From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
- : સમસ્યા - 2 : -
પ્રથમ રજુ થયેલી સમસ્યા તો સમજદાર વર્ગ , ભણેલ – ગણેલ વર્ગ અને પોતની જાતને બુધ્ધીજીવી ગણાવતો વર્ગ જ જાણી અને સમજી શકે - તેને અસર થતિ હોય કે ના થતી હોય - પણ એમ કહેવાય કે અમે જ બધુ સમજીયે છિયે - પણ કેટલીક એવી પણ સમસ્યાઓ છે કે સમાજના લગભગ દરેક વર્ગને લાગુ પડે , દરેકને અસરકર્તા પણ હોય – પણ ના તો તેઓ રજુઆત કરી શકે છે ,ના તો સહી શકે છે , ના તો તેનો કોઇ ઇલાજ કે પણ ઉપાય પણ તે સુચવી શકે છે - સહન કરે ,દુખી થાય અને બહુ બહુ તો રોદણા રડી લે - અને તે પૈકીની મોટામા મોટી સમસ્યા તે છે મોઘવારી.
કાર્લ માર્કસ કે ચાણક્ય તો ઘણી દુરની હસ્તીઓ છે - તેમની વાતો કદાચ એક માત્ર કલ્પના કે કહાની લાગે -પણ મોરારજી ભાઇ અને એચ.. એમ. પટેલ ની ટીમે થોડે ઘણે અંશે પણ મોઘવારીને કાબુમા રાખેલી - તેમના સમયમા ઘી , તેલ , અનાજ અને શાકભાજી જેવી રોજની વપરાશની ચીજોના ભાવ આસ,માને નહોતા અને વધ ઘટ થતી તો તે એક મર્યાદામા થતી હતી - તહેવારોના સમયે થોડા ભાવ વધે અને સીઝનમા આવક વખતે ભાવ ઘટે અને બાકીના સમયે લગભગ ભાવ સ્થિર રહે - પણ તે પછી કોણ જાણે શુ થવા બેઠુ કે અચાનક જ ધરતીકપ આવે અને અચાનક જ બધુ હાલક ડોલક થવા લાગે તે રીતે ભાવોમા વધારા થવા લાગ્યા –અને આશ્ચર્ય જનક બાબત તો એ છે કે એક વાર વધી ગયેલ ભાવ કદી ઘટે જ નહીં -આ કેવુ અર્થતંત્ર ?અર્થતંત્રનો સામાન્ય સિધ્ધાત છે – આવક વધારે હોય - ભાવ ઘટે - માગ વધારે હોય - ભાવ વધે - પણ જો માગ અને આવક લગભગ સરખા પ્રમાણમા હોય તો ભાવ પણ લગભગ સ્થિર રહે - તહેવારોમા માગ વધારે હોય અને તે સમયે ભાવ વધે તે માની શકાય - બજારમા માલ આવે ત્યારે આવક વધારે હોય અને તે સમયે ભાવ ઘટે – તે સામાન્ય બાબત છે – પણ અત્યારે તો અર્થતંત્રનો સિધ્ધાત કામ જ નથી કરતો – કેમ ?
