From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
- : સમસ્યા - એલાને જંગ :-
ટકાની તાવડી તેર વાના માગે - ઘર લઇને બેસો એટલે ઘરવખરી જોઇયે જ – અને ઘરવખરી એટલે શુ તે ઘર લઇને બેઠા હોય તેને જ સમજાય - એવુ જ વહીવટમા પણ છે - વહીવટની ખુરસી પર બેસો એટલે અનેકાનેક સમસ્યાઓ - કોયડાઓ - પ્રશ્નો - સામે આવે જ --તેનો ઉકેલ શોધવો જ પડે - ગભરાઇને શાહમ્રુગની માફક રેતીમા માં સતાડી દેવાથી મુશ્કેલી ભાગી નથી જવાની કે દૂર પણ નહીં થાય - કદાચ એવુ કરવાથી તો તે સમસ્યા તમોને જ ભરખી જશે - આજના જમાનાની વાત કરીયે તો - આજે આપણે - આ લોકશાહીના જમાનામા સમસ્યાનો ઉકેલ શોધવાને બદલે - નિવેદનબાજી - કરવાની કુનેહથી તેનો સમસ્યાનો હલ શોધવાનો પ્રયત્ન કરીય્ર છિયે - તેનાથી મુળ સમસ્યાનો ઉકેલ તો નથી આવતો પણ ઉપરથી મુળ સમસ્યા ગુચાય છે . નિવેદનબાજી એટલે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો નો મારો- વાદ અને સવાદ તો બાજુ પર રહી જાય છે - વિવાદો ઉભા થાય છે ,વિખવાદો ઉભા થાય છે અને તેમાથી વિસ્ફોટો પણ થાય છે - પણ સમસ્યા તો ઉભી ને ઉભી જ રહે છે .
એલાને જંગ એટલે યુદ્ધ જાહેર કરવુ- એક જમાનો હતો કે જ્યારે યુદ્ધ માત્ર રણ મેદાનોમા જ લડાતા હતા –રહેણાકના વિસ્તારને તેની અસર ઓછી વર્તાતી હતી - પુરાણકાળનુ મહાભારતનુ પ્રખ્યાત ધર્મ યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમા ખેલાયેલુ - અરે 500 -700 વર્ષ પહેલા પણ યુધ્ધો તો રણ મેદાનમા જ લડાતા હતા - રાણા પ્રતાપ અને અકબર વચ્ચેનુ યુદ્ધ પણ હલદીઘાટના મેદાનમા જ લડાયેલુ - , બાબર અને રાજપુતો વચ્ચેનુ યુદ્ધ પણ પાણીપતના મેદાનમા લડાયેલુ - યુધ્ધની અસરો પ્રજા ઉપર પડે જ -પણ યુધ્ધમા જે સંહાર સૈનિકોનો થાય છે તે સંહાર પ્રજાનો તો થતો નહોતો- પણ છેલ્લા વિશ્વયુધ્ધોએ તો આખો ચિતાર બદલી નાખ્યો -અમેરીકાએ જાપાનના બે શહેરો ઉપર અણુબોમ્બ ઝીકીને યુધ્ધના સૈનિકોનોજ નહીં જાપાનના પ્રજાજનોનો સંહાર કરી નાખેલો – નાગરિક જિવન અસ્તવ્યસ્ત કરી નાખેલુ - અસ્ત્ર- શસ્ત્રનો ઉપયોગથી તેનો ભોગ સામાન્ય નાગરિક્ બને - તેના જેવી નિદનીય બાબત બીજી શુ હોઇ શકે ?
