સિં હા સ ન ના     સો દા ગ ર :-   2
આંદોલન
,From :- 
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
   -  :સિં હા સ ન ના     સો દા ગ ર :-  2
                                             ગુણવંત પરીખ
  આંદોલન , ચળવળ , ક્રાંતિ , બળવો ,  હડતાલ ,  બંધ , સત્યાગ્રહ , વિ.વિ.  આ  બધા   લગભગ  એક  માના   દિકરા જેવા  પર્યાયો  છે  : દરેક  પાછળ  કોઇ  ને  કોઇ  વિરોધ કે  અસંતોષ   જ   છુપાયેલ  છે   :  પણ   રજુઆત   રજુઆતમા  ફરક   છે . સામાન્ય   રીતે  આંદોલન   કોઇ  એક  વ્યક્તિ   કુટુબ  કે  વર્ગ  માટેનો   વિરોધ  નથી  પણ   જ્યારે સમગ્ર   સમાજ ,   રાજ્ય , કે   રાષ્ટ્રની  પ્રજા  વિરોધમા   હોય  , તેમને કોઇ  ના   નિવારી શકાય  તેવો અન્યાય  થયોછે   તેવી  લાગણી પ્રવર્તતી  હોય  , માગણીઓ  ઠુકરાવવામા   આવતિ  હોય  અને   તે  સમયે  જ્યારે સમગ્ર સમાજ એક્જુટ બનીને  જે  માર્ગ  અપનાવે   તેવી  કાર્યવાહી  કરે   તેને   આંદોલન કહેવાય -    ચળવળ  પણ   કહી  શકાય  પણ  ચળવળ   છાને   ખુણે  બંધ  બારણે  થાય    જ્યારે આંદોલન જાહેરમા   થાય. આંદોલનનો   એક  મહાન  ગુણ   છે – તે  સ્વયંભુ હોય   છે -  તેના  માટે  એકત્રીકરણ  માટે  ભાડુતી   ટોળા  ઉભા  કરવાના   નથી   હોતા – અસંતોષી  વર્ગ આપમેળે  જ આવી   જાય   છે અને  સાથ  અને  સહકાર આપે   છે.  કારણ  આની   પાછળકોઇ એકાદ    માત્ર વ્યક્તિનો  કે  જુથનો જ સ્વાર્થ હોતો નથી. મહાત્મા  ગાંધીજીના   દરેક  આંદોલનો  , ચળવળો ,     સત્યાગ્રહો , વિરોધો , હડતાલો  અંરે બંધ  પણ   આ   પ્રકારના  સ્વયંભુ હતા  જે  સમગ્ર  દેશની જનતા  માટે  હતા. ગુજરાતે  છેલ્લા  50-60  વર્ષ  દરમિયાન આવા   આંદોલનો  જોયા   છે   :
        આપણે   ગુજરાત   રાજ્ય   અલગ  થયુ   ત્યારથી  જોઇયે  : તો ગુજરાતને  અલગ   કરવાના   મહાગુજરાતનો  આંદોલન :  જે    રાજ્યકર્તા  સરકાર  સામે હતુ    :  જવાહરલાલ  નહેરુ   વડાપ્રધાન  હતા , ગુજરાતના વરિષ્ઠ  નેતા  મોરારજિભાઇ  હતા :    વિરોધમા  ઇંદુલાલ  યાજ્ઞિક  હતા   તેમની પડખે મોટો  વર્ગ  હતો : પણ  ખાસ   કરીને વિદ્યાર્થીઓ  અને યુવા વર્ગ્નો ફાળો    મોટો હતો. વિદ્યાર્થીઓની   પ્રવ્રુત્તિને  હુ  અવશ્ય    બિરદાવુ પણ તેમના   અપરિપકવ  અનુભવ  અને  સમજનો  અયોગ્ય   ઉપયોગ  થાય   તે   યોગ્ય નથી. આ આંદોલનમા  કોઇ   નેતા  શહિદ   થયા   હોય  તેવુ જાણવા  મળ્યુ નથી  -જ્યારે યુવાનો  અને ખાસ તો  વિદ્યાર્થીઓ  જ  શહિદ થયા  છે  - અને  આંદોલન  સમપ્ત થયા  પ્પછિ તેના  ફળ સ્વરુપે  કોને  લાભ  થયો ?વિદ્યાર્થીઓના  માબાપે  આશાસ્પદ  યુવાન  સંતાનો  ખોયા  અને   નેતાઓને   ખુરશી મળી.  આને   કહેવાય    શહાદત : 
