From:-
Gunvant R. Parikh
Executive Engineer ( R & B ) (Retd ) &
B.E.Civil. , LL.B.
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cellવિ.
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad 22 ( 380022 )
T.No. 079 25324676 , 9408294609
- : પ રી ક્ષા :-
રુમ – ઝુમ , રુમ-ઝુમ આવી પરીક્ષા
પોટલા ભરીને લહાણી લાવી પરીક્ષા
ગાડા ભરીને વિજયમાળાઓ લાવી પરીક્ષા
હા -- આ બધુ તમારા માટે જ છે – મારા પ્રિય બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ છે
પરીક્ષાના ખંડમાથી હસતા હસતા બહાર આવો - અમે તમારી રાહ જોઇયે છિયે –
અમે આપને એ નહીં પુછિયે - કેવુ ગયુ પેપર ?
બીજા પેપર માટે તૈયાર છો ને -?
Yes - ready - start -
On your March - Set - G O --O --O
પરીક્ષા એ પણ એક તહેવાર છે - ઉત્સવ છે – અને તેને મોજથી ઉજવવાનો છે- એ બલા નથી - હાઉ નથી - બિહામણો રાક્ષસ પણ નથી - કોથળામા અનેક ભેટ સોગાદો લઇને આવેલ દેવી માતા સરસ્વતીજીનો દૂત છે -તેને પ્રેમથી આવકારો – આ તહેવારના દિવસો આવી ગયા છે - તેને પ્રેમથી વધાવો - ઉમગથી ઉજવણી કરો – ક્ષોભ ના રાખશો - ડર ના રાખશો- ભ્ય ના રાખશો - આ દૂત આપના માટે આગળ વધવાની એક સીડી સાથે આવેલ છે - શાતિથી એક એક પગથિયુ ચડતા જાવ - ચડતા જાવ - અને આખરે તમે શિખર સર કરી લેશો ; આ શીખામણ નથી - સુચન નથી –એક પથરેખા છે
એક જમાનો હતો કે જ્યારે પરીક્ષાનો ભાર માત્ર વિદ્યાર્થીને જ લાગતો હતો - તેના વાલી – માતા –પિતા - માટે તે કોઇ બોજ નહોતો – પણ આજે જમાનો બદલાઇ ગયો છે –પરીક્ષાનો ભાર વિદ્યાર્થી કરતા તેના વાલી અને માતાપિતાને વધારે લાગે છે- -શિક્ષકો માટે પણ એક આકરી “પરીક્ષા “ છે – તે જમાનામા શિક્ષણ ક્ષેત્ર એટલે : શાળા - શિક્ષક અને વિદ્યાર્થીઓ : જ્યારે આજે ? સરકાર , સચાલકો , વહીવટકર્તાઓ, અને તે પછી આવે શિક્ષણના મુખ્ય અગો સમાન : શિક્ષક અને વિદ્યાર્થી :કહેવાયછે કે આપણે શૈક્ષણીક ક્ષેત્રે ખુબ વિકાસ કર્યો છે -પહેલી નજરે તે ભ્રમ સાચો પણ લાગે –પણ સાચી વાત તો એ છે કે સયાજીરાવ ગાયકવાડે ગામડે ગામડે જે શાળાઓ રાજ્ય તરફથી સ્થાપેલી તેની સરખામણીમા આજની કોન્વેટો, વિવિધ માધ્યમોની અનેક શાળાઓ , ખાનગી શાળાઓ , ટ્યુશન વર્ગો , આ કશુ વિસાતમા નથી –પણ જે છે તે છે - ઝાઝી વાતે ગાડા ભરાય –
આજને નજરમા રાખીને અમે અમારા હમલોગના વાચકો ,વિદ્યાર્થીઓ , વાલીઓ , શિક્ષકો સતાનોની ચિતા કરતા માતાપિતા - સૌ માટે સહાયભુત બની શકાય તે માટે પરીક્ષાના તહેવારો -દરમીયાન એક હેલ્પ લાઇન ખોલીયે છિયે - જેનો સમ્પર્ક સાધીને કોઇ પણ વિદ્યાર્થી , વાલી , માતા, પિતા , શિક્ષક , કે કોઇ પણ જિજ્ઞાસુ પોતાની મુઝવણ રજુ કરી શકે છે અમારી ઇચ્છા છે કે સમગ્ર પાટણ શહેર શહેર જ નહીં , સમગ્ર જીલ્લામા , અવિભાજિત મહેસાણા જીલ્લામા અને અમારા કોઇ પણ વાચક કોઇ પણ ક્ષણે અમારી હેલ્પ લાઇનનો સમ્પર્ક સાધી કોઇ પણ મુશ્કેલી રજુ કરી શકે છે .અમારી ઇચ્છા છે કે અમારો કોઇ બાળક , વિદ્યાર્થી કોઇ પણ પ્રકારના તાણ મુઝવણ કે ડર રાખ્યા વગર પરીક્ષા આપે –અમે ઘડીયાળના કાટે તમારીસાથે રહીશુ -સહેજ પણ હતાશ કે નિરાશ થશો નહીં -મન ઉપર કોઇ બોજો રાખશો નહીં .ઇષ્ટદેવનુ સ્મરણ કરીને પરીક્ષા આપવા બેસશો -અમે શીખામણોનો થાળ નહીં પણ એક વિશાળ છત્ર ધરીને આપની સાથે છિયે – જે હર હમ્મેશ આપનુ રક્ષણ જ કરશે- આપ માત્ર પ્રભુને પ્રેમથીઅને ભક્તિભાવે- સમર્પણ ભાવે જણાવશો
“ હે પ્રભુ ,હુ જે પણ કૈ કરુ છુ , તે આપની જ પ્રેરણા મુજબ કરુ છુ ,અને તે આપને જ સમર્પિત કરુ છુ -મારુ યોગ ક્ષેમ આપની પાસે છે - “
વિશ્વાસ રાખો : જો અંતરથી આપની પ્રાર્થના હશે તો વિજય આપનો જ છે .
