Democracy without discipline



       
From:-
Gunvant   R. Parikh
Executive  Engineer  ( R & B ) (Retd )  &
                  B.E.Civil.  , LL.B.
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cellવિ.
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  22  (  380022 )
T.No.  079 25324676  ,  9408294609






                      - :લોકશાહીનુ    જતન  :-




       સસદ    એ   તો   લોકશાહીનુ  સર્વોચ્ચ  મંદીર   છે  ત્યા તમે   તમારા  તમામ   પાપો  ધોઇ   શકો  છો  -  પ્રાર્થના    નુ     સ્વરુપ   તે   સાસદનુ   વક્તવ્ય    છે  અને   તે  તેની છટા  અને   ભાવના   ત્યા   તેના  વક્તવ્ય   દ્વારા   રજુ  કરી  શકે છે  મંદીરમા   મારામારી -   ગાળાગાળી  - અભદ્ર   વાણી  વિલાસ   -તોફાનો -  ખુરસીઓ  ઉછળે   નોટો   ઉછળે  કોઇ    કોઇની  આમન્યા   ના   રાખે -  કદાચ   આ   બધુ   જોઇને  જ   પક્ષો  હવે  બોલકા    સભ્યોને   બદલે   બહાદુર    -   લડવૈયાઓ ને   પસદ   કરે  છે  -તમે   તમારા  વક્તવ્યથી ગ્રુહને    આજી  શકો છો  - સમગ્ર   દેશ  તમોને  નિરખે   છે  તમોને  સાભળે  છે  - આ   શુ   માડ્યુ  છે   મા.  સભ્યશ્રીઓએ  ?


