From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
- : વિશ્વયુધ્ધ : - 3
રાજ્ય કે રાષ્ટ્રની સીમાઓનુ રક્ષણ કરવુ તે પ્રાથમિક જરુરિઆત છે - રાજાશાહીમા પણ સિમાડાના રક્ષણ માટે અને આતરીક સલાક્મતીની જોગવાઇઓ માટેની વ્ય્વસ્થાતંત્ર હતુ જ - અને કોઇ પણ પ્રકારની રાજ્ય વ્ય્વસ્થા હોય પણ આતરીક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા એ જરુરી પરીબળ છે .-તેને માટે બજેટમા ખાસ જોગવાઇ રાખવી જ પડે. 19 મી સદી સુધી તો સમગ્ર વિશ્વની પરીસ્થીતી જોઇએ તો પણ આતરીક કે બાહ્ય સુરક્ષાના મામલે મોટા પ્રશ્નો નહોતા - પણ લોભ ને થોભ ના હોય અને તે ન્યાયે વિસ્તારવાદનો સહારો રાખીને સામ્રાજ્ય વિસ્તારવા માટે આજુબાજુનો વિસ્તાર કબજે કરી લેવા કે પડાવી લેવાના પણ નાના મોટા બનાવો બનતા હતા અને તેમા રાજાની વ્યક્તિગત ક્ષમતાનુ મુલ્ય મોટુ હતુ - રાજાનુ જેટલુ મોટુ નામ એટલુ જ તેનુ વિસ્તારવાદનુ કામ સહેલુ બની જતુ -પૌરાણીક જમાનામા જે ચક્રવર્તીપદ ગણાતુ તે આ પ્રકારનો એક વિસ્તારવાદ જ હતો.- રાજસુય યજ્ઞ તે માત્ર ચક્રવર્તી પદને માન્યતા આપવા માટે જ થતા હતા . 19 મી સદી સુધી તો છુટા છવાયા છમકલા જેવા વિગ્રહો ,વિપ્લવો થતા રહ્યા હતા જેનો વ્યાપ મોટો નહોતો અને આવક જાવકનો આકડો પણ બહુ મોટો નહોતો - રાજ્યનેઆવક મળતી જાય અને તેમાથી સગવડ અને સલામતી માટે જરુરી ખર્ચ કરાય અને પલ્લુ સરભર થાય કોઇ તુટ પડતી નહોતી.
પણ 20 મી સદી એ દીશા બદલી નાખી. 19 મી સદી સુધી તો એક વાયકા હતી કે બ્રિટનનો સુર્ય કદી અસ્ત પામતો જ નથી .-યુરોપિયન દેશોનો એક ભાગ - બ્રિટન -અને તેનો વ્યાપ અને વિસ્તાર વિશ્વમા ચારે બાજુ - આટલો મોટો ભારત દેશ - અખડ હિંદુસ્તાન –પણ તે પણ બ્રિટનનુ ગુલામ- ગળે ઉતરે કે ના ઉતરે પણ વાસ્તવિકતા એ જ હતી કે આપણે ગુલામ હતા - આપણા ઉપર રાજ્ય કરે બ્રિટનવાસીઓ -અને તે પણ આપણી પેદાશોના પૈસે - યુરોપીયન દેશોતો આકડે મધ ભાળી ગયા હતા - પોર્તુગીઝો આવ્યા -ફ્રેંચો આવ્યા -તેના પહેલા પણ સિકંદર આવ્યો , ચંગીઝખાન આવ્યો , બાબર આવ્યો , ગીઝની આવેલો ,: આપણો દેશ એટલે જાણે કે બોડી બામણીનુ ખેતર : આજે અમેરીકા અને રશિયા જે કક્ષામાઅ છે તે કક્ષા અને મ્ભામા તે સમયે એટલે કે 19- 20 મી સદી સુધી બ્રિટન હતુ - આ યુધ્ધે સમગ્ર વિશ્વનુ અર્થતંત્ર ડહોળી નાખ્યુ - આકડાની માયાજાળમા બહુ પડવા જેવુ નથી લાગતુ –આકડાને કોઇ સમર્થન આજે મળી શકે નહીં- જો કે સમર્થનની એવી કોઇ જરુરત પણ નથી - પણ ઉપલબ્ધ આકડા જે મેજર રાજપાલસિંહે દર્શાવ્યા છે તે મુજબ પહેલા વિશ્વયુધ્ધ સમયે જ મિત્ર રાષ્ટ્રોનો ખર્ચ આશરે 13,000 અબજ ડોલર અને ધરી રાષ્ટ્રોનો ખર્ચ પણ આશરે 6000 અબજ ડોલર હતો. બીજા વિશ્વયુધ્ધના આકડા તો મળી શક્યા નથી પણ તે આકડો આનાથી અંનેકગણો વધારે હોઆનિ સભાવના છે .- તે સોઘવારીના જમાનાની આટલી મોટી -અધ ધ ધ - રકમ -જો તે જમાનામા પણ વિકાસ ના કામોમા વપરાઇ હોત તો માનવ જાતનો ઉધ્ધાર ર્હયી ગયો હોત અરે સમગ્ર વિશ્વની સગવડો સ્વર્ગની તુલના કરતી હોત પણ તેના બદલે એક વેર અને ઇન્નાખોરીની ભાવના ,અને વિસ્તારવાદનો અહમ પોષવા માટે તે સમયના શાસકોને શુ સુઝ્યુ --બાયો ચડાવી - અરે વિચારો તો ખરા - આપણા એક નાનકડા વડોદરા રાજ્યને – તેના રાજવીએ તેના નાણાનુ આયોજન એવીરીતે કરેલુ કે તેમના તાબાના દરેક ગામને પીવાનુ પાણી મળી રહે તે માટે ગામેગામ કુવા , વાવો,, અરે પશુ -પંખીઅને તમામ પ્રાણીઓ માટે હવાડા પણ બધાવ્યા , ગામેગામ શિક્ષણ માટે શાળાઓ -મફત શિક્ષણ - ગામે ગામ ઋગ્ણાલયો - દવાખાના -લગભગ મફત તબીબી સહાય ,- આમ આરોગ્ય અને શિક્ષણ તો વિનામુલ્યે મળે - એટલી બધી આવક હતી સયાજીરાવ મહારાજની ? આ તો તેમની વહીવટી કાબેલીયત હતી - આવકના સ્ત્રોત તો જે હતા તે જ હતા -પ્રજા ઉપર કોઇ કમરતોડ વેરાઓ પણ નહોતા નાખ્યા -એમની પાસે આજના શાસકોની માફક ઢગલાબધી અર્થશાસ્ત્રીઓ પણ નહોતા -જે હતુ તે આયોજન હતુ - નિષ્ઠા હતી -સરહદના કોઇ વિવાદ નહિ - વિસ્તારવાદ ની કોઇ લાલસા નહોતી - કોઇ ઝગડા નહીં -પાચ પ્રાતોનો વહીવટ રમણલાલ વસતલાલ દેસાઇ જેવા સુબા સભાળે -દેસાઇ સાહેબ પાસે પણ તેમના નામ જોગ રમણલાલ બાલક્રિશ્નદાસ પરીખ જેવા કર્મચારીઓ - જે માત્ર બે જ આકડાના પગારમા સેવા આપે અને છતા સુખી અને સતોષી - અને કરોડોમા આળોટતા શાસકો –ભરેલી તીજોરીઓ - છતા ભુખ્યાના ભુખ્યા - વડોદરા રાજ્યના કર્મચારીઓની સંખ્યા કરતા આજના અધીકારીઓ અને શાસકોની સંખ્યા વધારે છે - અને તેમની આમદાની ? ટકોર કરવા જેવી નથી – સુરુચી કે સૌજન્યતાનો ભગ કરવાની કોઇ ઇચ્છા કે પ્રયોજન નથી – સવાલ છે વિકાસ અને વિનાશનો - વિશ્વયુધ્ધ દરમીયાન નાણાનો જે વ્યય થયેલ છે તે રકમ જો વિનાશને બદલે વિકાસ માટે ખર્ચાઇ હોત તો પરીણામ કેવુ ઉજ્જ્વળ હોત ? પ્રુથ્વી સ્વર્ગ સમાન બની ગયી હોત –
