parixaa aatmahatyaa -----

          
From:-
Gunvant   R. Parikh
Executive  Engineer  ( R & B ) (Retd )  &
                  B.E.Civil.  , LL.B.
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cellવિ.
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  22  (  380022 )
T.No.  079 25324676  ,  9408294609




         -  :   પ  રી   ક્ષા     :- 

      -  :   આ ત્મ  હ  ત્યા   :  -



મૌત  કભી ભી  મીલ  શકતી  હૈ  
જીવન  કલ  ના    મીલેગા
મરનેવાલે  સોચ   સમજ  લે 
ફીર   તુઝકો   યે પલ ના   મીલેગા  - 



   અમારો   કોઇ પણ   બાળક  ,  વિદ્યાર્થી  કે  પરીક્ષાર્થી  અરે   અન્ય   કોઇ  પણ  હોય  -  ગમે  તે  મોભામા    હોય  - પણ  અમે  જો  તેને  આવા   અતિમવાદી  પગલાથી  જો  રોકી   ના  શકીયે  તો   તે  અમારી  ઘોર    નિષ્ફળતા   છે  આવુ   પગલુ   ભરનાર  ના   માતા  પિતા  , શિક્ષક  , સ્નેહી સ્વજન  , મીત્ર ,  ઓળખીતો   પારખીતો  -   જે પણ  હોય  -  તે  સૌના   માટે  આ   એક  કલક    છે  -જે   આ   પગલુ  રોકી  ના   શકે --
 એવી   તે  કેવી   હતાશા  , નિરાશા   વ્યાપી  ગયી  છે  જીવનમા   કે  આવા     આત્મઘાતી   વિચાર   આવે ?અને તમે  માનો છો કે    આ પગલાથી તમોને   કોઇ   લાભ મળશે ? તે  પછીના   પરીણામો   વિચારી જોયા  છે  ખરા ?  સૌથી  પહેલા    તો  જો  બચી ગયા  -  જીવીત  રહી ગયા  - તો  પણ  ત્રાસ પોલીસ   પાછળ પડી   જશે  -આ  એક  ફોજદારી    ગુનો  છે છેસામાજિક   ગુનો  અંને   કલંક  પણ  છે સગા   સબંધીઓ મો  મચકોડશે  -તમારી  તો ઠીક  પણ  તમારા  સમગ્ર  કુટુબની   શાખ  અને   આબરુ  પણ   દાવ પર  મુકાઇ   જશે ,માટે  કદી આવો  વિચાર સુધ્ધા   ના  કરશો.-સુખ  અને   દુ:ખ, સફળતા   અને નિષ્ફળતા-  બન્ને   એક    જ   સીક્કાની   બે  બાજુ છે  - નિષ્ફળતાથી  નિરાશ  થવાય ,હતાશ  પણ  થવાય પણ   તેથી  જગ  ના   હારી જવાય તમે   જેટલા   ગભરાશો ,  ડરશો  ,એતલાજ જોરથી  એ  ગભરાટ  અને ડર તમારી  પાછળ  પડી   જશે  -સામનો કરો  -એ અટકી  જશે. -  અને   મોત   પછી  તમોનેેશુ   મલશે?  ખબર   છે તમોંને ?     ભલા ભલા    ઋષીમુનીઓને    પણ   જેની  ખબર  નથી   તે  તમે   કેવીરીતે  જાણી શકશો ? 
      એક  નાનીસી  વાત એકવાર  હુ  અને   મારો એક  મિત્ર  ભુપો  નદીકિનારે  ભાઠામા  તરબુચની  વાડીએ    જવા  નિકળ્યા વાડી  વાળાએ  એક   કુતરુ નાનુ  ગલુડિયુ   જ   હતુ  -પળેલુ   હશે  અમોને  જોઇને  પહેલા  ભસવા લાગ્યુ અને  પછી  અમારી  સામે  દોડતુ   આવવા   લાગ્યુ- તે જોઇને હુ  ગભરાઇ ગયો  અને  દોડીને પાછો જવા    લાગ્યો  -હુ  જેમ  જેમ  દોડતો  ગયો  તેમ  તેમ  ગલુડીયુ  પણ  મારી  પાછળ  પડી  ગયુ  - હુ   આગળ  - ગલુડીયુ  પાછળ  પેલા   ચોકીદારે  બુમ   પાડી  એ   છોકરા   દોડીશ  નહીં  - દોડીશ  નહીં  - પણ  સાભળે તે  બીજા- ભુપો   વાડી   પાસે  જ   ઉભો  હતો  -  એને   કશુ  ના  થયુ -  અને  ગલુડીયુ  તો  મારી   પાછળ  દોડે જ આવે  હવે   હુ   થાકી  પણ  ગયો  અને ખુબ  ગભરાઇ પણ  ગયો  -પણ    એટલામા   એક   આધેડ  ભાઇ    મળ્યા- તેમણે  જોયુ  આ  છોકરો ગભરાઇ  ગયો   છે  -   તેમણે  તરત  જ  મને  રોકી  લીધો  અને કહ્યુ દોડીશ   નહીં  -  તુ   દોડીશ તો  તે  તારી  પાછળપડશે  ઉભો   રહીશ તો તે  ઉભુ   રહી   જશે  અને  સહેજ હાથ   ઉગામિશ   તો  તે  પાછુ  પડશે  અને   ભાગી પણ  જશે  અને  ખરેખર  ગલુડીયુ  ભાગી ગયુ  -  તરબુચ  તો   ખાવાના  હોશ   ના   રહ્યા પણ   એક   જીવનભરની   શિખામણ  મળી  મુશ્કેલીથી  ભાગશો  નહીં  તેનો સામનો કરો  -

