Laghu Bhagavat part 1 to 13





ભાગવત :
  Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

-     : પ્રસ્તાવના : -

                                           1



    ભારતિય   સંસ્ક્રુતીના    ત્રણ  મહા  ગ્રંથો   છે  : 1  રામાયણ  2. મહાભારત  .  3  ભાગવત.
સત યુગ  અને  ત્રેતા યુગના  સમંન્વયની  કથા   તે રામાયણ : અને    તેના    મુળ  રચયિતા  મહર્ષી  વાલ્મીકી  :  જ્યારે   દ્વાપરના    અંત   અને કલીયુગના પ્રારંભની  કથા  તે   મહાભારત  અને   તેના રચયિતા મહર્ષી   વેદ વ્યાસ : બન્ને  કથાઓ લગભગ  સમાંતર  ધોરણે  આગળ  વધે  છે. જો  કે  રામાયણ    લગભગ સંપુર્ણ પણે  નિતીમતા  ઉપર    જાય   છે  જ્યારે  મહાભારત  સમય  અને  પ્રસંગોપાત ચઢાવ  ઉતાર દર્શાવે છે.  રામાયણના   નાયક શ્રી   રામચંદ્રજી   મર્યાદા પુરુષોત્તમ  છે   તે  તેમની મર્યાદાની  રેખા   નથી  ઓળંગતા   જ્યારે મહાભારતના   નાયક  શ્રી વાસુદેવ ક્રૂષ્ણ   ચુસ્તપણે  મર્યાદાની   રેખાને વળગી  નથી  રહેતા   સમયનુસાર  ધોરણો   બદલે  પણ   છે .  રામ   કુશળ  વહીકત કર્તા  છે   જ્યારે  વાસુદેવ એક  શ્રેષ્ઠ  મુત્સદ્દી    છે. એક   કુશળ  રાજનેતાને  શોભે તેવા  તમામ ખેલ તે  ખુબીથી ખેલી  શકે  છે. કુરુક્ષેત્રના યુધ્ધની સમાપ્તી     દ્વાપરનો   અંતિમ   સમય  ગાળો છે. ધર્મરાજ  મહારાજ યુધિષ્ઠીર   ચક્રવર્તી   સમ્રાટ  બને   છે  વાસુદેવ  માત્ર  સલાહકાર  છે. આ   યુધ્ધે   અનેક   કાવાદાવાઓ   જોયા : નિતીમત્તા   જરૂર બાજુપર   ધકેલાઇ  ગયી   હતી  : પણ   તેની  સામે  તેવો   જ વ્યુહ  વાસુદેવે પણ  અપનાવ્યો હતો   અને  અંતે સત્યનો  વિજય થયો  હતો . મહર્ષી   વેદવ્યાસ  તેના જીવંત  સાક્ષી હતા અને  તેમણે   મહાભારતનુ  નિર્માણ પણ  કર્યુ :  તે  પોતે પણ  અવતારી માનવ  હતા . મહાભારતમા સમાજના  દરેક પાસા   તેમણે   બાખુબી  નિભાવ્યા છે પણ હજુ   કશુ ખુટતુ  માલુમ  પડે   છે  . મહાભારતનુ  એક  અંગ  તે  ગીતા –તેમણે  એટલી  ખુબીથી  વાસુદેવના માધ્યમથી   ગીતાનુ સર્જન    કર્યુ  કે  આજે    પણ  જો  કોઇ  પુછે કે    ગીતાના  રચયીતા  કોણ   તો   અંનાયાસે  જવાબ મળે  :  શ્રી ક્રુષ્ણ : શ્રી  ક્રૂષ્ણના    પાત્રની    જ વિષેશતા  છે  આ ગ્રંથમા   જ્ઞાન, ધર્મ  ,વ્ય્વહાર , સામાજિક સમસ્યાઓ, કુટુંબ કલહ  , વેરઝેર  .પ્રેમ , કુટિલતા ,લાગણી સંવેદના :  શુ  લખવુ  અને  શુ   ના  લખવુ  તે   સવાલ  છે   : આ  ગ્રંથમા બધુ    આવી  જાય   છે જે   જીવનમા આવે  છે : પણ   તેમા  શુધ્ધ  નિર્વિકાર  ભક્તિ ના   આવી :આવનાર  યુગમા  ભક્તિની  : શુધ્ધ  નિર્વિકાર   ભક્તિની  આલોચના  જરૂરી  હતી અને   તેથી જ  મહર્ષી  વેદવ્યાસને   જણાવવામા  આવ્યુ કે   આપ  એવો  ગ્રંથ રચો   જે  ભક્તિ પર  પ્રકાશ  પાડે.  પ્રજા   યુધ્ધના પરીણામોથી ત્રસ્ત  હતી  તેને  શાતા  આપવા માટે ઔષધ  માત્ર  ભક્તિ   હતી. પ્રજાને ભક્તિરસમા   એવી   તરબોળ  કરો  કે  તેના  તમામ   ઘાવ   રૂઝાઇ  જાય –વેદના  શમી    જાય -  પુર્વગ્રહ અને   પક્ષપાત  મટી   જાય -   મહર્ષીએ   વિચાર્યુ   હુ  લખુ  તો  ખરો   -તેમની  પાસે લહીઓ તો  હતા  -  ગણેશજી   - પણ  વક્તા    અને   શ્રોતાનુ    શુ  ?  તેનો જવાબ પણ  તેમને  મળી     ગયો  ‌ આપ   શ્રોતા   પણ  બનો  - વક્તા પણ  બનો    અને  પ્રચારક  પણ  બનો .  બન્નેની જરૂર પડે  : શ્રેષ્ઠ  વક્તા  પણ   અને  સક્ષમ  શ્રોતાપણ.
       મહાભારતની  રચના સુધી તો તેઓ નિ:સંતાન  હતા : દિવ્યદ્રષ્ટીના  અનૌરસ ત્રણ  સંતાનો  હતા : ધ્રુતરાષ્ટ્ર ,  પાડુ અને    વિદુર :  પણ   તે   તો  કુરુકુળને સોપાઇ    ગયા  હતા .  માતા અરણીજી  તેમના પત્ની : અનેક વાર  વ્યાસજીને કહી   ચુકેલા  કે મને  એક  પુત્ર તો   આપો : ભાગવતની  રચના કરતી  વેળા તેમને    પણ  થયુ  કે   મારે  પણ  એક  પુત્ર    હોય તો  સારુ   : છેવટે    તો   સારા કામ    માટે    ઇચ્છા અને માગણી હતી.   અને   જુઓ    વિધિનુ   વિધાન અને   નિર્માણ:
ક્રમશ:

