From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 1-1015
- : આશીર્વાદ - એક આલોચના :-
હુ કોઇ સિધ્ધહસ્ત લેખક નથી , કથાકાર નથી , વાર્તાકાર નથી , નવલકથાકાર કે નવલિકાકાર પણ નથી , ના તો હુ કોઇ વિવેચક છુ કે ના તો કોઇ ટીકાકાર કે આલોચક , ના તો કોઇ સ્ક્રિપ્ટ રાઇટર કે કોઇ સીરીયલ કે ચલચિત્રનો સંવાદ લેખક છુ - પણ એક બાબત સર્વમાન્ય છે : કોઇ પણ લેખક , કથાકાર , વાર્તાકાર , નવલીકાકાર કે નવલક્થાકાર કે કોઇ સીરીયલ કે ચલચિત્રનો રાઇટર હોય : તે જે પણ કથા વસ્તુ રજુ કરે છે તેમા વ્યક્તિનુ , કુટુબનુ , સમાજનુ , રાજ્ય કે રાષ્ટ્રનુ એક ચિત્ર હોય છે - અને તે ચિત્રને એક રંગરોગાન કરીને સમાજ સમક્ષ મુકવામા આવે છે -
જેમ કે સત્યજીત રે ના ચલચિત્રો : ભારતની ગરીબાઇ રજુ કરતા હોય છે - તે નરી વાસ્તવિકતા છે –આલોચકો તેમને યોગ્ય લાગે તે આલોચના કરી શકે છે –અમીયા ચક્રવર્તીએ દાગ નુ નિર્માણ કર્યુ ,મહેબુબખાને મધર ઇંડીયાનુ નિર્માણ કર્યુ , : એકલા દારુડીયાને બતાવવાથી જકે એકલા સુખી લાલાને બતાવવાથી જ નિર્માણ લોકભોગ્ય નથી બનતુ- તેને મઠારવુ પડે છે , બાળ વિવાહ માટે બાલીકા વધુનુ સર્જન માત્ર બે ચાર બાળ લગ્નોથી જ પુરુ ના થયી શકે - લોકભોગ્યતા પણ જોવી પડે અને આપણે તે જોઇયે પણ છિયે – જગીયા અને આનદી સાથે કેટલા બધા પાત્રો આવી ગયા ? વાસ્તવિકતાની સાથે સાથે કોઇ વાર કલ્પનાના રંગ પણ પુરવા પડે - આલોચના કરનારે તે તથ્ય ભુલવુ જોઇયે નહીં - કે લેખ લખાણ કે કથા કે વાર્તાનુ હાર્દ શુ છે - લેખંકનો સ્વાનુભવ , સમાજનુ ચિત્ર , વાસ્તવિકતા ,વિ.વિ. જેવા અનેકાનેક પાસાઓને નજરમા રાખીને પછિ જ આલોચના કરી શકાય- માત્ર બેસતી પાઘડી પહેરી લયીને નિર્ણય લેવાય નહીં – અને જો એ રીતે બેસતી પાઘડી પહેરીને જ અનુમાન લગાવો તો માની લેવુ પડે કે આ તો ચોરની દાઢીમા તિનકુ પકડાઇ ગયુ છે -લેખકનો ઇરાદો ગમે તે હોય - તેણે તો પાના ફેક્યા - બાજી લેવી અને રમવી તે તમારા હાથમા છે -