         અધ્યક્ષ એ  ગૃહના   સર્વોચ્ચ  વડા  છો  - સરકારના   વડા  - સરકારના  નેતા  -  વિરોધપક્ષના  નેતા   અને  સમગ્ર  ગૃહ  અધ્યક્ષના   આદેશનુ  પાલન કરવા  બંધાયેલ છે    બંધારણીય અધીકાર  છે  અને   આદેશનુ   પાલન  થાય  તે  જોવાની  દરેકની  ફરજ   પણ  છે -  અધ્યક્ષની  પાસે પણ   તેમના આદેશનુ  ઉલ્લઘન   થતુ   જણાય  તો  તે  માટે    જે તે ની   સામે પગલા   લેવાનો  પણ  અધીકાર  છે  - ગૃહમા  સર્વોચ્ચ   આદેશ   અધ્યક્ષનો   જ મનાય છે  -અને સરકારે   પણ  તેનુ  પાલન  કરવુ  પડે  છે  .-  આમ    અધ્યક્ષની પાસે  ગૃહ્નના   વહીવટ માટે    અપાર  સત્તા  છે અને  અબાધિત   અધીકારો  પણ છે  તેમ  છતા   ગૃહની   અરાજકતા   માટે  જે  અહેવાલોઆવે  છે  , જે   તોફાનો  -  શાળાના   વિદ્યાર્થીઓને  પણ  ના  શોભે  તેવા   તોફાનો  થાય  , ખુરસીઓ  ઉછળે  ,  મારપીટ થાય    અરાજકતા    જેવુ  શરમજનક   વાતાવરણ   થયી  જાય  - અને  ગૃહના નેતા    કશુ   કરી ના  શકે  તે કેમ   બની  શકે ?  
      ગૃહનુ  સંચાલન  અને    શાળાના એક વર્ગનૂ સચાલન -  એક સામ્ય   તો અવશ્ય  રહે   જ છે  શાળાના શિક્ષક  અને ગૃહના   વડાની   તે  જવાબદારી  છે   કે  વર્ગનુ    સંચાલન   વિદ્યાર્થીઓના    હિતને નજરમા રાખીને   કરવાનુ  હોય   અને  ગૃહનુ   સંચાલન   અધ્યક્ષે  લોકશાહીની   મર્યાદાને   ઉની આચ   ના   આવે  તે રીતે    પ્રજાના    હિતને નજરમા  રાખીને કરવાનુ  હોય  -  શાળામા  એકાદ  બે   વિદ્યાર્થીઓ   કે  માની  લો   વિદ્યાર્થીઓનો  એક  સમુહ તોફાન  કરીને   સમગ્ર વર્ગને  તો   બંધ   ના    કરાવીશકે  - શિક્ષક   ધારે તો તેવા  વિદ્યાર્થીઓ   કે   વિદ્યાર્થીઓના    સમુહને  પણ    વર્ગમાથી   બહાર   કાઢી મુકી શકે  છે જરુર પડે તો તે  હેડ  માસ્તરને    જાણ  કરીનેપણ આવા   તોફાની   બારકસોને  સજા  પણ  અપાવી શકે છે  પણ   તેમના તોફાનો  ને  કારણે  કે  તેમણે ફેલાવેલી અરાજકતાને કારણે  ડરીને ગભરાઇને  કે   ગેરામાર્ગે  દોરાઇને    વર્ગનુ  સંચાલન જ  બંધ  કરી  દે  તે  જરૂરી નથી  - જો   આવુ  થાય અને  સમગ્ર   વર્ગનુ  સંચાલન જ બંધ  કરવુ   પડે   તો અવશ્ય   કોઇ   મજબુરી  -  કોઇ  લાચારી કે અન્ય   કોઇ  કારણ  જવાબદાર   હોઇ   શકે  -  અને   આજ   હકીકત  ગૃહના  વડાને  પણ   લાગુપડેછે,. એક   ચોખવટ    કરુ  -      વ્યક્તિગત  પ્રશ્ન  નથી  -  કોઇના માટે અંગત   પ્રશ્ન    પણ  નથી  -    બાબત  ગૃહના  વડા  માટે  છે  આ વડા  તે દરેક વિધાન સભાના   અધ્યક્ષ  અને   લોકસભાના  અધ્યક્ષ  અને   રાજસભાના   અધ્યક્ષ  -  દરેકને  લાગુ પડે છે  -ગૃહમા  એક  વર્ગ  તોફાન કરે અને તેને પરીણામે  સમગ્ર   ગૃહનુ  કામકાજ   ખોરવાઇ  જાય  - ગૃહ  ઠપ  કરીદેવુ  પડે  - દિવસોના  દિવસો  સુધી  કોઇ  કામગીરી  જ ના થાય -  શુ   ગૃહના અધ્યક્ષને  કોઇ  સત્તાનથી  ?   વાત  તો ખોટી છે  - ગૃહના  અધ્યક્ષની  પાસે  પુરતી સત્તાછે   -તો પછિ    તેનો  ઉપયોગ  કેમ નથી  થતો  ?  અધ્યક્ષની  કોઇ મર્યાદા  છે   ?  કોઇ  લાચારી છે?  કોઇ દબાણ છે   કે પછિ  કોઇ   અગમ્ય   કારણ   છે ?  અરે   સમાચાર  માધ્યમો  તો  કહે  છે  કે  ગૃહમા   ચલણી  નોટો  ઉછળે  છે  - સમગ્ર   દુનિયા  આ વરવા દ્રષ્યને  ઉપાલંભ   સાથે  દેખે  છે અને  તમારી  મજાક  ઉડાવેછે  કે જુઓ  આ દુનિયાની  સૌથી  મોટી  લોકશાહીનુ  વરવુ  દ્રષ્ય   -કોની આબરુનુ  લિલામ  થાય છે ? શા  માટે  આવા  તોફાની   તત્વોને   ઉગતા     ડામી  દેવામા   ના  આવ્યા  ?   કેમ  તેમને  છુટો   દોર  મળ્યો  ?   અને   એવી   તે કેવી   લાચારી   કે ગૃહને   તાળુ   મારવુ   પડે  દિવસો સુધી  ગૃહ  બંધ   રહે  -  કામ  ચાલે  જ નહી ?   માધ્યમોએ   તો  એવા  પણ   આકડાઓ   રજુ  કરેલા   -  ગૃહના   એક દિવસના     સંચાલનના    ખર્ચના   આકડાઓ  રજુ કરેલા અને આ ખર્ચ  નો  ભાર   કોના ઉપર  ?  પ્રજા  ઉપર ?  અને    મા.   સભ્યશ્રીઓને  તો  તેમનો  પગાર  અને અન્ય    લાભો   ચાલુજ રહે  -

