From:-
Gunvant R. Parikh
Executive Engineer ( R & B ) (Retd ) &
B.E.Civil. , LL.B.
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cellવિ.
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad - 22
T.No. 079 25324676 - 9408294609
: ટો લ ટે ક્ષ :-
સમગ્ર વિશ્વમા ભારતિય અર્થતંત્રની વ્યવસ્થા જ સર્વશ્રેષ્ઠ ગણાતી હતી – ઇતિહાસ સાક્ષી છે - ચાણક્યની ત્પ્લે આવે તેવો કોઇ અર્થશાશ્ત્રી હજુ સુધી પાક્યો નથી - જેણે એક ઝુપડીમા રહીને મહેલોના અર્થકારણને જાળવ્યુ હતુ. –રાજ કોષ આવક ઉપર જ નિર્ધારિત છે તેમા કોઇ બેમત નથી - રાજકોષને આવકનો પ્રવાહ તો મળવો જ જોઇયે તેમા પણ કોઇ ના કહી શકે તેમ નથી - માત્ર કાળજી ત્યા લેવાની છે કે આ પ્રવાહ કયા સ્ત્રોત્રમાથી આવે છે .
રાજાશાહીમા પણ રાજાની તિજોરી બરવા માટે અનેકાનેક પ્રકારના વેરા દાખલ કરવામા આવતા હતા.. સોમનાથ ની યાત્રા પર જતા યાત્રાળુઓની સંખ્યા અને તેમની ઉત્કટ ઇચ્છાને નજરમા રાખીને તેણે યાત્રા વેરો નાખેલો - આ પણ એક આવકનુ સાધન હતુ અને તે આવકમાથી યાત્રાળુઓની સગવડ સાચવવામા આવશે તેમ જણાવાયેલુ - ડાકોરમા પણ આવો વેરો લેવાતો હતો -ઔરંગઝેબે તો હદ કરેલી – જજીયાવેરો કદી ના ભુલાય તેવો વેરો હતો – અરે તાજેતરની વાત કરીયે તો સર્વીસ ટેક્ષ પણ આવો જ વેરો છે અને છેલ્લે તો સફાઇ અભીયાનને નજરમા રાખીને સફાઇ વેરો પણ નજરે આવ્યો .-વેરા તો ચારે બાજુ છે -જેને જ્યા અનુકુળ લાગે તે ત્યા આવી દરખાસ્ત મુકે , રજુ થાય , મજૂર થાય અને વેરા ભરાતા જાય . આવક વેરો અને વ્યવસાય વેરો આ બે મુખ્ય વેરા છે જેમાથી સરકારને મોટી આવક થાય છે – પણ આ બે જગાએ ઘણી ત્રુટીઓ છે જે નજરમા તો આવે છે પણ સુધરર્તી નથી . જેમકે આવકવેરો આવકના ધોરણ ઉપર આધારિત છે - આવકનુ ધોરણ કેવી રીતે નક્કી કરવુ ? માત્ર એકલો અધિક્રુત પગારદાર વર્ગ જ એવો છે કે જેમનુ આવકનુ ધોરણ નિર્ધારિત છે અને તેની પાસે તે છુપાવવા માટે કોઇ વિકલ્પ નથી - તેણે તો ફરજીયાત તેના પગારમાથી સિધે સિધો વેરો કાપી આપવો જ પડે - પદ્ધતિ ખોટી નથી --પણ તેની સરખામણીમા એવા કેટલાક મહાનુભાવો છે કે જેમની આવકનૂ ધોરણ ખુબ ઉચુ છે -પણ તે દર્શાવવુ અથવા સાબિત કરવુ મુશ્કેલ હોવાથી તેનો વેરો આકારી શકાતો નથી - કરોડોની આવક ધરાવનાર વર્ગ કરોડોની આવક છુપાવે પણ છે અને કરોડોનો વેરો પણ છુપાવે છે અને કોઇને ખબર પણ નથી પડતી -આજકાલ આ વર્ગ નાનો નથી -એક અંદાજ તો એવો છે કે જો માત્ર આ કરોડપતિઓની પાસેથી જ યોગ્ય વ્યવસ્થા ગોઠવીને વેરા લેવામા આવે તો નિચલા વર્ગ પાસે વેરા લેવાની જરુર જ પડે નહીં –એક એવુ માળખુ નક્કી કરવુ જોઇયે કે જેમા ઉચ્ચ વર્ગ માટે વેરાની જોગવાઇ જ એવી હોય કે અન્ય કશાની જરુર જ પડે નહીં . કેટલાક વયસ્ક – વરિષ્ઠ – નાગરીકોએ -સહકારી બેંકો જ્યારે મુશ્કેલીમા હતી ત્યારે રજુઆત કરેલી– અને આજે પણ તે રજુઆત દરેક બેંકો પાસે છે જ - કે - તેમની થાપણો ઉપર મળતા વ્યાજમાથી પણ સિધો વેરો કપાઇ જાય છે અને તે પોતે કરેઅપાત્ર ના હોવા છતા પણ વેરો તો કપાઇ જ જાય છે અને પછી તે પાછો મેળવવામા તેમને એવી તકલીફ પડે ચે કે જેનાથી ત્રાસીને તે લોકો તે કપાત ભુલી જવાનુજપસદ કરે છે .
