Samasyaa


-- 
From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609   

                               - :  સમસ્યા :-


   આ  એક  એવી   સમસ્યા  છે કે  જેનો  ઉકેલ  અને  અસરકારક  ઉપાય  માત્ર   બંધારણીય 
નિર્મિત  ત્રણ  શાખાઓના  વડા   જ  શોધી  શકે  છે  અને  તેનો અમલ  પણ  તેમણે  જ  કરાવવાનો   રહે  છે  .  તે  માટે    આ   ત્રણે  ય   શાખાઓના  વડાઓ  :   ન્યાયતંત્ર  :  કારોબારી અને   ધારાકિય   શાખા  એટલે  કે   વિધાનસભા  : તેઓએ   તેમના   પુર્વગ્રહ  ,  પક્ષ ,આતરિક   મતભેદો  , અને અન્ય  તમામ   અહમ ને   છોડીને  સાથે  બેસી  તમામ  સહકાર    , સાથ અને  સમંન્વયથી  ઉકેલ  લાવવાનો  રહે  છે  .આ   ત્રણેય   શાખાઓ   પોતપોતાની   રીતે  સ્વતંત્ર   છે ,  ત્રણેય  પોતપોતની  રીતે  સર્વોચ્ચ   પણ   છે  , ત્રણેય  શાખા  બંધારણને   કેંદ્રમા   રાખીને  તેની   આસપાસ    જ  ફરે   છે અને તેમની   સતાઓ   મત્ર અને માત્ર  બંધારણ  અને   દેશને   વફાદાર  છે    એ  રીતે  તેઓ   સમજશે  તો  ઉકેલ  હાથ વેતમા    આવી   જશે  .

