vishvyudhdh 5

From:-
Gunvant   R. Parikh
Executive  Engineer  ( R & B ) (Retd )  &
                  B.E.Civil.  , LL.B.
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cellવિ.
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  22  (  380022 )
T.No.  079 25324676  ,  9408294609




            વિશ્વ  યુદ્ધ  : -          5   ----



ભવસાગરમા   વિશ્વાસે   જ્યા   તરતી  નૈયા   ડુબે
કોણ   સગુ   કોણ   વહાલુ ,  કોણ   પારકુ   કોણ   પોતિકુ
માનવ  ના   પરખાયા   માનવીને 


         ગ્રુહ   યુદ્ધ   હોય ,  કૌટુમ્બીક   કલહ યુદ્ધ   હોય  , સીમાના  ઝગડા  અને   સીમા    પરના   છમકલા   હોય  , વિસ્તારવાદની  ભુખ   સતોષવા  માટેના  લોહિયાળ  યુદ્ધ    હોય  ,  વિશ્વ યુદ્ધ   હોય  -  કે  પછી  લોકશાહીના   ચુટણીજગ    હોય  -   પણ     એક   સર્વસામાન્ય    નિયમ અફર  છે
જોડાણ  -  તડજોડ  સોદાબાજી સલાહ   -  સુલેહ   -મંત્રણા  - અને   તેનો  પહેલો   નિયમ    તે  દુશ્મનનો  દુશ્મન   તે   મિત્ર : સરવૈયામા  આર્થીક  ખાનાખરાબી  અને   નુકશાન  :

              જ   નુ  જૂથ  -   જર્મની  અને   જાપાન  - જોરમા   હતા 
 લડાયક  અને આક્રમક     હીટલર  જગ   જીતવાના    મુડમા   હતો   - તે   એમ  જ   માનતો   હતો   હવે  સમગ્ર   યુરોપ   મારા  કબજામા    છે   - અને   સમગ્ર   વિશ્વમા   જર્મનીનો ડકો  વાગશે   અને  હુ  વિશ્વ  વિજેતા    છુ  - તેની   આક્રમકતા   અને   કીન્નાખોરી    જાણીતી  હતી  -  બ્રિટન ,  ફ્રાંસ ,  રશિયા    સૌ   તેનાથી  ડરતા   હતા   કૈક   અશે   દબાઇ  પણ  ગયા   હતા  -  પણ  બ્રિટનનો     ચર્ચિલ  પણ   એક  કુનેહબાજ ,કુટીલ   મુત્સદ્દી   હતો તેણે  શરણાગતી ના  સ્વીકારી  - અમેરીકાની મદદ  માગી - -  આ    જોડાણ  સફળ  રહ્યુ   -બ્રિટન  ,ફ્રાંસ  , રશિયા  અમેરીકા ,  વિ.વિ.  વર્ગ ભેગા   થયી ગયા  અને  સમય   એવો   આવ્યો  આક્રમક હીટલરને    આત્મહત્યા   કરવી  પડી , તો  જાપાનને  શરણાગતી   સ્વીકારવી   પડી  - જોડાણ   જિત્યુ તો  ખરુ  પણ  કિસ્મતની  કહાની  કેવો  પલ્ટો   લે  છે  -સમગ્ર  વિશ્વમા   ડકો    વગાડનાર   ચર્ચીલ   ઘર   આગણે  - લોકશાહી  ચુટણી જગમા   હારી  ગયો લોકશાહીના   જગ    ભલે   લોહીયાળ  નથી જણાતા   પણ  કમરતોડ  માર   મારી શકે  છે  - મોરારજીભાઇ   પણ   અમુલ દેસાઇ     સમે  હારી ગયા   હતા   તો   ઉત્સવ  પરીખ પણ  કસ્તુરભાઇ સામે હારી  ગયેલા  - આ  બન્ને  પ્રભાવશાળી   અને  સિધ્ધાંતવાદી નેતાઓ  હતા  -હાર    જીતના  લેખા કોરી  પાટી  ઉપર ના   મુકાય .  કોઇ   સિધ્ધાંત વાદી    હારે તો  તે  તેના   સિધ્ધાંતની  હાર  નથી  પણ  વ્યવહારીકતાની  કમી  છે મોરારજીભાઇ  આખાબોલા    હતા  પણ   ઉત્સવભાઇ  સૌમ્ય   હતા  છતા   હારી  ગયા  -જો  એ વાણી  વર્તન  અને     સ્વભાવ - વ્યવહાર  બહુ   અગત્યનો   ભાગ ભજવે છે તેની અસર  દુરગામી હોય  છે  - પછી તે   હીટલર  હોય  , ચર્ચીલ  હોય  -જે   ગાંધીજીને   અર્ધનગ્ન  ફકીર  માનતો  હતો  -કે  પછી નાના  મોટા  સીમા  યુધ્ધો   હોય  કે   નાનામોટા   ચુટણી  જગો   હોય  -  વાણીની  તોછડાઇ   વર્તનની ઉધ્ધતાઇ , વિ.વિ.  જેવા   પરીબળો   પણ  કામ  કરે    છે -  જૂથ અને   નાણા  પણ  અસરકર્તા  પરીબળ  છે -   પણ સૌથી મોટુ     ભાથુ  તે  સેવાવ્રુત્તિ   છે 

