From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 10-2-16
: સમરસ ચૂંટણી :-
SELECTION V/S ELECTION
આમ તો લોકશાહી એ શ્રેષ્ઠ પ્રશાસન વ્યવસ્થા ગણી શકાય. પ્રશાસનમા પ્રજાનો અવાજ હોય પ્રજાની વ્યથા પણ ઠલવાતી હોય , પ્રજાના વિચાર , અભિપ્રાય અને અવાજ રજુ થતા હોય છે. અને તેથી જ લોકશાહીને લોકોની લોકો માટે અને લોકો થકી રચાયેલ ઇમારત ગણી શકાય.. પણ આ ઇમારતના પાયા માટે જે ઇટો જોઇયે તેની પસદગી કરવાનુ કામ સરળ નથી. કાચી ઇટોનો પાયો સમગ્ર ઇમારતને ધરાશાઇ બનાવી શકે છે .અને તે માટે જ પાયાના આ પત્થરને પુરતો ચકાસીને પસદ કરવો જોઇયે. આ પસદગી પ્રજા જ કરે છે અને અહીથી શરુ થાય છે લોકશાહીનુ રાજકારણ .
પસદગીનુ કામ વ્યવસ્થિત થાય તે માટે ચુટણી પ્રથા અમલમા આવેલી છે. તકલીફ એ ઉભી થય્રેલ છે કે આજકાલ આ પ્રથા પણ માત્ર ગુણદોષ ઉપર જ નહીં પણ અમુક હદે તો વ્યાપારી અને વ્યવસાયિક ધોરણે ચાલે છે. પસદગીના ઉમેદવાર કેટલી ક્ષમતા ધરાવે છે તે માટેના ધોરણો વ્યવસાયીક છે. : વ્યક્તિની બુધ્ધી મતા કે જ્ઞાન જ નહીં પણ તે કેટલા “ એમ “
ધરાવે છે તે પણ એક ધોરણ છે .: “ એમ “ એટલે માસ , મની અને મસલ પાવર - અને આ ત્રણ પાવરનુ જોર એટલુ મજબુત બની ગયુ છે કે વ્યક્તિની અગત લાયકાતનુ મુલ્ય સાવ અવમુલ્યિત થયી ગયુ છે. એક ક્ષમતા ધરાવતી અને ઉચ્ચ બુદ્ધિ મતા ધરાવતી વ્યક્તિની સામે માસ મની અને મસલ પાવર વાળી વ્યક્તિ જ વિજેતા બને છે : પછી ભલે તે ક્ષમતા અને બુધ્ધીમતામા ઝીરો હોય . –તે તો એમ માને છે કે ખુરસી લીધા પછી આપમેળે ક્ષમતા આવી જ જાય તેમા બહુ બુધ્ધીની જરુર નથી - અને તેથી પણ વધારે અગત્યની વાત કે આવી બુદ્ધિ ઉછિની પણ મળી શકે છે અને ખરીદી પણ શકાય છે - જો ખુરસી ખરીદી શકાય તો પછી બિજુ શુ શુ ના ખરીદી શકાય ?
યહા તો હર ચીજ બિકાઉ હૈ ,
યહા તો હર ચીજ બીકતી હૈ .
બાબુજી તુમ ક્યાક્યા ખરીદોગે ------
આવા બજારુ માહોલ વચ્ચે આપણે પાયાના દુર્ગમ પત્થરને પસદ કરવાનો છે. લોકશાહીમા પસદગી પણ લોકશાહી ઢબે જ કરવાની છે અને તે લોકશાહી ઢબ એટલે ચુટણી પ્રક્રિયા ચુટણીમા એક કરતા વધારે ઉમેદવારો તો હોવાના જ - દરેક પોતાને જ સક્ષમ માને - દરેક એમ ઇચ્છે કે તે જ પસદ થાય અને તે માટે તે તમામ એડી ચોટીનુ જોર લગાવે - કોની પસદ ગી થશે તે તો પરીણામ આવ્યા બાદ જ ખબર પડે - પણ વ્યવહાર એવુ કહે છે કે જેનુ “ જોર “ વધારે તે જીતે – જે ખરેખર જ “ સક્ષમ “ છે તે નહીં - અને જેનુ જોર વધારે તે માટેના માપ દડ તો ગણાવ્યા જ છે – જે ટોળુ ભેગુ કરી શકે , જે ટોળાને જીતી શકે , ટોળાને કાબુમા રાખી શકે , જે પૈસો ખર્ચી શકે , પૈસો લાવી શકે , અને જરુર પડે હાથાપાઇમા પણ મજબુત હોય - આમા સક્ષમતા તો બિચારી બાપડી બનીને બાજુ પર જ હડશેલાઇ જાય છે – અને તેથી જ સક્ષમ વ્યક્તિએ પણ આ આગવા ગુણધર્મને સ્વિકારવો પડે છે – જો જિતવુ હોય , જો ટકવુ હોય તો બીજો ઉપાય છે કોઇ ? ના.
