--
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
- : વિશ્વ યુદ્ધ : - 2
યુદ્ધ એ તો જાણે જે એક અનિવાર્ય અંગ બની ગયુ હોય તેમ લાગે છે - પછી ભલે તે કુટુબ હોય , સમાજહોય રાજ્ય હોય રાષ્ટ્ર હોય કે વિશ્વની ફલક હોય. આદી કાળથી આ પરપરા ચાલે ચે : દેવો અને દાનવો વચ્ચેના યુધ્ધો , રામ અને રાવણ વચ્ચેનુ યુદ્ધ, ક્રુષ્ણ અને કસ વચ્ચેનુ યુદ્ધ કુરુક્ષેત્રનુ યુદ્ધ હોય કે પછી કોઇ પ્રાદેશીક કક્ષાનુ યુદ્ધ હોય - 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય ,પ્લાસી કે બક્ક્ષરનુ યુદ્ધ હોય કે પાણીપત કે હલદી ઘાટનુ યુદ્ધ \હોય - પણ દરેક યુધ્ધો માત્ર લશ્કરો અચ્ચે જ લડાતા હતા યુદ્ધ માટેના પણ નૈતીક નીતિ નિયમો હતા અને મોટે ભાગે તો તેનુ પાલન થતુ હતુ - તેમો નિર્દોષ નાગરીકો કે પ્રજાજનોનો સીધો ભોગ નહોતો લેવાતો પણ 20 મી સદીના પુર્વાર્ધમા સમગ્ર વિશ્વને એક યા બીજી રીતે આવરી લેતા જે યુધ્ધો થયા તેમા માત્ર લશ્કરો કે લશ્કરના સૈનીકો કે સેનાપતીઓ જ નહોતા પણ નિર્દોશ પ્રજાજનો અને નાગરીકોનો પણ ભુક્કો બોલી ગયો હતો અને વૈશીક કક્ષાના આ યિધ્ધની અસરો માનવજાત પર ચીર કાળ સુધી અંકીત રહેશે - પ્રથમ અને દ્વિતિય વિશ્વયુસધ્ધના નામે જાણીતા આ યુધ્ધોમા તમામ નીતિ નિયમો નેવે મુકાઇ ગયેલા -અને પર્લ હારબરનો બદલો લેવા જ્યારે હીરોશીમા અને નાગાશાકી ઉપર બોમ્બ વર્ષા થયી અને તેમા જે માનવ હત્યાકાડ થયો - માનવ જીવૂની હાની જ નહીં અનેકનેક માનવીઓને તેમના સ્વાસ્થ્ય પર એવી ગભીર અસરો થયી કે તે આજ સુધી નથી ભુલાઇ -
યુધમા વ્યુહરચનાઓ હોય - તે જરુરી પણ છે છે- થોડે ઘણે અંશે કપટ લીલાઓ પણ હોય - કુડ કપટ - પ્રપંચ - કાવા દાવા, કાવત્રા ,કુટીલતા ,મુત્સદ્દીગીરી ,વાટાઘાટો , પ્રચાર, પ્રસાર , ધાક ધમકીઓ , - લીઓ ટોલ્સ્ટોયે તેમના પુસ્તકમા જણાવ્યુ છે ને કે યુદ્ધ અને પ્રેમમા બધુ જ ચાલે - ક્રુરતા અને ઘાતકીપણાની તો હદ વટાવી દેવાઇ હતી આ યુદ્ધ દરમિયાન -“ Everything is fair and just in love and war “ . કુરુક્ષેત્રમા પણ ચુસ્ત નિયમો હોવા છતા પણ અભીમન્યુને એકલો પાડી નાખીને અનેક યોધ્ધાઓ તેની ઉપર તુટી પડેલા અને તેની હત્યા કરેલી - તો કપટ લીલા આચરીને મામા શલ્યને પક્ષ બદલાવવામા આવેલો - યુદ્ધ છે - ચાલ્યા કરે -પણ પ્રજા અને સમાજની સીધિ સડોવણી તો કોઇ યુધ્ધમા નહોતી અને માટે જ આ બે મહાયુધ્ધો ખાતનામ બનિ ગયા .