From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 22-2-16
- : વિદ્યાપીઠના વિવાદ :-
આ એ જ ભારત દેશ છે – જેની વિદ્યાપીઠો અને સંસ્કારીતા વિશ્વભરમા શ્રેષ્ઠ ગણાતી હતી - વિશ્વભરમાથી અભ્યાસુઓ અહીયા અભ્યાસ માટે આવતા હતા.. વૈશાલીનુ ગણતંત્ર આજે પણ ગણનાપાત્ર ગણાય છે - નાલંદા અને તક્ષશીલા વિશ્વની પ્રથમા હરોળની વિદ્યાપીઠો ગણાતી હતી. જેમ સંસદ એ લોકશાહીનુ મંદીર છે તેમ વિદ્યાપીઠ એ ભણતરની દેવી માતા સરસ્વતીજીનુ મંદીર છે આ બન્ને મંદીરો એકબીજા સાથે ગાઢરીતે જોડાઇ ગયા છે. પણ કોણ જાણે આ બન્ને મંદીરોને કોના ગ્રહણ લાગી ગયા છે ? આજે આ બન્ને પ્રકારના મંદીરોએ પોતાની ગરિમા ગુમાવી દિધી છે ,.આ બન્ને સ્થળે ભક્તજનોની ભીડને બદલે ભયજનક તત્વોની ભીડ વધારે જોવા મળે છે અને તેને કારણે સાચા ભક્તજનો ભયથી લાચાર બની ગયા છે .-ભયભીત બની જાય છે -મદીર છોડીને ભાગી જાય છે
જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી - જે.એન.યુ. - નો વિવાદ આજે ચકડોળે ચઢ્યો છે .દુ:ખદ બાબત તો એ છે . કે અન્ય “ મંદીરો “ના “ ભાવીકો “ પણ તેમા જોડાઇ ગયા છે.- વિવાદને શાત કરવાને બદલે તેને વકરવામા અને વ્રુદ્ધી કરવાના પ્રયત્ન કરી રહેલ છે. વિવાદના પાયામા શુ છે તેની તપાસ સરકારે જ કરવાની છે - સરકાર સસદને અવશ્ય વફાદાર છે પણ જો સસદ સરકારના કામને સરળ બનાવવાને બદલે તેને ઘોચમા નાખવાના પ્રયત્નો કરે છે –આ પ્રશ્નને રાજકીય રીતે મુલવે છે –આજ કાલ મંદીરનો એક કથીત ભક્તજન કનૈયો કેંદ્રસ્થાને છે. તેના ઉપર રાજદ્રોહ નો આરોપ છે. અને આરોપના પાયામા છે રાષ્ટ્ર વિરુધ્ધ - રાષ્ટ્રદ્રોહ કહી શકાય તેવા નારા લગાવવાનો આરોપછે –કોઇ એક વ્યક્તિને સમ્પુર્ણ અદાલતી કાર્યવાહી બાદ ફાસી આપવામા આવી હોય તે મુદ્દાને કેંન્દ્ર સ્થાને રાખીને વર્ગીય અને પક્ષીય ધોરણે મુદ્દાને ચગાવવામા આવી રહ્યો છે અને “ યુધ્ધભુમી” તરીકે વિદ્યાધામને પસદ કરવામા આવી રહેલ છે -હથીયાર અને હોળીનુ નારિયેળ આજે “કનૈયો “ બનેલ છે .એકબાજુ માધ્યમોના અહેવાલ મુજબ સરકારી તપાસમા આઇબીના જણાવ્યા મુઅબ કનૈયાએ નારા નથી લગાવ્યા - નારા તો લાગેલા જ છે જ તેમા કોઇ શકા નથી – કોણે નારા લગાવ્યા તે શોધવાનુ કામ સરકાર અંને તપાસ એજંસીનુ છે - નારા “ વિદ્યાપીઠ “ તો લગાવે નહીં - નારા લગાવનાર વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમુહ છે - તે કોણ છે તે શોધો – તેમને કોણે સહારો આપ્યો તે શોધો- વિના કારણ વિઢાપીઠ બદનામ થાય છે - વિદ્યાપીઠના સચાલકોએ પણ આમા ઉડો રસ લેવો જોઇયે કે વિદ્યાપીઠને વિવાદમા ઘસડનાર કોણ છે ? કેમ વિદ્યાપીઠ હાથમા આવી ગયી ?શુ વિદ્યાપીઠ એ મદદગારીનુ કેંદ્ર છે ? શુ વિદ્યાપીઠનુ કોઇ વિદ્યાર્થી સગઠન આમો ભેળવાયેલ છે ? વિદ્યાપીઠના સતાધીશો આ અગે જરૂરીતપાસ કરે – વિદ્યાપીઠનુ નામ વગોવાય છે - વિદ્યાપીઠ એ તો વિદ્યાનુ ધામ છે - વિદ્યાદેવીનુમંદીર છે - તેને આ પ્રકારના રાજકિય કે સરકારી વિવાદનુ કેંદ્ર ના બનાવાય –આ મદીર નો એક આગવો મોભો છે - તે વિવાદોથી પર રહેવી જોઇયે - આ કોઇ અખાડો નથી – અહિયા દગલ નહીં પુજા થાય છે –ભક્તિ થાય છે -આ ભાવનાઓનુ કેંદ્ર છે - કિન્નાખોરી કે બદલા લેવાની રણભુમી નથી કનૈયો એક વિદ્યાર્થી સગઠનનો નેતા છે -આ વિદ્યાર્થી સગઠન એ જે એન યુ. નુ માન્ય સગઠન છે કે નહીં તે સૌથી પહેલી તપાસ જરુરી છે – જો હા તો આ સગઠને જ આ સભા આયોજીત કરેલી ? જો હા તો કોની પરવાનગીથી ?જો મંજૂરી અપાયેલ છે તો કોને મંજૂરી આપી ? પછી પ્રશ્ન આવે આ સભામા કોણ કોણ હતા ? તે સભામા કનૈયાની શુ ભૂમિકા હતી ? અને તે સિવાય બીજી વ્યક્તિઓની પણ શુ ભૂમિકા હતી ? જે વ્યક્તિઓ સભામા હાજર હતી તે તમામ વ્યક્તિઓ વિદ્યાપીઠની જ હતી ? જો કોઇ બહારની વ્યક્તિ કે વ્યક્તિઓ હતી તો તે કોણ કોણ હતી અને આ વીદ્યાર્થી સગઠનની સભામા કેવી રીતે અને કોના આમંત્રણથી આવી ? તે બહારની વ્યક્તિઓની શુ ભુમીકા હતી ?જો વગર આમંત્રણે આવી તો કેમ કોઇએ રોકી નહીં ? શુ આખ આડા કાન કરવામા આવેલા કે પછી ખરેખર કોઇને ખબર જ નથી ?
સામાન્યરીતે એવુ બને છે કે જ્યારેઆવી કોઇ સભા , સરઘસા,રેલી ,કે પછી બધ હોય ,હડતાલ હોય ઉપવાસ આદોલન હોય , કે અન્ય કોઇ પ્રકારનુ આદોલન હોય : પણ જ્યારે આયોજકો આ પ્રકારના એલાન આપતા હોય છે ત્યારે તેમા ભાગ લેનાર માત્ર તેમના જ સગઠનના સભ્યો હોય છે તેવુ નથી હોતુ -તેમા અન્ય વ્યક્તિઓ પણ જાણે અજાણે વગર આમંત્રણે પણ જોડાઇ જતા હોય છે અને જોડાય , યોગ્ય શાતિ જળવાય તો તો વધો નથી પણ એવુ મોટેભાગે નોધવામા આવેલ છે કે આવી સભા સરઘસ રેલી વિ.