      દરેક  ગ્રુહ પાસે પોતનો સલામતી  સ્ટાફ  હોય   છે માર્શલો  હોય  છે -  બાઉંસરો  જેવા   પહેલવાન  માર્શલો   હોય   છે  અને    તે   કોઇ   તોફાની   સભ્યને ઉચકીનેપણ  બહાર  લયી   જતા   હોય  છે  -હા   ટિંગાટોળી  કરીને પણ   તોફાની  સભ્યને  બહાર  કાઢી  મુકી શકાય છે  માનો   કે  એક   સમુહ આવુ   તોફાનમસ્તી  કે  અરાજકતા  ફેલાવવા પ્રયાસ  કરે   તો  તે   આખા   સમુહને   પણ  બહાર  કાઢી  જ  શકાય  -અને  તેમને  બહાર કઢ્યા   પછી  ગ્રુહનુ   કામકાજ  ચાલુ  રાખી  જ  શકાય   -વિરોધ  પક્ષ    હાજર   નથી માટે    સભાગ્રુહનુ   કામકાજ  તો    ટાળી  ના   શકાયગ્રુહ   તો   ચાલુ  રહી  જ   શકે  - આ  ગ્રુહનો   એક  બંધારણીય અધીકાર  છે  -  માત્ર   નિયમ મુજબ   કોરમ છે  કે  નહીં  તે    ચકાસી લેવુ   પડે  -  અને   તે  માટે  શાસક પક્ષ  વ્હિપ   આપી   શકે   છે   કે   તેમના દરેકસભ્યએ    હાજર  રહેવુ  . જ  પડે અને   તે  પછી   ફટાફટ  દરેક   બિલ   હાથ ઉપર   લયીને   પાસ   કરી  દેવાના  -વિરોધ   પક્ષ   નથી  માટે  કોઇના  વિરોધનો  તો  પ્રશ્ન જા   નથી આમા    તમે   કોઇ  મર્યાદા   ચુકતા   નથી   - દરેકકામ  તમે  નિયમ  મુજબ  જ   કરેલ  છે વિરોધ   પક્ષ   હાજર  ના   હોય   તો  તેમા   શાસક  પક્સની  જવાબદારી   નથી  -શાસક   પક્ષ નો   વિરોધ   કરવા   માટે જ  તોફાની  વલણ  અપનાવીને   વિરોધ પક્ષે   હકાલપટ્ટી   વહોરી  છે  -  તેમા   કોઇ  શુ  કરે ?  એક   જ    દિવસમા   તમે  અનેક મુશ્કેલ  બિલ   પાસ  કરી  કરાવી  શકો છો .-અને  તેમા  કોઇ  મર્યાદા ભગ    કે   નિયમ   ભગ   પણ   નથી  થતો -  જે   વાત   મારી  સમજમા   આવે   છે  તે  વાત  શાસક  પક્ષની   સમજમા   નથી  આવતી  તેમ   માનવાને    કોઇ  કારણ   નથી  -તે  જાણે  જ છે   - સમજે  પણ   છે પણ  તો   ચુપ  કેમ  ?  કમસેકમ  શાસક  પક્ષના   વડાની   હિમત   તો  દાદ   દેવા  લાયકછે અને   તેમના જેવો કુશળ   વહીવટદાર    આ  ના  સમજે તે  માની ના   શકાય  -  તો પછી  તે   કેમ  આ   પગલુ  ભરતા  નથી ?ભ્ર્યુ  નહીં ?  કોઇ   મર્યાદા  નડી ?  કદાચ -  હા અત્યારનો   શાસક  પક્ષ જ્યારે  વિરોધ  પક્ષમા  હતો   ત્યારે  તેમણે  પણ   આ જ  નીતિ  અપનાવેલી   અને  ગ્રુહને   ચાલવા  દિધુ નહોતુ  -  -પણ  આજે  તો   તમે  શાસક  છો  વિરોધ પક્ષનુ   કામ   વિરોધ કરવાનુ  પણ  શાસકપક્ષનુ   કામ  તો   શાસન કરવાનુ  છે  અને શાસનના  હિતમા  તે   ગમે  તે  પગલુ  લયી   શકે   છે  અને  જેને ડ્રેસ્ટિક  પગલા  કહેવાય  તેવા  પગલા  લેવામા   શાસક પક્ષના  સરકારના  નેતા  કાબેલ  છેએકવાર આ  પગલુ  તો  લયી  જુઓ  ?  તમામઆર્થીક  સુધારા  જેવા  બિલો   ફટોફટ   પાસ  -  અને  સરકારની  વાહ વાહ   થશે  -મનને   મક્કમ  બનાવીને વિચારજોકે હુ   ક્યા   હતો  તે  વખતે  જ્યારે  વિરોધ  પક્ષ સસદ   ખોરવી   નાખતો   હતો  ? મારી  ફરજ  તો  આજે   રાષ્ટ્ર  પ્રત્યે  છે  -   મારે  મારા   રાષ્ટ્રનુ  હિત  જોવાનુ  છે  અને   રાષ્ટ્ર   ધર્મ   એમ   કહે  છે  કે   સસદ  ખોરવાય  તે  ના   ચાલે-
Show   must   go  on     -------

હારના    ડાઘા    ધોવાઇ  જશે   અને   એક  નવી  ઇનીગ   શરુ  થશે 

      આપને   એમ  નથી  લાગતુ  કે   ઉપલાગૃહોનુ  જોઇને   નીચલાગૃહો      શિખ્યાઅનુકરણ કર્યુ  -  વિધાન સભામા  પણ  આવા  વરવા   દ્ર્ષો  સર્જાયા  હોય તેવા  અનેકબનાવો   છે  અને વિધાન  ગૃહો નુ  જોઇને   નીચે  સ્થાનીક   સ્વરાજની   સંસ્થાઓના   સભાગ્રુહોમા  પણ     હાલત  -  અરે  યુનીવર્સીટીઓની  પણ આ જ  હાલત  ?   કુલપતિઓ  લાચાર?   વાલીઓ અને  સંચાલકો    સામે  સરકાર   લાચાર ?