યુધ્ધથી પ્રજાનુ મનોબળ તુટી જાય ,અર્થ તંત્ર ખોરવાઇ જાય -ઉદ્યોગો નાશ પામે કે મ્રુતપાય બની જાય -જાહેર માલમિલ્કતોને અગણીત નુકશાન પણ થાય , લશ્કરી સૈનીકો અને સેના પતીઓનો સંહાર થાય - પણ માનવ સંહાર –નાગરીકોનો સંહાર - એ તો આ યુધ્ધોમો જ જોવા મળ્યો - પુરાણો કહે છે કે કુરુક્ષેત્રના યુધ્ધમા 18 અક્ષૌહીણી સેનાના સૈનીકો હતા અને યુદ્ધ પૂર્ણ થયા બાદ માત્ર અને માત્ર આઠ વ્યક્તિઓજ જીવીત રહી હતી - પણ આ સંહાર માત્ર યોધ્ધાઓનો હતો - તેમા નાગરીકોનો સમાવેશ થતો નહોતો પણ વિશ્વયુધ્ધના આકડા જે બોલે છે તે આશ્ચર્ય જનક છે .- દિલ ધ્રુજાવી નાખે તેવા આકડા છે -યુધ્ધમા સૈનિકો તો હણાય પણ અકલ્પિત્ત નાગરીકોના મોત - એ તો કલ્પ્નાતીત કહેવાય - ભયાનક –ખોફનાક કહેવાય અને માટે જ આ બે વિશ્વયુધ્ધો જાણીતા બનિ ગયા . તેના પ્રથમદર્શનીય બોલતા આકડા નીચે આપેલ છે :-
પ્રથમ વિશ્વ યુદ્ધ :-
1. મ્રુત સૈનીકો 100 લાખ
2 શંકાસ્પદ મોત 30 લાખ
3 નાગરીકોના મોત 130 લાખ
4 ઘાયલ વ્યક્તીઓ 200 લાખ
5 યુદ્ધ કેદી 30 લાખ
6. બે ઘર બનેલાની સંખ્યા 90 લાખ
7 સૈનીકોની વિધવાઓ 50 લાખ
8 શરણાર્થીઓ 100 લાખ
દ્વિતિય વિશ્વયુધ્ધ :-
1 મ્રુત સૈનીકો 252 લાખ
2 મ્રુત નાગરીકો 421 લાખ
બીજા વિશ્વયુધ્ધના બે મોટા હત્યાકાડો ધ્યાનાકર્શક છે :
એક તો યહુદીઓની બેરહમ હત્યા -કહેવાય છે કે યહુદીઓનો કોઇ દેશ નહોતો પણ તેઓ છુટા છવાયા યુરોપિયન દેશોમા રહેતા હતા - પહેલા વિશ્વયુધ્ધ દરમીયાન આ યહૂદી વેપારીઓએ જર્મનોને જરુરીઆતને સમયે ખાદ્યાન્ન આપવામા અને શશ્ત્રો આપવામા ગરબડ કરેલી જેના પરીણામે જર્મની હારી ગયેલુ તેવો એક ડંખ હીટલરના મનમા હતો - તે સમયે તો હીટલર માત્ર સૈનિક હતો પણ બીજા વિશ્વયુધ્ધ દરમીયાન જ્યારે તે સરમુખત્યાર બની ગયો ત્યારે તેણે વીણી વીણીને યહુદીઓને ખતમ કરવાની ક્રુર કાર્યવાહી કરી – જ્યાથી પણ યહુદીઓ પકડાય : સૈનીક હોય કે નાગરિક – તે તેમની કોઇ પણ ઉપાયે હત્યા કરતો- કરાવતો હતો - અને હત્યાની રીતો અને પ્રકાર પણ બેરહમ હતા -ગેસ ચેમ્બર – એક ગાડી કે ઓરડામા ઠસોઠસ માણસો ભરીને - તેમા કાર્બન મોનોક્સાઇડ ગેસ -જે ઝહેરીલો વાયુ –છે - તે છોડતો અને આપમેળે તે તમામ ખતમ થાય -ભેગા થયેલા અને ભરાઇ ગયેલા યહુ દીઓને ખોરાક પાણીથી દૂર રાખીને - વૈતરુ કરાવીને – કુપોષણથી તેમને મારી નાખ્યા હતા જનરલ રીન હાર્ડ હીડ્રીચે બે લાખ જેટલા યહૂદીઓને ખતમ કરેલા અને આ જનરલની પણ ચેકોસ્લોવાકીયાવાસીઓએ હત્યા કરી - અને તેનોબદલો ફરી હીટલરે લીધો - કહેવાય છે કે 1944 સુધી હીટલરે 14 લાખ જેટલા યહુદીઓની હત્યા કરી- કરાવી.