sihasanana sodagar Art 4-5



rom :-
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  roaAhmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.
સિં હા સ ન ના     સો દા ગ ર :-  4
                            અબ  પછતાયે  કા  ભયે , જબ  બિડિયા   ચુગ  ગયી  ખેત

                                           ગુણવંત પરીખ

    હવે   શુ  થયી   શકે  ?                         

  અબ  પછતાયે  કા  ભયે , જબ  બિડિયા   ચુગ  ગયી  ખેત

જ્યારે   પરીણામનો  ખ્યાલ  આવ્યો   ત્યારે  તો  લ્ખુબ  મોડુ થયી  ગયુ   હતુ.    આંદોલન  છે ,  હડતાલ   છે  ,  ચળવળ  કે  પછી  તોફાનો   હોય  :   એક  વાર  હાથમાથી   છુટી ગયા  પછી   તે ઝડપથી  પ્રસરવા   માંડે   છે  અને  એટલી  હદે   પ્રસરે   છે  કે  તેના  ઉપર   આંદોલનના  આયોજકોનો  પણ  કોઇ  કાબુ  રહેતો   નથી. સમગ્ર આંદોલનનો   દોર    એવા   પ્રકારના  અસામાજિક  તત્વોના   હાથમા   જતો  રહે  છે  અને   ક્યારે  આ   પ્રકારના  અસામાજિક  તત્વો તેના   ઉપર  કબજો જમાવી  બેસે  છે તેનો ખ્યાલ    સુધ્ધાં આયોજકોને  પણ  નથી  આવતો અને પ્રશાશન   પણ  હલબલી  ઉઠે  છે. 1985 ના   આદોલનનુ  નામ  તો  હતુ  અનામતનુ   આદોલન   પણ   ક્યારે તે  આદોલન   એકદમ હિસક   બની  ગયુ   તેનો  અદાજ  માધવસિહ   જેવા   કાબેલ મુખ્યમંત્રીને પણ   ના   આવ્યો : પરીણામ   એ  આવ્યુ કે    આ  સમગ્ર   આદોલનનો દોર  એક બાજુ અસામાજિક  તત્વો પાસે ગયો  અને  અને  સ્વરુપે   કોમી પલટો  લીધો  : ખામ   થિયરીમા   જે  ને     જેને    મહત્વ  આપવામા   આવેલુ  તે જ   વર્ગ એક    યા બીજા  સ્વરુપે    આદોલનના   ભાગિદાર પણ  હતા   અને  તેનો  ખ્યાલ    જ્યારે પ્રશાશનને  આવ્યો ત્યારે પ્રશાશનને   માટે  પણ  ખુબ  મોડુ  થયી  ગયેલુ : ખુરસી   ગયી  :મોવડીમંડળે   સાથ   ના  આપ્યો :મોવડી મંડળને  માટે  પક્ષની અભુતપુર્વ  જીત    માન્ય  હતી   પણ  જીતના  સુત્રધાર   અસ્વીકાર્ય બની  ગયા :  રોગ   અને   દુશ્મન    યથા  સમયે    પરખાયા નહી   :  આજે  પણ  તેવુ  જ છે – પરખાયા   ત્યારે  ખુબ  મોડુ થયી  ગયુ  છે.