સો સુનારકી,એક લુહારકી --- ની નીતિ જરુરી છે - આવા અગણીત વયસ્કોની થાપણો શોધ્યા કરતા કોઇક એવા 5-15 મોટા માથા શોધી કાઢો કે જે આ વયસ્કોનો વિકલ્પ પુરો પાડે. – પણ તે નથી થતુ - અહિયા તો નિચલો વર્ગજ ઝપટમા આવે છે જે ના બોલી શકે , ના સહી શકે -
આ ટોલટેક્સ એક એવી જ બલા છે જેનો ભોગ અનેક લોકો બને છે - જે નથી બોલી શકતા નથી સહી શકતા ? બહાર નિકળવાનો પણ વેરો અને ઘેર પાછા આવવાનો પણ વેરો - કુદરતની આપેલી જમીનપર ચાલવાનો પણ વેરો - આ ટેક્ષ કોના ખીસ્સામા જય છે ? જે રીતે માહિતી મળેલ છે તે મુજબ રસ્તો તૈયાર કરવામા જે ખર્ચ થયેલ છે તે ખર્ચ વસુલ કરવા માટે આ ટોલ ટેક્ષ લેવાય છે . પણ ગળે ઉતરે તેવી આ વાત નથી - સરકાર જે વેરા ઉઘરાવે છે તેમાથી જ તે બધા ખર્ચ કાઢી શકે છે - કોઇ બજેટમા ટોલ્ટેક્ષની કોઇ જોગવાઇ નથી . પછી આ પુરક વેરો ક્યાથી આવ્યો ? કોના મગજની આ દેન છે ? રસ્તો બનાવવા માટે જે પ્રાથમિક કાર્યવાહી છે તે તેનો અંદાજપત્ર એસ્ટીમેટ બનાવવુ - અને એસ્ટિમેટમા આવા કોઇ ટોલટેક્ષની તો વાત હોય જ નહીં - જે મુજબ કામ કરવાનુ છે તે મુજબ જ તેનો ખર્ચ મુકવામા આવે છે - એસ્ટિઁમેટ મુજબ જ ટેંડર બહાર પડે અને તેમા પણ કામના પ્રમાણ અને ધોરણ મુજબ ભાવ આપવાના હોય છે - તો પછી આ ટોલ્ટેક્ષનુ ધોરણ ક્યાથી આવ્યુ ? એક પળ માટે માનો કે આ રસ્તો તૈયાર થયી જાય પછી તેની જાળવણી અને નિભાવણી માટેના ખર્ચની જોગવાઇ માટે કોઇ રસ્તો શોધાતો હોય - પણ તેને માટે ટોલ્ટેક્ષ એ કોઇ વિકલ્પ નથી - રસ્તા અને મકાનો અને પુલોની જાળવણી અને નિભાવણી માટે તો વિષેશ જોગવાઇ બજેટમા કરવામા આવે જ છે - તો આ જિગવાઇ કેવી રીતે આવિ ? અરે માનો કે આ પન જરુરી ચે - તો પણ તેની આકારણી માટેની આ પ્રથા તો યોગ્ય નથી જ – તેને માટે શરુઆતથી જ - એસ્ટિમેટ બને તે જ સમયે આ જિગવાઇને નજરમા રાખીને તેનો પણ સમાવેશ એસ્ટિમેટમા જ કરી દેવો અને ટેંડર પણ તે જ રીતે બહાર પાડવા કે જેથી કોઇ દ્વિધા રહે જ નહીં – બધાજ ખર્ચ તેમા આવી જ જાય - મને ખ્યાલા છે ત્યા સુધી તો એસ્ટિમેટ બને ત્યારે જ તેમા વર્કચાર્જ અને કંટીજંસીના ખર્ચ તો ઉમેરી દેવામા આવે જ છે અને છતા પન પણ જો કોઇ જરુર લાગે તો સામાન્ય દુરસ્તીને નામે અથવા ખાસ દુરસ્તિને નામે અથ વા સુધારા વધારાને નામે પણ પુરક એસ્ટિમ્મેટ બનાવીને ખર્ચ પાડી શકાય છે - પણ ક્યાય આ “ ટોલટેક્ષ “ ની જોગવાઇ તો આવતી જ નથી -અને જ્યારે લેવાય જ છે ત્યારે કોઇક ક તો એવો છુપો રસ્તો શોધાયો જ છે કે જેમા પ્રજા ભીડાઇ જાય .