- :સિં હા સ ન ના સો દા ગ ર :-
ગુણવંત પરીખ
અનાદિ કાળથી ચાલી આવતો આ જંગ છે : દેવો અને દાનવો વચ્ચે અનેક લોહિયાળ યુધ્ધો થયા હતાં મથુરાની ગાદિ માટે કંસે પોતાના સગા બાપને
: મહારાજ ઉગ્રસેનને છોડ્યા નહોતા : હસ્તિનાપુરની ગાદી માટે મહા ભયાનક સંગ્રામ કેલાયો કુરુક્ષેત્રના આ યુધ્ધમા કૌરવ અને પાંડવ સામસામે હતા અને
સૈનિક નહી છતા આ યુધ્ધના મુખ્ય સુત્રધાર ભગવાન યોગેશ્વર ક્રુષ્ણ હતા : આ વાતો પુરાણો અને શાશ્ત્રોની માનિયે: ઇતિહાસ તો બહુ જુનો ના
કહેવાય : વૈશ્વિક યુધ્ધો બાજુ પર રાખિય્રે : ભારત અખંડ હિંદુસ્તાનની વાત કરિયે : નંદ વંશના રાજા ધનનંદ અને ચાણક્ય અને ચંદ્રગુપ્ત :અશોક અને
કલિંગનુ યુધ્ધ : સિકંદર અને પોરસ : ઇબ્રાહિમ લોદી અને બાબર : આ બધા પણ લોહિયાળ જંગો જ હતા : કૌટુમ્બિક કલહ જેવા કંસ અને
ઉગ્રસેનનિ યાદ આપે તેવા ઔરંગઝેબ અને શાહજહાં પણ ભુલાય નહી અકબરની ઉદારતા અને એક વ્યાપારિ કોઠીની પરવાનગીથી સમગ્ર દેશ ઉપર
કબજો જમાવી દેનારા અંગ્રેજો કાવાદાવા :કાવત્રા :અને પરિણામસ્વરુપ 1857 નો વિપ્લવ :આ દરેક બનાવ પાછળ એક સામ્ય છે : રાજ સિંહાસન પર
કબજો જમાવવો : હક્ક કે લાયકાત પછી જોવાની – બળ અને શક્તિ :તે જ મોટી લાયકાત :
આજે ગુજરાત એક વાર ફરીથી રણમેદાનના જંગમા ફેરવાઇ ગયુ છે. આ જંગ સહેજ જુદી પ્રકારનો છે : અહીયા ખુલ્લેઆમ લોહી નથી રેડાતુ :
અગાઉના જગોમા માત્ર લશ્કરો અને સૈનિકો લડતા હતા :પ્રજા પરીણામની રાહ જોતી હતી જ્યારે આજે પ્રજા એક યાબીજા સ્વરુપે આજંગમાસીધી
યા આ જોડાયેલ છે : અગાઉના જંગમા માત્ર બે પક્ષો : બે રાજ્યો : કે બે લશ્કરોના સૈનિકો : સામસામે લડતા હતા યુધ્ધનુ મેદાન પણ અલગ
હતુ : જ્યારે આજે ગામે ગામ ઘેર ઘેર : મોરચા મંડાયા છે : તે જમાનામા પણ યુધ્ધની એક આચાર સંહિતા હતી : પિતામહ ભિષ્મ : આ આચાર
સંહિતાના રચયિતા હતા કેટલુ પાલન થયેલુ તે આપણે જાણિયે છિયે : આજના યુધ્ધ માટે પણ તેના રચયિતા ચુટણી પંચે આચાર સહિતા બહાર તો
પાડી જ છે અમલવારીની આલોચના તો પ્રજા પોતે જ કરી લે :પછી તે આચારા સંહિતા પિતામહની હોય કે ચુટંણી કમીશનની : ઇલેક્શન કમીશન એ
લોકશાહીનુ પિતામહ સમાન અંગ છે . તે પક્ષકાર નથી : કોઇનુ ગુલામ નથી : એક સ્વાયત્ત અને સ્વતંત્ર અંગ છે : સરકાર પણ દખલગીરી કરીશકે નહી .
