From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 3-12-15
-: અ ના મ ત -આ દો લ ન :-
- : લો ક શા હી : -
સામાન્ય રીતે લોકશાહી શાસનને સર્વ શ્રેષ્ઠ શાસન ગણવામા આવે છે અને પ્રજા જો સમજુ હોય તો શાસકોની પસંદગી પણ યોગ્ય થવાની તકો રહેલી છે . પણ જેમ દરેક સિક્કાને બે બાજુઓ હોય છે તેમ અહીયા પણ સારા અને નરસા પાસા તો છે જ .બિહારની ચુટણીઓ અને ગુજરાતની સ્થાનીક સ્વરાજની ચુટણીઓએ તે સ્થાપિત કરી આપ્યુ
બિહારની ચુટણીઓએ તે બાબત સિધ્ધ કરી આપી કે અણગમતા શાસકને દૂર રાખવા માટે ગમે તે પ્રયોગ કરી શકાય - અને શાસક તરીકે જેની છાપ સરખામણીમા સારી ગણી શકાય એવા શાસકના શાસન ને દૂર રાખવા તેમણે એક અનોખુ ગઠબંધન રચી દિધુ અને અણગમતા શાસકની સામે સૌ એકજુત બની ગયા અને પરીણામ સૌ જાણે છે . ગઠબંધનના સાથીદારો માટે આજના તબક્કે કોઇ ટીકા ટિપ્પણ કરવી યોગ્ય નથી પણ એટલુ ચોક્કસ કે પ્રજાની નાડ પારખીને જો રમતના મહોરા ગોઠવાય તો પરીણામ ધાર્યા મુજબ આવી શકે છે .
સ્થાનીક સ્વરાજની ચુટણીમા ગુજરાતમા પણ એવા જ હાલ થયા. , એક બાજુ પાટીદારોનુ અનામત આદોલન હતુ અને પાટીદારોનો મિજાજ આક્રમક હતો પણ તેમની માગણીમા સચ્ચાઇ કરતા દબાણ વધારે હતુ - જુથબળની તાકાતનો પરચો બતાવવાની એક આક્રમકતા હતી - અને લોકશાહીમા પ્રજાની આક્રમકતાને પહોચી વળવુ મુશ્કેલ જ નહીં અશક્ય બાબત છે -પણ પ્રજા બે ભાગમા વહેચાયેલી છે : પ્રજાના જુથમા એક બાજુ શહેરો છે : જ્યા શિક્ષિત , સમજુ , બુધ્ધીજીવી સંસ્કારી અને સધ્ધર વર્ગ વસે છે અને તેમની પાસે એક અલગ વિચારસરણી છે – તેઓ એટલા નિરંકુશ આક્રમક નથી - કોઇ પણ બાબત ને તે વ્યક્તિગત રીતે સમજે છે -અને જ્યારે નિર્ણય લેવાનો આવે છે ત્યારે માત્ર જુથબંધી થી જ નહીં પણ પોતાની વિચારસરણીથી તે નિર્ણય કરે છે - આ શિક્ષિત અને બુધ્ધીજીવી વર્ગ તે સમજી ગયો કે પાટીદારોના આદોલનમા સત્ય કરતાઅ દબાણ વધારે છે - આદોલનથી થયેલ નુકશાન તેની નજરમા આવ્યુ - આદોલન કારોની આક્રમકતા અને જુથબળપણ તેની નજરમા આવ્યુ - પણ બુધ્ધીજીવી શિક્ષિતવર્ગે સ્વસ્થપણે નિર્ણય લીધો અને જે શાસન જે રીતે ચાલતુ હતુ - ભલે તેમા અનેક ત્રુટિઓ હતી – પણ તે શાશનને ડહોળવા પ્રયાસ ના કર્યો -કારણ નવા શાસકો વહીવટી પ્રણાલી માટે તો સરખા જ હતા - અને આવીને પણ તે જ રીતે શાસન ચાલવાનુ હતુ - બેમાથી કોઇને શાસન પધ્ધતિમા રસ નહોતો –માત્ર દરેકને સત્તા કબજે કરવામા રસ હતો - આથી આ બુધ્ધીજીવીઓ એ નવા શાસકને બદલે જુનાને જ ચલાવી લેવાનુ યોગ્ય માન્યુ. અને સૌ જોઇ શક્યા કે શહેરી વિસ્તારમા અનામત આદોલન કે પાટિદાર ફેક્ટર બહુ કારગત ના નિવડ્યો - હા - પાટીદારોના વિસ્તાર મુજબ ફેર અવશ્ય પડી ગયો -જે ધારણા હતી જ - પણ એકંદરે પાટિદાર ફેક્ટર અને આદોલનનો લાભ લેવા ઇચ્છનારની મુરાદ બહુ બર ના આવી.