વિ. મા એલાન આપના સગઠન સિવાય અન્ય કેટલીક વ્યક્તિઓની સાથે કેટલાક અસામાજિક તત્વો પણ ઘુસી જતા હોય છે અને તે અસામાજિક તત્વો જે પણ કયી કરે છે તેની જવાબદારી આ સગઠનનિ જ આવે છે -સગઠનના સભ્યો કે હોદ્દેદારો જો આવા તત્વો ઉપર કાબુ રાખીના શકતા હોય તો તેમને આવા એલાન આપતા પહેલા સો વાર વિચાર કરવો જોઇયે - ગાધીજી પણ જ્યારે આ પ્રકારના એલાનો આપતા હતા ત્યારે તે પુરતી કાળજી રાખતા હતા કે તેમા કોઇ અસામાજિક તત્વો તો નથી ઘુસી જતા ને ? આ કીસ્સામા શુ બન્યુ છે તેની તપાસ સરકારે તો કરવાની જ છે પણ એક શૈક્ષણીક સંસ્થા - યુનીવર્સીટીએ તો ખાસ તપાસ કરવાની જરુર છે જ કે આ સભાના એલાનથી અંત સુધી શુ શોઔ બન્યુ અને તે માટે કોણ જવાબદાર છે. સ્વતંત્રતાની ચળવળ વખતની વાત જુદી હતી -તેમા વિદ્યાર્થીઓ જોડાતા હતા પણ તેમના ઉપર દેશ નેતાઓનો –પીઢ દેશ નેતાઓનો- પુખ્ત નેતાઓનો કાબુ હતો અને તેમને યોગ્ય માર્ગદર્શન પણ મળતુ હતુ - આજે નેતાઓનુ માર્ગદર્શન તો મળે જ
છે - પણ સ્વતંત્રતા ચળવળ જેવુ માર્ગદર્શન નથી - માત્ર પક્ષીય ધોરણે જ આ બધા આયોજનો થાય છે અને આ પ્રકારના આયોજનોમા જ્યારે દેશદ્રોહ જેવી બાબત આવી જાય ત્યારે વાત નાજુક બની જાય છે –મુળ મુદ્દો વિસરાઇ જાય છે – કાયદા રક્ષક કાયદો અને વ્યવસ્થા જાળવી નથી શકતા અને કાયદો અને વ્યવસ્થાની દોર અસામાજિક તત્વો પાસે પણ જતી રહે છે અને તેનો ગેરલાભ પ્રજાને તો થાય જ છે જે નાશ , વિનાશનુકશાન જાહેર મિલકતોંને થતુ નુકશાન અરાજકતાનો માહોલ , ભય ,ડર અને અરાજકતાનુ વાતાવરણ - પણ દુ:ખદ અને આશ્ચર્ય તે વાતનુ છે કે લોકશાહી ઢબે જ્યારે આનુ વિશ્લેષણ જ્યા થવુ જોઇયે -તે સસદના દ્વારે આ બાબત વિક્રુત સ્વરુપે આવે છે અને ત્યા આલોચના કે વિષ્લેષણને બદલે એવુ વાતાવરણ સર્જાય ચે કે મુળ મુદ્દો અહીયા પણ બાજુ પર જ રહી જાય છે - ચર્ચા વિચારણાને બદલે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો ચાલે છે અને પરિસ્થિતિ એવિ આવે છે કે સભાગ્રુહને મુલતવી રાખવુપડે છે -લોકશાહીની આ કરુણ ઘટના હવે તો વારેવારે થાય છે સતત થાય છે અને આકડા જે બોલે છે તે જોતા તો સભાગ્રુહ લાબો સમય “ બધ “રહે છે - જરુરી કામકાજ થતા નથી –એમ કહીયે કે એક પ્રકારની અરાજકતા ફેલાઇ જાય છે .