- મોતને ઘાટ ઉતારેલા- આ ખોફનાક હત્યાકાડ દુનીયા નહીં ભુલી શકે અને બિજો આવો ખોફનાક હત્યાકાડ - તે હીરોશીમા અને નાગાશાકી ઉપર બોમ્બ વર્ષા - જાપાને 7-12-41 ના રોજ અમેરીકાના પર્લ હાર્બર પર હુમલો કરીને તેને મોટુ નુકશાન પહોચાડેલુ તેની દાઝ તો હોય જ - જાપાન અને જર્મની જોરમા હતા કોઇ પણ યુદ્ધ કદી એકલા હાથે જીતાય નહીં - સમય અને સંજોગો પારખીને તડજોડ - જોડાણો -સહયોગ અને સાથીઓને ભેગા કરવા જ પડે - અને આ ગાળામા આજના કટ્ટર વિરોધી એવા બે દેશો -રુસ અને અમેરીકા ભેગા થયી ગયા - બ્રિટન પણ તેમની સાથે રહ્યુ -આ બધાએ ભેગા થયીને 1945 - 14-2-45 ના દિવસેજર્મનિના ડેસ્ટ્રુન પર હુમલો કરીને જર્મનીની કેડ ભાગી અને તેના આસરે ત્રણ સાડા ત્રણ લાખ માણસોને ખતમ કર્યા - આમ મીત્ર રાષ્ટ્રો જોરમા આવતા ગયા અને એક બાજુ 9-3-45 ના દિવસે અમેરીકાએ ટોકીયો પર હુમલો કરીને આશરે બે લાખનો ખાત્મો બોલાવ્યો અને બીજી બાજુ રશિયાએ એપ્રીલ 45 મા જર્મની ઉપર હુમલો કરીને બર્લીનમા ઘુસી ગયા - સમય પારખીને હીટલરે 30-4-45 ના દિવસે આત્મહત્યા કરી લિધી અને બે જ દિવસમા તો જર્મની સરંડર - આત્મસમર્પણ કરી દીધુ - હવે જોરમા હતા મીત્ર રાષ્ટ્રો - 6-8-45 -એ ગોઝારો દિવસ - ભલે અમેરીકા માટે વિજયી દિવસ હતો -પણ વિશ્વના તખ્તા ઉપર તો એ ગોઝારો દિવસ જ લેખાશે - - અમેરીકાએ હીરોશીમા ઉપર એટમ બોમ્બ નાખ્યો - પ્રત્યાઘાત જોઇને તરતજ 9-8-45 ના દિવસે નાગાશાકી ઉપક્ર બીજો હુમલો કર્યો -ફળસ્વરુપ - ઘડીના છઠ્ઠા ભાગમા તો જાપાનના દોઢ લાખ નાગરીકો મોતના માં માં ધકેલાયી ગયા - અને લાખ દોઢ લાખની વસ્તી અકારણ રેડીઓ વીકિરનનો ભોગ બની - જેના પરીણામ આજે પણ મોજૂદ છે -અને આ બે હુમલાએ એક જ અઠવાડીયામા જાપાનને શરણાગતી સ્વીકારવાની ફરજ પડી -એક જ અઠવાડીયામા - 14-8-45 ના દિવસે તો જાપાન પણ સરંડર - અને 15 જ દિવસમા તો મેક આર્થરે જાપાનની શરણાગતી માન્ય રાખી અને 2-5-45 ના દિવસે તો વિધિવત
યુધ્ધની પુર્ણાહુતીની જાહેરાત પણ થયી ગયી .
હવે જોઇશુ વિગતો અને યુધ્ધના પરીણામ : અને આર્થીક તુલના ત્મક નુકશાન :-
ગુણવંત પરીખ
2-6-16
માહિતી સ્ત્રોત
ધિમંત પુરોહિત
વરીષ્ઠ પત્રકાર
-
-
No comments:
Post a Comment