From:-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609
- : વિશ્વ - - યુદ્ધ :- 6
હાર અને જીત એ યુદ્ધના બે અનિવાર્ય પાસા છે _ એકની જીત એ બીજાની હાર છે - અને યુદ્ધમાં હાર અને જીત માટે કોઈને કોઈ પ્રકારની વ્યૂહરચના જ ભાગ ભ જાવતી હોય છે . પાણી પતનું પહેલું યુદ્ધ - બાબર અને લોદી વચ્ચે થયેલું તેમાં લોદી પાસે મોટું લશ્કર હતું - લગભગ લાખ સૈનિકોના લશ્કર સામે બાબર પાસે માત્ર દશ હજાર જ સૈનિકો હતા - અને છતાં બાબર જીતી ગયેલો - કેમ ? બાબરની વ્યૂહ રચના ની સામે લોદી ખૂબ કાચો પડેલો - તેના લશ્કરમાં શિસ્ત નહોતી - એકતા નહોતી - દરેક સૈનિક પોતાની જાતને સેનાપતિ સમજતો હતો - કોઈ કોઈની વાત - સૂચન કે સલાહ - હુકમ તો બાજુ પર રહ્યો - માનતા નહોતા - પોતાની જાતને દરેક બિસ્માર્ક સમજતા હતા જ્યારે સામે છેડે બાબરાનું સૈન્ય આજ્ઞાકિંત હતું , શિસ્તબદ્ધ હતું - બાબર પાસે જ નહીં તમામ સૈનિકો અવેર અને આયોજન સારીરીતે સમજતા હતા -અને કોઈ ચડસાચડસી નહોતી - જો કે હથિયારોનો પણ ફેર પડે - પણ તેના કરતા વધુ અસરકારક મુદ્દાએ અવેર , આયોજન અને શિસ્તના હતા. એવું જ એક યુદ્ધ - સિદ્ધરાજ જયસિંહ અને રા-ખેંગાર વચ્ચેનું હતું - રા ખેંગાર સબળ હતો , બાહોશ પણ હતો , અવેર આયોજન બધું હતું - શિસ્તબદ્ધ સેના હતી - પણ એ હાર્યો તેના બે ગદ્દાર ભાણાંઓની ગદ્દારીથી - દેશળ ને વિશાલે જો અ ણીવખતે કોટના દરવાજા ખોલી ના તો સિદ્ધરાજની તાકાત નહોતી કે તે રા-ખેંગારને હરાવી શકે - દગો અને કપટ એ પણ હારજીત માટેનું એક પરિબળ છે -અમીચંદ જેવા ગળળારે ક્લાઈવને મદદ ના કરી હોત તો કદાચ ઇતિહાસ જુદો હોત - રણમોરચા જેવા જ મોરચા આજના લોકશાહીના જમાનામાં પણ એટલા જ મજબૂત છે - કુંડ -કપટ - કાવાદાવા- કાવતરા -ગદ્દારી - જેને આજની ભાષામાં કહે છે પક્ષ પલ્ટા - લોકશાહીનું એક અગત્યનું પરિબળ છે પક્ષ પલ્ટા -
ભવસાગરમાં વિશ્વાસે જ્યાં તરતી નૈયા ડૂબતી
કોણ પારકું કોણ પોતીકું , માનવ ના પરખાયા --
સિઝરનો અંગત મિત્ર - ખાસ માણસ - વિશ્વાસુ - બ્રુટસ - જ્યારે બ્રુટ્સે જ સૌથી પહેલું હથિયાર સીઝરની સામે ઉગામ્યું ત્યારે સીઝર - બાહોશ - લડાયક - આક્રમકઃ - કાબેલ - શક્તિશાળી - વ્યૂહબાજ અને બીજા અનેક વિશેષણો પણ ઉમેરી શકાય - તે સીઝર પળમાં ભાગી પડ્યો - વિશ્વયુદ્ધનો વિજેતા ચર્ચિલ - વિશ્વયુદ્ધની જીતનો સાચો હક્કદાર - આંગણે ચૂંટણી હારી ગયો - કોઈને કલ્પના પણ નહોતી કે ચર્ચિલ હારશે - પારકી લોકશાહીની ક્યાં વાત કરાવી - આપણી જ વાત કરો - ગુજરાત - માધવસિંહની સરકાર - વિધાનસભામાં ધરખમ બહુમતી હતી -જો હું ભુલાતો ના હોઉં તો 182 માંથી 144 તેમના હતા અને છતાં ગાડી ગુમાવવી પડી - કેમ ? વિશ્લેષણ જરૂરી નાથી લાગતું - અરે આ રીતે બે ત્રણ દશકા પા છળ જવાની પણ જરૂર નથી - આજની જ વાત કરો - આજે શું ચાલે છે ? આ મહાન "યોદ્ધાઓ " ને ખબર જ ના પડી કે બકરી કાઢતા ઉંટ પેસી ગયું - અને તેમાં તેમના આ " રમખાને " આખા રાજ્યની હાલત કફોડી કરી દીધી - સમગ્ર દેશમાં જે ગુજરાત મોડેલનું ઉંચુ નામ હતું તે ધીમે ધીમે ધોવાતું ગયું - લાલજી મહારાજની કંપનીને ભાવતું ભોજન મળી ગયું - ગુજરાતના નામ પર એ દિલ્હી કબજે કરવા કટિબદ્ધ થાય છે - તેમાંય પાછું નાનું " દિલ્હી " - બટકબોલું " દિલ્હી " -ઘર સાંભળવાને બદલે બીજાના ઘર જોવા નીકળી પડે છે - આ પણ એક પ્રકારની વ્યૂહરચના છે - હજુ તો એમ જણાય છે કે એકલવીર થાક્યો નથી - પણ ભલભલા વીરો પણ થાકી જાય , ત્રાસી। જાય અને કદાચ ઘરના ગદ્દારોથી હારી પણ જાય - હાર હોય કે જીત હોય - બંને સાથે જ ચાલે છે - એક નદીના બે કિનારા છે - જીતાનું શ્રેય અને હારના કારણોનું પોસ્ટ મોર્ટમ થાય જ - પણ આ ફકરો સ્પષ્ટ પાને જણાવે છે કે બહારના દુશ્મનને પહોંચવું સહેલું છે - સારું છે - ખુલ્લી લડાઈ છે - પણ ઘરના ગદ્દારને પહોંચવું મુશ્કેલ છે - તે ક્યારે પીઠમાં છરો ભોંકાશે કહી શકાય નહીં - બ્રુટસની જેમ હસતા હસતા - મિત્ર ભાવે ખંજર હુલાવી દેશે -
જ્યાં પણ " યુદ્ધ " ના મંડાણ મંડાયેલ હોય ત્યાં દરેકને આ પડે છે - રાજકીય ક્ષેત્રે - વ્યાપારિક ક્ષેત્રે - ઔદ્યોગિક ક્ષેત્રે - અરે કૌટુંબિક ક્ષેત્રે પણ -જ્યા - હરીફાઈ છે - પડાવી લેવાની વૃત્તિ છે - અહંકાર છે - મિથ્યાઅભિમાન છે - લાલચ અને લોભ છે - પોતાની જાતને જ સર્વજ્ઞ સમાજે છે તે તો એમ જ સમાજે છે કે તે કરે છે કહે છે તે બીજા સમજતા જ નથી બીજા બધા મૂર્ખ છે અને તે પોતે જ હોશિયાર છે - - બીજાને ગણકારતા ના હોય - હું જ " હિટલર " છું હું જ મુસોલિની છું - હું જ સ્ટેલીન છું - નામ લોકશાહીનું પણ સતા સરમુખત્યારની - હેવાય છે કે લોકશાહીમાં દરેકને પોતાના અભિપ્રાય દર્શાવવાની છૂટ હોય છે - એનું નામ જ લોકશાહી - આવી જ એક લોકશાહી ના પદાધિકારીઓ અને સભ્યોની એક મીટીંગ હતી -કોઈ ક મુદ્દાએ પર ચર્ચા ચાલતી હતી - અને તેમાં સભ્યે કોઈ વિરોધી સૂર વ્યક્ત કરતો અવાજ કર્યો - અવાજ સાંભળીને માનનીય અધ્યક્ષ ચોકી ગયા - તેમને બૂમ પાડી - " એ કોણ બોલ્યું ? અને સભામાં સન્નાટો છવાઈ ગયો - બધા ચૂપ - એટલે માનનીય અધ્યક્ષે જણાવ્યું ઠરાવ માન્ય છે ને ? - ફરી બધા ચૂપ - અધ્યક્ષે જણાવ્યું કોઈને વિરોધ હોય તો જણાવે - પણ બધા ચૂપ - આ પણ કહેવાય તો લોકશાહી - લોકોને જેમ બોલ વું હોય તેમ બોલે - ચાલવાનું તો આપણી જ રીતે - આજે કદાચ બોલાય છે તો ખરું - પણ કોઈ સાંભળનાર નથી - જેણે પણ વર્ચસ્વ જમાવી દીધું છે તેની પાસે એક સરમુખત્યારી આવી જાય છે અને તેના આતિરેકમાં તે વ્યક્તિ ઘણીવાર આક્રમકઃ , હિંસક અને બીજાના હક્ક ઉપર અતિક્રમણ કરવા લડાયક બની જાય છે -અને તેવા સમયે તે સારાસારનું ભાન ભૂલી જાય છે - કોણ નાનું - કોણ મોટું - નાના મોટાના વિવેક વિસરી જાય છે -
સહકારી બેંકોના કપરા સમયમાં ધ્યા ન ઉપર આવેલું : સામાન્ય રીતે વયસ્ક વ્યક્તિ જ્યારે બેંકમાં ડિપોઝીટ મૂકે ત્યારે તેના નામ સાથે તેના કોઈ પુત્ર પુત્રી નું નામ જોડાણમાં રાખે - જેથી વયસ્કને ધક્કા ખાવા ના પડે - પણ કર્મની કઠિનાઈ જુઓ - આ પુત્ર પુત્રી જ આ જોડાણવાળા નામ ના જોરે આખી ડિપોઝીટ પચાવી પાડવાનું કાવતરું પણ કરે છે - અને આ બાબત જ્યારે અમે રિઝર્વ બેંકના ધ્યાને લાવ્યા ત્યારે પણ સ્વીકારી અને નિયમો સુધાર્યા અને જોડાણવાળી વ્યક્તિ આવું માટે નિયમો બનાવ્યા - તે સમયે સ્વાર્થી સંતાનો તેમના માતા પિતાને પણ વહેંચવામાં પડેલા - મા એક દીકરા પાસે રહે તો બાપ બીજા દીકરા પાસે રહે - વિવેક પણ ભૂલી ગયેલા ભણેલ ગણેલ મોટી પદવીધારી સંતાનો પણ વાણીનો વિવેક ભૂલીને એમ કહેતા સંભળાયા હતા : દીકરો તેના બાપાને તેની માતા માટે " તમારી બૈરી " અને પિતાને માટે " તારો વર " જેવા ભલે સાચા પણ હાલાકી કક્ષાં ના શબ્દો છે - ભણતર ભૂલીને લાલચમાં માણસ જાય છે તેનું આ એક માત્ર કૌટુંબિક ઉદાહરણ છે -અને આવા સંસ્કાર મેળવેલ વ્યક્તિ પાસે જો સતા આવે તો શું થાય ? તે " યુદ્ધ " તો જીતે પણ તેમની પ્રજાની ઘોર ખોડાઈ જાય - પાછા આવા શાસકો એમ ઈચ્છે છે કે અમે ગમે તેમ કરીયે - અમારી પ્રજા એવું ના કરી શકે - આવા ઘમંડી - બાપ પણ એમ જ ઈચ્છે છે - હું મારા બાપાને ભલે ગાળો ભાડું - મારું સંતાન મારું કહ્યું જ માને - છે ને બેવડા ધોરણો ?
ક્યાં સુધી નભશે આ પ્રતિક્રિયા ?
Gunvant Parikh
16-7-16
Regards :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609
No comments:
Post a Comment