       બંધારણે  માન્ય  કરેલ  અનામાત , 1985  ના   અનામત   અને  આજના  અનામતના   આદોલનમા  ફેર   છે. બધારણનો    હેતુ સ્પષ્ટ  હતો  :એક   વર્ગ : સમાજનો એ  વર્ગ : જે  દબાયેલ  છે  :કચડાયેલ  છે ::  આર્થિક  પછાત  છે  : દલિત  વર્ગ :  તેના ઉધ્ધાર  અને  ઉત્થાન  માટે  આ   જોગવાઇ હતી    અને આજે   પણ  તે   જ હેતુ હોવોજોઇયે  :  તેને બદલે  1985 ના    આદોલનમા   તે  હક્કદાર  વર્ગના  મોટા  સમુહને  હથીયાર  બનાવી :સામુહિક  બળથી પ્રશાશનને  દબાવી :  એ  વર્ગના    નેતા ગણાતા   વર્ગે  બાજી  હાથમા  લીધી અને  પ્રશાશન  ફસાઇ  ગયુ :પોતે   જ તૈયાર  કરેલ હથીયાર પોતાના   માથે જ ઉગામાયુ :     અલબત્ત  :   એ  કચડાયેલ    વર્ગ  માટે અનામત  જરુરી  હતુ   અને  છે  પણ   આજે  જે     અનામતની  માગણી છે  તે  તો   સૌ  જાણે છે  : અરે  આયોજકો  પણ   જાણે  છે  કે  એ વર્ગને  એવા  અનામતની  જરુર છે   જ નહી :  કોઇક    એક  વર્ગ કે  અમુક વ્યક્તિ  કે  વ્યક્તિઓનો  સમુહ : પોતાની મહત્વાકાક્ષા   પોષવા   જ  આ   હથીયારનો  ઉપયોગ  કરે  છે. અગાઉ   પણ    કહ્યુ છે   અને  અત્યારે  પણ   જણાવુ  છુ  કે   જે  વ્યક્તિ  કે    સમુહે  આટલો મોટોઅભુતપુર્વ  કહી   શકાય  તેવો   માનવ મહેરામણ  એકત્ર  કર્યો  : તે    સ્વયમ્ભુ તો નહોતો   જ :   તો   પછી આટલા  મોટા  માનવમહેરામણને  એકત્ર  કરવાનો ખર્ચ  જે  સહન  કરી  શકે   : ઉપાડી   શકે  :  તે  વર્ગ    પછત  હોય  ખરો ? શુ   પ્રશાશને  આખ   આડા   કાન  કરેલા ?  આઇબી   તરફથી  જાણકારી  નહોતી મળી  ?  ચાલો  બધુ   માની  લીધુ :  પણ  એવી   તો   કેવી   લાચારી  હતી  કે  આ  વર્ગના    આવન  જાવન  પર   ટોલ  ટેક્ષ  માફ  થયો ? જો   ટોલ  ટેક્ષ     માફ   ક્કરી  શકો  છો   તો    જે   તે   સમયે  વાટાઘાટો  કેમ   ના   કરી  ?  તે  માટે પણ    ચાલો માની લીધુ   : રાત  ગયી  વાત   ગયી  :  પણ   આજે  દિવસ  એવો   આવ્યો   છે   કે  એ વર્ગની  “ ચમચાગીરી :”      કરવાનો વારો    આવ્યો   છે  .  અને    આ વર્ગના    બાળનેતાઓ  સમજી  તો  ગયા  કે   બધા  જ પક્ષોને પોતાની જરુર  છે  અને  જે   પક્ષમા  અમે   રહીશુ તે   જ પક્ષ   જિતશે તેવી તેમની  ભ્રાન્તિ   છે. : અને   તેમની આ  લાગણી અને   માગણીનો   દુરુપયોગ   સરેઆમ  થયી  રહ્યો  છે.  