- સુરુચિ ભગ નાથાય કે સૌજન્યતાભંગ નાથાય તેની કાલજી રાખીને માત્ર એટલુ જ જણાવવાનુ કે ખર્ચ કાઢવાનો ઉપાય ભલે શોધો પણ એવી મર્યાદામા શોધો કે જેનાથી આમ જનતાની હાલાકી વધે નહીં - વિકાસના નામે વ્યવહારમા અનેકાનેક અવરોધો આવે તે વહીવટીતંત્ર માટે સારુ ના કહેવાય.- હાલ ટોલટેક્ષ ની ઉઘરાણી અને વસુલીકરણ માટે જે વ્યવસ્થા ઉભી કરીછે તેના પ્રસ્થાપન ખર્ચ અને ત્યારબાદ તેના મહેકમ નો ખર્ચ આ બધો ભાર કોના માથા ઉપર આવે છે ? તેના બદલે એસ્ટિમેટના તબક્કે જ આ ખર્ચની જોગવાઇ વિચારીને નક્કિ કરીને તે મુજબ જ એસ્ટિમેટ તૈયાર કરી , ટેંડર બહાર પાડી અને કામ પૂર્ણ કરવામા આવે તો દરેકા ક્ષેત્રે સમંન્વય જળવાઇ રહે .મોટે ભાગે તો એવુ જોવા અને જાણવા મળેલ છે કે આવા મોટા રસ્તા અને પુલોના કામો માટે જે સમય મર્યાદા નક્કી કરવામા આવેલી હોય છે તે મર્યાદામા કામ પૂર્ણ થતા જ નથી અને વધારાના સમયનો ભાર ઇજારદારને માટે દંડ સમાન હોવો જોઇયે તેને બદલે તે સમય મર્યાદા તો વધારાય જ છે - બીજો ઉપાય જ હોતો નથી - પણ તે પછી ભાવ વધારાનો બોજો પણ એટલો મોટો આવે છે કે જેની પ્રજાને તો ખબર જ પદતી નથી હોતી..આ વિલબ અનિવાર્ય છે કે માનવસર્જીત છે તે કોણ નક્કી કરે ? જો યોગ્ય ચકાસણી કરવામા આવે તો ખબર પડશે કે આ અનિવાર્યતા એક આવશ્યક અગ બની ગયેલ છે અને આ ભાર પણ કન્યાના બાપની કેડ પર જ આવે છે અને પછી આવે છે આવા ટોલ ટેક્ષ ના નામે બીજા ભારણ -
કર –માળખુ જ એવી રીતે ગોઠવવુ જરુરી છે કે જેથી કર ઉઘરાવવાની પ્રક્રિયા જટીલ ના લાગે , પાયાના તબક્કેથી જ વસુલાત એવી નક્કર અને સહેલી બનાવવી જરૂરી છે કે જેથી આમ પ્રજા મુશ્કેલીમા પણ ના આવે અને તેને ચોરિ= કરચોરી કરવાની દાનત નાથાય - વ્યવસાય અને વેચાણ વેરામા પણ ઉત્પાદન ક્ષેત્રે થીજ એવી ગોઠવણ જરુરી છે કે કે જેથી પ્રક્રિયા જટીલ બન્યા વગર સરકારને બેઠી આવક અનેક અવરોધો વટાવ્યા વગર મળી રહે અને પ્રજાને ચક્રવ્યુહોમાથી પસાર ના થવુ પડે .