 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

   
                             - :  24 અવતાર  :-
                   -:  વા વિષ્ણુના 24   તા  :-

   મહર્ષી   વેદવ્યાસે  તેમની  અગાઉની સુપ્રસિધ્ધ  રચના   મહાભારતમા  વિગતવાર   જણાવ્યુ   છે  અને  તે  પણ  યુગ  પુરુષ  વાસુદેવના   મુખે – સર્વષ્રેષ્ઠ   ઉપદેશાત્મક  વિભાગ  ગીતા દ્વારા   જાણ કરેલ છે  :
યદા  યદા  હિ  ધર્મસ્ય , ગ્લાનિર્ભવતિ  ભારત
અભ્યુત્થાનામધર્મસ્ય  , તદાત્માનમ  સ્રુજામ્યહમ

પરિત્રાણાય   સાધુનામ ,  વિનાશાય  ચ દુશ્ક્રુતામ
ધર્મસંસ્થાપનાર્થાય  ,   સંભવામિ યુગે યુગે
  ગીતામા     પણ  જણાવ્યુ     છે કે હે   અર્જુન ,  મારા  અને  તારા  અનેક  અવતારો  થયા   છે  મને  તે  ખબર   છે  પણ  તને  તેનુ  જ્ઞાન  નથી.  અને   આજ  બાબત  તેમણે  ભાગવતના  સંસ્કરણમા  પણ ઉલ્લેખ  કરેલ  છે. ભગવાન   વિષ્ણુના    24   અવતારોની  માહિતી આપેલ  છે. આ  ગ્રંથના  રચયિતા પણ  એક  અવતાર  પુરુષ   છે  ‌ મહર્ષી વેદ  વ્યાસ :  મહામુની  પરાશરના  અને  સત્યવતીના   પુત્ર  પણ  17 મા  ક્રમે  યુગાવતારમા  આવે   છે . આ    24  અવતાર  નીચે મુજબ દર્શાવેલ    છે :
1   સનકાદિક- સનતકુમારો    સનક  ,    સનંદન , સનાતન  અને  સનત્કુમાર
2    વરાહ
3    નારદજી
4     નર   નારાયણ
5     કપિલ
6      અત્રીપુત્ર   દત્તાત્રય
7      યજ્ઞ
8       ઋષભદેવ
9      પ્રુથુ
10     મત્સ્યાવતાર
11     કચ્છપ  -   કાચબો
12     ધંન્વંતરી
13     મોહિની  સ્વરુપ
14     નર – સિંહ  રુપ  અવતાર
15     વામન
16     પરશુરામ
17      વ્યાસ
18      રામ
19    ક્રુષ્ણ
20    બલરામ
21     બુધ્ધ
22    કલ્કી
23    હંસ
24     હયગ્રીવ
      પૈકી મુખ્યત્વે  દશ   અવતારો  મનાય   છે.  મત્સ્યાવતાર  , વરાહાવતાર  ,કચ્છપાવતાર ,ન્રુસિહ અવતાર,   વામન અવતાર  ,પરશુરામાવતાર  ,  રામાવતાર , ક્રૂષ્ણાવતાર  , બુધ્ધાવતાર   અને  કલ્કી અવતાર
ક્રમશ:
ગુણવંત પરીખ
 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 
-     : પ્રા રં  ભ: -