પ્રજા તો અર્થશાશ્ત્રની નિષ્ણાત નથી –ભલે તે કદાચ બધુ સમજે છે - પણ તેની પાસે કોઇ સત્તા નથી કે એવો બુલંદ અવાજ પણ નથી કે તે રજુઆત કરી શકે - પણ સરકારનિ પાસે તો અર્થશાશ્ત્રના અનેક નિષ્ણાતો છે - આખે આખુ નાણા મંત્રાલય છે –સમગ્ર મંત્રાલયમા કોઇ જ એક એવો નિષ્ણાત નથી કે જે નાડ પારખી શકે અને ઉપચાર કરી શકે ? જે સાચો નિષ્ણાત છે તેનુ યા તો વજન નથી અથવા ત્ર્ની વાત કોઇ સાભળતુ નથી અને જેની વાત સંભળાય છે તતે યા તો નિષ્ણાત નથી અથવા તેની દાનત ખોરી છે અથવા તો તે કોઇના દબાણમા છે અને “ આદેશાનુસાર “ કામ કરવુ પડે છે અથવા ‘” હુ , બાવો અને મંગળદાસ “” - સૌ એકના એક છે સૌની મીલી ભગત છે - આજના સમયને અનુલક્ષીને માત્ર બે જ ચીજ જોઇયે :-
તુવેરની દાળ અને શાકભાજીમા ડુગળી- જે રોજે રોજની અને લગભગા દરેકની વપરાશની ચીજો છે તુવેરની દાળ એવી ચીજ નથી કે જે દિવાળીના તહેવારોમા વધારે વપરાય - છતા પણ બધા સામાન્ય સિધ્ધાતોને બાજુ પર રાખીને તેનો ભાવ હનુમાન કુદકે વધવા લાગ્યો -70 ના 90 , પછિ 100 , પછી 120 અને 150 ,170 , સિક્ષર ઉપર સીક્ષર મારીને છેલ્લે તો 200 પર પહોચ્યો -ત્યારે અચાનક જ સરકારની આખ ખુલી અને અમે કમ નથી ,કામ કરીયે છિયે તે બતાવવા વાટાઘાટો કરી - કોની સાથે ? ખબર નહીં - પણ છેવટે એમ નક્કી થયુ કે ભાવ 170 પર ફિક્ષ રાખવો - બોલો કેવો સરસ નિર્ણય ? 70 ના ભાવની દાળ ઉછાળીને 200 પર લયી ગયા અને છેવટે ભાવ બાધ્યો 170 પર -કોણ લે 170 પર ? આજે પણ 130 ની આસપાસ ભાવ બોલાય છે - અને સરકારે બાધ્યો હતો -170 - બિચારી પ્રજા - આ નથી સમજતી એવુ તો નથી - સમજે છે તો બધુ - અને વયસ્ક વડીલો - સીનીયર સીટીઝનો - બાગના બાકડે બેસીને રોદણા રડે = એથી વધારે તે કરે પણ શુ ? અતરિક્ષમાથી અવાજઆવે છે - આખરે તમે કરી કરીને શુ કરવાના ? બે બુમો પાડશો – પછી બધૂ ભુલાઇ જશે -70 નો ભાવ ચાલતો હતો તે પણ 40- 50 ના ભાવની દાલનો હતો - વધારાનો પ્રતાપ - 200 સુધી ગયા - અને 130 પર હાલ તો અટક્યા છે - કાલે શુ થશે તે ખબર નથી -કેમ કોઇને એ ખ્યાલ નથી આવતો કે ચાલો કોઇ ખેડુતને પુછીયે -તુવેર શુ ભાવે વેચી ? મીલરે શો ભાવે ખરીદી ?પછી તેના ઉપર એવા કયા “ વેરા “ વધ્યા ? સરકારની પાસે આટલુ પણ સંશોધન કરવાની પણ ક્ષમતા નથી ? સરકાર પણ સમજે છે , વેપારી પણ સમજે છે , ખેડુત પઁ સમજે છે અને આશ્ચર્ય તો એ વાતનુ છે કે આ લોકશાહીમા “ વિરોધ પક્ષ “ પણ આ બધુ સમજે છે - બિચારી પ્રજા જ એવી છે કે જે બધુ સમજવા છતા પણ ‘ નાસમજ “ છે –