      આ પરીક્ષા   તો  હજુ   પાશેરાની  પહેલી પુણી  છે આવી  તો  કેટ  કેટલી  પરીક્ષાઓ  આવશે નિષ્ફળતાઓ  પણ  આવશે -  મુસીબતોના  પહાડ પણ   આવે હિમ્મતથી   ઉભા   રહો  -  સામનો  કરો 
હિમ્મત  ના   હાર  ,  પ્રભુકો  પુકાર 
વો   હી   તેરી  નૈયાકો   કરેગા   પાર  -
જો   પેપર  ભારે હશે તો  પરીક્ષક  ઉદાર હશે  તે તમોને  ઓળખતો   તો  નથી  -  છુટથી   માર્ક  મુકશે  બહાર     આવ્યા  પછિ   કદી   માર્ક  ગણવા   ના બેશશો  - બીજા  પેપરનુ   વિચારો  પેપરમા   પણ   જો   કોઇ   ભારે  કે અઘરો  પ્રશ્ન  આવી   ગયો   તો   તેના   માટે   લાબુ   ના  વિચારો  - તે   પ્રશ્ન ને   બાજુ પર  રાખો  ભારે    પ્રશ્ન   છેલ્લી  વેળાએ લેજો  --પ્રશ્ન  છોડી  નાદેશો  -લખજો  -જે   આવડે  જેવુ   આવડે  તેવુ   પણ  લખજો  -       જવાબ લખો  - જો  જો -  પેટ  દુખતુ   હોય  તો   માથુ   ના  કુટશો  - માથુ  દુખતુ   હોય  તો  અજમો   ફાકવા  બેસી  ના   જશો  - જે   છે   તે  છે  -  બસ ધીરજ અને  શાતિ   રાખજો .

     .પહેલાના    જમાનામા   તો    માત્ર બોર્ડની  પરીક્ષાના    પરીણામને  દિવસે  કુવાના  થાળે   કે  કાકરિઆની  પાળે   પોલિસ  પહેરો   રાખવામા    આવતો   હતો  - આજે તો બહુ   કુવા   રહ્યા નથી કાકરીઆની  પાળ  પણ  રળીયામણી  બની   ગયી  છે -   આપઘાત  કરવાનુ મન   થાય  તેવુ નથી  -  પણ   વિષ   ઘોળવાના અને   મોતને  વહાલુ કરવાના   અનેક રસ્તા   નીકળ્યા   છે  - ખાસ  કરીને  ઘર  આગણે જ  - ઘરના   પખા -  ગળામા   ગાળીઓ  નાખો   અને  લટકી  જાવ  - આ   દિવસે વધારે કાળજી   માતા- પિતા   અને સગા  સબધીઓ એ  રાખવાનિ    છે    -  તેઓ   કદી  બાલકને  દુણવાનુ   કામ   ના  કરે -  તેના  પરીણામથી  તેને  ઉગ્ર શબ્દો ના   કહે તેનામનને  આઘાત  પહોચે તેવુ ના   કશુ   કહેશો કે   ના  કશુ   કરશો  કુમળુ   મન   કોચવાય  તેવુ   ના   કરશો  - તમે  વડીલ  છો   -બાળકને  ટપારવાનો હક્ક  તમોને   પહોચે પણ   તેને  દબાવાનો પ્રયત્ન   આત્મઘાતિ  પણ   નિવડે .- વાલી છો   - વડપણ  દાખવજો-  પહેલાના  જમાનામા  તો પરીણામ પેપરમા   આવતા  હતા-  આજે   ઓન  લાઇન   આવે  છે  અને  શક્ય છે   કે   વાલીને  જોતા  ના   પણ  ફાવતુ  હોય  - પરીણામ  શુ   આવે   છે  તે   અગત્યનુ  નથી  - તમે કેવો  અભિગમ રાખો  છો  -કેટલા  સહજ   અને  ઉદાર  બનો  છો તે  આજે તો અગત્યનુ  છે બહુ   જ  સાહજીકતાથી   કહો  -નપાસ  થયો    ? ઓ. કે  .ચાલો  બીજો  પ્રયત્ન  કરીશુ
કરતા  જાળ   કરોળિયે
ભોય   પડી    પછડાય
વણ   તુટેલે   તાતણે
ઉપર  ચઢવા   જાય  -