                                                  3

    આ ગ્રંથ  શ્રધ્ધા  અને   વિશ્વાસનો વિકાસ    માગે   છે    કોઇ  પણ  શંકા કે વહેમનુ  નિરાકરણ  હોય જ   નહી -   શ્રધ્ધા  હશે  તો   સાબીતી નહી  માગો  - એ   ભુલી જજો કે  સાબીતી   હોય   તે     સત્ય –સત્ય  સનાતન  છે -  ભલે    વિજય  પામે કે  પરાજય .
      દેવોના  દેવ મહાદેવ : સર્વશ્રેષ્ઠ   દામ્પત્ય  માટે  ઉદાહરણિય  દંપતિ  તે એક  માત્ર શંકર  અને  પાર્વતિજી -  ઉમા – મહેશ ,  સતિ અને  શિવ
  એકવાર  દેવી  પાર્વતીજીએ  શિવજીને  જણાવ્યુ કે   આપ મને  પણ  કથા દ્વારા   જ્ઞાન  આપો . શિવજી  સંમત થયા  અને  કહ્યુ કે  આપણે કોઇ  એકાંત  જગા  પર  જયીએ – ત્યા  હુ   તમને   કથા  કહીશ  -પણ   મારી શરત   છે  કે  આપે  આપ   સાંભળો  છો તેના પુરાવા    રુપે હુકારો  ભણવો પડશે . માતા   પાર્વતીજી સહમાત  થયા  અને  એકાટ  સ્થળે જ્યા  કોઇ    પણ  જીવ   ના  હોય  ત્યા   શિવજીએ  કથામ્રુત  પિરસવાનુ  શરુ કર્યુ.  પણ   એક   સદ નસીબ કે  કમનસીબ : પળ   એવી   આવી  કે   જ્યારે માતાજીને  ઝોકુ   આવી ગયુ   અને તે હુકારો  આપવાનુ   ચુકી  ગયા –પણ  તે   સમયે  આ કથા    સાભળી રહેલ એક  શુક-બાળ   -  પોપટનુ બચ્ચ્યુ – જે  આ કથા    સાંભળતુ  હતુ   તેને  હુકારો  આપ્યો. શિવજી  તો   ચોકી  ગયા –આ  પોપટનુ   બચ્ચ્યુ  અહી  કેવીરીતે  આવી    ગયુ  ?  અને ગુસ્સાથી  લાલ   પિળા તયેલા  શિવજી     શુક  બાળને મારી નાખવા   તેની  પાછળ   દોડ્યા-  આગળ  શુકબાળ   અને   પાછળ શિવજી – અનાયાસે આ  શુકબાળ વ્યાસમુનીના   આશ્રમ  પર    આવી  ગયુ  અને  તે  સમયે માતા  દેવી અરણીજી  પડાળમા  બેઠા  હતા   તેમના  ખોળામા  આવીને  લપાઇ  ગયુ - -પાછળ  ને   પાછળજ રાતાપીતા  થયેલા  શિવજી પણ   આવી પહોચ્યા –અને  અરણીજીને  આદેશ કર્યો  આપ  મને    શુકબાળ આપી  દો – તેટલામા   વ્યાસજી  પણ   આવી  પહોચ્યા- તેમણે   દેવાધિદેવ મહાદેવને  પોતાના   આશ્રનમા    જોઇનેતેમને   પ્રણામ કર્યા –અરણીજીએ પણ  મહાદેઅવજીને  પ્રણામ કર્યા.અને વ્યાસ  અને    અરણીજીએ  મહાદેવની પુજાઅર્ચના  કરી અને  યથોચિત    સ્વાગત કર્યુ. તેમણે  અરણીજીને  કહ્યુ કે    શુકબાળ  મારુ  ગુનેગાર  છે – ચુપચાપ  મે  કહેલી  કથા   સાંભળી  ગયુ  છે  - હુ  તેને જીવિત નહી   છોડુ-દેવીઅરણીજીએ  વિનમ્ર સ્વરે  મહાદેવજીને  જણાવ્યુ – પ્રભુ -    અમારુ શરણાગત   છે  -બીજુ  મારા ખોળામા   આવીને  બેઠુ  છે   આજસુધી મારો  ખોળો  ખાલી છે  -આપ  દયા કરો- આપણે  સૌ  જાણીયે  છિયે કે શિવજી  જેટલી  ઝડપે  ગુસ્સે  થાય   છે  તેટલી જ  ત્વરાથી  રીઝી  પણ   જાય   છે  - ભલે  દેવી – શુકબાળની  જગાએ  હુ  જ તમારા ખોળામા   આવી  જયીશ –અને તે  શુકબાળ  તે   શુકદેવજી-   મહર્ષી   વેદવ્યાસના  પુત્ર  =  પ્રુથ્વી  ઉપર   જેનુ  નામ  શ્રેષ્ઠ  વક્તા  તરીકે બોલે  છે  તે   શુકદેવજી- જેમણે મહારાજ પરિક્ષીતને  તેમની જીદગીના    છેલા  સાત     દિવસ   દરમિયાન  ભાગવતની કથા સંભળાવી   હતી   અને  તેમનો  ઉધ્ધાર કર્યો હતો.  એક  હતા  શ્રેષ્ઠ    વક્તા -  શુકદેવજી –તો   બીજા હતા પરમ  શ્રધ્ધાળુ  સક્ષમ  શ્રોતા –રાજા પરિક્ષીત  -
ક્રમશ:
ગુણવંત  પરીખ

