aantarik mulyaankan - maass promotion - general option


From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer 
Vidyaarthi   Kalyan  Kendra
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609




        -:   આં ત રિ ક  -   મૂ લ્યાં ક ન  : -


       -આજ  કાલ  શૈક્ષણિક  ક્ષેત્ર  શૈક્ષણિક  વિચારસરણીને   બદલે   વિવાદિત   વિચારસરણી  ઉપર   વધારે  ઉતરી  રહેલ   હોય તેમ જણાય   છે. લોકશાહીની   આ  એક  કમનસીબી   છે  કે  તેણે   બક્ષેલા  વાણી  સ્વાતંત્ર્ય  અને અભિવ્યક્તિના   મુળભુત   અધીકારોનો  ઉપયોગ  રચનાત્મક  બાબત  કરતા  વધુ  પડતો  ખંડનાત્મક  આલોચનાઓ અને  વિવાદો  સર્જવામા    કરે  છે . ;  શાસનમા   બેઠેલ  વ્યક્તિ   કરે   જે  પણ  કરે  -  તેનો   વિરોધ  કરવો  તેનુ  નામ  વિરોધ  પક્ષ   જે પાયાનો  પ્રશ્ન  જ   વિસરી  જાય  છે  .

         શાળા    અને  કોલેજોના    અભ્યાસક્રમો   માટે અનેક  નવતર પ્રયોગો  થતા   રહે  છે -  શિક્ષણ  જગતના   માધાતાઓ  અનેકાનેક  વિવિધ  સુચનો કરતા   રહે  છે ,  કલ્પનાઓના  તુક્કાઓ  પણ  દોડાવતા  રહે   છે  - શૈક્ષણિક  વિકાસ   માટે   વૈવિધ્ય  અને  સુધારા   વધારાની   વિચારસરણી   જરુરી  હશે  પણ  અમર્યાદિત   આલોચનાઓ  અને ટિકાઓ   બહુ  સારા  નહીં.  શાળા-  કોલેજોમા  વિદ્યાર્થીઓ  અભ્યાસ  માટે  આવે  છે તે    યોગ્ય   રીતે અભ્યાસ  કરે  છે  કે  નહીં  તે  પણ  જોવુ  જાણવુ  અગત્યનુ  છે -  અને તેને   માટે  તે   કેવુ  અને  કેટલુ  ભણ્યા   તે  જાણવા  માટે  તેનુ  મુલ્યાકન  થાય તે  પણ  જરુરીછે-અને  મુલ્યાકન  માટેનો  શ્રેષ્ટ   માર્ગ  પરીક્ષા   છે  - દરેક  સીક્કાને  બે   બાજુ હોય  જ  - જ્યા  ગામ   હોય   ત્યા  ઉકરડા  પણ   હોય  -ઉકરડાનો  પણ   યોગ્ય  ઉપયોગ કરીને   ગામને  સ્વચ્છ અને  સોહામણુ  બનાવવુ  તે  જ  સુધારક નુ    કામ  અને તેમા  જ તેનુ  નામ  છે .સામાન્ય  રીતે  વર્ષ   દરમિયાન  ભણેલ અભ્યાસક્રમનૂ   મુલ્યાકન  પણ પરીક્ષાથી    થાય  છે  પરીક્ષા  વર્ષે  એક  વાર , બે  વાર ,  ત્રણ વાર   કે   મહીને  મહીને  પણ    લેવાય -  પણ   દરેક   વિકલ્પે  મુલ્યાકન  તો  વિદ્યાર્થીએ   કેટલુ   ગ્રહણ   કરેલ  છે   તે  જ  જોવાનુ   છે  આજની  પરીક્ષા પધ્ધતિઓમા    લેખિત  પરીક્ષા , મૌખિક  પરીક્ષા  અને   પ્રાયોગીક   પરીક્ષા  એ  મુખ્ય  પરીક્ષાઓ છે  ભણતરના     સમયનુ  આ પરીક્ષાઓ દ્વારા    મુલ્યાકન   થાય  છે  .સામાન્ય રીતે લેખિત  પરીક્ષાઓ  વાર્ષિક   ધોરણે લેવાય  -તેના  પરીણામ  ઉપર  વિદ્યાર્થીને  પ્રમાણપત્ર  મળે  -  પણ   કોઇ  કિસ્સામા  આ  રીતે લેવાતી પરીક્ષામા   કોઇ   તેજસ્વી વિદ્યાર્થી  કોઇ  અગમ્ય  કારણ સર   પરીક્ષા  ના   આપી  શક્યો માદગીને    કારણે  પણ   કોઇ  રુકાવટ  આવે   ,તેવા  સમયે તેનુ  મુલ્યાકન   યોગ્ય  ના   પણ   થાય  જો  કે   શાળા  કક્ષાએ   તો  શિક્ષકો  મોટેભાગે  દરેક  વિદ્યાર્હીને   વ્યક્તિગત  રીતે  ઓળખતા   હોવાથીઅને તેમને અન્યાય  થવા દે  નહી પણ  ઉચ્ચ   કક્ષાના   અભ્યાસમા તે  શક્ય  નથી અને   તે  જોતા  છમાસીક   પરીક્ષા   અને  ત્રિમાસિક  પરીક્ષાઓ     પણ  લેવાય  છે અને   દરેક પરીક્ષાઓનુ   સરેરાશ  પરીણામ    નજરમા  લેવાય  અને    આ  પદ્ધતિ   ખોટી પણ  નથી..  સમગ્ર   વર્ષ  દરમીયાન  ચાલેલ  અભ્યાસક્રમનુ   આ    તબકાવારનુ મુલાકન  તે  જ  આતરીક મુલ્યાકન  કહેવાય .  :ક્રેડીટ   બેઝ્ડ  ક્રેડીટ      સીસ્ટમ : .