2 .       લોકસભા ,   રાજસભા , વિધાનસભા   વિ.વિ.  જેવા   વિધનમડળોમા  જે   કામગિરિ  થાય  છે  તેનાથી   દેશ  અને   દેશનો  બુધ્ધીજીવી  વર્ગ   ચિંતિત  છે  .  આ  ગ્રુહો   વિચાર  વિમર્ષ   દ્વારા   પોતાના   વિચારો  રજુ   કરે  , તેના  સમર્થનમા   પોતાને  યોગ્ય લાગે  તેવી દલીલો  કરે  અને   સમગ્ર  ગ્રુહને  પ્રભાવિત કરે   તે  અગત્યનુ  છે  તેને  બદલે  આ   ગ્રુહોમા  વિચાર વિમર્ષ ને    બદલે  વાણી વિલાસ  અને  આક્ષેપ અને   પ્રતિ આક્ષેપો  જ  થાય   છે   અને તે  પણ  પુરતુ   ના   હોય  તેમ    ગ્રુહ  જાણે  કે   રણ મેદાન   હોય   તેમ ત્યા   ખુલ્લા   હાથે ઝપાઝપી    થાય  , મારામારી થાય  , ખુરસીઓ  ઉછળે   અરે    ગ્રુહમા   કરંસી  નોટો  ઉછળે , માઇકો ઝુટવાઇ  જાય  ,  તોડફોડ  થાય   અને    ગ્રુહનુ  કામકાજ    ચાલે  જ નહીં -  દિવસોના   દિવસો  સુધી  ગ્રુહનુ કામકાજ  ચાલે જ નહીં  કોઇ  નિર્ણય લેવાય જ  નહીં ,
જાણે   કે   એક   શાળાનો   બેલ   વાગે , છોકરાઓ  આવે  ,  તોફાન  મસ્તીકરે ,  અને  વર્ગ  ચાલવા  જ    દે   નહીં  - અને  લાચાર   શિક્ષક  - જાવ    આજે   રજા    -  કહી  દે  -  અને   છોકરાઓ  હુરિયો  બોલાવતા  ભાગી  જાય -   રજા  પડી  -  મજા   પડી  - માબાપ જાણે છોકરો  ભણવા ગયો  છે અને  અહી   નિશાળમા  આ   હાલત  - આ ત્રણેય  મહા  સતાઓના   વડાઓ  એક  બાબત  તો   સમત   થશે   જ  કે  તેમની  પાસે   અનેકાનેક  સતાઓ છે  વિશેષાધીકારો  છે , સ્વવિવેકની પણ  સત્તાઓ  છે  તો   પછી   આ   સત્તાઓ  નો   ઉપયોગ  આ  તોફાનોને  કાબુમા  લેવા  માટે  કેમ  નથી કરવામા  આવતો ?  એવી  કયી   મર્યાદા   આ  મહાસતાઓને  નડે  છે   કે  તેઓ    આટલી  હદે   લાચારી અનુભવે  છે ?  છોકરાઓ  તોફાન  કરે  એટલે  શાળાને  તાળૂ  વાસી   દેવુ  -તે  તો  કયી   ઉપાય  છે ?  છોકરાઓને વર્ગમાથી   દૂર કરવાની  સત્તા    શિક્ષક અને   આચાર્ય   બન્ને પાસે  હોય જ  છે  જ  -અને  તે  જરીતે   તોફાન કરતા  અરાજકતા  ફેલાવતા  તત્વો સભ્યોને   ગ્રુહમાથી   બહાર  કાઢવાની  સત્તા   પણ   ગ્રુહના   અધ્યક્ષને  છે  જ તે  તે  સત્તા  વાપરી શકે    છે વાપરે  પણ  છે  -  પણ  ગ્રુહ  ને  જ  બંધ   કયી  સતાની રુ એ   કરે  છે ?  સ્પષ્ટ   છે  કે   તોફાન  શાસક પક્ષ   નથી કરતો-  ગ્રુહનો  પહેલો  નિયમ કોરમ  છે  - અને   કોરમ  થાય  તો   કામ   ચાલુ  કરી  શકાય  -શાસક  પક્ષ પાસે  કોરમ     જાળવવા  જેટલુ   તો  સખ્યાબળ છે  જ  -તો  પછી  તે   ગ્રુહ  ચાલુ રાખી  જ  શકે  છે -  નિર્ણયો  પણ  લયી   શકે   છે -  આ  પદ્ધતિ  કેમ અપનાવવામા  નથી   આવતી  ? વિરોધ પક્ષ  ગ્રુહને  જ ના   ચાલવા દે    તેની પાછળ  કયો   તર્ક   રહેલો  છે  ? તેની પાછળનુ કારણ    શુ  છે ?  ગ્રુહને  તમે   તમારા વક્તવ્યથી પ્રભાવિત કરી  શકો  છો -   તમારા  વિચારો રજુ   કરો  - અસરકારકરીતે  રજુ  કરો -  પણ   ધાર્યુ  કરાવવા   માટે  ગ્રુહં ને જ    તાલાબંધી   તે  ક્યાનો ન્યાય કોનો ન્યાય  - અને  કોનો નિર્ણય?  ગ્રુહના  શિસ્તના  નિયમો સ્વીકારીને જે  ગ્રુહમા   હાજર  રહેવા  માગતા હોય  તે  હાજર  રહે  - જેમનેતે નિયમો  માન્ય નથી તે  ગેરહાજર   રહે  - અને  જે જે  નિયમો તોડીને  તોફાન  કરવા  માગતા  હોય  તેમની  સામે  કાયદેસરની કાર્યવાહી  કરીને   તેમને   બહાર  કાઢી મુકવામા   આવે   તો  કેમ  ગ્રુહ  ચાલિ શકે   નહીં ?રાજ્ય   કક્ષાએ   રાજ્યના  વડી  અદાલતના    મુખ્ય  ન્યાયમુર્તીશ્રી ,  રાજ્યના  મુખ્ય  પ્રધાન  અને  ગ્રુહના  અધ્યક્ષ   ત્રણે   સાથે  બેસીને  આ  બાબત  નિર્ણય કેમ  ના   લયી   શકે  ?   આમા    કોઇ  મર્યાદા ભગ  થાય  છે  ?કોઇ  ઔચિત્ય ભગ   થાય  છે ?  કોઇ  કાનુની  મર્યાદાનુ  ઉલ્લઘન   થાય  છે ?  દરેક  પ્રશ્ન  નો  જવાબ   ના  છે  .