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    4

                                     -: શ ર ણા ગ ત   ક લી: -
       

મહારાજા   પરિક્ષીત  હસ્તિનાપુરના  સમ્રાટ   હતા. ચક્રવર્તી  સમ્રાટ   યુધિષ્ઠિર   પછી  હસ્તિનાપુરની   ગાદી  પરિક્ષિતને મળી.- તેઓ  એક  માત્ર બચી  ગયેલ વારસદાર  હતા. અભિમન્યુ  યુધ્ધના મેદાનમા  હણાયો   ત્યારે તેની પત્ની  ઉત્તરા   ગર્ભવતી   હતી. યુધ્ધ  સમાપ્ત થયા   પછી ગુરુપુત્ર   અશ્વત્થામા અત્યંત   વિક્ષુબ્ધબની  ગયો   હતો   અને  તેના  અંગે  અંગમા બદલાની   આગ  સળગતી હતી અને    આગ  બુઝાવવા    માટે તેણે  દ્રૌપદ્રીના પાંચ  પુત્રોની  નિર્મમ  હત્યા     કરી  નાખી અને  ભાગી  ગયો  પણ  અર્જુન અને  ભીમેતેનો   પીછો પકડ્યો અને તેમની  વચ્ચે ભયાનક  યુધ્ધ  થયુ    તેમા  તેણે બ્રહ્માશ્ત્રનો ઉપયોગ  કર્યો  - તેને  બ્રહ્માશ્ત્ર   પાછુ  વાળતા  નહોતુ આવડતુ- સામે  છેડે  વાસુદેવ હતા ગુરુપુત્રે  બ્રહ્માશ્ત્ર   ઉત્તરાના   ગર્ભ પર   છોડ્યુ  જેથી તેની  ઇચ્છા પુરિ   થાય   કે   પાડવ  પક્ષે  કોઇ  વારસ   બચે  જ નહી –પણ   વાસુદેવે  પોતાના  સુદર્શનથી  ઉત્તરાના ગર્ભની રક્ષા  કરી.  અને   પાડવોનો વંશ   સલામત  રાખ્યો હતો.  અને    ઉત્તરાનો તે   પુત્ર  તે  પરીક્ષિત  -
         પરિક્ષીતે રાજ્યનો  કારોબાર  હાથમા    લીધા  પછી   દેશને  યોગ્ય સુશસન    આપ્યુ. તેનારાજ્યમા  અબોલ  પ્રાણિ અને   જીવ   પણ  સુરક્ષિત હતા. કોઇને  કોઇ   વાતનુ  દુ:ખ  નહોતુ. એક વાર  મહારાજ  પરીક્ષિત  યાત્રાએ નીકળેલા   ત્યારે  તેમણે  એક   રાજવંશી ઠાઠ ધરાવતા કાળા   વાનના  રુષ્ઠ પુષ્ઠ  માનવીને  જોયો  જે   એક  બળદને   તેમજ   તેની  સાથે  ઉભેલી   ગાયને પણ    બેરહમીથી મારતો હતો –બળદ  ચિત્કારતો  હતો  -   બળદને માત્ર ત્રણ જ પગ  હતા  અને    છતા  પણ  તે  ઉભો હતો  - અહો  આશ્ચર્યમ  -તેની આંખમાથી  આંસુ   વહેતા હતા.     જોઇને મહારાજ  પરિક્ષીતનો   ક્રોધાગ્ની  ભડકી  ઉઠ્યો  - તેમણે તરત જ  પેલા  જાડા  પાડા કાળિયાને પડકાર્યો  -મારા રાજ્યમા અબોલ પ્રાણી ઉપર   આવી બેરહમી દાખવનાર તુ  કોણ   છે  ?  આ પડકાર   સાભળીને પેલો નિર્દય માણસ   ગભરાઇ ગયો અને  ભાગી જવા   લાગ્યો   મહારાજાએ  બળદને   પુછ્યુ  કે   આકોણ  છે   પણ  બળદે મૌન   સેવ્યુ  પણ  મહારાજાના   માણસોએ  તેને પકડી  લીધો અને  મહારાજ સમક્ષ  રજુ   કર્યો.  તે   કપટી  પણ  હતો  અને   જાણતો હતો  કે   મહારાજ પરિક્ષીત  શરણાગતને   રક્ષણ   આપે   છે માટે  તે   રાજા  સમક્ષ  કરગરી  પડે   છે  અને  જીવતદાન  માગે  છે – શરણાગતને રક્ષણ   આપવુ  તે   ધર્મ  છે   માનીને  પરિક્ષીત   તેને  જતો  કરે   છે   પણ   આદેશ  આપે    છે  કે  મારા  રાજ્યની  હદ  છોડીને  જતો  રહે  . પેલો કહે   મહારાજ  મને   રહેવા   માટે કોઇ  સ્થાન  આપો – આપ   દયાળુ   છો   -મારા ઉપર    દયા  કરો  -અને   મહારાજ  પરિક્ષિત  પીગળી  ગયા - કહેવાય  છે   કે   વિનાશકાળે   વિપરીત  બુધ્ધિ  :  દગાખોર  દુશ્મન પ્રત્યે  દયા   ના   રખાય – પણ   અહી   પરિક્ષીત થાપ   ખાઇ  ગયા  -રાજાએ  તેને કહ્યુ કે   તુ માત્ર આ  ચાર   જગાએ  રહી  શકે   છે  :જુગારધામ :મદ્યપાનનુ   સ્થળ : વેશ્યાગ્રુહ  : અને   હિંસા થતી    હોય   ત્યા  રહી  શકે  છે  ;      ચાર  સ્થાન  એટલે   અનુક્રમે   અસત્ય : મદ :આસક્તિ  :  અને  નિર્દયતા :   જ્યાં    ચાર  પૈકી કોઇ   હોય   ત્યા  તુ  રહેજે :. રાજાને  એમ  હતુ  કે  મારા રાજ્યમા   આવુ  એકપઁણ   સ્થળ  તેને  મળશે  જ નહી  -પણ  નિર્દયી  માણસ  વધુ  ચાલાક હતો  -તેણે હાથ   જોડી અત્યંત  નમ્ર બનીને   પ્રાર્થના  કરી : મહારાજ હજુ   એકાદ  સ્થળ આપો  :   પરિક્ષીતને  દયા   આવી  :   ભલે :   જ્યા  અણહક્કનુ સુવર્ણ  હોય  ત્યા સુવર્ણમા   પણ  તુ   રહી  શકે   છે. ના  જાણ્યુ જાનકીનાથે   સવારે  શુ  થવાનુ  છે  - પરિક્ષીતે    જાણે  અજાણે  પણ  પોતાના  જ મ્રુત્યુના આદેશ  પર   પોતેજ મહોર  મારી દિધી  જેનો તેમને ખ્યાલ જ  નથી  .  પછી   તેમણે બળદને પુછ્યુ: તમારા ત્રણ  પગ  નથી  છતા  તમે  કેવીરીતે  ઉભા   છો  >? બળદે   જવાબ  આપ્યો :  હે   રાજા  - મારા  ચાર   પગ તે  સતયુગના  ચાર   ચરણ  હતાં  -  તપ – પવિત્રતા  -  દયા -  અને   સત્ય  :   આજે  માત્ર  એક    ચરણ   બાકી   છે  અને  તે   સત્ય જે  પણ  લુપ્ત થવાની  તૈયારીમા છે. આ  નિર્દયી  માણસ તે    ભવિષ્યનો  રાજ્યકર્તા  છે  -  દ્વાપર  પુર્ણાહુતીના  આરે  છે  અને  નવા  યુગની  શરુઆત નો    સંગમ  કાળ   છે –નવો   યુગ  એટલે    કળીયુગ  - અને  તેનો આદ્યસ્થાપક  તે પેલો  નિર્દયી  રાજવંશનો    ઠાઠ   ધરાવતો   કલી -  પરિક્ષીતની  ઉદારતા    અને  સૌજન્યતાએ  કલીને મોકળુ મેદાન આપ્યુ. અને  ધીમે ધીમે  તેનો  પગ  પેસારો વધતો ગયો – સર્વનાશનુ  બીજ વવાઇ  ગયુ.
ક્રમશ :
ગુણવંત  પરીખ