સભી મસ્ત હૈ , કોન કિસકો સભાલે-------,
શિયાળો છે , કોબીજ અને ફ્લાવર તો ઢગલાબંધી બજારમા ઠલવાય છે - રુપિયે કીલો ના ભાવે વેચાતી આ સબજી- આજે 10- 20 ના ભાવે અને એક તબક્કે તો 30- 40 નો પન ભાવ બોલાઇ ગયો - પણ માની લો કે ઉચ્ચ મધ્યમ વર્ગ અને સુખી સપન્ન વર્ગ તો તેને પરવડે તેમ માનીને તે ખરીદે અને આ શાક ખાય - 60- 70 ના ભાવના ટામેટા પણ ખરીદે - પણ - સાચો ગરીબ વર્ગ - જે “ રોટલા અને ડુગળી “ પર જીવનારો છે - જેના માટે ડુગળી તે તો રોજની સબજી છે - “ મીઠાઇ “ છે ગમે તેવા સમયમા પણ તેણે ડુગળી તો ખરીદવી જ પડે - અને તેનો ભાવ ? છેલ્લા બે ત્રણ વર્ષથી કોણજાણે કયુ :” ગ્રહણ “ લાગ્યુ છે કે 7 રુપિયે કીલો વેચાતી ડુગળીને પણ પાખો આવે છે અને વિમાની ઝડપે ઉડવા માડે છે – 15 , 20 . 30 , 50 , 70 , 90 અને 100 ને પણ વતાવી ગયા હતા એક તબક્કે તેના ભાવ - આવુ કેવી રીતે બને ? ડુગળીનુ ગણીત તો અનેરુ છે - 100 સુધી જાય અને પાછી અચાનક પડવા માડે - અને 8-10 રુપિયે પણ કોઇ ખરીદનાર ના મળે ? આ તે શાક બજાર છે કે શેર બજાર ? માર્કેટ યાર્ડો શુ કરે છે ? પેલી તેર ચિભડા વેચવા નીકળેલી ખેડુત પત્ની - બજારમા પહોચી ત્યારે તેની પાસે એક જ ચિભડુ વધેલુ - પણ ચાલાક સ્ત્રી - તેર ચિભડાની કિમત તેણે એક જ ચિભડામા વસુલકરી લીધી - જરી સમજો -બાકીના બારનો ભાર કોના માથે આવ્યો ? શાસકો ને આ ખબર નથી પડતી ? તો વિરોધ પક્ષને તેની ખબર નથી પડતી ? જો બન્ને સમજે છે તો ચુપ કેમ છે ? ખાલીપીલી શોરબકોર કરે રાખે છે અને પછિ કોઇ લોલીપોપ મળે ચુપ પણ થયી જાય છ ? આવભાઇ હરખા , આપણે બેઉ સરખા ...
કાલે તારો વારો હતો , આજે મારો વારો છે અને પાછો કાલે તારો વારો પણ આવે અને મારે વિરોધપક્ષમા પણ બેસવુ પડે - આપણી જમાત તો એક ની એક જ ને ?
તેરી બી ચુપ ઔર મેરી બી ચુપ ------
આ સમસ્યા તો માત્ર “ કારોબારી “ - વહીવટીતંત્ર જ સુલઝાવી શકે છે જરુર પડે ન્યાય્તંત્ર દંડો ઉગામી પણ શકે છે - અને વિધાન તંત્ર તંત્ર ધારે અને ઇચ્છે તો કોઇ કાયદો પણ બનાવી શકે છે - અંકુશ લાવવા માટે જો જરુર લાગે તો કાયદો બનાવીને તેનો અમલ કરવાની ફરજ કારોબારીને પાડીને અને જો તે ફરજ ચુકે તો ન્યાયતંત્ર લાલ આખ કરીને કાબુ મેળવી શકે છે .
ગુણવંત પરીખ
9-1-16
સમસ્યા સાદર રજુ : -
1. મા. મુખ્ય મંત્રીશ્રી , ગુજરાત રાજ્ય
2. મા. મુખ્ય ન્યાયમુર્તીશ્રી , ગુજરાત વડી અદાલત
3. મા. અધ્યક્ષશ્રી ગુજરાત વિદહાન સભા
No comments:
Post a Comment