જો   જવાબ   ના   જ  છે   તો    શામાટે   આ   નિર્ણય લેવાતો  નથી ?   ગુજરાત વિધાનાસભામા   એક   વાર   આવો  મુદ્દો    ઉભો  થયેલો  અને   ગ્રુહના મા. અધ્યક્ષશ્રી એ  અરાજકતા   ફેલાવતા  અને  વિરોધ   અને  વિક્ષેપ    કરનારા    સભ્યોને   બહાર  કાઢી   મુકેલા   અને  ગ્રુહમા   કામકાજ  સરલતાથી  ચાલી  ગયેલુ-    પડતર  બીલો  પણ કદાચ    ઝડપથી પસાર  થયી   ગયેલા .કોઇ  આડી  અવળી ટીકા   કે   આલોચના   નહોતી  થઈ  -   જો   ગુજરાત  વિધાનસભામા  આ  શક્ય   બને  તો તે  બીજી  વિધાનસભાઓમા   પણ  બની   શકે   અને  જો  વિધાન ગ્રુહોમા  આ  શક્ય  બને  તો  તે  જ   પદ્ધતિ    કેંદ્રિય    કક્ષાએ   લોકસભા  અને  રાજસભામા  પણ  બની   જ  શકે  . દરેકગ્રુહના    અધ્યક્ષશ્રીને  અમુક  વિશેષાધીકારો   હોય   જ   છે -  અમુક  વહીવટી  સતાઓ  પણ  હોય   છે -  તેઓ   ગ્રુહમા   અરાજકતા    ઉભી  કરતા  કે   કોઇ  અસામાજિક   કાર્યવાહીકરતા   સભ્યશ્રી  ને   બહારપણ  કાઢી   શકે  છે  તેમની પાસે  માર્શલો  પણ  હોય   છે  જે  સભ્યોને  ટિગાટોળી  કરીને  પણ  બહાર  કાઢી  શકે  છે  -   આવી   અને  આ  પ્રકરની  અરાજકતાલને   પ્રસગે  તે   આ   નિર્ણય  પણ લયી  શકે છે   - ગ્રુહ   બધ    કે  મુલત્વી  રાખવાનો પ્રશ્ન   જ  રહેતો  નથી  .અહિ   પણ   શાસક   પક્ષ  પાસે  પુરતુ  સંખ્યા  બળ    તો   છે  જ  કે જે  કોરમ  જાલવી શકે   - અને  તે સજોગોમા   વિરોધી  પરીબળોની  ગેરહાજરીમા   ગ્રુહ  ચાલુ  રાખીને   કામકાજ  કરીને  નિર્ણયો  લયી   શકે   છે અને  તે  વિધિવત  માન્ય પણ  છે  .અને    તેથી પણ  વધારે  આગળ   વધવુ  હોય તો  અહિયા  પણ     કારોબારીના     વડા   તે   વડાપ્રધાન ,  બન્ને  ગ્રુહોના   અધ્યક્ષશ્રીઓ   અને    સર્વોચ્ચ   અદાલતના   વડા   ન્યાયમુર્તીશ્રી     ભેગા  મળીને   કોઇ   વ્યુહરચના     કરી  શકે  છે .  સૌને   યોગ્ય  લાગે  તે   -જે  પણ કયી  કરવુ પડે  તે  કરે  પણ ગ્રુહનુ  કામકાજ  તો   બધ   ના   જ  રહેવુ  જોઇયે .

Show   must   go   on   - It  must  not  be  disturbed .


કરોડો   રુપીયાના  ખર્ચના    આધણથી   તો  બચવાનો ઉપાય   તો  લેવો જ પડે  .

3           આવો   જ  બીજો  પ્રશ્ન  છે   જે  માટે  પણ  આ   ત્રણેય  વડાઓ -  મહાનુભાવો  યોગ્ય   નિર્ણય  લે  તે જરુરી  છે . આજકાલ   છાસવારે   હડતાલો   ,   આદોલનો  ,  બંધ  ,  રેલીઓ, ,ભુખહડતાલ ,   વિ.વિ.   જેવા  ગાધી  ચિધ્યા   માર્ગના    સત્યાગ્રહના   નામે   અપાતા    એલાનો     બહાર  પડે  છે  અને     આ  પ્રકારના   આદોલનો વિ.  ને   ટેકો  પણ  મળી  રહે  છે .  પણ   આ    પ્રકારની   હડતાલો , ભુખા હડતાલો  ,બધો  , રેલીઓ  ,     વિ.વિ.  કેટલા   પ્રમાણમા     કાનુની   છે  ?માની   લો  કે  બધારણે    દરેક  નાગરીકને    કેટકેટલા     મુળભુત   અધીકારો   આપેલા  છે  -   ખાસ  કરીને   વ્યક્તિ  સ્વાતંત્ર્યનો  અને     વાણી  સ્વાતંત્ર્યનો  અધીકાર   ,  અને   એક  બીજો   આવો જ  અભિવ્યક્તિનો  અધીકાર   -પણ   આ   અધીકરો  ઉપર પણ   નિયત્રણ   તો છે  જ -  લોકશાહીના   નામે   આ  અધીકારોનો  દુરુપયોગ  તો  થવો જોઇયે જ નહીં -   આ   પ્રકારના  આદોલનો ,  રેલીઓ અને  ખાસ કરીને   બધો  -  અને   હડતાલો  -    તેનો    ઉપયોગ  તો    આડે  ધડ   માત્ર અને   માત્ર  અસામાજિક તત્વો  જઉઠાવે   છે  અને  વહીવટી  તંત્ર   લાચાર  બનીને   જોઇ   રહે   છે -  કરોડોની  સપત્તિનો   નાશ  થાય   છે  -અનેક   રોજમદારોના   રોજગાર   છિનવાઇ  જાય  છે જાહેર  સેવાઓ   નિરથક  બની  જાય  છે -  ખોટકાઇ જાય   છે  અને  તેને  પણ  કરોડોનુ નુકશાન   થાય  છે    . આ  પ્રકારના   આ    કહેવાતા     મુળઅભુત  અધીકારો   ઉપર અકુશ   કેમ   ના   લાદી   શકાય  ?  હડતાલ,, બધ  ,  રેલી  , ભુખ  હડતાલ  વિ.વિ  એ   કાનુન   માન્ય  પ્રક્રિયાઓ   છે  ?  જો  કદાચ હા   મા   જવાબ  આવે  તો    પણ   તે   નિરકુશ  તો   નથી  જ -  તેના ઉપર   મર્યાદાઓ તો  છે જ  તો કેમ તે  મર્યાદાનો  ઉપયોગ  થતો નથી ? 