From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    5

-     : કલીનો    પ્રભાવ :-

                 એક   નાની  સરખી ભુલ :  કેટલી  ખતરનાક  સાબિત  થાય   છે : જેના પ્રત્યે દયા   અને   સહાનુભુતિ દર્શાવી તે    માથા   ઉપર   ચઢી  બેઠો અને  ખબર  પણ  ના   પડી  કે શુ  બની  ગયુ :
       એક  વાર   મહારાજ    પરિક્ષીત  શિકાર  કરવા   માટે   નીકળવા  તૈયાર થયી રહ્યા  હતા. સેવક  પાસે માથે મુકવાનો મુગટ  મંગાવ્યો.  સેવક  મહારાજ  માટે  નવો જ  લાવેલ સુવર્ણ મુગટ  લાવ્યો  અને  મહારાજના   માથે  પહેરાવ્યો. જેવો  મુગટ માથા  ઉપર  આવ્યો   કે  તરત જ   રાજાના   તેવર   આજે બદલાઇ ગયા.: મહારાજ   કદી   ગુસ્સે  થતા  નહોતા   પણ  આજે  ચિડાઇને  તેમણે  સેવકને કહ્યુ :ઉભો  છે   શુ  ? જા જલદી  સારથીને  બોલાવ અને   રથ  તૈયાર કરાવ.  સેવક  સહેમી  ગયો  :મહારાજ  કદી   ગુસ્સે  ના થાય કે ચિડાઇ પણ  નહી  : આજે  અચાનક એવુ શુ  બની ગયુ  કે  મહારાજ  ચિડાઇ ગયા  ? પણ  છેવટે  તો તે  સેવક : ચિઠ્ઠીનો ચાકર : તે    ત્યાથી  નીકળી ગયો  અને  અન્ય  સેવકોને   પણ   પુછવા લાગ્યો કે   આજે  મહારાજ  કેમ   ગુસ્સામા છે  ?  પણ  કોઇ  શુ  જવાબ  આપે  ?
       આજે મહારાજનુ નસીબ બે  ડગલા   આગળ    ચાલતુ હતુ   - તેમની  સાથે નહોતુ  - લાબી રઝળપાટ  પછી  પણ   કોઇ   શિકાર  ના  મળ્યો. થાક  પણ  ખુબ   લાગેલો : તરસે   જીવ   તાળવે  ચોટી જતો  હતો.  એટલામા  એક   આશ્રમ નજરે  પડ્યો  અને   તે  ત્યા   ગયા.  એક   ઋષી    ત્યા  આંખો બંધ   રાખીને  ધ્યાનમગ્ન  બેઠા  હતા.  રાજાએ ત્યા  પહોચીને  ઋષીને  આજ્ઞાના  સ્વરમા    કહ્યુ :  મહારાજમને ખુબ  તરસ   લાગી છે  મારા  માટે પિવાના    જળની  વ્યવસ્થા કરો. પણ   ઋષી   તો   ધ્યાનમગ્ન હતા  -   તેમણે રાજાનુ કથન    સાંભળ્યુ નહી – આથી   રાજા  ખુબ  ચિડાયો – આ ઋષીઓ  આપણા જ રાજ્યમા   રહીને આપણી જ જમીન પર   આશ્રમ બાધીને  રહે  છે  અને   વરસને   વચલે  દહાડે   કોઇવાર  અચાનક   જયી ચઢીએ તો  પાણીનો  ભાવ  પણ  નથી  પુછતા :   આંખો  બંધ  કરીને  બેસી રહે   છે  અને  રાજાનુ પણ  અપમાન કરે   છે . ગુસ્સામા   પરત    ફરી  રહેલા   રાજાએ ત્યા  એક  મરેલો સાપ  જોયો – અને  રાજાએ તરતજ   તે   મ્રુત  સાપ   ઉપાડીને ઋષીના   ગળામાં  પહેરાવી  દીધો અને પછી  રવાના  થયી   ગયા.     આશ્રમ  સુપ્રસિધ્ધ   મહાન ઋષીરાજ  શમીક  હતા. તેમનો પુત્ર  શ્રુંગી તે  સમયે  નદીએ સ્નાન કરવા  ગયેલો  અને  પાછા ફરતો હતો  ત્યારે  રસ્તામા  અન્ય    ઋશીબાળોએ તેને જણાવ્યુ કે શ્રુંગી :  મહારાજ શમીકના   ગળામાં  કોઇએ  મરેલો   સાપ  પહેરાવ્યો  છે , ભલે    શ્રુંગી  નાનો  હતો   પણ  તપોબળથી  સિધ્ધ હતો :  તે   ખુબ   ગુસ્સે થયો   અને   આશ્રમ  પર   આવીને  જોયુ  તો  પિતા  મહારાજના    ગળામા   મ્રુત સાપ : તેણે  હાથમા   જળ  લીધુ  અને  મંત્ર  ભણીને શાપ   આપ્યો   કે   જેણે મારા પિતાના ગળામા  મ્રુત   સાપ    નાખો  છે તેનુ આજથી  સાતમે  દિવસે  તક્ષક નાગના કરડવાથી મ્રુત્યુ  થશે . જેવુ  જળ  પ્રુત્વી   પર  પડ્યુ  કે  પ્રુત્વી ધ્રુજી ઉઠી –મહારાજ  શમીકની  આખ  ખુલી ગયી – અને  તેમણે  જોયુ કે   તેમના ગળામા  એક  મ્રુત  સાપ    છે  અને  બાજુમા   ક્રોધાગ્નીથી   થરથર  કાપતો પુત્ર શ્રુંગી  ઉભો  છે : તેમણે  શ્રુગીને જણાવ્યુકે પુત્ર  તે   આ શુ  કર્યુ ?  જોયા  જાણ્યા  વગર   આવો  ભયાનક  શાપ   આપી  દીધો ?તેમણે તપોબળથી જાણી  લીધુ કે   આ તો  અન્ય કોઇ  નહી  પણ    રાજા  પરિક્ષીત  હતા  - શમીક  અને   શ્રુંગી :  બન્નેને ખુબ  દુ:ખ  થયુ :પણ   શુ   થાય  ? ધનુષ્યમાંથી  છુટેલુ તીર  ,મુખમાથી  સરી   પડેલા  શબ્દો  , વિ. વિ.  એકવાર નીકળી   જાય  પછી  પરત  ખેચી શકાતા નથી.  જ્યારે  આ તો  એક  સિધ્ધ ઋષીના શબ્દો હતા :   પિતા  પુત્ર  બન્ને ખીન્ન તો થયા   જ પણ   નિવારણનો કોઇ  ઉપાય નહોતો : સામે  છેડે એક   રાજા હતો  : રાજ્યનો પાલનહાર: જેના માટે કોઇ  ફરીયાદ નહોતી – બન્નેને થયુ  કે આવી  ભુલ   રાજાએ કેમ   કરી ?  બન્નેની    સમજ  તો   સાચી જ હતી  -રાજા   આવી   ભુલ   કરે  જ નહી  :  તો  શુ  થયુ  ? ઋષીરાજ શમીકે  ફરી   ધ્યાન  ધરીને જોયુ તો   માલુમ પડ્યુ કે  આતો   કલીનો પ્રભાવ  છે  - રાજાએ  તેને દેશનિકાલ  કરેલો  પણ   રાજાની  જ દયાથી   તે  પાછો  રહી  ગયેલો –અને  તેને મળેલ  સ્થાન પૈકી  અણહક્કના   સુવર્ણમા  તે   બેસી ગયેલો – આ  અણહક્કના સુવર્ણમાથી  રાજાનો  મુગટ બનેલો : રાજાને તેનુ  જ્ઞાન નહોતુ.  પણ   રાજા જેવો મહેલમા પ્રવેશે   છે  અને  મુગટ   ઉતારે  છે  કે   તરતજ તેનુ   મન  શુધ્ધ  થયી  જાય  છે  અને  વિચારે  છે  કે  અરર્ ર  આમે  શુ  કર્યુ ? એક  ઋષીનુ  આવુ  ઘોર  અપમાન  ?અને  તે  પણ  મારા જ હાથે ? તેના પસ્તાવાનો કોઇ  પાર  રહ્યો નહી.  પણ   બનવાકાળ બની ગયુ  -હવે  પસ્તાયે શુ  વળે  ? પરિક્ષીતને    પણ  ખબર ના પડી  કે  આ પ્રભાવ તો  કલીનો   છે
ક્રમશ:
ગુણવંત  પરીખ