અને  તેમાથી  આવી   સેમીસ્ટાર  પદ્ધતિ  -વર્ષના   બે   ભાગ   પડ્યા  -  પ્રથમ  સેમીસ્ટાર  અને   બીજુ  સેમીસ્ટાર  -   અભ્યાસક્રમ   બે  ભાગમા  વહેચાઇ  ગયો  - પ્રથમ   સેમીસ્ટારમા  ઉત્તિર્ણ   ના  થયી  શક્યો  હોય  તેને   પણ  બીજા   સેમીસ્ટારમા   જવાની  પરવાનગી   મળે   છે -       આતરીક  મુલ્યાકન   માટે   વર્ષે   આતરીક  પરીક્ષાઓ  લેવાતી  હતી   - લેવાય છે  -  અને  તેના     માટે   30   ગુણ   રાખવામા   આવેલા   છે  જે  પૈકી 5   ગુણ   વિદ્યાર્થિની     હાજરી   માટે  છે   કારણ   બહુ   સ્પષ્ટ  છે -    કોલ્લેજમા   આવ્યા    બાદ  કેટકેટલા   વિદ્યાર્થીઓને    વર્ગ  મા   ભણવુ  ઓછુ   ગમે   છે  -  કોઇની   મારફતે    હાજરી  પુરાવડાવી   દેવી-  આ   તબક્કે  અધ્યાપકો  ઉપર   ટીકા   કરવી  સારી  નહીં     લાગે  -     પણ   હાજરી  -  નિયમીતતા  એ     તો  શિક્ષણા  જગતની શિસ્તનુ   એક   સોપાન   છે -અને    25   ગુણ  લેખિત  પરીક્ષાના   છે  . ઉચ્ચ   શિક્ષણમા -  કોલેજોમા  આ  આતરીક  પરીક્ષાઓ    જે  તે   કોલેજ  લેતી  હોય   છે   અને  મુખ્ય પરીક્ષા   યુનીવર્સીટી    લે   છે    જેના  ગુણ   70   હોય   અને  70  યુનીવર્સીટીના  અને 30    આતરિક   મુલ્યાકનના  તેમ  બન્ને  ભેગા   મળીને    100   ગુણનુ   ધોરણ     નક્કી  થાય  .  કોલેજો  ,  કોલેજોના   સચાલકો   અને    વિદ્યાર્થીઓપણ   આ   આતરીક   પરીક્ષા   માટે કેટલા   સજાગ  છે   તેની  ચર્ચા   કરવી   વ્યર્થ   છે -  આ  દરેકનો    હેતુ   સમાન   છે -  પોતાની    કોલેજનુ   પરીણામ  સારુ   આવે  તે   માટે   સૌ  સજાગ  પણ રહે  છે  અને તેમની  આ   લાલસા   તેમને    તટસ્થ  નથી  રાખી   શક્તિ -  .હાજરીના    5   ગુણ   મફતના  ભાવના   છે  -કોલેજના   કેટલા   વિદ્યાર્થીઓ   કેટલી  માત્રામા   કોલેજ ભરે  છે  તે  વિદ્યાર્થીઓ   ,  તેમના   વાલીઓ  અને  ખુદ  કોલેજના  સચાલકોોઅને    અધ્યાપકોોઅને    આચાર્યો   પણ  જાણે  છે  પણ    હાજરીના    નામે   કોઇ   નાપાસ  થયુ  નથી   કે  તેમના   ગુણ  ઘટ્યા   નથી  -  ભાગ   બે   મા   લેખિત  પરીક્ષા   આવી  -  અને  ત્યા  પણ   આ   સહકારી    સહીયારી    વિટબણા  જ  કામ  કરે   છે   અને   કોઇ   ભાગ્યેજ  આતરીક  પરીક્ષામા   નાપાસ  થાય  છે .- મોસાળમા   જમણ   અને   મા   પિરસનાર   હોય  -ભાણેજ   રોજ  ઘીમા   બોળેલી   રોટલી   અને  રોજ  મિષ્ઠાન  જ  જમે -   નવુ  કશુ   નથી  -મામાના   છોકરાઓને   અદેખાઇ   આવે   જઅને    કદાચ  આ   અદેખાઇના   નિવારણ  અર્થે   આ  પરીક્ષા  પણ    રદ  કરીને    25   ગુણનુ   આતરીક   મુલ્યાકન    રખાયેલ  છે .  જે   એસાઇનમેંટ  ઉપર  આધારિત  છે   ઊટે    કાઢ્યા    ઢેકા    તો   માણસે   કાઢ્યા   કાઠા   -  જેવો  ઘાટ  પણ   થવાનો  -  કારણ  કે   આ  એસાઇનમેંટ   પણ   કોલેજ   કક્ષાએથી   જ  થવાનુ  છે  જ્યા    સુધી    વિદ્યાર્થી ,શિક્ષક  ,સચાલક   અને  વ્યવસ્થાપક   યોગ્ય   સમજ   નહીં   કેળવે અને  તંત્રનૂ    ધોરણ   નહીં  સુધરે  ત્યા  સુધી  દરેકસુધારા    ધોવાઇ  જવાના જ   છે  .ગુજરાત  યુનીવરસીટીના    કુલપતિએ   રજુ  કરેલ  સુધારો    આવકારદાયક    છે   પણ   જે  રીતે  તેનો   વિરોધ   થાય  ચે  તે  જોતા     પ્રશ્ન    થાય છે  કે   આ   વિરોધ   કરનાર   પરીબળો   પાસે    અન્ય    કોઇ  વિકલ્પ છે   ખરો  ?  એ   વિકલ્પ   એવો   હોવો   જોઇયે   જે  વિદ્યાર્થીઓના  હિતમા   હોય  અને  શૈક્ષણિક   સમસ્યાઓથી   પર  હોય ..

