-- From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
“ -:સમસ્યા - મોઘવારી -2 :- “
મોઘવારીની સમસ્યા આમ આદમીના દરેક સભ્યને સરખે હીસ્સે અસર કરે છે ધનિક વર્ગને અસર થોડીક ઓછિ કરે – પણ અસર તો કરે જ - પેત્રોલ કે ડીઝલના ભાવ વધે તેનીઅસર ધનિક વર્ગને વધારે થાય પણ તેના માટે તો કાનખજુરાના એક પગ બરાબરનો વધરાનો ખર્ચ ગણાય પણ આમા આદમી માટે દુધનો ભાવવધારો એ કમરતોડ વધારો જ કહેવાય - દૂધ વગર ચાલે નહીં અને દૂધ મોઘુ થાય - શુ કરે ?
આપણા વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીએ 16 મી મે ના દિવસે ધુરા સભાળી અને તેના બીજા જ દિવસે અમુલે દુધનો ભાવ લીટરે 2 રુપિયા વધારી દિધેલો - એ જ વખતે સ્પષ્ટ જણાવેલ કે દુધના આ ભાવા વધારાથી અમુલના નફામા જ વધારો થવાનો છે - જો આ ભાવા વધારો પાછો ખેચાયો હોત તો તેનાથી અમુલને કોઇ નુકશાન થવાનુ નહોતુ તે પણ દિવા જેવુ સ્પષ્ટ હતુ - આ બ્બબત ની જાણ જે તે સમયે કરવામા આવેલી –શક્ય છે કે આ હકીકત મા. વડાપ્રધાન શ્રી સમક્ષ રજુ થયેલ જ નથી - આ ગણીત પણ તેમને કોઇએ સમજાવ્યુ તો નથી જ - આ બાબત તેમનીસમક્ષ મુકાઇ જ નથી - જો કે પળ વીતી ગયી - હવે તેનુ વિષ્લેષણ અર્થ હીન છે – મને પુરો વિશ્વાસ છે કે જો આ બાબત જે તે સમયે જો વડાપ્રક્ધાનશ્રી સમક્ષ મુકાઇ હોત તો આ ભાવ વધારો પાછોખેચાયો જ હોત - જો શંકરભાઇ ચૌધરી જેવા એક રાજ્ય કક્ષાના પ્રધાન - એક ડેરીના ચેરમેન પદે આવ્યા ના પહેલા જ દિવસે જો તેમની ડેરીના ઘીના ભાવ ઘટાડી શકે છે -તો વડાપ્રધાંનશ્રી જેવા સર્વ સત્તાધીશ એક ભાવ વધારો પાછો કેમ ના ખેચાવી શ્ક્યા હોત ? અમુલના ભાવવધારા પાછળનુ ગણિત અને શંકરભાઇ ના ઘટાદા પાછળનુ ગણિત - જે હોય તે -પણ સમજવુ ભારે નથી .- પ્રજા તો ભાવ વધારામાથી રાહત ઇચ્છે છે . – તુવેરની દાળના ભાવ વધારાની રાહત જેવી રાહત નહીં - 70 ના 200 કરવા અને પછી 170 નો ભાવ બાધી આપવો આ રાહતલનથી અને નહોતી -
125 કરોડની જનતામા કોઇ એક પણ એવો ચાણક્ય નથી કે જે આ ગણિત સમજી શકે અને આ પ્રશ્ન - કોયડો - સમસ્યા સુલઝાવી શકે ? સબજી મંડી - શાકભાજીનુ બજાર શેર બજાર બની જાય -કોઇનો તો અંકુશ ખરો કે નહીં ? ચાલાકી તો શરદભાઇની કહેવાય કે જે ઇચ્છે ત્યા વાયદાબજાર ઉભુ કરી શકે છે - ઇચ્છે તેવાઅ ભાવ પાડી શકે છે –મોઘવારીના જે આકડા બહાર પડે છે તેમા પણ કોઇને સમજ પદતી નથી – આ આકડા સાચા છે કે ઉપજાવી કાઢેલા છે કે પછી ગણતરી બધ્ધ રીતે બહાર પડાય છે તે પન સમજાતુ નથી-- આકડાનુ ગણિત ગહન છે - ચુટણી વખતે બે બે કલાકે કેટલુ મતદાન થયેલ છે તેના