.  From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    5-1
      પોતે  કરેલી ભયાનક  ભુલ  બદલ પસ્તાવો  કરતા રાજા   પરિક્ષીત   શોકમગ્ન   દશામા  બેઠા   છે  તે    સમયે પોતે  કરેલી  ઉતાવળના   પસ્તાવા   રુપે   મહા મુની   શમીકઋશી    અને   તેમના  પુત્ર શ્રુંગી  રાજ  મહેલમા    આવવાની  પરવાનગી  માગે  છે  તેવા  સમાચાર સેવકે  આપ્યા.  રાજા  પરિક્ષીત એકદમ   ઉભા  થયીને   પગરખા   પણ  પહેર્યા  સિવાય દોડીને  બન્ને  ઋષીઓને  આવકારવા   મહેલના  દરવાજે  ગયા.  બાલમુની શ્રુંગીએ   જોયુ કે  મહારાજ  પરિક્ષીત  પગમા   પગરખા  પણ  પહેર્યા  સિવાય  અમારા  સ્વાગત  માટે  આવેછે તે  કદાપિ આવા બેશરમ  હોઇ જ ના  શકે – પણ  શુ  થયુ  ? આમ  કેમ   બન્યુ  ? શમીક  ઋષીએબધી   જ બાબતનો  તાગ  મેળવી લીધો અને  કહ્યુ  કે   હે  રાજન હવે  ભુતકાળમા  બનેલી બાબતનો શોક  કરવો  છોડી દો.  બનવાકાળ  બની  ગયુ.  મારા  પુત્રએ   ઉતાવળમા  અને  ઉશ્કેરાટમા    આપને   શાપ   આપી   દિધો  છે  અને  તે  મુજબ આજથી  સાતમા દિવસે  આપનુ મ્રુત્યુ નક્કી   છે.  માટે હવે  ભવિષ્યનો વિચાર કરો.