બીજી બાજુ એ નગરપંચાયતોનિ પણ ચુટણીઓ હતી - નગર પંચાયતોનો મત વિસ્તાર અડધો પડધો બુધ્ધીજીવી અને શહેરીકરણના ઓપ વાળો અને આક્રમકતાના નુકશાનને તો સમજીશકનાર જ છે -પણ ત્યા આદોલનની અસર નાના પયે પણ વર્તાઇ હતી - સામાન્ય નાગરિકને તો અહીયા પણ આદોલનમા કે અનામતમા કોઇ રસ નહોતો – પણ મતદારોના સંખ્યાબળને યોગ્ય શાસનની અપેક્ષા હતી અને તે જોતા નગરપાલીકાના વિસ્તારોમા આદોલનની અસર થોડિક વર્તાઇ પણ શાસન્નમા બહુ ફેર ના પડ્યો. અને ચાલુ શાસનને વધારે નુકશાન ના થયુ .
પણ ત્રીજી બાજુ સમજવામા અને ઓળખવામા ચાલુ શાસક વર્ગ માર ખાઇ ગયો . રાષ્ટ્ર માત્ર શહેરો અને નગરોથી જ નથી બન્યુ - તેના પાયામા ગામડુ છે - ગામડુ ભાગ્યુ છે તો નગર અને શહેર વસ્યા છે - અને જે શ્રેષ્ઠ શાસકનુ નામ વટાવવામા આવ્યુ તે સર્વ શ્રેષ્ઠ શાસક મુળ તો એક શહેરીજન નહીં પણ ગ્રામ્ય જન હતો –અને ગામડા પ્રત્યે તેમની ઉદારતા અને ઝોક વધારે હતો - તેમનો પક્ષપાત ગામડા પ્રત્યે વધારે હતો અને આજે પણ નાના ગામડા માટે કોઇ રાજકીય પક્ષનુ મહત્વ વધારે હોય તો તે કોંગ્રેસનુ છે - જુની પેઢી તો રાજકીય પક્ષોમા માત્ર કોંગ્રેસનેજ ઓળખે -પણ સત્તા ભોગવીને એકહથ્થૂ સત્તા કરનાર તે શાસકો પણ જો કે અળખામણા તો બની જ ગયા હતા - પણ જેમ શહેરી વિસ્તારમા સત્તાનોદુરુપયોગ કરીને- એકહથ્થુ સત્તા ભોગવીને એકાએક અને રાતોરાત માલદાર બની ગયેલા વર્ગને પણ માન્યતા મળી ગયી - ઓછુ દુષણ કમને પણ ચલાવી લો– તે જ રીતે ગ્રામ્યજનોએ પણ આ જસિધ્ધાત ને નજરમા રાખીને સમય પારખી ને આદોલનની આડમા કોંગ્રેસને મત આપ્યા- સૌ જાણે છે અને સમજે છે કે ગામડાની પ્રજાને પણ આ આદોલનમા કોઇ રસ નહોતો અને નથી - આ આદોલન તો એક શિખર સર કરવા માટેનુ એક માત્ર હથીયાર જ છે અને આ ચુટણીઓએ તે સાબિત કરી આપ્યુ છે કે આદોલન તો એક માત્ર હથીયાર જ છે તે સાધ્ય નથી માત્ર સાધન છે - પણ અહિયા પણ તે જ સાદો સિધ્ધાત કામ કરી ગયો -- ઓછુ દુષણ કમને પણ ચલાવી લો - આપણા માટે તો મા અને માસી બન્ને સરખા જ છે - મા રોટલો આપે કે માસી આપે - રોટલા સાથે કામ રાખો - “ મા “ અને “ માસી “ આખરે તો બન્ને એક જ “માતા“ના સતાનો છે બન્નેની માતા તો ખુરસી માતા છે . હયાત શાસક પક્ષ એ ભુલી ગયો કે રાજ્ય સ્તરે અને આજે તો રાષ્ટ્રિય સ્તરે પણ જે સત્તા છે તે આ પાયાના મતદારોના હિસાબે છે - અને તેમને સાચવવામા તે સફળ ના રહ્યો -તેમનામા આક્રમકતા આવે ત્યા સુધી રાહ કેમ જોઇ ? શાસક પક્ષ કેમ એ સમજી શક્યો નહીં કે આ એક નાનો “ બાળ “ આદોલનકારી
“ બાળક “ કોના જોરે કુદે ચે ?તેની આટલી શક્તિ ક્યાથી આવી ? આટલી મોટી વિશાળ જનમેદની તે કેવીરીતે ભેગી કરી શક્યો તે વાત પણ શાસક પક્ષ કે તેમનુ વહીવટી તંત્ર સમજી ના શક્યુ ?