વિસ્તારવાદના સ્વ્પ્નકમા રાચતા એ જ દેશોના અર્થ તંત્રનોપણ ભાગીને ભુક્કો બોલી ગયો હતો - જાપાનના હીરોશીમા અને નાગાશાકી જેવા શહેરો ધ્વસ્ત બની ગયા - ઉદ્યોગ અને રોજગારોથી ધમધમતા એ શહેરો સ્મશાનમા ફેરવાઇ ગયા -ઔદ્યોગીક શહેર ગણાતા બ્રિટન અને જર્મનિના શહેરોના ઉદ્યોગો પડી બાગ્યા -આ અર્થતંત્ર્ને બેઠુ કરવુ તે નાના કિકાના ખેલ નથી - અને છતા પણ દાદ દેવી જોઇયે એ જાપાની અને જર્મનીની પ્રજાની - જે આજે બેઠી તો થયી જ -દોડતી થયી ગયી અને વિશ્વના બજારો પણ સર કરવા માડ્યા- જરા વિચારો - જો આટલી નિષ્ઠા - તે સમયે - યુધ્ધના સમયે - આ દીશામા દર્શાવી હોત તો પરીણામ કેવુ હ્ત ? પણ પ્રજા તેમના શાસકોના પ્રભાવમ્મા હતી કે પછી પ્રજા યોગ્ય નિર્ણય ના લયી શકી ? જાપાન જર્મની , અમેરીકા વિ.વિ. જેવા દેશો પાસે તે સમયે પણ યુદ્ધ સામગ્રી ના ઉત્પાદનની જોરદાર વ્યવસ્થા હતી અને આજે પણ તે સમયના મીત્ર રાજ્યો અને ધરી રાષ્ટ્રો પાસે આ સગવડ છે જ- આની પાછળ કરોડોના ખર્ચા થાય છે - ખર્ચા થાય ચે એટલુ તો પુરતુ નથી - કરોડોની કટકી થાય ચે -અને એ કટકીના જઆકડા એટલા મોટા છે કે તેમાથી એક સમગ્ર રાષ્ટ્રના વિકાસના અનેક કામો પરીપુર્ણ થાય -પણ આ બધુ કોણ કોને સમજાવે ? સમજવા પણ કોણ તૈયાર થાય ? તે સમયના શાસકોને વ્સ્તારવાદની ભુખ હતી તો આજના શાસકોને શાની ભુખ છે ? જવાબ લખવાની જરુર નથી - સૌ સમજી ગયા છે અને તેમની આ ભુખ સમાજના દરેક વર્ગમા આજે ફેલાઇ ગયી છે - એક બાજુ પાણીના ટીપા માટે પ્રજા વલખા મારે છે તો બીજી બાજુ છાળો ઉડે છે - શાની ખબર છે ? શુ જવાબ આપુ ? પ્રજાએ ફરીયાદ કરી કે અમોને ખાવા માટે એક બ્રેડનો ટુકડો પણ નથી મળતો તો શાસકે જવાબ આપ્યો - વાધો નહીં - જો બ્રેડ ના મળતી હોય તો પછી કેક ખાવ - શાસકો જો આવા હોય તો શુ થાય ? વિસ્તારવાદની લાલસાથી તો વિશ્વયુધ્ધ થયા પણ આ અસમાનતાથી તો આતરયુધ્ધો ફાટી નીકળે તે કોણ સમજશે અને કોણ કોને સમજાવશે ? ઇતિહાસ ભુલવા માટે નથી શીખવા માટે છે .
ગુણવંત પરીખ
3-6-16
માહિતી સ્ત્રોત
સૌજન્ય :
ધિમંત પુરોહીત
વરીષ્ઠ પત્રકાર
No comments:
Post a Comment