ગુજરાત વિધાનસભાની ચુટણીઓની તારિખ જાહેર થયી ચુકી છે -ચુટણીનુ બ્યુગલ વાગી ચુક્યુ છે અને ગુજરાતનો નાથ બનવા માટે ગાંધીનગરના
સચિવાલયના સ્વર્ણ સંકુલ : મુખ્ય –મંત્રીની ખુરશી : સિંહાસન : પ્રાપ્ત કરવા જંગ ખેલાયી રહેશે રાજાશાહીમા હરિફોની સંખ્યા મર્યાદિત રહેતી હતી અને તેમા
આમ પ્રજા સિધી હિસ્સેદાર નહોતી પણ લોકશાહીમા તો દરેક વ્યક્તિ પાસે એક હીસ્સો છે અને સિહાસનના મુરતિયાઓ પોતાના ઉપર જ કળશ ઢોળાય તે
માટે અથાગ પ્રયાસો કરે છે. આ પ્રયાસોમા પોતે સક્ષમ છે , લાયક છે , સર્વગુણ સંપન્ન છે ,બુધ્ધીશાળી છે, અનુભવી છે ,વિ.વિ. જેવા પોતાના ગુણો વર્ણવે
તે તો જાણે ઠીક :પણ સામો હરિફ ઉમેદવાર લાયક નથી તેવુ સ્થાપિત કરવા પણ પ્રયાસ કરે છે. : ચાલો એટલો પ્રયાસ પણ ચલાવી લેવાય : પણ આ
પ્રયાસમા જ્યારે વ્યક્તિગત આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થાય ત્યારે પ્રજાએ જ પોતાની આખ ખુલ્લી રાખવાનિ છે. કોઇ પણ વ્યક્તિ ગ્તેના અંગત જીવનમા
કેવી છે તે મુલવવાનો અધીકાર સામાન્ય રીતે અન્ય વ્યક્તિ રાખી શકે નહી : પણ જે વ્યક્તિ જાહેર જીવનમા આવવાની છે તેના વિષેની માહીતી
મેળવવાનો તો અધિકાર દરેક પ્રજાજન પાસે છે. જાહેર જીવનની વ્યક્તિ ભ્રષ્ટ્ર કે ચારિત્ર્ય્હિન હોય તે પ્રજા માફ કરી શકે જ નહી : કોઇ વ્યક્તિ ભ્રષ્ટ્ છે કે
ચારિત્ર્યહિન છે તેવાબેહુદા અને વજુદવગરના આક્ષેપો યોગ્ય નથી પણ જો આવી હકીકતો પુરાવા સાથે જાહેર થાય તો તે આક્ષેપો ખોટા છે કે પાયા
વગરના છે તે સાબિત કરી જ બતાવવુ જોઇયે - જો કોઇ વ્યક્તિને એમ લાગે કે તેની સામેના આક્ષેપો પાયાવગરના છે તો તે ચુટણી કમીશન પાસે
રજુઆત કરી શકે છે ફરિયાદ પણ કરી શકે છે - અને તે સાબિત કરવાની જવાબદારી તેની પોતાની છે - પણ જો તે સાબિત ના કરી શકે તો
આક્ષેપો આક્ષેપો નહી પણ વાસ્તવિકતા બની જાય છે. ચુટણી ટાણે આવુ ઘણુ બધૂ થાય -જેમ કેટલીક વ્યક્તિઓને આક્ષેપો કરવામા જ રસ હોય છે
તેમ તેવી પણ કેટલીક વ્યક્તિઓ હોય છે કે જે આ અંગે કશુ જાણતા નહી હોવા છતા પણ આલોચના કરવા મંડી પડે છે : માત્ર પોતાનો રોટલો શેકવાની
આ વ્રુત્તિ પણ ખોટી છે. માન સન્માન ,મોભો ,જાહેર જીવનનો ઉચ્ચ મુલ્યો ધરાવનાર ,કુશળવહિવટકર્તા ,અને પ્રજાના માનસ પર જેમની છબી કડારાયેલી પડી
છે તેવી વ્યક્તિનુ નામ વટાવનાર વ્યક્તિઓ ઉપર જો કોઇ પણ પ્રકારના આક્ષેપો થતા હોય , તેના પુરાવા જાહેરમા ફરતા હોય તો તેમા આક્ષેપિત
વ્યક્તિએ પોતાની જાતને શુધ્ધ સાબિતકરવિ જ જોઇયે. પ્રજાના મનમા તો એવી સ્પષ્ટ માન્યતા છે કે જે વ્યક્તિનુ નામ વટાવવામા આવે છે તે મહાન –
અતિમહાન વ્યક્તિ જેણે સમગ્ર દેશને એકજુટ કર્યો – તે પોતાના જ સમાજને પોતાના જ સહયોગી દ્વારા તુટતો જોવાનુ પસંદ કરે જ નહી .- અને જો કોઇ
આવો સમાજને વહેચી નાખવાનો કોઇ પ્રયાસ કરે તો તે તો તે કદાપિ માન્ય રાખે જ નહી. તેમનો સમાજ કાયર નથી , તેમનો સમાજલાચાર નથી ,તેમનો
સમાજ ગરીબ નથી ,અભણ નથી ,: કેમ આ લોકો સમજતા નથી કે કોઇ તેમને રવાડે ચડાવે છે ? હજુ સમય છે : ઇતિહાસ સાક્ષી છે :
આંદોલન અને ચળવળના નામે તેમને આગળ કરીને તેનો લાભ કોણ લેતા હોય છે ?
ગુણવંત પરીખ
ક્રમશ:
આંદોલન એટલે શુ ?
પ્રેષક _ ગુણવંત પરીખ
No comments:
Post a Comment