             નવનિર્માણના   આદોલન   સમયે   લાબા   ગાળા   માટે   શૈક્ષણિક   કાર્ય   બંધ   રહેલુ    ત્યારે   એક    એવો   વિવાદાસ્પદ   નિર્ણય   લેવામા   આવ્યો  હતો   -   માસ    પ્રમોશન  -અને  જનરલ  ઓપ્શન-  વિદ્યાર્થીઓના    માટે  તો   મફતના   ભાવે   પાસ   થવાનુ   હતુ  -  અને પાસ  પણ  થયી   ગયા  -  પણ   તેના   પ્રત્યાઘાતો   કેવા   પડેલા   ?  માત્ર  પાસ   થનાર   જ   નહીં -  સુવર્ણ  ચંદ્રક     મેળવનાર   વિદ્યર્થિનુ ધોરણ   એટલુ   નીચુ   ગયેલુ   કે  શૈક્ષણીક  સંસ્થા    હાસ્યાસ્પદ   બની  જાય  -  એક  ઇલેક્ટ્રિકલ  એંજીનીયર -  બી.ઇ. ઇલેક્ટ્રિકલ  -ગોલ્ડ મેડાલીસ્ટ  -યુનીવર્સીટી  ફર્સ્ટ  એક   મોટી  કમ્પનીમા  ઇંટરવ્યુ   આપવા   ગયેલો  અને   જ્યારે   તેને   એક   પ્રશ્ન   પુછવામા    આવ્યો   ત્યારે  તેણે   જવાબ   આપેલો   કે   આ   ભાગ તો   મે  ઓપ્સનમા   રાખેલો   માટે   મે  તેનો  અભ્યાસ   જ   કર્યોનથી  -તેનો   આ   જવાબ   સાભળીને   સચાલકો    દંગ    રહી   ગયેલા  -  આ  કેવો  અભ્યાસક્રમ  ? આ   કેવી   પરીક્ષા    પદ્ધતિ  ?  જ્યા   પ્રથમ  સ્થાને   આવતો  ઉમેદવાર  આવો  જવાબ   આપે  છે ?   કદાચ   આ   બાબત   યુનીવર્સીટીના    ધ્યાન   ઉપર  પણ   લાવવામા    આવી   હશે   -જે   હોય   તે   -   મુળ  વાત   જનરલ   ઓપ્શન  ની    છે  -ોઅનેતે  પછી   ઇંટરનલ  ઓપ્શન   જ  ફરજીયાત  થયા  -  કોઇ  વિદ્યાર્થી  અભ્યાસક્રમનો   કોઇ  ભાગ  છોડી  શકે  જ નહીં   કે  જેથી  આવા   હાસ્યાસ્પદ   જવાબ  આપવા     પડે   અને  સંસ્થાને    હાસ્યાસ્પદ   અને ક્ષોભજનક  પરીસ્થિતીમા  મુકાવુ પડે  નહીં . પરીક્ષા  પદ્ધતિ   એવી  હોવી  જોઇયે કે  જેનાથી  વિદ્યાર્થીનુ  જ્ઞાન  દેખાઇ આવે  તેના જ્ઞાનનુ   સાચુ   મુલ્યાકન   થયી   શકે  - આ  મુલ્યાકન માસિક  ધોરણે  થાય, ત્રિમાસિક  ધોરણે થાય  મૌખિક  પરીક્ષાના   ધોરણે  થાય  , પ્રાયોગિકધોરણે  થાય   કે   વાર્ષિક  મુલ્યાકન  વાર્ષિક પરીક્ષાના  ધોરણે  થાય  -ગમે  તે  રીતે  થાય  મુલ્યાકન  પૂર્ણ રીતે યોગ્ય  હોવુ  જરુરી  છે  અને તે  જરીત  સ્વિકાર્ય  બને  - નહીં  કે  માત્ર  વાદ   વિવાદ કે   વિરોધ અને  વિદ્રોહ   કરીને  ઠોકી  બેસાડેલી  નિતી 