 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    6
                                            શુકદેવનો જન્મ
 મહર્ષી  વેદ  વ્યાસ  અને અરણીજી  એકદમ   ખુશ  હતાં : ખુદ  દેવાધિદેવ  મહાદેવનુ વરદાન  અને  તે  પણ  તે  પોતે     અરણીજીના  ગર્ભમા    આવશે અને  અમોને  પુત્ર  મળશે – તેમના   આનંદ ની  કોઇ  સીમા   નહોતી. દિવસો ઉપર   દિવસો   ગયા -  અને  તેમ કરતા દશ  માસ   વીતી   ગયા  પણ અરણીજીને પ્રસવપિડા નથી  થતી   -  સૌને  આશ્ચર્ય  થાય   છે  કેમ  આમ  ?  એમ  કરતા  કરતા  એક  વર્ષ  વિત્યુ -    બે  વર્ષ વિત્યા – સમય    આગળ   જતો ગયો  - કોઇની  સમજમા  આવતુ નથી કે  શુ  બાબત  છે  -  દેવાધિદેવ   મહાદેવને  થયુ  કે   વ્યાસ  દંપતિ  અતિ  વિહ્વળ  છે –તેમને માર્ગદર્શન  આપવુ જોઇયે-  અને  અરણીજીને   સ્વપ્ન દ્વારા   સુચના  આપિ  :    હે   માતા  :હુ  પ્રુથ્વી  પર  આવીને  સિધો જ  ગંગા   ઘાટ   ચાલ્યો જાઇશ  -  કથા   કરવી અને  કથા  સાભળવી  તે    મારુ અવતાર કાર્ય  છે  -  જ્યારે    આપ  મને  આજ્ઞા    આપશો ત્યારે જ હુ  પ્રુથ્વી પર  અવતરણ  કરીશ. કોણ   એવી   માતા  હશે  કે  જે  પોતાના  પ્રથમ સંતાનને આમ  જન્મથી જ પોતાનાથી દુર  જવાની રજા   આપે  ? અરણીજી રજા   આપતા  નથી  અને શુકદેવજી   જન્મ  લેતા  નથી-  હારીને થાકીને  વ્યાસજીએ   અરણિજીને  મનાવી લીધાં   - કે  આપણો પુત્ર  જગતના  કલ્યાણ માટે     માગણી કરે   છે  - તેને   રજા   આપો  - તે  સિવાય  છુટકો નથી  - એક  વાર  તેને   પ્રુથ્વી પર  આવી  જવા  દો  પછી  આપણે તેને સમજાવી લયીશુ  . અને   માતા  અરણીજીએ   રજા   આપી  - અને બીજે જ  દિવસે  તેમના   ત્યા પુત્ર જન્મ થયો –પણ   આશ્ચર્ય  -આ   બાળક  તો    જન્મતાનીસાથે    દોડવા  માડ્યો – કોઇ  કશુ   સમજે   તે  પહેલા   તો   તેણે દોટ   મુકી –માતાએ  આક્રંદ   શરુ   કર્યુ અને  પિતાવ્યાસ   તેની  પાછળ  દોડવા  લાગ્યા-આગળ     શુકદેવજી અને   પાછળ  વ્યાસજી મહારાજ  -  બુમો પાડે  છે  - હે  પુત્ર – તુ  ઉભો   રહીજા – તારી  માગણી  અમે    જરૂર  પુરી કરીશુ   -પણ  એક  વાર  અમારી  વાત  સાભળ  -પણ   શુકદેવજી  કોઇ    વાત    સાભળવા  રાજી નથી  -તેમણે   તો  કહ્યુ   કે   માતાએ મને   રજા  આપી  છે   માટે  જ હુ  પ્રુથ્વી પર   આવ્યો  છુ  - હવે આપ  તેનો અસ્વીકાર  ના  કરી  શકો – મને  જવા   દો .- પણ  વ્યાસજીનુ મન  માનતુ  નથી –તે  પણ  શુકદેવજીની  પાછળ   દોડે  છે  -આ સમયે  એક   તળાવના   કાઠે  ઘાટ  પર  કેટલીક  મહીલાઓ  સ્નાન  કરતી હતી  -તેમણે  જોયુ  કે  એક   યુવક  દોડતો   આવી  રહ્યો  છે  પણ   નિર્વિકાર  લાગે છે – તેની  નજર  માત્ર   સામે    રસ્તા પર    છે -   આથી  તેઓ  વિના  સંકોચ  સ્નાન કરતી રહી  -  બાળ  યુવક પસાર થયી   ગયો  -  અને   તેમણે  જોયુ કે   બાળ યુવકની  પાછળ     એક વડીલ મુની  દોડી રહ્યાછે – તેમને  જોતા જ   મહિલાઓએ  તેમના    વસ્ત્રો  પહેરી લીધા-  વ્યાસજીએ પણ    આ જોયુ  --તેમને   આશ્ચર્ય થયુ  -તેમણે  બે  ઘડી   ઉભા   રહી અને   મહિલાઓને  પ્રશ્ન  કર્યો  -  પેલા  યુવકને  જોઇને તમને  શરમ  ના   લાગી  અને   હુ  તો  તમારા  પિતા  સમાન  છુ  -તો  મારી આવી  શરમ  કેમ  ?  મહિલાઓએ જવાબ આપ્યો  : મુનીરાજ : એ યુવક અમોને   નિર્વિકાર  લાગ્યો – તેની  પાસે કોઇ   કામના નહોતી – વિકાર નહોતો- દેવ  સ્વરુપ  બાળકની  સામે   સંકોચ   કેવો ? જ્યારે  આપા  તો ગ્રુહસ્થ પણ   છો  - આશ્રમમા   આપની પત્ની  પણ   છે  - આપ   આપના  પુત્ર  જેવા  અને  જેટાલા  નિર્વિકાર કે   વિતરાગ પણ  નથી  -આપ  અત્રેથી    પાચા વળી  જાવ  - આપના પુત્રને  તેની  ઇચ્છા મુજબ  જ્યા  જવુ  હોય  ત્યા  જવા  દો -  તેના માર્ગમા વિઘ્ન ના   નાખશો –યોગ્ય સમયે તે  આપમેળે જ આપની પાસે આવશે -  આ મહિલાઓ  તે  બીજા કોઇ  નહી   પણ  વ્રજની   ગોપીઓ  હતી   અને  તેમની  ભુમિકા વ્યાસજીને  માટે   માર્ગદર્શિકા બનવાની હતી – અક્રુરજીને  પણ   ગોપીઓ  સામે  નતમસ્તાક થવુ  પડ્યુહતુ   અને  વ્યાસજીએ પણ  આ સાંભળીને       શુકદેવજી  પાછળ  દોડવાનુ  બંધ   કર્યુ  - અને પાછા  પોતાને  આશ્રમ  ફર્યા. દેવી  અરણીજી  હજુ  પણ  કલ્પાંત કરતા  હતા  અને   વ્યાસજીને એકલા પાછા   ફરેલા  જોઇને તેમનુ કલ્પાત   વધી  ગયુ  - પણ  વ્યાસજીએ   રસ્તામા    બનેલી  તમામ હકીકત  અરણીજીને  જણાવી- અને   કહ્યુ  કે   આપણો પુત્ર તો   જગતને  જ્ઞાન આપવા આવ્યો  છે  -તેનો  માર્ગ  આપણે ના  રોકી શકીએ -  અને   આપે   જ તેનેરજા  આપી  છે   હવે કલ્પાંત કરવુ   છોડો  -   પણ   મને  વિશ્વાસ   છે  : એકવાર તે  જરૂર  અહીયા  આવશે.
      બાળ શંકરાચાર્ય- શંકર પણ  વિરક્ત હતો  -  નાની વયે  જ સન્યાસી બનવાની તેની  ઇચ્છા હતી   પણ  માતા પરવાનગી નહોતા  આપતા – તે  સમયે   શિવજીએ  એક  મગરના   સ્વરુપે  ગોપીઓની ભુમિકા  ભજવી હતી  -તે  અવશ્ય  માતા  પ્રત્યે આદર  ધરાવતો હતો  અને  માતા  પરવાનગી ના  આપે  ત્યા સુધી સન્યાસ ગ્રહણ નહી   જ કરે  તેવુ  તેણે જણાવેલુ – એક  સમયે  તે અને   તેની માતા નદીએ  ગયા  હતા  અને  શંકર  નદીમા  સ્નાન કરતો  હતો ત્યા  જ તેણે બુમ  પાડી- મા મને  બચાવો  મગરે મારોપગ પકડ્યો  છે –માતા ગભરાઇ ગયી – બેટા  -  હુ  શુ  કરુ  ? તને  કેવીરીતેબચાવુ ?  શંકરે    તક  ઝડપી -  કહ્યુ  -મા  - જો  આપ  મને  સન્યાસીતવાની રજા   આપો  તો  મગર મને   છોડી દેશે –માતા  શંકરને  છોડવા તો   રાજી   નહોતી  પણ  મગરનો કોળિઓ  બને  તેના   કરતા  સન્યાસી  બને  તે   સારુ – માનીને માતાએ  ઝટ   પરવાનગી આપી   દિધી- શંકર    માનો  વલોપાત  જાણી  ગયા અને  તેમણે  માને આશ્વાસન  આપ્યુ – મા  - ભલે   હુ  આજે   જયી  રહ્યો  છુ  પણ  આપ  મને   જ્યારે  પણ  યાદ  કરશો ત્યારે  હુ   આપની સમક્ષ  આવી  જયીશ :  માતાએ  પણ  સ્વસ્થતા  જાળવી  લીધી  હતી –તેણે   પોતાના જીવનની અંતિમ  પળ   સુધી  શંકરને વિચલિત  કર્યો નહોતો-  જારે   જીવનની અંતિમ પળ   આવી   ત્યારે જ શંકરને  યાદ   કર્યો –અને  શંકર  આવ્યો  પણ  ખરો.
શુકદેવજી  પણ   વેદવ્યાસના    આશ્રમે આવશે  - જરૂર આવશે .
ક્રમશ:
ગુણવંત   પરીખ