એ જ પ્રકારનો સીલસીલો આજે લોકશાહીમા આગળ વધી રહેલો ક્છે - લોકશાહીના આ જગ એલાન વખતે લોહીયાળ નથી હોતા પણ પછી કયે તબક્કે તે અતિ લોહીયાળ અને વિનાશક બને છે તેની કલ્પના પણ કોઇએ કરી હોતી નથી ..લોકશાહીના જમાનાના આ એલાને જંગના મહારથીઓ છે - બંધનુ એલાન , હડતાલનુ એલાન,આદોલનનુ એલાન ,ભુખ હડતાલ -ઉપવાસનુ એલાન , : વિ.વિ.વિ. : આ એલાનો કુરુક્ષેત્ર કરતા પણ વધારે ભયાનક છે તેનો ખ્યાલ બહુ મોડો લોકોને આવ્યો –ને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તો ઘણુ મોડુ થયી ગયુ હતુ . આ એલાનોના સમર્થનમા આપણે નામ વટાવીયે છિયે ગાધીજીનુ - ગાધીજીના સત્યાગ્રહ નુ -- ગાધી ચિધ્યો માર્ગ- ગાધીજીએ આવો માર્ગ બતાવેલો ? હડતાલનુ એલાન કરો -બધનૂ એલાન કરો - પછી બજારો ફરજીયાત બધ કરાવો - પછી તોડ્ફોડ અને લુટફાટ–એલાન આપનાર “ લશ્કર “ બાજુ પર રહે અને એલાને જગનો કબજો અસામાજિક તત્વોના હાથમા જતો રહે - અસામાજિક તત્વો માત્ર લુટફાટ કરીને જ સતોષ માનતા નથી - પુરાના હિસાબો પણ આ જ સમયે પતાવી નાખે છે અને તે બધુ “ તોફાનો “ મા ગણાઇ જાય , મનાઇ જાય - અને પોતે તો ક્યાય ચિત્રમા આવે જ નહીં - ગાધીચિધ્યા માર્ગના આ
“ સત્યાગ્રહ “ સમાન માર્ગના એલાનની શરુઆત થયી બધના એલાનથી અને પરીણમે છે લુટફાટ અને કોઇક વાર લોહીયાળ પણ બને છે જેની કલ્પના એલાન આપનાર ને પણ નહીં હોય .ગાધીજીએ સત્યાગ્રહનુ હથીયાર તો વિદેશીઓ સામે ઉગામ્યુ હતુ અને તે પણ પુરી કાળજી સાથે કે તે ઉપાય અહિસક રહે –જ્યા તેમને સહેજ પણ વળાકનો ડર લાગે તો તે તરત જ એલાન પરત ખેચી લેતા હતા –અરાજકતા ફેલાય તેવુ તે કદી ઇચ્છતા નહોતા - જ્યારે આજે જે બને છે તે ગણત્રીબધ્ધ રીતે અરાજકતા ફેલાવવામાટે, સામાને નબળો ચિતરવા માટે -સામાને દોષિત દર્શાવવા માટે - કરાય છે
આ હડતાલો , બધ ,આદોલનો વિ.વિ. વિ. ને કાનુની સમર્થન મળેલુ છે ? કદાચ હા - બંધારણીય મુળભુત અધીકારો -વાણી સ્વાતંત્ર્ય -વ્યક્તિ સ્વતંત્ર્ય – અભિ વ્યક્તિના અધીકાર - વિ.વિ. ના નામે તેનો ખોટો દુરુપયોગ કરીને આ મર્ગે આગળ આવે છે અને આગળ વધે છે ન્યાયતંત્ર , કારોબારિ – વહીવટીતંત્ર અને ધારાકિય તંત્ર તો સમજે જ છે કે પણ હુ અને દરેક નાગરિક પણ જે સમજે છે કે દરેક અધીકારોને એક મર્યાદા હોય – એ મર્યાદા - લક્ષમણ રેખાનુ ઉલ્લઘન ના કરી શકાય- મુળભુત અધીકારો એવા અબાધીત કે નિરપેક્ષ નથી જ કે તેને લગામ ના મારી શકાય –આ કામ કોણ કરે ? જો ન્યાય તંત્ર એમ કહે કે અમારી પાસે આ વસ્તુ રજુ જ નથી થયી –અમે શુ કરીયે ? – ન્યાય તંત્ર પાસે એક સૌથી મોટો અધિકાર છે સુઓ મોટો નો -કેમ આ અધીકાર વાપરી શકાય નહીં ? વહીવટી તંત્ર એમ