     એક  નાના  સરખા ચુટણી   જગને  જોઇયે :  ઉમેદવારની પાસે   આકર્ષક  કામગીરી હતી નામ   હતુ , કામ  બોલતુ  હતુ  ,નગરમા   નામ   હતુ -  પણ  સાથે સાથે   એક વર્ગમા  તેમની    સ્પષ્ટ વક્તા  તરીકેની   વાણી અને   એક  વર્ગમા   તેમની  જોડાનની નીતિ  માન્ય   નહોતી-  એક  તબક્કે તેમણે   પણ   હતાસાના સુરમા  ઊભરો   ઠાલવ્યો  મારી  પાસે  મારો  ભાઇ  નથી  , બહેન  નથી ,પુત્ર નથી  ,પણ  આ  એક  હાતાશાનો    ઊભરો હતો  સૌ  તેમની  સાથે  હતા  -સૌએ    તેમની   સફળતા જ ઇચ્છી  હતી   -  સ્વસ્થતા  ગુમાવીને  મેદાન   છોડવાની જરુર નહોતિ  - તેમની  પાસે   જોડાણ  નીતિ તો  હતી  જ  પણ   યોગ્ય  સમયે યોગ્ય   જોડાણ   ના   પણ  થયા   હોય  તેવુ  બને  - અને   પરીણામે   તે   સાબીત   પણ કરી  આપ્યુ  કે   તેમની  હતાશા  અસ્થાને  હતી -  તેમની   શકાઓ   કુશકાઓ  પણ અસ્થાને  હતી  -તેમના  દોષારોઅણ  પણ અસ્થાને  હતા  -ભુતકાળનો  કોઇ  પ્રસગ  કે  બનાવ   પણ  માત્ર  વહેમ   અને શકાના   મુળમા   હતા  -   ભુતકાળમા   એવુ   બનેલુ    જ્યારે  એક  સામાજીક  પ્રસગના    બહીષ્કાર  માટે  કોઇક   જોડાણ   કરવામા  આવેલુ  અને  કોઇકના   પ્રસગને  આ    જોડાણે  વિપરીત  અસર  કરેલી -  એટલી  હદે  કે  તેમની  માતાને  પણ  આ  જોડાણમા   ભેળવીને  આ સામાજિક પ્રસગથી   અળગી  રાખેલી  જેનો  રજ   માને  છેવટની  પળ સુધી  રહેલો 

પુત્ર   છતાય પુત્ર  વિહોણી ,  માનુ મન  મુરઝાય
હૈયે  વેદના  હોઠ  સીવેલા , આસુડા    છલકાય


  પણ   તેમના    આ   જોડાણના  પ્રતિભાવ  તરીકે   જોડાણથી   અસરકર્તા  વ્યક્તિએ  તે   તમામ  વ્યક્તિઓના તમામ
પ્રસગો  સારીરીતે    જાળવ્યા    હતા  - કોઇ  ઉણપ  વર્તાવા   દિધી  નહોતી   - પણ  વહેમ  અને   શકનો  કોઇ  ઇલાજ  નથી .  હિટલરને વહેમ હતો  કે  યહૂદી     વેપારીઓ એ પહેલા      વિશ્વયુધ્ધ દરમિયાન   જર્મનોને   અનાજ  અને  યુધ્ધનો  સામાન  આપવામા   હેરાનગતિ  કરેલી  અને  જર્મની  હારી ગયેલુ  બસ  આ  ડ્ખ   એટલો  જોરદાર  હતો કે  તક   મળતા   અને  સત્તા   મળતા   જ  તેણે   યહુદીઓનુ   કાસળ   કાઢી   નાખ્યુ -  નિર્દોષ  યહૂદી    નાગરીકો  સ્ત્રીઓ   અને   બાળકો ને  પણ   ના   છોડ્યા  -આનુ  નામ  વહેમ અને  કિન્નાખોરી   ---

