sihasanana sodagar art, 3




 -  :સિં હા સ ન ના     સો દા ગ ર :-  3
            અનામત  એટલે શુ ?
                

                                           ગુણવંત પરીખ




સિં હા સ ન ના     સો દા ગ ર :- 3


  ગુજરાતના  ત્રીજા  આદોલન   વિષે   આગળ   અવધિયે તે  પહેલા   અનામત માટે પ્રવર્તતા   અભિપ્રાય  જાણવા   જરુરી છે.   બંધારણે  અનામત માટે    જોગવાઇ  કરેલી  છે  જ -  પણ તે   કોના   માટે ? સમાજના   એક  એવા   વર્ગ  માટે જે   દલિત  છે  ,   જે કચડાયેલ વર્ગ  છે  ,જે    પછાત  છે  ,   જે  આર્થિક  રીતે  કમજોર અને  પછાત છે  -   આપણે  તો   બિનસામ્પ્રદાઇત્વ  સ્વીકારેલ  છે  :   કદાચ લઘુમતિ વર્ગ પણ લાભ   માગે ‌: અને  આ  જોગવાઇઓનુ મુલ્યાકન   પણ    માન્ય રાખેલ  :  પરંતુ  કમનસિબે તેનુ  અર્થઘટન  કચડાયેલ વર્ગ ,દલિત કે   આર્થિક  કમજોર અને   પછાત  વર્ગ  ને   બદલે આ  જોગવાઇ જાતિવાદ  અને  હવે  તો  જ્ઞાતિવાદ  તરફ   આગળ   વધી  ગયી  -અને  તેનાથી એક  એવી   વિટમ્બણા   ઉભી   થયી   કે   ગેનુ  નીરાકરણ  કરવુ  મુશ્કેલ બની   ગયુ.   પછાત  વર્ગ   માટે દરેકને    સહાનુભુતિ  હોય   જ – હોવી  જ  જોઇયે =અનામતના    તે   હક્ક્દાર  છે  -સાચા   હક્કદાર  છે – પણ  અનામતના  નામે  જ્યારે  સમાજના   કેટલાક વર્ગ જ  -આખે   આખા   વર્ગ  - સમાજ   એમ    કહે   કે  અમે   પણ   પછાત અમોને    પણ    અનામતનો  લાભ  મળવો જ  જોઇયે  ત્યારે એક  ગંભીર સંકટ ઉભુ   થાય   છે   અને   જ્યારે  તે  વર્ગનુ સંખ્યાબળ   મોટુ  હોય  અને  સમાજનો  આવો જ એક  મોટો   વર્ગ  માગણીના  સમર્થનમા  જુથમા  આવીને વિરોધ  કરવા  માડે  ત્યારે પ્રશાશનની હાલત  દયનીય  બની  જાય   છે  :લોકસાહીમા   મતલક્ષી  રાજકારણ  પણ અગત્યનો  ભાગ  ભજવે   છે  - કોઇ  પણ  સરકાર કે   કોઇ   પણ   પક્ષ  મોટા જુથબળ  વાળા  સમાજની   માગણીનો  અસ્વીકાર  કરવાની  હિમ્મત   દાખવી  શકે    જ નહી -  અને   જરુર ટાણે  દરેક પક્ષ  એમ  કહેતા  થયી  જાય  કે  અમે   તમારી  માગણીને માન્ય  રાખિયે  છિયે  ત્યારે  સરકાર     અને   જેને   “ પ્રજા “  કહેવાય  તેને  માટે   વિષમ  હાલાત ઉભા થાય  - કપરા  દિવસો જોવાનો વારો  આવે :  ખાસ   કરીને એ  વર્ગ : જે  જન્મે   સવર્ણ  કહેવાય : બ્રાહ્મણ  અને  વૈશ્ય  : કર્મે   પણ  સવર્ણ :  જેનાથી અમુક કામ  થાય  જ નહી  : કરે  પણ   નહી  : જુથબળ  મળે  નહી  : મિથ્યાભિમાન  અને   આબરુના  નામે  ના   બોલી શકે   ના   સહી  શકે  : તેવો વર્ગ :  વાણિયા બ્રહ્મણોનો વર્ગ  :  જેમની સવર્ણતામા  બુધ્ધિ છે  ,સાક્ષરતા  છે  , હિમ્મત છે ,    વ્યવસાયિક  કુશળતા પણ   છે  પણ   એકતા નથી  -અભિમાન  છે   પણ   સ્વાભિમાન    કે  સ્વાર્પણ નથી  : જો કે  ગુજરાતના   બે   વિરલાઓ  અપવાદરુપ એવા   પાક્યા જેમણે  દિશા  બદલી નાખેલી :સરદાર અને મહાત્મા ગાંધી : પણ   આ સમજ  પચાવી   અને સમજી  શક્યો   એક   ગુજરાતિ  જ :ખુબ  અભ્યાસુ  : કુશળ : મુત્સદ્દી:  કાબેલ   એડવોકેટ  અને  વહીવટદાર : અને  સૌથી  વિશેષ અભ્યાસુ  રાજકારણી   અને   શિક્ષક :  અધ્યાપક :  તેઓએ  સમાજની  રગ    પારખી  લીધી :  પક્ષની મરુરીઆત  અને  સમાજની  જરુરીઆતને સારીરીતે  સમજી વિચારીને  તેમણે  જે  તે  સમયે ખામ   થિયરી  મુકી : ક્ષત્રિય : હરીજન : આદીવાસી  અને  મુસ્લિમ :   આ  ચાર   વર્ગને    અકલ્પિત રીતે   સાથે  લીધા   અને   સફળ  થયા  - અકલ્પિત સફળતા મેળવી : તે  સમયની વિધાનસભામા   182  માથી  145 +  સીટો  મેળવીને  એક  અનોખો  રેકર્ડ    સ્થાપિત  કર્યો  :  પણ  કમંસીબ જુવો : આવી   ધરખમ અકલ્પીત  જીત  મેળવનારનો  હોદ્દો એવીરીતે  ગયો?  