રાષ્ટ્રની   ધરખમ  મનાતી પાર્ટીનુ  નાક  તો   એક   બાળકે એવી  સરસ  રીતે  દબાવ્યુ  છે   અને  પક્ષનુ  મોવડીમંડળ  દબાઇ  પણ  ગયુ   છે  અને    બાળકને  બીજા  નમ્બરનુ સ્થાન અને   હોદ્દો  આપવાનુપ્પણ  સ્વીકારીલીધુ અને  તેને  ટિકિટ  પણ    આપી  :આ  બાળક  એમ  કહી  ચુકેલ  છે  કે  તે  ઇલેક્શન  લઢશે  નહી :  બીજો  બાળક  પણ  એમ  જ કહે  છે : અમે  કોઇ  પક્ષમા નથી  અને  હુ  બે  અઢી  વર્ષ સુધી  ઇલેક્શન   નહી   લડુ  :  પણ  મને લાગે   છે   કે   આજે  તેની ઉમ્મર  જ  નથી  કે  તે  ઇલેક્શનમા  ઉભો   રહી  શકે  : નહીતર  તે  પણ  ઉભો  રહ્યો  હોત  અને  તેને પણ   આવી   લલચામણી ઓફર   મળી  જ હોત  :  પક્ષની  સ્થાનિક  નેતાગીરી  હબક  ખાઇ  ગયી  છે  : સહેજ   પુછો  નરહરી  અમીન  કે   નિતિન પટેલ ને   કે   આ  પદ :  નાયબ મુખ્યમંત્રીનુ   પદ : કેટલા  સમયે  અને  કેવા સંઘર્ષ  પછી  મળ્યુ  ?    આ  સોદામા  બાળકની  ચાલાકી  સમજવી,  બાળહઠનો   વિજય  સમજવો , સોદાગીરી સમજવી ,બ્લેકમેલીગ  સમજવુ, કે  પછી     સામાપક્ષે   નાકલીટી  તાણી , કુશળ મુત્સદ્દીગીરી  વાપરી:   એટલા   માટે મુત્સદ્દિગીરી   કે  : મોવડી મંડળ   જાણે    જ  છે  કે  પક્ષે  ચારે બાજુ  હાર   ખાધી છે –જો  આ  સોદાથી  જીત  મળતીહોય  તો  સોદો  ખોટો નથી  :  જો   જીતીશુ જો  રાજ્ય મળશે :  રાષ્ટ્રમા   નામ   મળશે, દેશમા  નામના   મળશે ,પરદેશમા પણ   ખ્યાતિ મળશે    સામે છેડે  માત્ર  એક   હોદ્દો જ જાય   છે : સ્થાનિક  નેતાઓને સમજાવી લેવાશે – ક્યા  જીતી ગયા   છિયે  ? જો   હારિશુ   તો   કશુ    વધારામા  ગુમાવવાનુ  નથી  : યાદ    કરો  :  ગીતાજીનો  ઉપદેશ : જો    જીતીશ   તો  રાજ્ય  મળશે અને  મ્રુત્યુ  પામીશ   ત્યો   સ્વર્ગ  મળવાનુ  છે  :    બન્ને  પક્ષે તારી જ  જીત   છે :   કદાચ  મોવસડી મંડળના   બાળરાજાને  આવો  જ  ઉપદેશ કોઇએ  આપ્યો  હશે  : સ્થાનિક  નેતાગીરીને આ   સોદો મનથી  સ્વિકાર્ય હોય   જ  નહી  : ભરત   સોલંકી ,  શક્તિસિહ્જી , અર્જુનભાઇ કે  સિધ્ધાર્થભાઇને  પુછો  :  ત્યમારો અંતરાત્મા  શુ  કહે   છે  ? આ સોદો નાક    દબાવીને  પાર   પાડવામા  આવ્યો છે .:  અરે  સ્થનિક  નેતાગિરી જ નહી   મોવડી મંડળની  વરિષ્ઠ  નેતાગીરીનુ મન  પણ  આ  સોદો માન્ય  રાખે જ નહી  :સિવાય કે   હાર  જીતની એક  વ્યુહરચના  :