         ગૃહના  અધ્યક્ષ    પાસે  -  સત્તા નથી   તેવુ તો આપ કહી શકો  તેમ  નથી  સરકારના   વડા   અધ્યક્ષનુ   સુચન પાળવા બંધાયેલછે -   કદાચ  ના  માને તો    ત્રીજી સંસ્થા   -  ન્યાય   તંત્ર  પણ  આપની  રાવ  સાભળી  શકે  છે  -  સભ્યને   ગેરલાયક ઠરાવવાની   સત્તા કદાચ   આપની પાસે નથી   પણ  સભ્યને ગૃહમા   પ્રવેશતા   રોકવાની   કે   ગૃહમાથી   બહાર  કાઢવાની   તો સત્તા   આપની પાસે  છે  જ -  કેમ  તેનો ઉપયોગ  કરીને  ગૃહનુ  સંચાલન    ચાલુ નથી   રાખી શકાતુ?   આપની   - એટલે   કે  લોકસભા  , - વિધાનસભા ની    કાર્યવાહી  જોઇને      શાળા કોલેજોના   વિદ્યાર્થીઓ     પણ    પાઠ   ભણે છે  -  વિદ્યાર્થી   શિસ્તના બદલે  તોફાનોની  રમત રમતા  શીખી  જાય  છે   અને એ ભવિષ્યમા   શુ નહીં  કરે ? શા  માટે   તેમને  હથિયાર  બનાવવામા  આવે છે ?  હુ   માનુ છુ    કે  - શિક્ષક   હોય  - આચાર્ય  હોય  - કુલપતિ  હોય  - વિધાનસભાના અધ્યક્ષ હોય  -રાજ્યસભાના  અધ્યક્ષ   હોય  -વિધાનસભાના   અધ્યક્ષહોય  આપ સૌની  પાસે સત્તા   તો  છે જ-  તો  પછિ  એવી કયી   મજબુરી  છે  -   લાચારી   છે કે  આપ તેનો  ઉપયોગ  નથી  કરી  શકતા અને   સમગ્ર  લોકશાહી   બદનામ   થાય   છે  ?

It  seems  :  This is  nothing   but  Democracy  without Discipline   -


       અરે   બે   દિવસ   પહેલાની   જ   વાત -  સમાચાર   માધ્યમોએ   સમાચારના  રશીસ   આપેલા   - યુક્રેનની   સસદમા   માનનીય   કહેવાય   તેવા    સભ્યો  હાથોહાથ્ની   મારામારી કરતા    બતાવ્યા   હતા  - આતો  લોકશાહિનુ   મંદીર   છે  કે   રણભુમી  ?

        સરકારના    વડા   -  વડાપ્રધાન  અને  ગ્રુહના   વડા   અધ્યક્ષશ્રી  -  બન્ન્ને   મજબુત  બનીને   જો   ઇચ્છે   તો   આનો  ઉકેલ  હાથવેતમા    છે  થોડી હિમ્મત  ની   જ   જરુર   છે    અને   જો  સસદની   રુકાવટ   ઉપર   કાબુ આવી  જશે  તો   દુનિયાભરમા    તમારુ  નામ   રોશન   થયી   જશે .દેશ   અને  દુનિયાભરમા   પણ   જેમણે  ટુકા   ગાળામા    એકચક્રી    દર્શન    આપવાનો  એક   અનોખો  વિક્રમ  સ્થાપ્યો   છે   તે   વ્યક્તિ   આ  કામ  જરુર  એકલે  હાથે   પણ  કરી   શકે  - લોકશાહીની   તે    તાતી જરુર   છે

તારી  જો   હાક  સુણી   કોઇ   ના   આવે  તો  એકલો   જાને   રે   ........



ગુણવંત   પરીખ 
15-12-15


From:-
Gunvant   R. Parikh
Executive  Engineer  ( R & B ) (Retd )  &
                  B.E.Civil.  , LL.B.
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cellવિ.
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  22  (  380022 )
T.No.  079 25324676  ,  9408294609 

No comments:

Post a Comment