એવા   છે કે  જ્યા   પુરાવા  નથી    પણ  ગુનેગારને  સજા   કરી   છે   અને   જ્યા  પુરાવા   છે   છતા   અરજદારને    રાહત  આપી છે કદાચ  તેમની  આ  હિમ્મત આ  વિચક્ષણતાએ   તેમને  સર્વોચ્ચ   અદાલત  સુધી  પહોચાડેલા -  અહિયા  પે   કમીશનના  ચેરમેન  હતા  અને   કેંદ્રમા   લૉ   કમીશનના   ચેરમેન પણ  હતા  -આપ પણ   આવો   જ  અભિગમ   અપનાવીને રાજ્ય અને  રાષ્ટ્રને  અરાજકતા તરફ   વધતુ  અટકાવો .
  
         બાળકને   નાનીઉમ્મરે   બહુ   બહોળી પ્રસિધ્ધી   મળી  ગયી  છે  -  તે   કેટલી  જીરવી  શકશે   તે  પ્રશ્ના   છે -  કહેવાય   છે   કે   નાની  ઉમ્મરે , ઓછી  મહેનતે   કે  વગર  મહેનતે વગર  ક્ષમતાએ  પ્રાપ્ત  થયેલ   સિધી   પ્રસિધ્ધી   પચવવી  અને  જીરવવી  મુસ્કેલ  હોય    છે   : આપ   નુ  એક   જ  પ્લેટફોર્મ   એવુ   છે કે જે  બાળક પસેથી   હકીકતો  મેળવી     પણ   શકે  છે અને   તેને   યોગ્ય  દિશાસુચન  પણ  આપી શકે   છે સરકારને  પણ   આપ યોગ્ય  દીશાસુચન    આપી   શકો  છો  - રાજનીતી   અલગ  છે    -  વહીવટ   અલગ  છે બન્ને  એકબીજા સાથે  જ  સંકળાયેલ   છે  -     એકબીજાના  પુરક  પણ  છે જો   ચુટણી  કમીશન , સરકાર  ,અને   વહીવટી   વિભાગ  બધા   એક  હોય  -એક   મતે    નિર્ણય   લીધો   હોય તે  છતાય  જો   આ  અદાલત  તે   નિર્ણનને  ઉલટાવી  શક્તિ હોય  તો  તેનો  અર્થ એટલો  તો  ચોક્કસ   છે કે   સર્વોપરીતા  અદાલત  ભોગવે  છે  - અને  અદાલતની આ  સર્વોપરીતા  તે  બંધારણની  સર્વોપરીતા  છે  -  હુ    તે  સ્વિકારુ  છુ   કે   દરેકની  એક   મર્યાદા  હોય   છે ન્યાય  તંત્ર  ની  તેની  મર્યાદા  છે   પણ   તેની  પાસે પણ   ધિરુભાઇ  દેસાઇ  જેવા  સ્વવિવેક   છે , સરકાર  પાસે  પણ   મર્યાદા  હશે  - વહીવટી  અધીકારીઓની   પણ મર્યાદાઓ  હશે  - એક    નાનુ  આડ  ઉદાહરણ    આપુ  -  એક   પુત્રએ તેની   માતાનુ  મકાન પદાવી  લેવા તેના નામે માની હાજરીમા જ   પ્રયાસ  કરતા-મા  બાપને   ખુબ  ત્રાસ   આપતો  હતો  - પોલિસ  ને   જાણ  પણ  કરી  - એક   યા   બીજા  કારણ  સર  કોઇ  પગલા લેવાયા  નહીં  અને  પુત્રનો ઘમંડ   વધી  ગયો જોયો ને    મારો  વટ  - તપાસ અધીકારિ   પી  એસ  આઇ    મારો  વિદ્યાર્થી  છે  -શુ  કરી   લેશો ?  વ્રુધ્ધ  માબાપશુ કરે  ?  સમાજમા    ફજેતા   - માથા ઉપર  ત્રાસ છતા  ઘરે   નજરકેદ -  કોણ   કોને કહે  ?   વહીવટ  છે  અને  તે   પણ  પોલિસ નો   વહીવટ -  ચાલતુ   હોય  તેમ   ચાલવા   દો  -દીકરો  વહુ   બે   ત્રણ  લાખ   મહીને  કમાય   છે  -  પણ  ઘર   પડાવી  લેવુ  છે  પણ  માબાપ નથી   જોઇતા  -તેમની ડખલ   ના  જોઇયે  -  70-75  વર્ષે  મા  બાપ  ક્યા  ધક્કા  ખાય ?

