From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
- : વિશ્વ યુદ્ધ : - 4
યુદ્ધ : પછી ભલે તે ગમે તે કક્ષાનુ હોય : ઘર કંકાશ હોય : ઘરનો વિવાદ કે વિખવાદ હોય : કૌટુમ્બિક કલહ હોય : માલ મિલ્કતના ઝગડા હોય : માલિકી હક્કના પ્રશ્નો હોય : સરહદના ઝગડા હોય : રાજ્યની સીમાઓના મામલાઓ હોય : રાષ્ટ્રની સરદના સલામતીના પ્રશ્નો હોય : સંસદ અને વિધાનગ્રુહોના સવાદો હોય : વાણી વિલાસ અને આક્ષેપ પ્રતિઆક્ષેપની હારમાળાઓ હોય - : સામાન્ય બોલાચાલીમાથી સર્જાતા વાદ : વિવાદ : વિખવાદ:વિભાજન : વિષ્ફોટ હોય :આ અને આવા કોઇ પણ પ્રકારના ઝગડા કે તકરાર જે મતભેદથી શરુ થયી મનભેદ સુધી વિસરે અને અંતે વિગ્રહમા પરીણમે - પણ સરવાળે તો આ વિગ્રહો એક યા બીજી રીતે વિનાશ જ સર્જે છે -ભલે જીતનાર એમ સમજતો હોય કે તે અતે જીતી ગયો છે પણ સરવૈયુ કાઢે તો ખબર પડે કે એ જીત તેને કેટલી મોઘી પડી છે . આ પાઠ આપણને 20 મી સદીના બે મહાયુધ્ધો - વિશ્વયુધ્ધ 1 અને વિશ્વયુધ્ધ 2 ; પાસેથી મળ્યો છે - સમગ્ર વિશ્વ આ યુધ્ધની તબાહીથી હચમચી ગયુ હતુ અને આજે પણ તે તબાહી ઉડીને આખે વળગે છે – વિસારી શકાય તેમ નથી . ફક્ત એક મિથ્યાભીમાન પોષતો અહમ , કીન્નાખોરી ,વર્ચસ્વ જમાવવાની વ્રુત્તી , વિસ્તારવાદની અપેક્ષા : આ સર્વ ગુણોથી સપન્ન હીટલર : એક વ્યક્તીવાદના આ અહોભાવે વિશ્વને શુ આપ્યુ ? તબાહી - વિનાશ -અરે સર્વનાશ કહી શકાય તેવો વિનાશ –અને અતે શુ પામ્યો ? નર્યો ફિટકાર અને પામ્યો આત્મહત્યા - અહર્નીશ યુધ્ધના ભણકારામા જિવ્યો શુ ભોગવ્યુ ? તડજોડ અને તકવાદી જોડાણો નુ એક રાજકારણ ખેલાયુ : આજની તારીખમા જે પરસ્પર વિરોધી છાવણીમા છે તે બે મહાન સતાઓ તે સમયે એક છત્ર નીચે આવી ગયી હતી –તે સમયનો પણ નિયમ હતો : મહાભારત કાળનો પણ એ જ નિયમ હતો અને આજે લોકશાહીમા પણ એ જ નિયમ છે - કોઇ પણ યુદ્ધ : રણભુમીનુ હોય્ત કે સસદભવનનુ પ્રવેશપત્ર મેળવવાનુ યુદ્ધ હોય : પણ તડજોડ કે જોડાણ : સહકાર કે સમંવય વગર જીતાતુ નથી - સમાન વિચારધારાઓ ધરાવનાર એકજુટ થાય તે જરુરી છે - પછી ભલે તે કુરુક્ષેત્રનુ કૌરવ - પાડવોનુ યુદ્ધ હોય કે પછી મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચેનુ વિશ્વયુધ્ધ હોય - જોડાણો અને સમજુતીઓ તો કરવી જ પડે -કોઇ પામે તો કોઇ ગુમાવે – પણ સરવાળે તો પ્રજા જ ગુમાવે છે -ોઅનેસર્વનાશ નોતરે છે –પ્રજાને આ યુધ્ધ્મા રસ નથી - તે તો સુખે અને શાતિથી જીવવા