     કૌટુમ્બીક  કલહ  અને  કજીયામા   પણ  આવોજ  વહેમ  , શક  અને  પુર્વગ્રહ  વિપરીત અસર   કરે  છે .   Sibling   Rivalry  -   લોહીના    સંબંધો   ધરાવનારા  ભાઇ   ભાઇ  , ભાઇ  બહેન  -   માત્ર  વહેમ  ,  ઇર્ષા અને અદેખાઇમા  જ   એકબીજાના    દુશ્મન   બની  જાય  છે  -  અરે  સતાનો  તેમના  માતા પિતાના   પણ  વેરી   બની જાય   છે  -તમે  બીજાને   આપ્યુ  અને મને  નહીં -  હુ  રહી  ગયો  - કેમ ?  અને  તે  વહેમમા   અને  વહેમમા  તે  અનેક  કાવાદા વા  અને  કાવત્રા   પણ   કરે  છે  -લોકો અને કેટકેટલા  હિત શત્રુઓ    પણ  તેનો દુરુપયોગ કરે  છે  તેનુ  તેમંને   ભાન  પણ  પડતુ  નથી , ,-  આ  વહેમ  સર્વનાશ  વહોરે  છે  તેનો  અદાજ   પણ   તેમને  નથિ   આવતો કારણકે તેમને   પ્રથમ  તબક્કે   કોઇ   નુકશાન   થતુ   હોતુ   નથી .


    એક  ગામફોઇ એ તેમનુ   અગત   વેર  વાળવા  કુટીલતાપુર્વક   બે પડોસીઓને   લડાવી  માર્યા  - અને   આ      શેરી   યુદ્ધ    હસતા  હસતા    તમાશા    તરીકે   જોયુ  -  માર  ખાનાર   પડોસીને  વિષ-પાન    કરાવ્યુ  -       તારા   બાપે   જ   આ   બધુ  કરાવ્યુ  :  કાચા   કાનના  ભણેલ  ગણેલ  - એક  નહીં   -  દપતિ   અને  બાળકો    સુધ્ધા    એમ   માનતા   થયી  ગયા   કે  પાપાજીએ   પપ્પાને  માર  ખવડાવ્યો  - પરીણામે  માતા  પિતા   અને  બાળકો   તમામે  ભેગા   થયીને  વ્રુધ્ધ    માબાપને  ધમકી આપી  - હવે  તમે  બહાર  નીકળી  જુવો  -કોઇ  પાણીપાનાર તો  ઠીક   ઓળખનાર  પણ  નહીં  મળે  તેવી જગાએ   તમોને   પાડી   દેવામા    આવશે  -   વાસ્તવીકતામા  તો   મા   કે  બાપને  કશી   ખબર  નહોતી:  માએ  તો  આ  બે    યોધ્ધાઓ ને    છુટા   પાડવા    પ્રયત્ન   કર્યો અને   પોતે   ગડથોલિયુ  ખાધુ અને  છતા  પુરસ્કારમા   ધમકી  મળી  :  આનુ   નામ વહેમ ; કાચા કાન  : કાનભભેરણી : ભાઇ  સર  સાહેબ  થોડા   ઝનુની  અને  જઃઅગડાખોર  ખરા  - અને  તેથી  આ  બનાવ્ને સમર્થનોઆપતો   પોલિસ અહેવાલ   એક્ક્ષીકુટિવ  કોર્ટ   પાસે પોલિસે  મુક્યો  તેમા    ભાઇને  માટે  આ જ  શબ્દો   હતા તે    ઝનુની   અને  ઝગડાખોર    છે  અને   આ દોષારોપણ   પણ   ભાઇએ  પોતાના   પિતા   પર  કર્યુ અને ગામ  આખામા  ઢ્ઢેરો  પિટ્યો મારા   બાપે  મારા  સામે એફ.આઇ.આર   નોધાવીને  મને  દિવાળિમા    અદર   મોકલવાની  વ્યવસ્થા  કરી  છે  -અહિયા   પણ   મા   કે  બાપંને    કશી   ખબર  નહોતી  :   આનુ  નામ  શક  - વહેમ   પુર્વગ્રહ પરીણામ  સબધોની તિરાડ ઉચા   મન  મનભેદ  અને   તેથી આગળ  વધીયે તો   કૌટુમ્બીક  દુશ્મનાવટ .

   .શુ   પામ્યા    આ   મહારથીઓ  ? હીટલરે   આત્મહત્યા   કરી  , જાપાનને   શરણાગતી  સ્વીકારવી  પડી , કાબેલ   ચર્ચીલ  ઘર   આગણે    હારી   ગયો  , મોરારજીભાઇને  પણ  તડજોડ કરીને  જોડાણ  કરવા  પડ્યા    ત્યારે   વડાપ્રધાન બન્યા  ઉત્સવભાઇએ    ક્ષેત્રસન્યાસ   લીધો  -આધ્યાત્મિક   માર્ગે   વળ્યા  :  દેખાતી  જીત   એ જીત  નથી  - દેખાતી હાર  એ  હાર   નથી  :

યે   બાજી  હૈ   દુનિયામે  સબસે  નિરાલી
જો   હારે  સો   જિતે ,   જો  જિતે   સો   હારે
આ  તો       યુદ્ધ      છે   યુદ્ધ  -
પણ   જે સમજદારીથી  કામ  લે   તો   જીત   હમેશા   તેની  જ  છે


ગુણવંત   પરીખ
23-6-16
Attachments area

No comments:

Post a Comment