જે   પોષતુ  ય્તે  મારતુ , તે  ક્રમ   દિશે   છે  કુદરતી

  કોણ  ક્યા   કેવી  રમત   રમ્યુ   તે   અગત્યનો   વિષય   આજે  નથી  :  તે  દિવસે  સમજાયુ  નહી  : ઘર  ફુટે ઘર   ગયુ  “: પક્ષના   મોવડીમંડળે  : હાઇ કમાંડ: મદદે   ના   આવ્યો - :  એક   ભયાનક  આદોલન સામે  આવ્યુ  : અને  તેનુ  નામ  તે  અનામત આદોલન :  ગુલાબના  કાટા  ગુલાબને   જ  ચુભવા   લાગ્યા : નરેંદ્રભાઇ  મોદી , સરદાર  પટેલ   અને  મહાત્મા ગાંધીજીને   બાદ   કરતા    koi   પક્ષીય  નેતા માધવસિહની તોલે ના   આવે   પણ  જવુ   પડ્યુ  :  ગુજરાત  દેખતુ રહ્યુ  -  દેશ  દેખતો રહ્યો  :  અને   ખુરશી    સરકી ગયી : આનુ   નામ રાજકારણ:   પણ   સિહાસનનો  મોહ  જ એવો    છે  : કોઇ  સમજવા તૈયાર જ નથી : માધવસિહ  જેવા   કાબેલ  રાજકારણી  પણ  ના  સમજી  શક્યા  આ  શુ  થયી  ગયુ  ?   આજે  નરેંદ્રભાઇ માટે  આ  દિવસ  આવ્યો છે  - જોઇયે  કેટલી   કાબેલિયતથી તેઓ   ઉકેલે  છે  આ  પ્રશ્ન  :

        મુળભુત  “ અનામત “  અલગ  વિષય  છે  ,  તેનુ અર્થઘટન અલગ  વિષય છે  , તેનુ  અમલીકરણ  અલગ  વિષય છે  ,તેને  સમજવા  માટે  દિર્ઘદ્રષ્ટી   : સંજય દ્રષ્ટિ: જરૂરી   છે.

