-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
-: ભા ગ વ ત;
સ્વ રુ પ દર્શ ન : -
14
મહર્ષી વેદ
વ્યાસ જ્ઞાની હોવા છતા પણ
મહાભારતના યુધ્ધ પછી
વિષાદમય હાલતમા રહેતા
હતા. નારદજી તેમના વિષાદને સમજી
ગયા. તેમ્ણે સલાહ આપી : મહર્ષી
આપે પ્રજાને એક અણમોલ રત્ન આપ્યુ
છે : મહાભારત
મારફતે આપે જ્ઞાન માર્ગ
જ નહી : કૌટુમ્બીક
પ્રશ્નો , કલહ , કાવત્રા , રાજનિતિ ,ધર્મ નિતી , : વિ.વિ. જેવા અનેકાનેક પાસા
વર્ણવ્યા છે અને તેના જેવી અને
જેટલી છણાવટ કોઇ કરી
શકે જ નહી : પણ
આપ આપના જ આત્માને
શાંતિ નથી આપી શક્યા. હવે
આપ એક એવો
ગ્રંથ રચો જે તમામ વ્યવહારિક અવરોધોને બાજુ પર
રાખીને મોક્ષનો માર્ગ બતાવે. આ
ગ્રંથમા ક્યાંય કુડ
કપટ કે કાવત્રાને સ્થાન નથી આપવાનુ
- આ ગ્રંથ માત્ર અને
માત્ર ભક્તિ પ્રધાન ગ્રંથ હોવો જોઇયે.આપ આ ગ્રંથમા
મહાભારતના પાત્રોનો ઉપયોગ
કરી શકો
છો - મહાભારતમાં આવતા
પાત્રો સાથે સંબંધિત પાત્રોનો
પણ ઉપયોગ કરી શકો
છો – તેમના જીવન અને લક્ષ્યને
પણ મુલવી શકો છો- બધુ
જ સરખુ છે
પણ વિચાર ધારા જુદી પડશે : આ
વિચારધારા એટલે ભક્તિમાર્ગ :
મહાભારતના પ્રમુખ પાત્રમાં પણ
વાસુદેવ શ્રીક્રુષ્ણ છે
અને અહિયા પણ મુખ્ય
પાત્ર તેઓ જ છે
પણ બન્નેમા તેમની
ભુમિકા અલગ અલગ રહેશે.
આ જ્ઞાન ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં પોતાના મુખે બ્રહ્માજીની
આપેલુ જે એક
શ્ર્લોકી ભાગવત કહેવાયુ :
આદૌ દેવકીદેવ ગર્ભ જનનં , ગોપી
ગ્રુહે વર્ધનં
માયા પુજ નિકાસુ તાપ હરણં , ગોવર્ધનો ધારણં
કંસચ્છેદન ,કૌરવાદિહનનં
, કુંતી સુતા પાલનં
એતદ શ્રી મદ ભાગવત પુરાણ કથિતં
,શ્રી ક્રૂષ્ણ
લીલા મ્રુતમં
અને બ્રહ્માજીએ વિસ્તારથી
તે અમોને જણાવેલ છે અને
તેના પ્રચાર માટે
અમોને આદેશ આપ્યો છે. આજે હુ
આપને તે વિસ્તારથી જણાવુ છુ
અને આપ તેને
લોકભોગ્ય ભાષામા વર્ણવી અને
પ્રજા સમક્ષ મુકો અને પ્રજામા ભક્તિરસ
જાગ્રુત કરો. આપ વયસ્ક છો -
આપ ભ્રમણ કરી
શકશો નહી પણ આપ આ
જ્ઞાન આપના પુત્ર શુકને
આપજો અને તે ચારે દિશામા તે
તેનો પચાર કરશે : આપનુ મન હળવુ થશે
:આપ પ્રફુલ્લિતબની જશો : મહા
યુધ્ધના પરીણામોથી વિક્ષુબ્ધ
પ્રજાને શાતા મળશે ;પ્રજામા
ભક્તિનો એક જુવાળ આવશે
આ ભાગવતનો ગ્રંથ તે
સાક્ષાત શ્રીનાથજી બાવા છે - જે - ભગવાન વિષ્ણુનુ બાળસ્વરુપ છે.
