From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
- : વિશ્વયુધ્ધ : - 4
એક સાદી સીધી વાત છે :- યુદ્ધ એ કોઇપણ સમસ્યાનો ઉકેલ નથી - બન્ને પક્ષે અને બે કરતા વધારે પક્ષો હોય તો દરેક પક્ષે વિનાશને નોતરુ આપવા જેવી જ એક ભયાનક ભૂલ છે પણ પોથીમાના રીગણ - કોણ સમજશે - માર ખાધા પછી અને નુકશાનો વેઠ્યા પછી પણ જો આખ ના ખુલે તો શુ સમજવુ ? 20 મી સદી તો ગયી –બે મહાયુધ્ધો તેણે જોયા જાણ્યા અને માણ્યા - શુ પામ્યા ? નર્યો નરસહાર - તબાહી –માલ મિલ્કતને પારાવાર નુકશાન - પરસ્પર વધેલો અવિશ્વાસ -ઔદ્યોગીક વિનાશ -20 મી સદીના પુર્વાર્ધનો એ જમાનો હતો - મોટેભાગે રાજાશાહી અને લશ્કરી શાસકોનો - પણ ધીમે ધીમે લોકશાહીનો વ્યાપ વધતો જતો હતો -પણ માનસ તો બદલાતુ નહોતુ - આજે પણ નથી બદલાયુ - તે જમાનામા રાજા અને સરમુખત્યારો વધારે પડતા મહત્વાકાક્ષી હતા તો આજે નેતાઓ વધારે પડતા મહત્વાકાક્ષી છે - એક મોટો ફેરફાર એ છે કે તે જમાનો રક્તપાતની રાજનીતીનો હતો -આજે વાણી વિલાસની રાજનીતીનો જમાનો છે -પણ અસંતોષી પરીબળો તો એટલા જ મોટા પ્રમાણમા છે - અને પ્રજાના ભાગે તો આસુ અને વૈતરા જ લખાયેલ છે - નેતાઓ રાજનિતિજ્ઞો અને વહીવટદારો લિલા લહેર કરે છે અને પ્રજા પિસાય છે - ચુમાઇને બેસી રહે છે - નથી બોલતી અને બોલે છે તો કોઇ સાભળતુ નથી - ચારે બાજુ વ્યાપેલા ભ્રષ્ટ્રાચાર અને અત્યાચારોએ પ્રજાનુ કૌવત હણી લીધુ છે અને તેમા ઉમેરો થયો છે આતંકવાદ નો -સમગ્ર વિશ્વમા તેનો ડકો છે - ભલભલા તેનાથી ડરે છે - ગભરાય છે - પણ ઉપાય શોધી શકતા નથી - મોઘવારી અને ભ્રષ્ટ્રાચાર એ દરેક રાષ્ટ્રાનો આતરીક પ્રશ્ન છે જ તો આતકી હુમલો ક્યાથી આવી પડશે તે કોઇ કલ્પી શકતુ નથી .- અને આ હુમલા છુપા હુમલા હોય છે - ગેરીલા હુમલા જેવા –અચાનક જ હુમલો આવી પડે -શુ સામનો કરો કે શુ તકેદારી રાખો ? આ આતકી પરીબળોની શુ મહત્વાકાક્ષા છે તે સમજાતી નથી - કોઇ પ્રકારનો અસતોષ અવશ્ય છે - પણ સમજાતો નથી - વાટાઘાટો એ એક ઉપાય છે - પણ આજે ગાધીજી ,વિનોબાજી કે રવીશંકરા મહારાજ જેવા નીડર સેવાભાવી નેતાઓ રહ્યા નથી - અણ્ણાજી જેવા કોઇક ક્ષિતિજ પર દેખાય છે તો તેમનો ઉપયોગ કરીને તેઅના અનુયાયીઓ તેનો લાભ મેળવીને સત્તાના ખોળે બેસી ગયા છે -અણ્ણા ભુલાઇ ગયા , અણ્ણાની મોઘવારી અને ભ્રષ્ટ્રાચારનો મુદ્દો વિસારે પડી ગયો -અને તેમના અનુયાયિઓએ સત્તાના ખોળે બેસીને ખુરસી બચાવવાનો ,ખુરસી મેળવવાનો અને વધારાની સતા મેળવવાની કામગીરી શરુ કરી -પ્રસાર અને પ્રચાર માધ્યમોનો ભરપુર ઉપયોગ શરુ કર્યો -પ્રશ્નો ભુલાઇ ગયા -ગુરુ ભુલાઇ ગયા -