    અને  કરોળીયો   જાળ   બાધે  જ  છે   -  તમારો  બાળક   તેનાથી  પણ  ઉતરતો   છે  ?  ના  - ના.
બોર્ડની   પરીક્ષા   કરતા   પણ  અનેક એવા    નાના   મોટા   બનાવો  આવવાના   છે  -  તે  તમારી   પરીક્ષા    લેશે  - આરો   મળે  પણ  ખરો  -    ના   પણ   મળે  -  ગભરાયે    શુ   વળે ? કોઇક  તો   છે   તારણહાર  -  તારણહાર  તારશે   કે   ડુબાડશે ?  છોડો  ચિતા  -
ઘડી    દો   ઘડીકે  હૈ   ,  યે  બાદલ યે   કાલે
યે   દિન  તો   હમ્મેશા     નહીં  રહને વાલે  -

     રાત્રિના   અધકાર પછી   સુરજ   નીકળવાનો   જ   છે  -
રાત   જીતની   ભી   સગીન   હોગી 
સુબહા   ઇતની   હી   રગીન   નોગી

જેટલી   મુશ્કેલીઓ નો   તમે   સામનો  કરશો  -  એટલા    જ   મજબુત   બનીને   તમે  બહાર   અકાળે    મોતને   આમત્રણ   ના   આપશો  - તેને   તો  ભગાડવાનો   જ  પ્રયત્ન  કરજો  --છેવટે   તો  વિધિનુ   વિધાન જ    જીતે   છે -  વિધાતાના   વિધાનમા  -  લેખમા  કોઇ   મેખ   ના   મારી   શકે  - પણ  આપણો  દેશ   તો    સંસ્કાર  ,  સંસ્ક્રુતિ   ,  સાહસ  અને  શ્રધ્ધાનો   દેશ   છે  - જો   વિધાતાની   સામે  તમારી   સાથે   વિશ્વ -  વિધાતા   હશે  તો  વિધાતા   પણ   હારશે 

વિશ્વવિધાતાને   શરણે    રહેજો  જીત  તમારી  જ   છે
યત્ર   યોગેશ્વર  ક્રુષ્ણ 
તત્ર  શ્રી  વિજયો ભુતિ

ALL    THE   BEST 

ખાતરી   રાખશો  -  આપની  કોઇ  પણ  મુશ્કેલીના   પ્રસગે  અમે  તો   આપની   સાથે   જ  છિયે  પણ 
હરઘડી  -   ચોવીસ   કલાક  - સદાકાળ  - પરમાત્મા   તમારી   સાથે   જ   છે   તે  જ તમારુ  પલ્લુ  જાળવશે  -
યોગ  ક્ષેમ  વહામિ   અહમ  -----
-તેમના   આ  વચન  પર  વિશ્વાસ   રાખજો  -જીત   તમારી   જ   છે
છેક     કિનારે   આવી  ગયા   છો  મુખ્ય    વિષયો   તો   પુરા  થયી   ગયા    છે  - હવે  તો  છબછબીયા   કરતા   નીકળી  જાવ  - વિજયમાળા    તમારી    રાહ    જુવે  છે

ગુણવંત   પરીખ
12-3-16

ટે. ન.  079 25324676  ,  9408294609  ,  9426224857

No comments:

Post a Comment