આપ તેની રચના ના શબ્દે શબ્દોમો એવા
ભાવ ભરી દો –કે
શ્રોતા ખુદ ભગવાન
વિષ્ણુનેજ સામે જોતોહોય તેવો તેને
અનુભવ થાય .આ ગ્રન્થના
સ્કંધે સ્કંધે બાળસ્વરુપ
ચતુર્ભુજ ભગવાન શ્રી
નાથજીબાવાની છબી જ નજર
આવે. અને મહર્ષી વ્યાસે
આ અદભુત રચના કરી : બાર
સ્કંધની આરાધ્યદેવનુ સ્વરુપદર્શન
કરાવેલ છે ::
જો આપ સાચા ભક્તજન
છો તો આપની દ્રષ્ટી સૌ પ્રથમ શ્રીજીના પાદ
ચરણ પર જ જશે - અને
આમ પહેલો સ્કંધ એટલે શ્રીજીનુ
ડાબુ ચરણ : બીજો સ્કંધ
એટલે પ્રભુનુ જમણુ ચરણ; આપ ધીમે ધીમે
ઉપર જાવ : આગળ વધો :ત્રીજો
સ્કંધ એ ભગવાનનો જમણો હાથ
છે :ચોથો સ્કંધ એ ડાબો હાથ છે
:પાંચમો સ્કંધ એ જમણો સાથળ
છે અને છઠ્ઠો સ્કંધ એ
ડાબો સાથળ છે.
સાતમો સ્કંધ તે શ્રીજીનો
કેડ પર રાખેલો હાથ છે : આઠમો સ્કંધ તે
ભગવાનનુ જમણો છાતીનો ભાગ
છે અને નવમો સ્કંધ
તે ડાબી છાતીનો ભાગ
છે. ભાગવતનો દશમો સ્કંધ એ શ્રીજી
બાવાનુ હ્રદય –કમળ છે :અગિરયારમો સ્કંધ તે
પ્રભુનુ લલાટ છે
અને બારમો સ્કંધતે તે છે શ્રીજી
બાવાનો ઉંચો કરેલો હાથ :
તે જ રીતેબારેબાર સ્કંધ
એક એક લીલા પણ દર્શાવે
છે :પહેલો સ્કંધ તે
અધીકાર લીલા ,બીજો સ્કંધ તે જ્ઞાન સાધન લીલા, ત્રીજો સ્કંધ તે સર્ગ
લીલા,
ચોથો સ્કંધ તે વિસર્ગ
લીલા , પાંચમો સ્કંધ તે સ્થાન લીલા
, છઠ્ઠો
સ્કંધ તે પોષણ લીલા , સાતમો સ્કંધ
તે ઊતી લીલા ,આઠમો સ્કંધ તે
મન્વંન્તર લીલા કહે છે , નવમો સ્કંધ તે
ઇશાનુ કથા , દશમો સ્કંધ તે
નિરોધ લીલા,
અગિયારમો સ્કંધ તે મુક્તિ લીલા
અને બારમો અંતિમ સ્કંધ તે
આશ્રય લીલા :
હે પ્રભુ હવે
આપ મને આપના શરણમા લયી લો
અને આશ્રય આપો : છેલ્લા સ્કંધનુ શ્રવણ પુર્ણ થાય
ત્યારે શ્રોતાના મનમાં ભાવ જાગવોજ જોઇયે: કે હે ઇશ્વર
,હે અંતર્યામી, હે નાથ , હે ન્યાયકારી, હે સર્વજ્ઞ
, હે સર્વશક્તિમાન
હુ આપનો છુ
અને આપ મારા છો
: હુ આપને શરણે છુ : , હુ
જે પણ કયી
કર્મ મનથી વચનથી કે કર્મથી
કરુ છુ તે આપને
સમર્પિત કરુ છુ : આપ
મારી બુધ્ધીને સ્થિર કરો અને જન્મમરણના
ફેરામાંથી મુક્ત કરો . શ્રી મદ
ભાગવતનો આરંભ અને
અંત અતિ સંક્ષિપ્તમા
અત્રે યથાશક્તિ યથોચિત રીતે અત્રે
દર્શાવ્યા છે . હવે વિગતે તેનુ અધ્યયન કરીશુ.
પાપાજી
ક્રમશ:
No comments:
Post a Comment