રાણા પ્રતાપ અને ભામાશાનો જમાનો તો નથી રહ્યો કે જ્યારે ભામાશાએ સ્વેચ્છાએ તિજોરી રાજાને સોપી દીધી હતી- પણ સ્વદેશાભીમાન જો જાગ્રુત થાય તો - જાપાન અને જર્મનીની સાથે આપણે સરખામણી ના કરવી પડે - એ લોકો આપણા દેશાભિમાન સાથે સરખામણી કરે - એક ઝુપડીમા વસતો ચાણક્ય સમગ્ર રાજ્યનુ વહીવટીતંત્ર સંભાલતો હતો અને તે વહીવટીતંત્ર જોવા અને જાણવા વિદેશીઓ આવતા હતા એ પણ એક દિવસ હતો આ ભારત દેશ માટે -ગૌરવવતો દિવસ પાછો આવે તેવી સૌ અપેક્ષા રાખે છે . વિકાસનો વ્યાપ વધતો જાય છે તે સારી નિશાની છે પણ વિકાસના નામે જે રીતે મહેકમ વિસ્તરે છે - તેને જો કાબુમા લેવા જયિયે તો બીજી બાજુ વધારાના મહેકમની છટણીનો ભય ઉભો થાય - એક જ ઉદાહરણ - જો ટોલ્ટેક્ષ બંધ કરી દેવામા આવે તો તેના માટે ઉભી કરેલી આ માનવ સર્જીત “ મશીનરી “ નુ શુ થાય ? તો બિજી બાજુ આ મશીનરીને પોષવા માટે પ્રજાની આ હાલત ? પાટીદારોના અનામતના આદોલન સમયે એવો તો કયો અપવાદ નજરમા આવ્યો કે આદોલન માટે આવતા આદોલનકારીઓ માટે આ ટોલટેક્ષમા રાહત અપાયેલ? જે આદોલન કરે - ટોળુ ભેગુ કરે - ટોળામા આવે તેને માટે વિષેશાધીકાર ? સામાન્ય પ્રજાજન કરતા આ આદોલનકારીઓને આ વિષેશાધીકાર કેવીરીતે મળેલો ? ચાલો ભૂલી જયીયે તે વાત – સોમનાથના યાત્રાધામ માટે લેવાતો યાત્રાવેરો સિધ્ધરાજે માતા મીનળદેવીના કહેવાથી રદ કરેલો જ ને ? ટોલટેક્ષ ના લેવાય તો રાજકોષને કેટલુ નુકશાન થાય તેમ છે ? પોતાની જાતને ચાણક્યને પણ ટક્કર મારે તેવા ગણાવડાવતા અર્થ નિષ્ણાતો છે , પોતાની જાતને સુપર સિધ્ધરાજ સાબિત કરી શકે તેવા નિષ્ણાત સવાયા રાજા જેવા - વહીવટદારો છે , માલ સામાનના અસ્તિત્વ વગર પણ બજારોના વ્યવહારો ચલાવનારા - બજારોની રગ કાબુમા રાખનારા નિષ્ણાત -પડદા પાછળના વ્યવસાઇઓ- વેપારીઓ છે - જે ઘડિમા ડુગળીનો ભાવ 70 - સીત્તેર રુપીયે કીલો કરે અને પલટાતી ઘડીયે પાછો ખાલી 7 –સાત રુપીયા કરે - ભારતની આ ભુમી તો બહુ રત્ના વસુધરા છે – ભલે તે સૌ રત્નોની વચ્ચે રહે - દોમ દોમ સાહ્યબી ભોગવે -પણ પ્રજાની હાલાકી તો સમજો –
શુ થશે હાલત જ્યારે .
ભુખ્યાનો જઠરાગ્નિ જાગશે ?
ટોલ ટેક્ષ જવો જોઇયે -અને ગુજરાત તેમા પહેલ કરે -સૌ તેમા સહકાર આપે
ગુણવંત પરીખ
19-12-15
From:-
Gunvant R. Parikh
Executive Engineer ( R & B ) (Retd ) &
B.E.Civil. , LL.B.
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cellવિ.
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22
T.Nos. 079 25324676 - 9408294609
No comments:
Post a Comment