હા, એક બીજો રસ્તો છે અને તે એ કે લોકશાહીનુ નામ રહે , લોકશાહીની પ્રક્રિયા પણ થાય પણ ચુટણી વગર જ પસદગી થાય - ઇલેક્શનથી નહીં પણ સીલેક્શનથી - સૌ ભેગા મળીને નક્કી કરે કે કોણ યોગ્ય છે -અને મહોર તેના પર વાગે – કોઇ ચુટણી પ્રક્રિયા નહીં ,નહીં કોઇ ટોળાશાહી , નહીં કોઇ આડા અવળા ખર્ચા , નહીં કોઇ વેર ઝેર ,ના કોઇ દુશ્મનાવટ ,સહકાર અને સમંન્વય -અને એક મતિ- સર્વાનુમતિ -
-લોકશાહીએ તમામ કક્ષાએ પક્ષાપક્ષી ઉભી કરી દિધી છે - લોકશાહીના નામે વાડા બની ગયા,પક્ષો બની ગયા, પક્ષાપક્ષી ઉભી થયી , વેર ઝેર વધી ગયા, અને તે પણ માત્ર એક વહીવટની જગાએ જ નહીં - રાષ્ટ્રીય કક્ષાએ ,રાજ્યકક્ષાએ , જીલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ પણ આ પક્ષાપક્ષી ઘર કરી ગયી - તમામ કક્ષા વિભાજિત થયી ગયી - એકતા તુટી ગયી , ઐક્ય તુટી ગયુ ,પ્રેમ અને સવેદના ના રહી -- રાજ્ય વહીવટ માટે તો ઠીક છે પણ શૈક્ષણીક ક્ષેત્રે પણ આ જ હાલત -
કદાચ આપણી લોકશાહીના ઇતિહાસમા પહેલીવાર - ગુજરાત યુનીવર્સિટીએ તેની સેનેટની ચુટણીમા સમરસનો સિદ્ધાત અજમાવ્યો - અને કુલપતીશ્રીને અભિનદન આપવા જોઇયે કે તે ઘણે મોટે ભાગે તેમા સફળ રહ્યા છે .તેમણે આ પ્રક્રિયા દ્વારા બિનહરિફ ચુટણી દ્વારા મોટે ભાગે જગાઓ ભરી - ઇલેક્શનની પ્રક્રિયા ઘટી , સમય બચ્યો , ખર્ચ બચ્યો , વેરઝેર ઘટ્યા , સક્ષમ વ્યક્તિને સ્થાન મળ્યુ - અથવા જે ને સ્થાન મળ્યુ તેને તે સ્થાન દિપાવવાની તક મળી -તેમનુ હિર બતાવવાની તક મળી –આ ચુટણીઓમા પણ
“ પાવર “ તો કામ કરે જ છે પણ તફાવત એટલો છે કે આ ચુટણીના ઉમેદવારો બધા જ બુદ્ધીજીવી વર્ગના છે , સમજદાર છે , અભ્યાસુ છે , ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવનાર છે , ઉચ્ચ હોદ્દા પર છે , પૈસે ટકે સુખી પણ છે ,: હવે જરુર છે ઉચ્ચ ધ્યેય રાખવાની, ખાસ કરીને વિદ્યાર્થીઓનુ હિત નજરમા રાખવાની - તેમના હાથ નીચે હજારો અને લાખોની સખ્યામા વિદ્યાર્થિઓ ઘડાય છે – તેમને બજારુ નહીં પણ વ્યવહારુ બનાવો- જે રીતે તમે ચુટણી વગર જગે જીતી ગયા છો તે જ રીત તમે તમારી કોલેજોના વિદ્યાર્થીઓના વિદ્યાર્થી સઘની ચુટણી માટે અખત્યાર કરો - સગઠન જરુરી છે – ચુટણીતો એવી જરુરી નથી જે વેરઝેર ઉભા કરે , પક્ષાપક્ષી ઉભી કરે , વાડાબધી ઉભીકરે- આ કામ કોલેજોના આચાર્યોએ કરવાનુ છે - તમારા આચાર્ય –યુનીવર્સીટીના કુલપતીએ જે રસ્તો અપનાવ્યો તે રસ્તો તમે તમારા સ્તરે અપનાવોોઅને વિદ્યાર્થીઓને યોગ્ય દિશાસુચન આપો .