-આવો જ એક જુવાળ ગુજરાતમા પણ આવી ગયો - પળભરને માટે તો એમ લાગ્યુ કે ગુજરાતને એક સમર્થ “ બાળનેતા “ મળ્યો છે - બીજિ બાબતો બાજુ પર રાખીયે - પણ એક બાબત તો અવશ્ય સ્વીકારવી જ પડે કે આ “બાળનેતા “ એ અભુતપુર્વ કહી શકાય તેવી માનવ મેદની ભેગી કરી હતી - ધીમે ધીમે ખ્યાલ આવતો ગયો કે આની પાછળ કામ કરતુ પરીબળ ક્યુ છે .-આની પાછળ હેતુ શુ છે ? જો આ જ જુસ્સા અને જોશથી -આ પરીબળો મોઘવારી અને ભ્રષ્ટ્રાચારની વિરોધમા પડ્યા હોત તો માત્ર રાજ્ય જ નહીં દેશ અને દુનિયામા ખળભળાટ મચી જાત -અણ્ણાજી અને કેજરીવાલ જુથે જે જુગલબધીથી સિતારો ચમકાવ્યો હતો તે બુલદ સિતારો અવશ્ય હતો પણ - જુગલબધીનો એક કાગરો સત્તા પાસે નમી પડ્યો અને સત્તા મળતા મુળ મુદ્દાનો ઉપયોગ માત્ર સત્તા ટકાવવામા અને સત્તાના વ્યાપ વધારવામા કરવા લાગ્યો અને અણ્ણાજી બાજુમા હડસેલાઇ ગયા - એવુ જ અહીયા પણ થયુ - “ બાળનેતા “ બાજુ પર રહી ગયો , આજે તો જેલમા છે , બીજા નેતાઓ પણ ફુટી નિકળ્યા -પણ દરેકની મનીષા જુદી જુદી - આતરીક ફુટો પડી - વહીવટમા પણ આતરીક ફુટો પડ્ડી -વહીવટ અને રાજકારણ બન્ને હચમચી ગયા - સરવાળે શુ નિકળ્યુ ?અનામતના નામે આ જે હાહાકારો થયા - તોફાનો થયા , હિસા થયી , હડતાલો , બધ , જુદા જુદા એલાનો થયા -પણ સરવાળે શુ પામ્યા ? હુ માનુ છુ કે આટલી મોટી જનમેદનિ ભેગી કરવાનુગજુ એકલા
“ બાળનેતા “ નુ ગજુ નથી તેની પાછળ કોઇ મજબુત પીઠાબળ છે - ભલે હોય - હોય જ - એ તો રાજનિતિની તાસીર છે - પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે ના થયો - જનમેદની ભેગી કરી શક્યા પણ તેને કાબુમા ના રાખી શકાઇ - પ્રસિધ્ધીની હાય અને લાય મા ને લાયમા અરાજકતા જેવુ વાતાવરણ થયી ગયુ - અને સૌથી મોટી ભૂલ - પ્રસિધ્ધીની લાયમા -ને લાયમા - મધ્યરાત્રીએ વડી અદાલતના દ્વાર ખોલાયા- સ્વાભાવિકા છ - બાળક હજુ અપરીપકવ છે - તેના સલાહકારો માટે હુ ટીકા કરુ તે યોગ્ય નથી -હુ માત્ર એટલુ જ કહિશ –આ જનમેદનીનો ઉપયોગ મોઘવારી અને ભ્રષ્ટ્રાચારની વિરુધ્ધમા કરવામા આવે અને તે પણ પુરી કાળજી સાથે અને પુરી પુર્વતૈયારી અને આયોજન સાથે - જરુર પડે દુનિયાભરમાથી મદદ મેળવે -મદદ આપનાર મળી રહેશે -