આકડા બહાર પાડવામા આવે છે પણ આ આકડા સાચા જહોવાનિ શંકા પણ થયી શકે - આકડા માર્ગદર્શક બની શકે -દીશાસુચક બની શકે -પણ નિર્ણાયક ના બની શકે દૂધ હોય , શાકભાજી હોય કે અનાજના ભાવ હોય - આ જીવન જરુરીયાતની આવશ્યક ચીજ વસ્તુ ઓછે –તે મુક્ત રીતે- સમયસર અને યોગ્ય દામમા મળી રહેવી જોઇયે તે જ શાસકની પ્રાથમીકતા છે - જો શાસક આ પ્રાથમીકતા ચુકે તો તેને શાસન કરવાનો અધીકાર રહે જ નહીં..પણ તકલીફ એ છે કે આવા શાસનનો કોઇ યોગ્ય વિકલ્પ નથી મળતો - વૈકલ્પિક વ્યવસ્થાપક તેના જુના કરતા સારા નથી આવતા – તે વખતે તો એમ થાય છે કે હતા તે સારા હતા- આજે પણ આઝાદી પછીના લગભગ 70 વર્ષ પછી પણ એક વર્ગ એવુ બોલનારો છે કે આના કરતા તો અંગ્રેજો સારા હતા - કહેવાય છે ને કે :
પેટનો બળ્યો ઘર બાળે , ઘરનો બળ્યો ગામ બાળે , ------આમ ને આમ રાષ્ટ્રનુ નખ્ખોદ વાળનારા પણ આવી જ રીતે ઉભા થાય છે -પોતાના નાના સ્વાર્થ ખાતર દેશને નુકશાન પહોચાડનારો પણ એક વર્ગ છે જે આપણી સમસ્યાઓનો ઉકેલ લાવવામા રસ નથી ધરાવતો.
છેલ્લા 5-7 વર્ષમા જમીનોના જે ભાવ વધારા થયા છે તે પણ આશ્ચર્ય જનક વધારા છે - જમીન માલીકોએ જમીન વેચીને પૈસા ઉભા કરી લિધા - જમીનો ઉદ્યોગોના ફાળે ગયી - ઉદ્યોગોએ કોને કેટલો લાભ આપ્યો તે વાત નથી વિચારવી - પણ જમીનો જતા કમા સે કમ અનક્જનુ ઉત્પકદન તો ઘટી જ ગયુ તેનો અંદાજ કેમ કોઇને નથી આવતો ? શહેરો વસ્યા - શહેરો વિકસ્યા પણ ખરા - પણ સાસાથે સાથે ગામડા મ્રુતપાય બની ગયા તે પણ એટલી જ નક્કર હકીકત છે - 19- 20 મી સદી સુધી એવુ કહેવાતુ હતુ કે ભારત ક્રુષીપ્રધાન દેશ છે - આજે પણ ક્રુષીપ્રધાન તો છે જ પણ ક્રુષી પ્રત્યે અહોભાવ ઓછો દેખાય છે - ઉદ્યોગો વિકસે તે જરુરી છે , ઔદ્યોગીકરણ પણ જરુરી છે તેની પન ના નહીં પણ જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓના ભોગે - ક્રુષી ઉત્પાદનના ભોગે ઉદ્યોગોનો વિકાસ લાબો ના નભે - અ ધ ધ ધ રીતે વધી ગયેલા ઉદ્યોગોએ પાણીની જે તગી ઉભી કરી છે તે તો દેખય જ છે પન તેનાથી પન ખતરનાક રીતે કુદરતી નદી નાળાના પાણીને ડહોળીને તેમા ઉદ્યોગોનુ વેસ્ટ વોટર નાખી નદીઓ દુષીત કરી નાખીને પાણીની જે તંગી ઉભી કરી છે તેના પ્રત્યે પન કોઇનુ ધ્યાન જતુ જ નથી - જમીનો ઓછી થતી જાય છે , પાણી ઓછુ થતુ જાય છે તો અનાજ ઉત્પાદન માટે તો કોઇ ઉદ્યોગ છે જ નહીં કે આપણે ઘઉ ,દાળ, બાજરી કે ચોખા ઔદ્યોગીકરણથી ઉભા કરી શકીયે . એવી કોઇ ફેક્ટરી નથી કે જ્યા આપણે શાકભાજી પેદા કરી શકીયે - નકલી દૂધ બનાવવામા પણ અસલી દૂધ તો જરુરી છે જ - ખેત ઉત્પાદનની