વિદ્યાર્થીઓ રાજકિય પક્ષોના મહોરા ના બની જાય તે જોવાની ફરજ તમારી છે - વિદ્યાર્થીઓ તો રાજકારણનો પાયો છે પણ તેમને અત્યારથી જ રાજકારણી - પોલીટીસીયન – ના બનાવો- સર્વશ્રેષ્ઠ રાજકારણી ચાણક્ય પણ
“ આચાર્ય “ જ હતા અને ચંદ્રગુપ્ત તેમનો જ શિષ્ય હતો -જે રીતે તેમણે આચાર્યના હોદ્દાને ઉજાળ્યો તે રીતે આપ સૌ પણ આચાર્યના હોદાને દીપાવો – વિદ્યાર્થીઓને માત્ર રાજકારણમા ધકેલી દેશો નહીં પણ તેમને રાજ વહીવટનુ જ્ઞાન મળે તે માટે તેમને હથીયાર ના બનાવશો –તેમની શક્તિને યોગ્ય મુલવીને તેમને યોગ્ય શિક્ષા પ્રદાન કરશો.
સિદ્ધાત તરીકે લોકશાહીનો સત્તાના વિકેંદ્રિકરણનો સિધ્ધાત શ્રેષ્ઠ છે પણ જો તેનાથી વિકેંદ્રીકરણને બદલે જો કેંદ્રિકરણ થયી જતુ હોય તો તેના ઉપર દાબ પણ જરુરી છે .અને તે જ રીતે જો લોકશાહીના નામે ગામડે ગામડે વ્યક્તિઓનુ વિભાજન થયી જતુ હોય તો તેવી ચુટણી પ્રક્રિયા ઉપર પણ દાબ હવે જરુરી છે . ઘણા ગામડાઓએ સમરસ પચાયતો આપેલી જ છે – તેનો વહીવટ ઘણો સારો ચાલે છે – યુનીવર્સીટીને પણ સમરસનુ ફળ મળશે જ –એક મહેચ્છા છે કે ગુજરાત યુનીવરસીટી આતરાષ્ટિય કક્ષાએ સ્થાન મેળવે - આજે વિશ્વ કક્ષાએ આપણુ નામ નથી -અભ્યાસક્રમો વ્યવસાય અને વાણીજ્યના માળખામા આવી ગયા છે તેને શૈક્ષણીક ઓપ અપાય તે જોવાની શિક્ષણવિદોની ફરજ છે . આ સૌનો સહીયારો સાથ અને સહકાર માગે છે - યુનીવર્સીટીના કુલપતીઓ ,, એ.આઇ. સી.પી . ના પ્રમુખ અને તેના હોદ્દેદારો જો સૌ સહિયારો પ્રયાસ કરે તો ભારતિય યુનીવર્સીટીઓ ફરીથી તક્ષશીલા અને નાલદા બની શકે છે
સગઠનની તાકાત અનેરી છે - પાચ આગળી – દરેકના કદ અલગ - દરેકની કાર્યવાહી પણ અલગ દરેકના નામ પણ અલગ -દરેકની ક્ષમતા પણ અલગ - પણ જ્યારે એ પાચ આગળીઓ ભેગી મળીને મૂઠી બની જાય છે ત્યારે તેની ક્ષમતા , શક્તિ તાકાત અનેકગણી વધી જાય છે -મૂઠી ઉચેરી તાકાત મુઠીમા આવી જાય છે અને તે પ્રતાપ છે સગઠનના – સવાલ માત્ર આ સગઠનને જાળવવાનો છે -ઐક્ય,,નિખાલસતા અને નિષ્ઠા આવશ્યક છે .
સાથી હાથ બઢાના , સાથી રે --
ગુણવંત પરીખ
16-2-16
From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 10-2-16
No comments:
Post a Comment