Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
B.E.civil, LL.B.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
-: ના
ર દ જી : -
15
દેવર્ષી
નારદ એ આપણા શાસ્ત્રો ,
ધાર્મિક ગ્રંથો , મહાકાવ્યો ,રામાયણ , મહાભારત , ભાગવત વિ..વિ. નુ એક અનોખુ
અને વીરલ પાત્ર છે. હસતી મુદ્રા, નારાયણનુ
નામ રટણ ,
અને હાથમાં વિણા તે તેમની અનુભુતી છે.
સમસ્ત બ્રહ્માંડમા : ત્રણેય લોકમાં
તેઓ યથેચ્છ વિચરી શકે
છે અને જ્યા પણ જાય ત્યા
તેમનુ યથોચિત સ્વાગત થાય જ:તેમની મર્યાદાકોઇ ઓળંગે નહી.
આજના જમાનાના શબ્દોમાં
કહીએ તો તે એક
જીવતુ જાગતુ હરતુ ફરતુ
સમાચાર બુલેટીન છે. તેમની પાસે
તમામ માહીતી હોય છે : ક્યા શુ
ચાલે છે :પણ તેમનુ મુખ્ય
કાર્ય તો નારાયણે સોપેલુ તે
ભક્તિના પ્રચારનુ છે.
જ્યારે તેઓ મહર્ષી
વેદ વ્યાસ પાસે આવ્યા અને
તેમને વિષાદમય હાલતમાં
જોયા ત્યારે તે પણ
ખિન્ન થયા અને શુ મુશ્કેલી છે
તે જણાવવા કહ્યુ. મહર્ષીએ દેવર્ષીને જણાવ્યુ કે હે મહામુની મારે પહેલા તો
એ જાણવુ છે કે
આપે પુર્વ જન્મમાં એવાં તે ક્યા કાર્યો કર્યા
હતા કે જેને
કારણે આપ આ પદ
પર આવી ગયા
છો ? નારદજીએ હસતા
હસતા ટકોર કરી કે હે
મુની ,આપ કેમ
આપનુ જ જ્ઞાન ભુલી ગયા ? આપે
જ ગીતાના ઉપદેશમા અર્જુનને જણાવેલ
છે કે
બહુના જન્મ જન્માની ......
તારા
અનેક જન્મો થયા છે
પણ તને તે
યાદ નથી પણ
મને યાદ છે .
યાદ આવ્યુ ? મ્રુત્યુ
લોકના જીવાત્મા તરીકે મને
પણ તે યાદ
ના જ હોય
પણ ભગવાન નારાયણની
દયાથી અને ક્રુપાથી
મને તે યાદ છે
જે હુ આપને
જણાવુ છુ.
આપને આશ્ચર્ય
થશે જાણીને કે હુ
પુર્વ જન્મમા એક દાસી પુત્ર હતો. મારી
માતાએ મને જન્મ આપ્યો ત્યારે
મારા પિતા હયાત
નહોતા. મારી તમામ જવાબદારી મારી
માતાની હતી અને તે
જવાબદારી તેણે નિષ્ઠા સાથે
નિભાવી હતી. તે મને
ખુબ પ્રેમ કરતી હતી
- તેની ઇચ્છા હતી
કે હુ એક મહાન
માનવ બનુ – મને સારા
સંસ્કાર આપવા માટે તે સદા
જાગ્રુત રહેતી હતી. એક વાર
મારે પડોસના છોકરા સાથે ઝગડો
થયો અને મે તેને અપશબ્દો
કહ્યા જે મારી માતાએ સાંભળ્યા અને તે સાંભળીનેતે ખુબ દુ:ખી થયી અને
મને સાથે લયીને તે નીકળી પડી. રસ્તામાં એક નદી
કિનારે ઋષી મુનીઓનો પડાવ હતો
- મારી માતાએ મહાત્માઓને પ્રાર્થના કરી હે
મહામુનીઓ: આપ મારા પુત્રને