     ઉપવાસ  પર બેસવાની ,હડતાલઉપર   જવાની  વિ.વિ. બાબતો પર  સરકારની મજુરી  જરુરી  છે  -સરકારને  જાણ  કરવી જ  પડે   -  સરકાર  ના   પણ પાડીશકે  છે -  પ્રશ્નનો   ઉકેલ  પણ   આપી  શકે છે અને  જો    આ  પરિબળો  તે માન્ય  ના  રાખે  તો તો  તે  અદાલત સમક્ષ   પણ જયી  શકે   છે  -  શામાટે    તે  હડતાલ   કે  આદોલનનો મર્ગ  લે   છે ? 

       બધારણીય   ત્રણેય   શાખાના    વડાઓ    સાથે  મળીને   આ   પ્રશ્નનો   ઉકેલ  પણ શોધી  શકે   છે -  જો આ ત્રણેય   વડા    એક  બની   જાય  તો  અરાજકતા  ની   તાકાત   નથી  કે  તે  ટકી  શકે  - ઉભી  પણ  ના  રહી  શકે  -  રાજ્ય   અને  રાષ્ટ્રના   સુશાસન   માટે   આ   એક અનિવાર્યતા   છે  જે  આ  ત્રણ    વડાઓના   ઐક્યથી  જ મજબુત  બની શકે  છે  - આ  માર્ગદર્શન   વિરોધ પક્ષના    વિરોધ  માટે  નથી -  આજે  જે  શાસક પક્ષ  છે   તે  કદાચ   કાલે   વિરોધ  પક્ષ  પણ   બની   જાય -  લોકશાહીની   આ   બલિહારી છે   અને  આજનો  વિરોધ પક્ષ   કાલનો  શાસક  પક્ષ   પણ  બની  શકે  છે  - પણ એક  બાબત દરેકે   ભુલવા જેવીનથી -  વિરોધ  પક્ષનુ  કામ  માત્ર  વિરોધ   જ  કરવાનુ  નથી  લોકશાહીનો  પાયાનો સિધ્ધાંત  એ રચનાત્મકતા    છે -  ખંડનાત્મકતા     આચરવી  શોભાસ્પદ  નથી

     સૌથી અગત્યત્ની  બાબત તો  એ છે   કે  વહીવટ   તો  વહીવટી  અધીકારીઓ જ    કરે  છે   શાઅસક   પક્ષ   કે  વિરોધ  પક્ષ  ગમે  તે  હોય  - વહીવટી  માળખુ  તો  અકબંધ જ રહે  છે  જો  તે   નિતિબધ્ધ   હશે    તો  કોઇ  પણ પક્ષ વહીવટને   દુષિત  નહીં  કરી  શકે

કોણ   કરી   શકશે   સર્વોત્તમ   રાષ્ટ્ર  સેવા   ?

નિ:શંક   પણે  :   વહીવટી  અધીકારીઓ  :  જેના   ઉપર  અકુશ   છે    કારોબારી  નો   અને  કારોબારી  વિધાન  મંડળને   સમર્પિત   છે અને  તે  સૌ   ન્યાયતંત્રને   આધિન  છે  અને   આ   સૌ   બંધારણને   વફાદાર   છે 

સમસ્યા   સાદર   રજુ  :-

મા.   મુખ્ય મંત્રી શ્રી   , ગુજરાત રાજ્ય

મા.    અધ્યક્સશ્રી     ગુજરાત   વિધાનસભા

મા.    મુખ્ય  ન્યાયમુર્તીશ્રી   વડી  અદાલત  ગુજરાત  રાજ્ય



ગુણવંત   પરીખ 
1-1-16 



-- 
From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609   

  

No comments:

Post a Comment