    આજે   જે  “  અનામત” નુ  આદોલન   ચાલે  છે   તે  ખરેખર   “ અનામત “ માટે જ  છે  ?  કોણ  હિમ્મતથી  એમ   કહી  શકે  એમ   છે  કે  આ    “ અનામત “   માટે  જ આદોલન   છે  ? જ્રે  વર્ગ    માટે આ   “ અનામત “  માગવામા    આવે  છે   તે  વર્ગને   આ  “ અનામત “ ની    જરુર  છે ખરિ  ?  સૌ કોઇ   જાણે  છે  કે  આ  વર્ગ એવો   લાચાર   નથી  : એવો  ગરીબ  નથી  :એવો  બેસહારા   નથી : સમાજનો  એક  સમ્રુધ્ધ વર્ગ છે   જિનુ દેશ   અને  દુનિયામા  નામ  છે  : નામ  જ નહી   ઉચુ   નામ   છે   : એ   વર્ગ  પોતાની  જાતને   દલિત  અને  કચડાયેલ  વર્ગની  સાથે  મુકવા   માગે તે  ગળે   ઉતરે તેવી વાત  જ  નથી - : આ  અપ્થ્ય  અને  અપાચ્ય  બાબત  લાગે  છે  : અને  તેમાય   જે  દિવંગત નેતાઅનુ  નામ  જોડવામા  આવેલ છે  તે  નેતાએ તો  માત્ર  ગુજરાતના  રજવાડા જ  નહી  સમગ્ર  દેશને  એક્જુટ  કરેલો  તેમના  નામે તેમના જ સમાજમા   ભાગલા  અને  ભંગાણ   તોડફોડ, :   આ  આદોલન  ચલાવના   આ   મહાન “ બાળનેતાઓ “એમ  કહી શકે   તેમ   છે  કે  તેમની ભૌતિક  હાલાત  સરદાર જેવી અકિચન   છે  ?  સરદાર , મણીબેન  ,  ઇંદુલાલ બ્રહ્મકુમાર   વિ.વિ. ની  સરખામણિમા   આ  લોક   ક્યા  છે  ? શા  માટે શાત  જલને ડહોળવાનો  પ્રયાસ થાય    છે  “?   અને  તેને ટેકો  આપનાર  તો  પોતાનો  સ્વાર્થ દેખે  પણ  આ મહાન  આદોલનકારો ,“બાલનેતાઓ”   મહાગુજરાત  અને  નવનિર્માણને કેમ   ભુલી ગયા ? કોનો ક્યા   કેવો ઉપયોગ થયો  અને  કોણે શુ  પ્રાપ્ત કર્યુ ?  ચિ.   બાલકો  , જરા   યાદ   કરો  : જરા  સમજો: એવુ  તો નથી  ને  કે  તમે   માત્ર  હથીયાર છો   -   હાથા  છો  ?

       આ  બાબત પ્રશાશને  વહેલી સમજવાની જરુર  હતી  ‌ ‌ તે   26 મી   જુલાઇ :  જ્યારે   એક   બાળનેતાએ  અભુતપુર્વ   મેદની એકત્રિત કરી    ત્યારે કેમ  સમજમા  ના   આવ્યુ કે  સરદાર કે   ગાંધીજ્જીએ પણ  આ ઉમ્મરે  આટલી મેદની  એકત્ર કરી  નહોતી  - કરી  શક્યા નહોતા –તો આ  બાળક કેવિરીતે રાતોરાત  આટલી મેદની  એકત્ર કરી  શક્યો ?  પણ  હવે   ખુબ  મોડુ થયી  ગયુ  છે
.

No comments:

Post a Comment