     જો   આજે   હુ   પણ   કોલેજમા  ભણતો  હોત  , દોડાદોડી  કરી  શકતો   હોત  તો  હુ   જાતે જ  એક   નમ્બરની    આપની  અદાલત સમક્ષ   આવીને   આપની  સમક્ષ  રજુઆત  કરત  - પણ  એ   દોડાદોડી    આજે  શક્ય    નથી  -  મને   ખબર   છે   કે  આ  અદાલત  પાસે  કેટલીક   સુઓ  મોટો  સતાઓ  છે  - અનેક   સ્વવિવેક  પણ  છે  -  આપને  યોગ્ય  લાગે  તેરીતે  પણ   આપ  આ  અરાજકતા  તરફ   સરકી રહેલા તંત્રને   જાળવી લેશો.- વડી    અદાલતની   ભાષાનુ    માધ્યમ  તો   અંગ્રેજી  છે   પણ   સારા નસીબે આજે    એક   ગુજરાતી  વ્યક્તિ આ  સ્થાને  છે  - જો   હુ  આ  પત્રની  નકલ   કદાચ  સરકારને   કે  પ્રેસને  મોકલુ  તો  તે કચરાટોપલીમા   જ  જાય પણ  મારા  કેટલાક  ઇંટરનેટના  સાથીઓ   જેમને    હુ   વારા  તહેવારે   શુભ  કામનાઓ   મોકલુ  છુ  તેમને  મારો  પ્રતિભાવ   મોકલુ  તો  તે  ઔચિત્યભંગ   નહીં    ગણાય   તેવી  આશા   રાખુ  છુ 

     મને   અદાલત   પ્રત્યે   સન્માન   છે  -  હુ    1960   નો   બી.  ઈ.   હોવા   છતા  પણ  મે  વધારાની  ડીગ્રી   તરીકે  લૉ  કરેલુ  - મારા   સારા  નસીબે   સાકળચંદ  શેઠ  , અરુણ  સુરતી  ,  મજમુદાર   વિ.વિ .  જેવા   મારા  અધ્યાપકો   હતા  ,  તો   માધવસિહ   સોલંકી   અને  ચીમનભાઇ   પટેલ  જેવા પણ  અધ્યાપકો  હતા  ધીરુભાઇ   દેસાઇ   અને   બીપીનચંદ્ર  દીવાન    અને  પ્રફુલ્લભાઇ   ભગવતી   જેવા   મહાનુભાવો અમોને   યોગ્ય  દોરવણી   પણ આપતા હતા   -  તે  સમયથી   બંધારણ  અને    ન્યાયતંત્ર  પ્રત્યે  અનહદ   માન  પણ  ધરાવુ છુ 