       ગુજરાતે  જોયેલુ  આવુ જ  બીજુ  આંદોલન  તે   નવનિર્માણનુ  આંદોલન  હતુ  :  અહિયા  પણ   એજ પ્રકારની  નિતિ  રહી  હતી :    આદોલનના  પ્રેરક  પરિબળો   કોણ   હતા  , કેમ   પ્રેરણાઓ અને  છુપો  ટેકો  આપતા  હતા  તેનાથી ગુજરાત  અજાણ નથી તેનો હેતુ  પણ હવે  તો  અજાણ  નથી   અને આ   આંદોલનમા  પણ લાઇમ   લાઇટમા  તો   પહેલી   હરોળમા   વિદ્યાર્થીઓ  અને  વિદ્યાર્થી  નેતાઓ અને  બની  બેઠેલા  નેતાઓ જ હતા -  આંદોલન  સમાપ્ત થતા   વિદ્યાર્થીઓને  શુ  મળ્યુ ? માસ   પર્મોશન  -  મફતમા  પાસ  થવાનુ – તેમની   અપરિપકવ  શક્તિનો  આ  કેવો  દુરુપયોગ  થયો  હતો ?  આ  બન્ને  પ્રકારના  આંદોલનમા   વિદ્યાર્થીઓનો ફાળો મોટો  નહોતો  પણ  તેમના  મૂટા  જુથનો  ઉપયોગ  કરવામા   આવ્યો  હતો.  મને   બાળપણના  એ  દિવસો  યાદ   છે  જ્યારે કોઇ   નેતા કે  મોટા  માણસનુ અવસાન થાય   ત્યારે   બાલકો  ખુસ  થાય   : માત્ર એટલા  માટે  કે  આજે   રજા   પડવાની-  અને  આ જ  માનસ કોલેજ   અને  ઉચ્ચ  શીક્ષણમા  પણ   રહેલુ જ હતુ – વિદ્યાર્થીઓ  આંદોલન  , બંધ  કે  હડતાલમા  એટલા  માટે જોડાતા હતા  કે   રજા   પડી  જશે  - મફતની રજા-હોસ્ટેલમા  પણ  લહેર -  મફતના  ભાવે  વધારે   રજા મળે  અને  ઘેર   ભાગી  જવા   મળે-આંદોલનના  હેતુ  સાથે તેમને કોઇ    સંબંધ  નહોતો   - પરીણામે તેમને શુ  મળુ  ?  મફતના ભાવે   હાજરી   મળી  ગયી  - કોઇ  પગલા  લેવાયા  નહી  -અને  મફતના ભાવે  પાસ  થવાનુ મળી  ગયુ. આ જ   વર્ષથી   યુનીવર્સિટીની  પરીક્ષાઓમા  ઓપન  ઓપ્શન થિયરી  આવી  - શુ   પામ્યા  વિદ્યાર્થીઓ ? ઓપ્શન  થિયરી ?  જેનાથી તેમના જ્ઞાનનો ભુક્કો  બોલી   ગયો  ?    આ   થિયરી  મુજબ  સીલેબશના    નિર્ધારિત અભ્યાસક્રમ મુજબ   તેમાથી  જરુર પુરતા જ  અભ્યાસક્રમનો    અભ્યાસ  કરવો અને   બાકીનો ભાગ   ઓપ્શનમા     કાઢી  નાખવો  - પરીણામ  એ આવ્યુ કે  યુનીવર્સિટીમા   પ્રથમ  ક્રમાંકે  આવેલ  ઉમેદવારનુ જ્ઞાન  અધુરુ   સાબિત થયુ અને  એક  તબક્કે  આવા  જ  એક  એંજીનીયર  માટે ક્ષોભજનક  સ્થિતિ પેદા થયી   અને  છેવટે    ઓપ્શન થિયરી રદ   કરવી પડી.અને   નવનિર્માનના   આંદોલનનો   લાભ  કોણે  લીધો તે   પણ  ગુજરાત સારીરીતે સમજે  છે.   આનો   અર્થ  એવો  નથી  જ કે  વિદ્યાર્થીઓએ આ પ્રકારના   આંદોલનમા  કે   રાજકારણમા  ભાગ  લેવો જોઇયે  નહી  - ભાગ   અવશ્યલેવાનો  -પણ  કોઇના  હાથા નહી  બનવાનુ—તેમના  અપરિપકવ  મનનો કોઇ   દુરુપયોગ  ના  કરી  આય  તે   જોવાનુ  છે  -આ બાબત એકલા   વિદ્યાર્થીઓને  જ   લાગુ પડે   છ્હે  તેવુ નથી  -  તમામે  તમામ   યુવા વર્ગ   માટે આ  સુચન  આવશ્યક  છે. જગદીશ ભાવસાર , હિમાંશુ {પાંચી} જેવા   કેટલાક  વિદ્યાર્થી  નેતાઓ  આજે   કાઠુ  કાઢી   શક્યા  જ છે  : આજનો  બાળક : કાલનો  વિદ્યાર્થી  : અને   ભવિષ્યનો  નેતા  છે   જ :  તેને  યોગ્ય માર્ગદર્શનની  જરુર છે –તેના સલાહકારો કેવા   છે  તે  અગત્યનુ છે  અને  તેની પોતાની સમજ્શક્તિ અને  ગ્રાસ્પિંગ- ગ્રહણશક્તિ કેવી અને  કેટલી છે તે  પણ  જોવાનુ રહે છે. એક  વાત  ચોક્કસ :વિદ્યાર્થિ  પોતે  બળવાખોર  નથી  હોતો : તેને રવાડે ચડાવવામા  આવે  છે   અથવા  શક્ય છે  કે  તે  પોતે  રવાડે  ચડી  ગયેલ  હોય.
     ગુજરાતનુ   ત્રીજુ   આંદોલન 1985નુ  : તે  આદોલમન  પણ  અનામત આદોલનના  નામે જ  જાણીતુ  છે  જેમા ખુબ   ખાના   ખરાબી થયેલી :  જે  હવે    આગળ જોઇશુ :
ગુણવંત   પરીખ
20-11-17
ક્રમશ:
અનામત   એટલે  શુ  ?

2 Attachments
 
No comments:
Post a Comment