પ્રાથમીકતાને ભુલવામા ડહાપણ નથી અને માત્ર ઔદ્યોગીકરણને જ પોષવામા મોટપ નથી . બન્નેની સમતુલા જાળવવી જ પડે - તેના માટે અર્થશાશ્ત્રીની જ નહીં કોઇ વ્યવહાર કુશળ શાસક જોઇયે - સયાજીરાવ ગાયકવાડ એક વ્યવહાર કુશળ રાજવી - શાસક હતા - એક વાર તે મહેલની બક્હાર જવા માતે પોતાની ગાડિમા નીકક્ળ્યા ત્યારે કેટલાક અધીકારીઓ ,ઇજનેરો અને મજુરોનો કાફલો મહેલના ઝાપાથી મહેલના પગથીયા સુધી ખડકાયેલ જોયો - પળભર માટે રાજવી ઉભા રહી ગયા અને અધીકારીને પુછ્યુ કે આ બધુ શુ છે ?અધીકારીએ જવાબ આપ્યો કે આપણા ઇજનેરો મહેલના પગથીયાથી મહેલના ઝાપા સુધીના રસ્તા માટેના વળાક માટે લાઇનદોરી માટે શોધે છે - રાજવી એ પુછ્યુ કે તેમા આટલા બધા માણસો કેમ છે ? અધીકારિએ જણાવ્યુ કે રાજ્યના ઇજંનેરને વળાક સેટ કરવા માટે બોલાવ્યા છે અને તે લોકો સર્વે કરે છે - મહારાજાએ જનાવ્યુ કે તેમા સર્વેની ક્યા જરુર છે ? બોલાવો તેમના ઇજનેરને - ઇજનેર આવી ગયા એટલે માહારાજાએ તેમને પોતાની સાથે ગાડીમા બેસાડી દીધા અને પોતે રાજમહેલના ઝાપેથી મહેલના પગથીયા સુધી ગાડી ચલાવી અને ઇજનેરને ઉતારીને કહ્યુ કે ગાડીના વ્હીલ્કના નિશાન જોઇ લો અને તેના મધ્યમા મધ્ય રેખા રાખીને વળાક - કર્વ - સેટ કરી દો -આટલી લાબી ચોડી મહેનતની જરુર નથી - અને એક વ્યવહારુ રાજવીએ રાજ્યના ઇજનેરનુ કામ તેમની વ્યવહક્રિક કુનેહથી સહેલુ બનાવી દીધુ .=ટુકમા દરેકક્ષેત્રમા તજજ્ઞોની જરુર નથી જ - તજજ્ઞો હોય તે સારી વાત છે - પણ જો તેઓ વાતનુ વતેસર જ કરતા હોય તો તેને બદલે તેમની સલાહ લેવી જ અર્થહિન છે – મોઘવારી નાથવા માટે અર્થશાશ્ત્રીઓની ફોજ ને બદલે શરદભાઇ જેવા શાણા , વ્યવહારુ ,કાબેલ અને રિઢા અનુભવીને હાથ ઉપર રાખીને , વાયદા બજાર ,સટ્ટાબજાર , સટોડિઆઓ અને સંગ્રહાખોરોને દબાવીને રસ્તો શોધી શકાય- તુવેરની દાળ માટે જે દરોડા પડ્યા તે જો વહેલા પડ્યા હોત તો 70 ના 100 પણ ના થાત .
.ટુકમા જો શાસક મોઘવારીને નાથશે તો તેમના શાસનને ઉની આચ નહીં આવે
આ મારો “ વાયદો “ છે - “ શરદભાઇ “ ને કદાચ ના પણ ગમે – “ વાયદા “ બજારને ભુલીને વાસ્તવિક બજારમા આવી જાવ - રસ્તો સરળ છે . –શાસક મજબુત અને વ્યવહારુ જોઇયે તે અગત્યનુ છે .
ગુણવંત પરીખ
9-1-16
નકલ સાદર :-
મા. મુખ્યમંત્રીશ્રી , ગુજરાત રાજ્ય
મા. મુખ્ય ન્યાયમુર્તીશ્રી વડી અદાલત ગુજરાત
મા. અધ્યક્ષશ્રી ગુજરાત વિધાંનસભા
Regards,
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
Online blog link - http://gunvantparikh. blogspot.in
No comments:
Post a Comment