આપણે કુદરતની સામે જગ નથી માડ્યો - કુદરતની સાથે રહીને તેના નિયમો જાળવીને આગળ વધવાનુ છે -માતા , પિતા , શિક્ષક અને છેલ્લે વિદ્યાર્થી - સમજે કે – જે વિધાન વિધાતાએ ઘડીને જ રાખેલ છે - તેમા ઘડી કે પળનો પણ ફેરફાર થવાનો નથી - ખાસ કરીને વાલીઓ અને માતા પિતા સમજે -
વક્તસે પહલે , કિસ્મતસે જ્યાદા ,
ના કિસીને કુછ પાયા હૈ ,
ના કોઇ પાયેગા
તમારી મહત્વાકાક્ષાઓના ભાર નિચે બાળક દબાઇ જાય નહીં -
આજકાલ દરેક માબાપ એમ ઇચ્છે કે તેમનુ સંતાન સૌથી વધારે માર્ક લાવે - તે માટે તે દરેક પ્રયત્નો કરશે જ– કરો - પણ આ બોજ અને આ ભાર તમારા સંતાનના માથા ઉપર ના ઠોકી બેસાડો - એ બાળકની પણ એક મર્યાદા છે - તેના ઉપર દબાણ કે દબાવ લાવશો નહીં - ઠીક છે - પરીક્ષાના પરીણામ ઉપર જ કરકિર્દી ઘડાય તેવુ નથી- તમારા બાળકની શક્તિ, અને ક્ષમતા ઓછી ના આંકશો - – તેની પસદગી પણ ધ્યાન ઉપર લેશો – તમારા નિર્ણયો અને પસદગી તેના ઉપર ઠોકી બેસાડશો નહીં. –તેની પોતાની પણ આગવી પસદગી હોઇ શકે છે - તેની ઉપરવટ ના જશો - એવુ ખાસ નોધવામા આવેલ છે કે ખાસ કરીને તબીબો તેમના સતાનને તબીબ જ બનાવવા માગે છે અને તે માટે તે
“ દરેક પ્રકાર “ ના પ્રયત્નો કરી છે - “ આભ પાતાળ “ એક કરે છે અને પોતાની ધારી પસદ પર તે તેમના સતાનને તબિબી શાખામા પ્રવેશ પણ અપાવે છે અને એ તો ઠીક = પાસ પણ કરાવી દે છે - પછી ભલે તે સતાન તેમા ક્ષમતા ધરાવતુ નાહોય કે તેને તે શાખામા રુચી પણ ના હોય - મહત્વાકાક્ષા માબાપ સેવે અને હોમાઇ જાય બાળક – એ સ્વિકારી શકાય જ નહીં - તેટલુ યાદ રાખશો તો ઘણુ છે .
બાળકો અને વિદ્યાર્થીઓને ખાસ સુચવુ છુ :-
સ્વસ્થ રહેજો - કોઇ પણ દબાણ કે તાણ રાખશો નહીં - મન ઉપર બોજો રાખશો નહીં ખોટા ઉજાગરા કરશો નહીં –આજનુ કામ કે લેસન કાલ ઉપર મુલતવી પણ રાખશો નહિ - -તમારી પરીક્ષા ઉપર ઘણાની નજર છે – હુ કદાપિ એવુ નથિ ઇચ્છતો કે એવુ થવા દેવા પણ નથી માગતો કે મારા બાળકો - વિદ્યાર્થીઓ - છાને ખુણે આસુ સારે - તેઓ હરહમેશ હસતા રમતા અને ગુનગુનાતા રહે - યાદ રાખજો :
તુમ જો હશોગે દુનિયા હશેગી,
રોના પડેગા અકેલા ,
બરાબર ને ?
હોગા અંધેરા , કોઇ ના તેરા , ફિર તુ બચેગા કૈસે ?
ક્યા બાત હૈ ?
તુફાનોસે નહીં ડરુગા , હિમ્મતસે મૈ નિકલ પડુગા ----
બસ - આવો આત્મ વિશ્વાસ જોઇયે છે મારે આપની પાસે ----
અને જુવો -
તુફાન ભાગેગા દુમ દબાકે ---
પુરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો -સફળતા તમારા પગ ચુમવાની છે – તમારા હાસ્યથી અને તમારા આત્મવિશ્વાસથી ભરપુર ચહેરો જોઇને રુમજુમ રુમજુમ આવેલી ફુલોની માળા સાથે પધારેલી પરીક્ષા દેવી તમારા જ ગળામા એ વિજયમાળા પહેફ્રાવશે - અમે સૌ તાળીઓના ગડગડાટ સાથે એ પ્રસગને વધાવવા માટે થનગની રહ્યા છિયે
અરે - તમે અમારી પરીક્ષા લો - અમોને મુઝવો - અરે અમારી બોલતી બંધ કરો -
આ લો - અમારા સંપર્ક નંબરો :-
079 -25324676 , 9408294609 ,9426224857
મારા બાળકોની સામે હાર સ્વિકારવામા પણ અમોને આનદ આવશે
યે બાજી હૈ દુનિયામે , સબસે નિરાલી ,
જો જિતે સો હારે , જો હારે સો જીતે
ગુણવંત પરીખ
3-3-16
No comments:
Post a Comment