માગે છે - તેને આ યુધ અને યુધ્ધના ભણકારા ગમતા નથી - યુધ્ધના પરીણામો છેવટે તો પ્રજાને જ ભોગવવા પડે છે – ભાગ્યે જકોઇ સમ્રાટ અશોક જેવો ચક્રવર્તી રાજા થયો હશે કે જે મહાન હતો - સમર્થ હતો - વિજયી પણ બન્યો હતો - પણ વિજયનો મહાવિનાશ જોઇને સાધુ બની જવાનુ પસદ કર્યુ - વિદુર જેવા મહાત્માએ પણ યુધ્ધના પરીણામોનો અદાજ વિચારીને યુદ્ધ ક્ષેત્ર ને બદલે યાત્રા ક્ષેત્ર સ્વીકાર્યુ -આટ આટલુ થવા છતા અને જોયા જાણ્યા છતા પણ માનવી હજુ સમજવાનુ નામનિશાન લેતો નથી -હાર જિરવાતી નથી - હાર્યો જુગારી બમણા જોરથી દાવ લગાવે છે
ના જાણ્યુ જાનકીનાથે સવારે શુ થવાનુ છે -
બમણા જોરથી મુકેલો અને ખેલેલો દાવ સર્વસ્વ પાછુ અપાવે છે કે પછી હતુ તે અને વધ્યુ ઘટ્યુ બચેલુ પણ ગુમાવે છે - એવુ પણ બને કે હવેલી લેવા જતા ગુજરાત ખોવુ પડે - દુરથી તમાશો જોનારાઓ પણ મફતમા લાભ મેળવી જાય - આ બાબત માત્ર અમેરીકા કે જાપાન , ફ્રાંસ કે બ્રીટન , જાપાન કે જર્મની , કે માનો કે કોઇ પણ મીત્ર રાષ્ટ્ર કે ધરી રાષ્ટ્ર ને જ લાગુ પડે છે તેવુ નથી - દરેક વ્યક્તીને દરેક ક્ષેત્રમા લાગુ પડે છે - સમજ બજારમા નથી મળતી - ઉછીની પણ નથી મળતી - જો ભુતકાળ અને પરીણામ જોઇ સમજિને પણ મગજમા ના ઉતરે તો બીજુ શુ સમજવુ ?
વિનાશકાળે વિપરીત બુધ્ધી :
:જાપાને અમેરીકા ના પર્લ હાર્બર પર હુમલો કરતા પહેલા જો વિચાર્યુ હોત કે આનાથી જાપાનને શુ લાભ છે ? આ વ્યુહરચના પાછળ ખીલાના જોરે કુદતુ વાછરડુ જ નજરમા આવે છે અને પરીણામ સ્વરુપ ખીલો અને વાછરડા બન્ને ગુમાવ્યા અને સાથે સાથે વિશ્વનો આ એક ઐતિહાસીક બનાવ બની ગયો અને દુરથી -કશુ જ ગુમાવ્યા વગર અમેરીકાએ પોતાનો પરચો બતાવ્યો - તેની પ્રજાને કોઇ નુકશાન નથી થયુ - પણ જાપાનના હીરોશીમા અને નાગાશીકી સાફ થયી ગયા - દુનિયા દેખતી રહી ગયી - ફફડી ગયી - આ વિનાશક શશ્ત્રોએ જે વિનાશ વેર્યો -આજે પણ તેની યાદ ભુલાતી નથી - પારકા પ્રદેશ પર હુમલો કરવાની જરુર શુ હતી ? પરીણામે કેવી નાલેશીભરી શરણાગતી સ્વીકારવી પડી અને તે પણ કેવા ભયાનક પરીણામો સાથે –આજનો માનવી આજે પણ તે સ્વીકારવા તૈયાર નથી - સમજે તો છે -પણ મિથ્યા ઘમડ નડે છે - યાદ કરો એ દુર્યોધન અને કર્ણ ને - તે કહેતા જ હતા :
જાનામિ ધર્મમ , ન ચ મે પ્રવ્રુત્તિ
જાનામિ અધર્મમ ન ચ મે નિવ્રુત્તિ