     માનો  અને  કલ્પના   કરો  કે  બધુ  જ ધાર્યા મુજબ થયી   ગયુ  :  પક્ષને  બહુમતી  પણ  મળી  ગયી  : તો પછી   શુ  ?

ગુણવંત  પરીખ

ક્રમશ :

બધારણ   અને  સુપ્રીમ   કોર્ટ  શુ  કહે   છે  ? કોણ  કોને   ઓવરટેક  કરશે  ?

-  :સિં હા સ ન ના     સો દા ગ ર :-  5
                           
                                     ગુણવંત પરીખ

બન્ને  બાળનેતાઓએ બન્ને   મોટા   પક્ષોનો   સંપર્ક  સાધેલો  જ  છે  : માની લો  કે  બન્ને પક્ષોએ  સામે ચાલીને  આ  બન્ને  બાળનેતાઓનો સંપર્ક  સાધેલો  છે  : બન્ને    પક્ષોએ  પોતપોતાની  રીતે  ચણ  નાખી  જોયા    છે :  પણ  કોઇએ તે   વિચાર્યુ  છે  ખરુ કે   આ  ચણના  દાણા   કોણ  ક્યાથી    લાવ્યા? બન્ને  પક્ષો લહાણી કરવા   તો   નીકળ્યા :   લહાણી કરી  પણ  ખરી : પણ  કોના   ખર્ચે અને   જોખમે ?  પ્રશાશનને   રાષ્ટ્રદ્રોહ   જેવા  કેસ  પાછા ખેચવા   પડે   છે  ,  વળતર  આપવા  તૈયાર  થાય  છે  ,  ટોલ ટેક્ષ જતો  કરે    છે  : આ બધુ  કોના   ખર્ચે   ? ન્બાણા  પ્રજાના  અને   સોદાબાજી કોઇ કરે  ?  અને  પ્રજા દેખતી  રહે  ? વાહ   રે  વાહ   રાજકારણ -   આશ્ચર્ય  નથી  લાગતુ કે  બે   લવરમુછિયા  બાળકો  પુખ્ત રાજકારણીઓને  હંફાવે છે ?   આજે   તો  આ   રાજકારણીઓ   ડબ્બામા   છે  - પણ  આ  બાલકોને  કાલ  વિષે કોઇ   સાચુ જ્ઞાન  આપનાર નથી  - તેમનિ  નજર    સમક્ષ પાછલા  બે   મોટા   આદોલનોનો  ઇતિહાસ  છે   -   બાળકો અને  યુવાનોનો   જ ભરપુર ઉપયોગ   થયો    હતો  અને   લાભ  કોણે લીધેલો ?  મને    યાદ છે  :  મહાગુજરાતનુ   એ આદોલન :  દરેક કોલેજમા  હડતાલ  ચાલતી  હતી  -  તે  સમયે  પણ  એક  બાળનેતા  -  કદાચ  એનુ   નામ  કાંતિ હતુ  :  વી.પી. નો  વિદ્યાર્થી  હતો – સરસ   બોલતો  હતો  -આદોલનમા  સક્રિય  પણ  હતો  કદાચ : કોલેજનુ  ઇલેક્શન પ્રચંડ  બહુમતિથી  જીતેલો ‌  જી.એસ.  કરતા  પણ    વધારે મત  મળેલા  - મને   યાદ   છે  ત્યા સુધી   1200  કરતા પણ  વધારે   મતે  તે   જીતેલો  જે  તેનો એક  રેકર્ડ   હતો ‌ - મહાગુજરાત  તો  ના  મળ્યુ –ગુજરાત અલગ  બની  ગયુ  - પણ  અમારા  કાંતિનુ  શુ  થયુ  ?  ઇંદુલાલ  યાજ્ઞીક , હરીહર ખમ્ભોળજા જેવામોટા ગજાના નેતાઓની સરખામણીમા  કાતિ વિસરાઇ ગયો  -યાદ  કરો  નવનિર્માણ –મનીષી જાની  - અને  ઉમાકાત  જેવા પહેલી હરોળના  નેતાઓ હતા-  જીતી   ગયા  પછી  તેમનુ સ્થાન કયી   હરોળમા  રહ્યુ ?  જીતની  મલાઇનો સ્વાદ કોને મળ્યો ?  