ગત દશકની વાત છે - સહકારી બેંકો તુટી ગયેલીત્યારે ઘણા વયસ્કોની હાલત એકદમ કફોડી બની ગયેલી - કોઇ સંતાનના સંયુક્ત નામે રાખેલી ડિપોઝીટો ડુબવાના આરે હતી - સંયુક્ત નામ વાળા સંતાને બાપને જણાવી દીધુ : હવે રસીદના નાણા તો મને મળશે નહીં - હવે તમે બિજા ભાઇ સાથે જાવ - બીજા ભાઇ એ કહ્યુ -નામ તો નાનાનુ હતુ -તે જ તમોને પાલવશે - ત્રીજા કીસ્સામા માબાપને બન્ને ભાઇઓએ વહેચી લીધા - એક માને રાખે તો બીજો બાપને રાખે - ચોથા કીસ્સામા મા-બાપના વારા નીકળ્યા - આ વાસ્તવિકતા અમે લખાણ દ્વારા દરેક જગાએ કરેલી અને અમારી સાથે કામ કરનાર એક વકીલ સહકાર્યકરે આ લખાણ વાચીને મને જણાવેલ કે “ બાગબાન “ ની સ્ક્રિપ્ટ તમે મોકલેલી ? મને પિક્ચર જોવા તો ખુબ ગમે - પણ એક બંધન હતુ -અને હુ કોઇ પિક્ચર થીયેટરમા જોઇ શકુ નહીં તેવી બાધા હતી - એટલે બાગબાન મે જોયેલુ નહીં - પણ ટી. વી ઉપર જોયા પછી મને પણ લાગ્યુ કે ભણેલા ગણેલા , સધ્ધર ,સુખી સંપન્ન કુટુબોની પણ આજ હાલત છે -મે આર્થીક પછાત કુટુબોનુ ચિત્ર રજુ કરેલુ અને એવુ જ - એ જ મતલબનુ ચિત્ર સધ્ધર , સુખી સંપન્ન કુટુબનુ પણ હશે તેવી મારી કલ્પના પણ નહોતી- પણ આજે એ વાસ્તવિકતા સહજ ભાવે સ્વીકારવી પડે - કદાચ એમ કહુ કે આર્થીક પછત વર્ગ એટલી હદે નીચો નથી ગયો જેટલી હદે સાધન - સંપન્ન વર્ગ નીચો ગયો છે - કોઇ ગરીબ - આર્થીક પછાત વર્ગ ના સતાને માત્ર વારસા ખાતર કે ઘર - જમીન કે પૈસા ખાતર માબાપની હત્યાની કલ્પ્ના કરી હોય તેવુ જોયુ જાણ્યુ નથી - પણ સધ્ધર અને સમ્રુધ્ધ કુટુબોમા આવુ સહજ ભાવે બને છે – ચેતન આનદ અને પ્રિયા તેનુ ઉદાહરણ છે અને આવા ઉદાહરણો શોધવા જવા પડે તેમ નથી - વારવાર ચમકતા રહે છે–કોઇ એક વ્રુધ્ધ એકાકિ મહીલાની મિલકતના વીલ બાબત એક આવો કાનુની જગ દુખદ ગણી શકાય તેવો અનુભવ્યો -પણ શુ થાય ? અને ભણેલ ગણેલ સાધન સપન્ન લોકો તો છડેચોક એમ કહે છે કે જગ મા તો બધૂ જાયસ કહેવાય- ગમે તે ક્રો - ફાવે તેવા આક્ષેપો કરો , જુઠ્ઠાણા ચલાવો, આખરી ધ્યેય જંગ જીતો –
આવા જમાનામા પેલા સવેદનશીલ કાબુલીવાલા જેવો માણસ ક્યા ટકે ?એ તો આજે મીનીને તે ઓળખતો હતો તે મીની તો બદલાઇ ચુકી હતી – લગ્નના માડવે હતી - લગ્ન શીવજીનુ હોય , શકરીનુ હોય કે મીનિનુ હોય -ત્રણ્રેય કીસ્સાઓ વાર્તા જછે - એક પૌરાણીક , એક આધુનીક , અને એક ચીત્રીકરણની - પણ છે તો માત્ર વાર્તા- પણ શુ વાસ્તવીકતા ચુપાવી શકાશે ? કાબુલીવાલા માટે તો મીનીનો બાપ અત્યત સવેદન શીલ દર્શાવ્યો - પણ આજે