.આ મુળભુત મુદ્દા ઉપર સરકારે શૂ કરવુ શુ ના કરવુ તે સરકારો અલગતાથી વિચારે , ન્યાય તંત્ર પણ અલગતાથી વિચારે -પણ શિક્ષણ સસ્થાઓ માટે તો આ એક પડકાર છે -તેમની સંસ્થામા આ પ્રકારનીપ્રવ્રુત્તિઓ થાય અને તેમનુ અલગ તંત્ર છે જ - તે કેમ લાચાર અને બેબસ બનીને તમાસો દેખે છે ? જો શૈક્ષણીક સંસ્થાઓના સ્તર ઉચા લાવવા હોય ,તેમની સંસ્થાઓ - વિદ્યાપીઠોને આગવી અને આગળની હરોળમા મુકવી હોય તો તેમણે તેમનીસંસ્થાઓને રાજકીય માહોલાથી પર રાખવી પડે – તેમના સગઠનો - ખાસ કરીને વિદ્યાર્થી સગઠનો પક્ષીય ધોરણથી પર જ હોવા જોઇયે -આ સગઠનો પર કાબુ વિદ્યાપિઠનો હોવો જોઇયે તેને બદલેૂતેમના ઉપર આજે કાબુ જે તે પક્ષ ધરાવેછે અને કદાચ સચાલન પણ પક્ષીય ધોરણેજ થાય છે જેના કારણે મુળ પ્રશ્ન બાજુ પર ધકેલાઇ જાય છે . હુ ભાર પુર્વકજણાવુ છુ : વિદ્યાર્થીઓ રાજકારણ જાણે - શીખે - પણ રાજ રમત રાજકીય ધોરણે ના રમે - તે કોઇ પક્ષ કે નેતાના હાથા ના બને -સત્તાધારી પક્ષ અને સરકારે પણ વિચારવુ જોઇયે- -આજે તે સતા પર છે – જો આજે જ તેઓ પક્ષીય અતરાયો દૂર કરશેતોતે તેમને જ મદદરુપ બનશે -વિરોધ પક્ષ તેમા ચચુપાત કરવાની હિમ્મત નહીં કરે -અને વિરોધ પક્ષે પણ સમજવુ જોઇયે કે આજે ભલે તે વિરોધપક્ષે છે શક્ય છે કે કાલે તેમની પણ સરકાર આવે – અને તે સમયે આજનો શાસક પક્ષ વિરોધ પક્ષે હશે -તે સમયે આપની દશા પણ આજના શાસક પક્ષ જેવી જ હશે - વિરોધ પક્ષનુ કામ માત્ર વિરોધ જ કરવાનુ -તે સુત્ર ત્યજીને - રચનાત્મક વિરોધ ભલે થાય - સવાદ થાય - વાદ થાય - વિવાદ થાય પણ વિષ્ફોટ તો હરગીજ નહીં -તેનાથી તો સમગ્ર વિશ્વમા આપણી લોકશાહી વગોવાય છે – સમયનો એક તકાજો છે કે રચનાત્મકબાબતે શાસકજપક્ષ અને વિરોધપક્ષ એકસાથે રહે -અનિષ્ઠ્ની સામે ઉભા રહે – રાષ્ટ્રહિત માટે હાથમા હાથ મીલાવે અને યુવાબળને જાળવવાનુ કામ યુનીવરસીટીઓનુ-- તેમના આચાર્યો - કુલપતિઓનુ રહે છે . ગુજરાત યુનીવર્સીટીના કુલપતિએ એક સમરસ ચુનાવ આપીને એક નોખો નિરાળો માર્ગ દર્શાવ્યો છે - એ જમાર્ગે તમામ કોલેજોના ચુનાવ પણ થાય -ગુણવતાના ધોરણએ થાય -તો પક્ષીય રાજકારણ અને અગત વેરઝેર બાજુમા ધકેલાઇ જશે -ગુજરાત યુનીવરસીટીના કુલપતીએ એક બીજુ પણ આવકારદાયક પગલુ ભરીને ધ્યાન આપવાનુ છે કે આ જે.એન.યુ. વિવાદ તેમના કાર્યક્ષેત્રમા પ્રવેશ ન પામે . સમરસ ચુનાવે તેમને એક આગવૂ ગૌરવ પ્રદાન કરેલ છે અને તે જ પ્રકારના બિજા સ્તુત્ય પગલા ભરીને ગુજરાત યુનીવર્સીટીની આગવી ઓળખ આપશો.
આ પણ સમયનો એક તકાજો છે –ગુજરાત યુનીવર્સીટી વિવાદોથી પર રહીને પહેલ કરે – મને વિશ્વાસ છે કે ગુજરાત યુનીવર્સીટી અવશ્ય આગવી હરોળમા જ આવશે
ગુણવંત પરીખ
22-2-16
No comments:
Post a Comment