          લોકશાહીમા  ત્રિસ્તરિય   વહીવટી  રચના  છે  : વિધાનગ્રુહ   કાયદા  ઘડે  ,  કારોબારી તેનુ  અમલીકરણ  કરે  અને  ન્યાયતંત્ર  નજર    રાખે :  એક   વાર  વિધાન ગ્રુહે  કે સ્ટેચ્યુટના  આધારે કોઇ  કાયદો   કે  નિયમ  ઘડાય  પછિ તેના  અમલીકરણની  પ્રક્રિયા   વહીવટી તંત્રે  -અધીકારીએ  કરવાનીરહે  છે અને ધારોકે   અધીકારિ અમલીકરણ  યોગ્ય  રીતે  નથી  કરતા  તો   તેનો   વિરોધ   અકારણ  વિવાદો સર્જીને ,ઉહાપોહ  કરીનેકે  અન્ય  ગેરબંધારણીય  રીતે  કર્યા  સિવાય  ન્યાયતંત્રને  તેની   આલોચનાનુ  કે  વિષ્લેષણનુ  કામ  સોપી  દેવુ  જોઇયે: :   વિરોધ પક્ષ  કે  વિરોધી  પરીબળોએ  વિવાદો   સર્જવા   જોઇયે    નહીં..  આ   પ્રશ્ન   વિદ્યાર્થીઓને   લગતો  પ્રશ્ન  છે ,  માનીલો કે  વિદ્યાર્થીઓ કાચી  બુધ્ધીના છે   પણ     તેથી   તેમના   હિતના  નામે    અન્ય  પરીબળોએ   કુદી  પડવુ યોગ્ય  નથી  :કે  વિદ્યાર્થીઓને   આ   વિરોધ  કરવાના   કામમા   જોતરવા   પણ   યોગ્ય  નથી .કુલપતિએ   લીધેલો   નિર્ણય   યોગ્ય   જ  છે  પણ    તેની  વિષ્લેષણાત્મક  કાર્યવાહી   વિષ્ફોટક   વિવાદો   દ્વારા  કરવી   તે  શૈક્ષણીક જગત  માટે    હાનીકારક  છે   આપણે   તો  ગુજરાત  યુનીવર્સીટીને  માત્ર   દેશ   જ    નહીં  દુનિયાભરમા  અગ્ર  હરોળમા મુકવા    માગીયે  છિયે  -ભુતકાળની   ભુલનુ   પુનરાવર્તન  ના  થાય  તે  જોવાનુ છે    માત્ર  વિરોધ  ,વિષ્લેષણો  કે   આલોચનાઓ કરી   કરિને  આપણી  યુનીવર્સીટીની    છબી  ખરડવાની નથી.    સૌનો    સાથ અને   સહકાર  એ પ્રથમ  સોપાન  છે અને  શૈક્ષણીક    ક્ષેત્ર  એ  તો   બુધ્ધિજીવીઓનુ   ક્ષેત્ર   છે  - તેજીને ટકોર પુરતી   છે 


ગુણવંત   પરીખ
3-2-16

No comments:

Post a Comment