From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 અમદાવાદ તા. 4-6-16
પ્રિય બહેનશ્રી ,
આપની કુશળતા ઇચ્છુ છુ .
મા. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી ના પદારોહણ સમયે જ અમુલે દુધનો ભાવ વધારેલો - અને તે સમયે રજુઆત કરેલી કે આ એક યોગ્ય સમય છે કે મા. વડાપ્રધાનશ્રી આ ભાવવધારો પાછો ખેચાવે - અને તેના સમર્થનમા જણાવેલ કે આ ભાવવ્ધારો પાછો ખેચવાથી કોઇને કોઇ નુકશાન નથી - માત્ર ઉત્પાદકના નફામા વધારો નહીં મળે પણ તેની સામે શાસક પક્ષને , મા. વડાપ્રધાનશ્રીને અને ખાસ તો “ ગુજરાત મોડેલ “ને એક પ્રસિધ્ધી મળશે - પણ શક્ય છે કે ઉત્સાહના અતિરેકમા - પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા હતા તેના ઉત્સાહમા - કે પછી આ રજુઆત તેમના સુધી પહોચી પણ ના હોય - પણ વાત વિસારે પડી ગયી -
આજે ફરીથી એ જ પ્રસગ આવ્યો છે –અમુલ અને સાબર તેમજ બનાસ ડેરીએ પણ ભાવ વધારો જાહેર કર્યો અને અમલમા પણ આવી ગયો -આજની સ્થીતી થોડીક જુદી છે – પ્રજામા તે દિવસ જેટલો ઉત્સાહ નથી -દરેક ક્ષેત્રે મોઘવારી વધી ગયેલ છે -તુવેરની દાળ જેવી ચીજ 150 – 200 પર પહોચી ગયેલ છે- તે સમયે આ દુધનો વધારો - જે જરુરી નથી જ – આજે પણ તે જ હાલત છે - આ વધારો જો પાછો ખેચાય તો નુકશાન કોઇને નથી - માત્ર નફાનુ ધોરણ કદાચ ઘટે - આજે આ રજુઆત આપના જ સ્તરે કરુ છુ - આપ આપના કોઇ પણ તજજ્ઞ અધીકારી , કે તજજ્ઞ અર્થશાસ્ત્રીનો પણ અભીપ્રાય મેળવીશકો છો : શક્ય છે કે આપની પાસે આવતી વહીવટી નોધ એમ પણ દર્શાવે કે જે તે સ્વાયત્ત સંસ્થાએ આ નિર્ણય યોગ્ય લોકશાહી ઢબે - યોગ્ય પ્રક્રિયા પરીપુર્ણ કરીને - લિધો છે માટે સરકાર તેમા હસ્તક્ષેપ કરે તે જરુરી નથી - પણ જો કોઇ સ્વાયત્ત સંસ્થાનો નિર્ણય પ્રજાના હિતની વિરુધ્ધ હોય તો સરકાર તેમા હસ્ત્ક્ષેપ કરી પણ શકે છે અને તેવો નિર્ણય - પછી ભલે તે યોગ્ય પ્રક્રિયા પછી લેવાયો હોય તો પણ તે નિર્ણય બદલી શકે છે અને રદ પણ કરી શકે છે . .- આપની પાસે અલોરીઆ જેવા મુખ્ય સચિવ છે , ગિરિશભાઇ અને કૈલાશનાથન જેવા કાબેલ વહીવટી અધીકારીઓ છે -યોગ્ય લાગે તે રસ્તો કાઢો – પણ ભાવ વધારો તો પાછો ખેચાવો જ જોઇયે -સમયનો આ તકાદો છે - -તેનાથી પક્ષ અને સરકારની તુટતી ઇમેજ અને લોકપ્રિયતાનો આંક પણ ઉચો આવશે – ફરીથી પણ ભાર પુર્વક જણાવુ છુ કે -
આ ભાવવધારાથી કોઇને કોઇ નુકશાન નથી જ થવાનુ - માત્ર નફાનુ ધોરણ થોડુ ઘટશે જે પ્રજાનિ માગ સામે નગણ્ય છે - અને લોકપ્રિયતાનો આંક વધશે તે પ્લસ પોઇંટ - આપના જ એક રાજ્ય કક્ષાના મંત્રી - શંકરભાઇ ચૌધરી - તેમણે તેમના પદારોહણ સમયે તેમની ડેરીના એક ઉત્પાદનનો ભાવ ઘટાડેલ હતો અને તે માન્ય પણ રહ્યો હતો -જ્યારે આપ તો રાજ્યના મુખ્યમંત્રી છો અને આપની પાસે અનેક સ્વવિવેક સાથેના વિશેષાધિકારપણ છે જે અંવયે આપ આ ભાવવધારાને પરત ખેચવા આદેશ આપી શકો છો જે સતા વાપરીને આપ આપની પ્રજાને એક નજરાણુ આપશો તેવી નમ્ર પ્રાર્થના છે
આદર અને સન્માન સહિત
આપનો વિશ્વાસુ
ગુણવંત પરીખ
4-6-16
પ્રતિ :-
શ્રીમતી આનંદીબેન પટેલ
મા. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
સચિવાલય , ગાધીનગર
( મારફતે :- જે.ડી. દેસાઇ પી.એ.. તેમના
ઇ,મેલ,આઇ.ડી દ્વારા )
અને
પી.એસ.ટુ સી.એમ. તેમના e.,મેલ આઇ ડી દ્વારા
Click here to Reply, Reply to all, or Forward
|
0.96 G
No comments:
Post a Comment