કહે છે કે હડતાલ એ ધારાકિય અધીકાર છે - પણ નિયમો બનાવવાના અને અમલીકરણના અધીકારો તો તેની પાસે છે જ – કેમ રોકી શકે નહીં ? ધારાસભા એમ કહિને છટકી શકે કે અમે તો શુધ્ધ બુધ્ધીથી આ અધીકારો આપ્યા પણ અમલીકરણ જેને કરવાનુ છે તે પોતાનો સ્વવિવેક કેમ ના વાપરે ?અને જો તેમની વાત કોઇ ના સાભળતુ હોય તો ન્યાયતંત્રના દ્વાર ખટખટાવો -ટુકમા આ એલાનો અને એલાને જગ ને કાબુમા રાખવા માટે આ ત્રણેય તંત્ર સક્ષમ છે -માત્ર પ્રશ્ન આ સક્ષમતાને યોગ્ય રીતે વાપરવાનો અને અધીકારોના અમલીકરણનો છે
પળભરને માટે ન્યાયતંત્રને બાજુપર રાખીયે –પણ વહીવટી તંત્રે જ પહેલ –વ્રુત્તી દાખવવી પડે -શાસનકર્તા શાસકની - ચુટાયેલી પાખે એક વખત વહીવટની ધુરા લીધા પછી પક્ષાપક્ષીથી પર રહિને -માત્ર વહીવટી જરુરીયાતોને જ નજરમા રાખવી પડે -વિરોધ પક્ષ તો વિરોધ કરવાનો જ છે પણ તેના વિરોધને વધારે વજન કે વજુદ આપ્યા સિવાય જરૂર પડે આકરા પગલા કે કઠીન નિર્ણયો પણ લેવા પડે - આજકાલ એ એક પ્રથા બની ગયી છે કે “વિરોધ પક્ષનુ કામ વિરોધ કરવાનુ - વિરોધ પક્ષ ખડનાત્મક વ્રુત્તિ છોડે તો સારી વાત છે - પણ નહીતર શાસક પક્ષે તો નિરપેક્ષ રીતે વહીવટની મુદ્રાનેજ નજરમા રાખવાની છે - કોઇ પક્ષપત કે પુર્વગ્રહ વગર તેણે નિર્ણયો લેવા પડે - ઉહાપોહને દાબી દેવા માટે તેની પાસે સત્તા છે –સત્તાનો ઉપયોગ શાણપણથી કરે –મર્યાદાથી કરે –સફળતા સો ટકા શાસકા પક્ષને જ મળશે..કોઇ પણ સજોગોમા કોઇ પણ આદોલન , એલાન , બધ , હડતાલનુ એલાન ,કે ઉપવાસનુ એલાન , રેલી વિ.વિ..ને મજુરી આપવામા આવશે જ નહીં - વાટાઘાટોના દ્વાર તટસ્થપણે ખુલ્લા રાખવા , વાટાઘાટો સફળ થતી ના લગે તો મધ્યસ્થી તરીકે વડી અદાલતને વચ્ચે લાવો- તેને નિર્ણય લેવા દો અને વડી અદાલત પાસે તો એક સતા છે જકે તે મુદ્દો પોતાની પાસે આવ્યા પછિ હુકમ કરી શકે છે કે જ્યા સુધી છેવટનો નિર્ણય લેવાય નહીં ત્યા સુધી સમગ્ર પરીસ્થિતિને “ યથાવત“ રાખવી - “ STATUS QUO “ જાળવે અથવા જરુર લાગે તો જરુરિઆત મુજબ વચગાળાનો કોઇ હુકમ કે મનાઇ હુકમ પણ આપી શકે છે - ટુકમા કોઇ પણ સજોગોમા કોઇ હડતાલ , આદોલન, રેલી ,ઉપવાસ ,બધ ,:આ બધુ બંધ : બંધારણીય અધીકારોને સાચુ સ્વરુપ આપવાનો અધીકાર અદાલત પાસે છે જ.
અદાલતના આ એલાનથી રાજ્ય , રાષ્ટ્ર , અને પ્રજા બીનજરુરી અરાજકતા ,પરેશાનિઓ અને જાહેર મિલ્કતોના નુકશાનથી બચી જશે ;
ગુણવંત પરીખ
11-1-16
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
નકલ સાદર :-
મા. મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય
મા. મુખ્ય ન્યાયમુર્તીશ્રી વડી અદાલત ગુજરાત રાજ્ય
મા. અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા
No comments:
Post a Comment