કોઇ બાપ એવો નીકળે ? રાત ગયી - વાત ગયી = એ તો અમારી મીની હતી જ એવી રુપાળી કે દરેકને ગમી જાય –દરેક એને રમાડે-એથી દરેકને મીનીનો બાપ ઓછા યાદ રાખે? આજે જેનીજરુર છે તે જ માથા ઉપર - બાકી બધા કથીત –એમ કહેવાય છે કે બાળપણના સસ્કાર લાબા સમય સુધી જીવંત રહે છે –આ ખોટુ તો નથી જ - પણ જો કોઇ શિક્ષક ડસ્ટર લયીને ઘસી ઘસીને ભુસીને નવુ ચિત્ર મુકવા ઉત્સુક હોય તો કોઇ શુ કરી શકે ? યાદ કરો એ મોડેલ શોધતા ચિત્રકારને – જેને રામ ના ચિત્ર માટે મોડેલની જરુર હતી - અને એક દિવસ એક અતિ સૌમ્ય , નિખાલષ ,બાળક એની નજરે ચઢ્યો - અને ખરેખર તે રામ માટે યોગ્ય હતો અને ચિત્ર પણ સારુ બન્યુ - સમય ગયો અને એ જ ચિત્રકારને હવે રાવણનુ ચિત્ર બનાવવુ હતુ અને તે માટે તે મોડેલ શોધતો હતો અને નસીબે કે કમનસીબે પણ એ જ ગામમા આવી ચઢ્યો જ્યાથી તેને રામનુ મોડેલ મળેલુ અને તેના સદભાગ્યે તેને રાવણનુ મોડેલ પણ અહીયા જ મળી ગયુ ચીત્રકાર માટે એક દુ:ખદ આશ્ચર્ય સર્જાયુ - જ્યારે મોડેલે ચિત્રકારને કહ્યુ કે એક દિવસ આ અગાઉ પણ તમે મારુ જ ચિત્ર બનાવેલ .
અહો વૈચીત્ર્યમ ------
સુર બદલે કૈસે કૈસે દેખો , કિસ્મતકી શહનાઇ ----
કથા , વાર્તા , પૌરાણીક વાતો , પંચતત્ર , સીરીયલો, ચલચીત્રો વિ.વિ. જેવા અન્યથા માધ્યમો : જે પણ કૈ રજુ કરે છે તેનીપાછળ કોઇ ને કોઇ વાસ્તવિકતા છુપાયેલી હોય જ છે – કમસે કમ કોઇ માર્ગદર્શન પણ હોય છે – પણ તે ગ્રહણ કરનારની ક્ષમતા ઉપર આધારિત છે - બેસતી પાઘડી પહેરી લેવી - પહેરો - પણ સારા વસ્ત્રાભુષણ થી શોભતી પહેરો - શામાટે દાઢી ઉપર તિનકા શોધો છો ?
એક જમાના થા વો પલભર , હમસે રહે ના દૂર ,
એક જમાના યે ભી હુએ હૈ મિલનેસે મજબુર ,……
ગહના કર્મણો ગતિ ----
દાઉદભાઇ , જીતુભાઇ , મહેંદ્રભાઇ વિ.વિ. જેવા કેટલાક સમર્થ પ્રેરણાસ્ત્રોત્રો જરુરી આલોચના , સમાલોચના અને જરુર લાગે તો ટીકા પણ કરીને વાસ્તવિકતાને પ્રમાણિત કરે છે રામનુ મોડેલ જ રાવણમા પરિવર્તિત જો થયી જતુ હોય તો તે વાસ્તવિકતા પણ સ્વિકારવી જ પડે
રહતે થે કભી જીનકે દીલમે ,હમ જાનસે ભી પ્યારોકી તરહ ,
બૈઠે હૈ ઉંન્હીકે કુચેમે હમ , આજ ગુનેહગારોકી તરહ
ગુણવંત પરીખ
25-11-15
દેવ- દિવાળી
No comments:
Post a Comment