જો આ પ્રકારનુ આયોજન સફળ થશે તો આ :” વિશ્વયુધ્ધ “ કક્ષાનુ આયોજન રક્તપાત વગરનુ ક્રાંતીકારી વિશ્વ્યુધ્ધ હશે .-સમગ્ર દેશ આજે મોઘવારી અને ભ્રષ્ટ્રાચારના ભરડામા છે - સૌ ત્રાસી ગયા છે - રાડ પોકારી ગયા છે પણ તેમને મદદ કરે તેવો કોઇ નેતા મળતો નથી -અનામતના નામે ઉભા થયેલા “ નેતાઓ “ જો એક બનીને આ મુદ્દો હાથ ધરે તો પ્રજા તેમને અવશ્ય સાથ આપે - તેથી પણ આગળ વધીને જણાવુ કે રાજ્યના બે સૌથી મોટા પક્ષ પણ આ રોગથી પરીચીત પણ છે અને પીડીત પણ છે –શક્ય છે કે તેમના પક્ષમાથી પણ આદોલનને સહાય અને ટેકો મળી રહે - માત્ર એટલી જ કાળજી રાખવાની છે કે તેમના આદોલનમા કોઇ અસામાજિક તત્વો ના ઘુસી જાય - જે હમેશા બને છે - તોફાનો અને નુકશાન , તોડફોડ અને લુટફાટ આ અસામાજિક તત્વો કરે છે અને નામ બદનામ થાય છે આદોલનકારીઓનુ - એક જૂથ તો સરદાર પટેલના નામે બનેલુ છે - વાસ્તવીકતા સ્વીકારવી જ પડે કે જે સમાજને માટે અનામતની માગણી કરવામા આવી હતી તે સમાજને તે પ્રકારની અનામતની જરુર જ નથી -જે લક્ષ્યને નજરમા રાખીને આ આદોલનને છુપો ટેકો મળ્યો તે લક્ષ્ય પણ સીધ્ધ થયુ જ નહીં અને તેના નામે અરાજકતાનો એક દોર ઉભો થયો - બદનામી કોની થયી ? શાકભાજી કે દુધના ભાવ પણ કાબુમા રાખી ના શકાય તો શાસકો અને શાસન શુ કરે છે ? દુધનો છેલ્લો ભાવવધારો તે માત્ર ઉત્પાદકોના નફાનો વધારો છે -તે જો પાછો ખેચાય તો કોઇને નુકશાન નથી - પણ કેમ પાછો ખેચાતો નથી ? શા માટે નિર્ણાયક નથી બની શકાતુ ? જો દેશના વડાપ્રધાનપદનો નિર્ણય રાજીવ ગાધી - માત્ર ગણત્રીના કલાકોમા જ લેવાયો હોય તો આવા લોકોપયોગી નિર્ણય કેમ ના લેવાય - વટહુકમની સત્તા સરકાર પાસે છે જ-દૂધ એ તો જીવનજરુરીયાતની આવશ્યક ચીજ છે તેના માટે વટહુકમ કેમ ના બહાર પાડીશકાય ?
કોણ નેતા અને નાયક બનશે આ “ વિશ્વયુધ્ધ “ના ?
પ્રજા , અસંતુષ્ઠો , સતા-વાચ્છુઓ , અનામતવાળાઓ કે અન્ય સગઠનો ?
આજે જરુર છે - કેટલાક નિષ્ઠાવાન નેતાઓની - ક્યાથી મળશે આ નેતાઓ ?
ગુણવંત પરીખ
8-6-16
Regards,
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
No comments:
Post a Comment