મોટી   સ્થાનિક નેતાગીરી   અને   બાળનેતાઓ – સૌએ  સમજવા  જેવી   વાત  જણાવુ  -મહાગુજરાતના  આદોલન  વખતે   સ્થાનિક  નેતાગીરીએ  સરકારને પુરતો સહકાર આપેલો – ગુજરાતમા  સ્થાનિક નેતા પદે  મોરારજીભાઇ જેવા મજબુત  નેતા  હતા -  સભાઓમા   મોરારજીભાઇ  જોરશોરથી  કહેતા  મારી  લાશ  પર  જ તમને  તમારી  માગણી મળે  -અને કેવો  આશ્ચર્યજનક  પલટો  આવ્યો –અડધી  માગણી  સ્વીકાર્ય  બની  -  અલગ  ગુજરાત મળ્યુ  - મહાગુજરાત ના મળ્યુ -  મુબાઇ ના   મળ્યુ – મુબઇ  મહારાષ્ટ્રને  ફાળે ગયુ  -   કેંદ્રિય મોવડીમડળ   ફરી  ગયુ   -  જવાહરલાલ નહેરુ એ જણાવ્યુ  -લોકશાહીમા   કોઇ  નિર્ણય  આખરી   હોતો   નથી  -પરીણામ   એ  આવ્યુ – મોરારજીભાઇની હાલત   કેવી   થયી  ?  એક   દિવસ  એવો  આવ્યો  ‌એ જ મોરારજીભાઇને  કહેતા સૌએ    સાભળ્યા –રીગણ   બટાકાની જેમ   મને   ફેકી  દેવામા  આવ્યો  છે -   નિતિબધ્ધ સૈધ્ધાંતિક  રાજકારણીની આ હાલત બનેલી  છે તે  આપણે સૌ   જાણિયે છિયે  : આબાબત    આજના  રાજકારણીઓ  કરતા  પણ   વધારે પ્રજાએ  સમજવા  જેવી  છે  -રાજકારણીઓ  તો  કોને ક્યારે શુ  ભણાવશે  તે    સમજી  શકાય   જ નહી  - પણ  તમારે જ તમારી જાતે સમજવાનુ છે  -આ શાત   જળને કોણ  ડહોળીરહ્યુ  છે  ? કેમ   ડહોળી   રહ્યુ  છે  ?તેનાથી  કોને  લાભ   છે  અને  કોને નુકશાન  ? 1985 ને   ભુલશો નહી   અને   દશ   પંદર વર્ષની  શાતિને ડહોળાવા  દેશો નહી  -  આ  રોકી  શકે  એવો  એક  જ ભડવીર છે  -  આજે  તો   તેને  ઘેરવા   ચારે બાજુથી  પ્રયાસ  થાય   છે  -પણ  ગુજરાતનીપ્રજાએ  જ સમજવાનુ  છે  -કોણ  કેટલા   પાણીમા  છે  -  ગાધીજી  એકલા  હાથે   નીકળેલા પણ  એવો   દિવસ આવ્યો  કે  જ્યારે સમગ્ર દેશ   તેમની પડખે હતો  -સરદારની    તોલે   કોઇ  આવે   તેવો  નેતા  થયો  નથી  -પણ   છેવટે  એ   પાટે  ચાલનાર તો   કોઇ  મળ્યો છે  -  તો    બીજી બાજુ  તેમનુ નામ  વટાવી ખાનાર  એક  વર્ગ પણ   નીકળ્યો  છે  -  પજાએ જ ચકાસવાનુ  છે  કે  તેમનુ  નામ   વાપરનાર    વર્ગ કેટલા  પાણીમા  છે  -  મીઠાના   સત્યાગ્રહ   વખતે  દાડી કુચમા  કે    બારડોલી  સત્યાગ્રય વખતે  સરદારને  માણસો  એકઠા   કરવા  માટે  ભાડુતી   માણસો  નહોતા  લાવવા પડ્યા –સ્વયંભુ  મીજાજ  હતો  -  દાદાગીરીથી  ટોલ્ટેક્ષ    માફ  નહોતો કરાવેલ  -હક્ક  માગેલો  હક્ક  લીધેલો  -આજે   એવુ  છે  ?  સરદાર   પટેલના   એ  પાટીદારોને   આ   લોકો  માગે છે  તેવા અનામતની  જરુર  છે ?  આ અનામતનો  ઉપયોગ  કોણ  કેવો  કરવાના  છે  તેનો ખ્યાલ  છે  ? ગરિબ ખેડુતોનુ  તો  નામ  વટાવાય  છે  -  ખેતીની  આવક  ઉપર   આવકવેરો નથી  લાગતો -  તેનોઉપયોગ અને  લાભ  કોણ  લે   છે ? દેશ –વિદેશમા   મોભાદાર સ્થાન  અને    માન  પ્રાપ્ત કરનાર  આ વર્ગ  આવી  માગણી   કરે   તે  માન્યામા  આવે  ખરુ  ?  માનો કે   તેમની માગણી   સ્વીકારાઇ  ગયી  -તો   શુ   અદાલત  તેને માન્ય રાખશે ?   