    પ્રશ્ન   માત્ર  અર્થઘટનનો   છે  ,  સ્વવિવેકનો  છે ,  સમજદારીનો છે . જે  રીતે  મુળભુત  અધીકારો  -
ખાસ  કરીને  : વ્યક્ત્તિ સ્વાતંત્ર્ય, વાણી  સ્વાતંત્ર્ય અને  અભિવ્યક્તિ ના   અધીકારનો  જે  દુરુપયોગ  થાય   છે   તેનો ઉપાય  પણ  એક   આપની   જ  પાસે  છે  - વાતવાતમા   હડતાલો  પાડવી  ,  હડતાલની  ધમકિઓ  આપવી , રેલીઓ  કાઢવી  , સરઘસો   કાઢવા  , બંધના  એલાનો   કરવા  , ઉપવાસ  ઉપર  બેસવુ  , રસ્તા  રોકો   કે   રેલ  રોકો   જેવા  આદોલનો  કરવા  , બંધના   એલાન  વખતે  દાદાગીરીથી દુકાનો  બંધ  કરાવવી ,  તોડફોડ    કરવી , કરાવવી  , અસામાજિક  તય્વોના   હાથમા દોર   જતો   રહેવો  :    માનો કે  વહીવટીતંત્ર  આ  રોકવામા   નિષ્ફળ    જાય છે  : તો   શુ  બસ   જોયા જ કરવાનુ ?  આડેધડ   આગજનીના   બનાવો , જાહેર    મિલ્કતોને   નુકશાન  , આખો   સામે  થાય   અને  પ્રજા   ચુપચાપ  જુવે ,: આખરે પ્રજા   કરે પણ   શુ  ? પોલિસની   ભૂમિકા  ઉપર  પણ   આલોચના   કરવી  વ્યર્થ  છે  - આખરી   સત્તા  કોની  પાસે  છે ?  હુ તો  સ્પષ્ટ   પણે   કહુ  છુ  કે   આખરી  સત્તા    ન્યાયતંત્ર   પાસે જ  રહે   છે -  જો  વહીવટીતંત્ર    આ  અપક્રુત્યો    રોકવા   ર્માટે  સમર્થ  ના   હોય  તો  તેમણે    જેવી  ધમકી   મળે   કે  તરતજ   યા  તો  પ્રશ્નનુ   નિરાકરણ  કરવુ અથવા  તો  આ બાબત અદાલત   સમક્ષ  સમીક્ષા માટે   મુકી દેવી જોઇયે  -અદાલત  પાસે તો  વિશેષાધીકાર    છે  જ  :   એક   મનાઇ   હુકમ  આપીને   અદાલત બન્ને ઝગડતા  પક્ષોને     યથાવત  સ્થિતિ  જાળવવા   આદેશ  આપી  જ  શકે   છે   કોઇ   પણ  સંજોગોમા  હડતાલને  માન્યતા  અપાય  જનહી  -  બેંકો  બંધ  રહે  -   સાર્વજનીક   બસસેવા   બંધ રહે  - કોણ ટળવળે  છે  ? પ્રજા - તે  દિવસો  અલગ  હતા   જ્યારે  હડતાલો ના   એલાનો અપાતા હતા -  તે  એલાનો  વિદેશી   સરકાર  સામે  હતા  ; તમે   જેમના  નામ  વટાવો  છો  તે   સરદાર  અને  મહાત્મા  ગાધીજી  આવા    એલાનો આપતા ત્યારે  પુરી  કાળજી  રાક્જતા  હતા  કે  કોઇ    બાજી  અરાજકતા  ફેલાવતા  કે   અસામાજિક તત્વો પાસે દોર  જતો   ના  રહે  - આવા   પ્રસંગોએ  ગાધીજીએ   સત્યાગ્રહો , ઉપવાસ   કે   અન્ય આદોલન પાછા  ખેચ્યાના  ઉદાહરણો પણ   છે  - જ્યારે આજે  તો  કમનસીબે -  લોકશાહીમાઅ--  બે  પક્ષો  પૈકી   એક  પક્ષ   એલાન  આપે  -  બીજો  વિરોધ  કરે  -  સરકાર સામનો  કરે   કે   તમાસો  જુવે  -પણ   છેવટે   માર  તો   પ્રજા  જ  ખાય -  કામ   ધંધા બંધ  - અવરજવર   અટકી  જાય  - વાહન  વ્યવહાર  ઠપ   - બજારમા  દૂધ   ના  