આપની સાથે રાખો અને સારા
સંસ્કાર મળે તેમ
કરો –તેના બદલામા હુ
આપનુ અને આશ્રમનુ તમામ કામ કરીશ.આમ
અમોને આશરો અને મને
પાઠ શાળા મળી ગયા. હુ તેમની પાસે ઘણુ શિખ્યો :સારા સંસ્કાર પણ મને
મળ્યા - સમય જતા ઋષીઓનો પડાવ ઉઠવાનો હતો ત્યારે
મે પણ માતાને કહ્યુ કે મને
પણ આજ્ઞા આપો – હુ
તેમની સાથે જ જાઉ – પણ
મારી માતા મને છોડવા રાજી નહોતી અને હુ પણ
માને નારાજ કરવા માગતો નહોતો . અમે
ફરી આશ્રય માટે
નીકળી ગયા અને એક ધનવાન બ્રાહ્મણની ગૌશાળામા અમોને
કામ અને વાસ
મળ્યાં. પણ મારા કમનસીબે એક વહેલી સવારે મારી માતા વાસિદુ વાળવા ગયી
અને ત્યા જ તેને સાપે દંશ
માર્યો અને મારી માતા મ્રુત્યુ પામી.હુ
નિરાધાર બની ગયો મારે માટે
હવે કોઇ આસક્તિ રહી
નહોતી. મારી પાસે ગુરુએ આપેલુ જ્ઞાન હતુ: ગુરુએ મને કહેલુ કે તુ
એક દિવસ જરૂર
ઇશ્વરને પ્રાપ્ત કરીશ- તારે પિપળાના વ્રુક્ષ નીચે
બેસીને ઇશ્વરનુ ધ્યાન ધરવાનુ –
પ્રભુ તને જરૂર દર્શન આપશે.
ગુરુજીના આદેશ મુજબ મે પિપળાના વ્રુક્ષ
નીચે બેસીને તપ શરુ કર્યુ.. લાંબા તપ
પછી એકવાર મને
આકાશવાણી સંભળાઇ : હે વત્સ : હુ
તારા તપથી ખુબ પ્રભાવિત
છુ પણ આ જન્મમાં તો
તને મારી પ્રાપ્તી થશે નહી : પણ
આવતા જન્મે તુ અવશ્ય મને પામી શકીશ: બસ : મને
તો જાણે કે આજે
જ સાક્ષાત્કાર થતી
ગયો હોય તેમ હુ
ખુબ પ્રફુલ્લિત બની ગયો અને
પાછો એ જ પીપળાના વ્રુક્ષ નીચે તપ કરવા બેસી
ગયો . પછી શુ થયુ તે
મને યાદ
નથી -પણ એક
દિવસ રાધાજી આવ્યા અને મારો હાથ
પકડીને મને ક્રુષ્ણ પાસે લયી
ગયા અને તેમણે ક્રુષ્ણને કહ્યુ- કાના આને એક
વિણા આપ અને સમસ્ત
બ્રહ્માંડમા ફરવાની વ્ય્વસ્થા કરી
આપ જ્યા એ
તારા ગુણગાન ગાતો રહેશે, અને આશ્ચર્ય : ક્રુષ્ણ
સ્વરુપ નારાયણે મને આદેશ આપ્યોકે નારદ તમે સમસ્ત બ્રહ્માંડમા દરેક સ્થળે વિચરી શકશો તમારુ
કામ ભક્તિના પ્રચારનુ છે. અને હે
ઋષીવર આપ જુઓ છો કે આજે હુ
આપની સમક્ષ ઉભો છુ.
મહર્ષી વેદ
વ્યાસ નારદજીના પુર્વ જન્મનુ વ્રુત્તાંત
સાભળીને ખુબ જ
પ્રભાવિત થયા . તેમણે આદર
સાથે નારદજીને પ્રણામ કરીને કહ્યુ હે દેવર્ષી , હવે આપ મને
સુચવો કે મારે શુ કરવાનુ છે. આપ ઇચ્છશો તેમ
જ થશે ,
હુ આપના
આદેશનુ સંપુર્ણ પાલન કરીશ.
પાપાજી
ક્રમશ:
No comments:
Post a Comment