વિદ્વાન  ધારાશાશ્ત્રીશ્રી  કપીલજી  સુપ્રિમકોર્ટને  એ  ફરજ   પાડી  શકશે  કે  50  ટકાનો  ક્વોટા   પુરો  થયી   ગયો  હોવા  છતા   અમારા  અસિલ પાટિદાર ભાઇઓ  માટે   બીજા  10-15  ટકા   આપો  ?અને  સુપ્રિમ   કોર્ટ   તે  આપશે ? બાકી  કોણ  રહ્યુ?  સવર્ણો  ?  સવર્ણોમા  કોણ   આવે ?  વાણિયા ?  કેટલા  ટકા ?  બ્રાહ્મણો  ? કેટલા  ટકા  ?  અને  એક  વાત   સૌ   ભુલી   ગયા     છે  - સવર્ણોની  વ્યાખ્યામા  -  વાણિયા- બ્રાહ્મણ અને   પાટિદાર   આવે  છે  -   આ  પાટીદારો  સવર્ણ  નથી   એવુ  કહેવડાવવા  તૈયાર છે  ખરા?   તો   પછી  તો   વાણિયા  બ્રાહ્મણો પણ   એમ  કહેવડાવવા તૈયાર થશે  કે  અમે   પણ  પછાત  વર્ગના   છિયે-આ     જાતિભેદ  ક્યા  જયીને  અટકશે  ? જેને અનામતની જરૂર છે  તેવા વર્ગ માટે જો  અનામત  માગવા  માટે આ  આદોલન હોય    તો  તેને  દરેકે   ટેકો  આપવો જ જોઇએ. આર્થિકરીતે પછાત  હોય   તેવો વર્ગ  દરેક જાતિ  જ્ઞાતિ અને  કોમમા હોય  જ છે  - તે  વર્ગને રાહત  મળે   તે  હેતુ   હોવો  જરૂરિ    છે –નહી  કે   માત્ર   જાતિ  કે  જ્ઞાતિ   મુજબ :  આજે એવા   અનેક સવર્ણો  છે  કે  જે   એટલી  હદે   આર્થિકરીતે    પછાત   છે  કે   તેમને  ત્રણ  સાધે  અને   તેર  તુટે    જેવી   હાલત  છે   -   પણ  લોકલાજના  ડરે   ના   તો   તેઓ  કોઇને  કશુ   કહી  શકે   છે   ના   તો  કશુ   કરી  શકે  છે – કારણ  સવર્ણ  છે   -   સવર્ણનો  એક  મોટો  દેખાતો  મોભો  તેની પાસે  છે  - મોભાના  મિથ્યાભિમાનમા જ તે  નથી    સહી  શકતો  નથી   કહી  શકતો  - અને   આ  વર્ગ માટે સરકારે  આ  આદોલનકારોને  આશ્વાશન   આપેલ  છે જ – આજે  પણ  સુપ્રિમકોર્ટ્નો  આદેશ  તો  અમલમા  છે  જ કે  50   ટકાથી   વધારે    અનામત હોઇ   શકે  નહી  અને  50  ટકા   જો  પુરા થ્હયી     ગયા  હોય તો   કયા   ક્વોટામાથી   પાટિદારોને  અનામાત  ફાળવી શકાય  ?  તેમના  વિદ્વાન  ધારાશાશ્ત્રી  કપીલજી આ  વાત    માનવા  તૈયાર છે  કે  નહી  ?  કે  પછી    તે   કોઇ  પણ  રીતે  પાટીદારોને પણ    અનામત  મળે  તે  માટે સુપ્રી કોર્ટ્ને સમજાવી શકશે ?  જે   પણ   કરવુ  હોય    તે   50  ટકાના ક્વોટામાથી જ થયી  શકે  - એક  વાત  હજુ  કેમ  કોઇના  સમજમા   નથી   આવી  કે  જો  આવુ  જ થાય   તો   પાટીદારોને    જે   અનામત  આપવામા  આવે  તે  50  ટકા   ક્વોટામાથી જ  કપાય – એટલે   50  ટકાની  જે  વહેચણી પતી  ગયી   છે  તેમા  જ  કાપ   આવે   -  આ કાપ   કોના કોના  ફાળે  આવે   અને  તે   આ  કાપ  સ્વીકારશે ?

ગુણવંત  પરીખ

ક્રમશ :

આંકડાની માયાજાળ ...........

No comments:

Post a Comment