21 મી સદી ના યુધ્ધો રણભુમીમા નથી લડાતા - સસદ ભવન , વિધાન ભવન જેવા લોક તાંત્રીક સ્થળે લડાય છે : માત્ર વાણી વિલાસ અને જૂથ બળ ના જોરે –લોકશાહીનુ શિરમોર ગણાતુ ચુટણી યુદ્ધ : રણભુમીમા લડાતા યુદ્ધ તો માત્ર રણભુમી પુરતા મર્યાદીત ક્ષેત્ર મા જ ખેલાતા હતા - કુરુક્ષેત્ર , પાણીપત , હલદીઘાટ , પ્લાસી , વિ.વિ જેવા યુધ્ધો યુધ્ધના મેદાનોમા જ લડાતા હતા , વિશ્વ યુધ્ધે થોડીક દીશા બદલી અને આવા યુધ્ધોની અસર સઅમાન્ય નાગરિક અને પ્રજાજનો સુધી અસરકર્તા બની ગયા - પણ આજના લોકશાહીના યુધ્ધો તો ગામે ગામ , શેરી એ શેરી એ અને ઘેર ઘેર લડાતા થયી ગયા - વેર ભાવ , વૈમનસ્ય ,જૂથ વાદ ,કોમવાદ ,વર્ગવિગ્રહ , ભાષાવાદ ,ચારે બાજુ વકર્યા - કોણ રોકશે આ આતર યુધ્ધને ? આ અનામતના નામે ચાલુ થયેલ આદોલન હોય કે અન્ય કોઇ કારણસર શરુ થયેલ આદોલન હોય : શુ કાદા કાઢ્યા ? વિશ્વ યુધ્ધે પણ સમગ્ર વિશ્વનુ અર્થ તંત્ર ખોરવી નાખેલુ - વિશ્વ યુદ્ધ ને બાજુ પર રાખીયે -આપણા રાષ્ટ્રની વાત કરીયે - આજે સમગ્ર રાષ્ટ્ર એક ભયાનક આર્થીક અસમાનતાના સકટમા ફસાયેલ છે - ચારે બાજુ મોઘવારીનો ભરડો જોરદાર છે -પરસ્પર વિશ્વસનીયતાનો અભાવ છે -જળ સંકટ , વીજ સંકટ, ભાવાસંકટ , સતા લાલસા , વેર વૈમનસ્ય ,કીન્ના ખોરી, આક્ષેપો - પ્રતિ આક્ષેપો , બેજવાબદાર વાણી વિલાસ - ------
લોકશાહી ના આ યુદ્ધ - રણમેદાનના યુદ્ધ કરતા પણ વધારે ઘાતક અને સ્ફોટક છે . .ઘેર ઘેર , ગામે ગામ અને સમગ્ર સામાજિક જીવનને અસ્ત વ્યસ્ત કરી નાખનાર આ યુધ્ધે માનવીને - ખાસ કરીને સામાન્ય માનવીને - આમ આદમીને - એવી હાલતમા મુકી દીધો છે કે તેને નથી દૂધ મળતુ , નથી શાકભાજી મળતા , જીવન જરુરીયાતની ચીજ - દાળ ચોખા બાજરી કે જાર મકાઇ પણ મોઘાદાટ – અરે પીવાના પાણીનો પણ ત્રાસ -ઘરવપરાસના પાણી ની તો વાત જ બાજુ પર રહી ગયી -તેની કોઇને પડી નથી અને પેટ્રોલ મોઘુ થયુ તેની કાગારોળ ચાલે છે
રોમ ભડકે બળતુ હતુ ત્યારે નીરો ફીડલ વગાડતો હતો
પ્રજાને બ્રેડ નહોતી મળતીની ફરીયાદના સામે એવો જવાબ મલતો હતો કે બ્રેડ નથી મળતી તો તેમને કહો કે કેક ખાય - પણ ક્યાથી લાવે કેક ? અહિયા પણ પીવાનુ પાણી નથી મળતુ - તો કહે પાઉચનુ ઉત્પાદન વધારો - કોને ખબર પાઉચમા કેવુ પાણી આવે છે – બોટલમા પણ કેવુ પાણી આવે છે ? અને તે પણ દશનુ પત્તુ આપો ત્યારે મળે - કુદરતે આપેલા પાણીની પણ કિમત ચુકવવાનિ ?
યહા તો હર ચીજ બીકતી હૈ ------
ગુણવંત પરીખ
16-6-16
From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
No comments:
Post a Comment