મળે  , શાકભાજી ના  બમણા    ભાવ   બોલાય  -   સરકાર  મુક પ્રેક્ષક   બને  -  જો   આ    તત્વો  રોક્યા રોકાય નહીં  ,  વાર્યા  વરે   નહીં   તો   તમારો   મનાઇ   હુકમ  અને   પછી   તારિખો  ઉપર તારિખો  - આપમેળે  જોર  નરમ   પડી   જશે  - હજુ   કોઇ   પક્ષની   તાકાત  નથી   કે   ખુલ્લેઆમ  અદાલતનો  વિરોધ  કરે  -  નીચલી  અદાલતોના  મનાઇ  હુકમો   માટે એક  મંતવ્ય  એવુ   બોલે  છે   કે   તેની  આ  સત્તાનો  ભરપુર  દુરુપયોગ  થાય  છે  પણ   આપના  માટે  એવી  શક્યતા નથી  - હુ   ન્યાયતંત્રની કામગીરીની  આલોચનામા    નથી  ઉતરતો   -હડતાલ અને  બંધને  તો   જડમુળથી   જ રોકવા પડે  - એ  મુળભુત  અધીકાર  નથી  - આપ   જોઇ    શકો   છો  કે   નેતાઓ પણ  વાણી   સ્વાતંત્ર્યના  અધીકારોનો   કેવો   બેફામ   ઉપયોગ  કરે  છે  -એ વર્ણન   કરવુ   તે  ઔચિત્યભંગ   ગણાશે- પણ  હજુ  આપણી  પ્રજા આપને  સન્માનની  દ્રષ્ટ્રીથી   દેખે  છે  -  તે   પ્રજાના ભલા   માટે  પણ   આપ  આગળ   આવીને   સ્વવિવેકની  જરુર   પડે  તો  સ્વવિવેક   વાપરીને  પણ  ઉપાય  યોજો   તે  જ  એક   માત્ર   વિકલ્પ  છે .  બંધારનના    ત્રણ   લાડકા   બાળકો   વચ્ચે   :  ન્યાયતંત્ર  ,કારોબારી   અને    ધારાગ્રુહ  : યોગ્ય  સુલેહ    સંપ      રહે -  તે   ખુબ  જરુરી   છે  -એક   કુટુબના   બે    બાળકો વચ્ચે   પણ  આ   આજે  શક્ય   નથી   રહ્યુ   -  તો  પછી   અહી  તો  સતાનો  સવાલ   છે -  ત્રણેય   પાસે   પોતપોતાની  પુરતીસત્તાઓ   છે  -  તે   માત્ર   તેનો  ઉપયોગ  કરે   નએ  જ્યા  એક   નિષ્ફળ    જાય  ત્યા  બાકીની   બન્ને    તેને  મદદ   કરે  -  જો  આટલુ   થાય  તો  ભારતની    લોકશાહી   જ   સર્વશ્રેષ્ઠ    સાબીત  થાય  આજે   પણ  પ્રિવી   કાઉસીલનો   મોભો   અકબંધ   છે  સૌ  તેના  પ્રત્યે   માનથી   દેખે  છે 
      આપનો   હસ્તક્ષેપ  એ  દખલગીરી   નહીં  પણ  મધ્યસ્થી     સાબીતૂ  થશે  જે   દેશ   માટે   ઉપયોગી   નિવડશે  પ્રજા  માટે   આશીર્વાદ   સાબિત   થશે  - મારા  મિત્રો   તો   અવશ્ય    આ  પત્રની  નોધ  લેશે  -કદાચ  કોઇ પ્રતિભાવ  પણ  આપે -  કોઇ   ચુપ પણ  રહે  -   પણ   જો   આપ   આ  પત્રની   નોધ  લેશો  તો    મને   ખુબ  આનદ   થશે  -  75 મા   વર્ષે   મળેલો   તે આનદ  અવર્ણનીય   હશે  .

આદર  અને  સન્માન   સહીત 


આપનો   વિશ્વાસુ 

ગુણવંત   પરીખ 
22-10-15 


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022)

T.Nos  079 25324676 ,9408294609      

ટે.નં  079 25324676  , 9408294609 

No comments:

Post a Comment