ઉચી હવેલી ઓર ઉચે મહલ ,
પલભરમે જાયેગે ડગલે પગલ ----
રાષ્ટ્રિય કક્ષાની જીત પછી જે માર ખાધો - દિવા નીચે જ અંધારુ થયી ગયુ - સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહીં કે દિલ્હી ગુમાવવુ પડશે – અને તે પણ કેવી સજ્જડ હાર ? 96 % ની હાર - કોઇને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો - અસરકર્તા પરીબળ પણ વિચારવા જેવુ છે - દિલ્હી - એટલે આમતો શહેરી વિસ્તાર ગણાય – જ્યા બુધ્ધીજીવીઓ વધુ રહે છે , શાસકો વધારે રહે છે , આ વિસ્તાર ગ્રામ્ય જનોનોવિસ્તાર નથી કે કોઇનો દોરવાયો દોરવાઇ જાય , કોઇની અસરમા આવી જાય - અને આ નાડ પારખી એક નવા આગંતુકે - દિલ્હીના જુના શાસક - કોંગ્રેસ - ની ભુલો શોધી - તેમાથી જન્મેલો અસતોષ જોયો તેને પાળ્યો પોષ્યોઅને તેમા પેટ્રોલ નાખીને ભડકો કર્યો , તો નવા નવા જીતેલાઓનુ અભીમાન પણ તે નવાગંતુક સમજી તો ગયા – અને તેનો પણ ભરપુર લાભ લીધો - નવા જીતેલાઓના અસંતોષનો પણ ભરપુર લાભ લીધો અને અભીમાનમા અને અભીમાનમા ભોગ બની ગયી એક સન્નારી- ખુરસીની લાલચે - એક સમજુ સૌમ્ય , સૌજન્યતાશાળી , કુશળ વહીવટદાર સન્નારી ,પ્રમાણીક સન્નારી - આજે સ્ટેજ ઉપરથી ફેકાઇ ગયી - તેનુ જે સન્માન હતુ તે જતુ રહ્યુ- ઇમેજ ધુળમા મળી ગયી - અને પરીણામ સૌ જાણે છે - અને છતા આખ ના ખુલી - સ્થાનિકોની અવગણના- ભારે પડી – અને તે જ ભૂલ ફરી દોહરાવવામા આવી - બિહારમા -અને ત્યા પણ માર ખાધો - જો ક બીજા સાથે કદી મેળ ના હોય તેવા તત્વૂ અને પરીબળો ભેગા થતા હોય - એકબીજાને ગળે લગાવીને જાહેરમા દેખાડો કરતા હોય તો - અલગ વિચારસરણી વાળા પણ એક થતા હ્ય - તો તમે તમારાને જ કેમ દૂર રાખ્યા ? આ અવગણના કેવી ભારે પડી ? હજુ પણ ઓછુ હોય તેમ ગુજરાતની સ્થાનીક સ્વરાજની ચુટણીમા પણ તે પરીબળ પણ કામ કરી ગયુ - શહેરોનુ મહત્વ વધારે છે પણ ગામદાનુ વજન વધારે છે તે શાસકો ભુલી ગયા - એક નાના સરખા અસંતોષે કેવી આગ ફેલાવી તે સૌએ જોયુ - જાણ્યુ - અને સમજ્યા પણ ખરા –
હુ કરુ હુ કરુ તે જ અજ્ઞાનતા ,
શકટનો ભાર જેમ શ્વાન તાણે ---
અને મજબુરી તો જુઓ - શ્વાન આખુ શકટ ઉપાડી ગયુ અને શકતપતિ દેખતા રહી ગયા - એક વાર નહીં , બે વાર નહીં ત્રણ ત્રણ વાર એની એ જ અવગણના - અને પરીણામ ? નજર સામે છે
તેરી નેકી , બદી , નહીં ઉનસે છીપી , સબ દેખ રહી હૈ યે પ્રજા ----
----ઇશારા તો સમજો ---- તેજીને ટકોર બસ છે -----
ગુણવંત પરીખ
3-12-15
From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 3-12-15
No comments:
Post a Comment