 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                    7

                                          - : પ્રા દુ ર્ભા વ: -

          મહર્ષી  વેદ વ્યાસ  ગોપીઓના સુચન  મુજબ   પરત  તો  ફર્યા – પણ હવે પ્રશ્ન એ હતો   કે  શુકદેવજીને    પાછા  કેવી  રીતે  લાવવા.  ભાગવતનો ગ્રંથ  તૈયાર  થયી  ગયો   હતો પણ   તેનો પ્રચાર કોણ  કરે  ?  તેમની તો  ઉમર  થયી  ગયી  હતી – તે  વધુ  પડતો શ્રમ  લયી  શકે  તેમ  નહોતા તેમનો   અવાજ પ્રજા   સુધી  પહોચાડવા  માટે કોઇ  સક્ષમ   જ્ઞાની અને   ઉત્સાહી  યુવાન  લોહીની  જરૂર હતી.. તેમને ખ્યાલ  હતો     કે  શુક તે માટે  યોગ્ય પાત્ર  છે  પણ  તેને સમજાવવો  કેવીરીતે ? તેમણે તપાસ  કરાવી   તો  જાણવા  મળ્યુ કે  શુક  ગંગા તટે  નિવાસ  કરે  છે  અને  દરરોજ સવારે   ગંગા સ્નાન   અને   પ્રાત: સંધ્યા માટે જાય  છે  અને   તપ  કરે  છે.  તેને વાસુદેવના ગાન  પણ ખુબ  ગમે  છે.  આથી    તેમણે વિચાર  કરીને   તેમના  ચાર  શિષ્યોને તૈયાર કર્યા   અને  કહ્યુ કે  તમે  ગંગા  તટે   જાવ : શુક   સ્નાન કરીને પરત  ફરતો હોય  ત્યારે તમારે ભાગવતના   આ શ્ર્લોકનુ   ગાન  તે   સાભળે તે  રીતે કરવુ. સતત       રીતે     ગાન તમે  કરતા  રહેજો અને  શુ  થાય છે  તે  જો જો .ગુરુની  આજ્ઞા  મુજબ  શિષ્યો  ગંગા તટે  પહોચ્યા અને જેવા  શુકદેવજી  સ્નાન કરીને   પરત  ફરતા હતા  તે  સમયેતેમને સંભળાય  તે   રીતે  ગુરુજીએ   આપેલ શ્ર્લોક  ગાવા   લાગ્યા.:
બર્હા પિડમ,  નટવરવપુ : કર્ણયો: કર્ણિકારં ,બિભ્રદ્ વાસ: ,કનકકપિશં,વૈજ્યન્તીચ  માલામ
રંધ્રાન વેણુ  ,અધરસુધયા ,પુરયન ગોપવ્રુંદે , વ્રુંદારણ્યમ , સ્વપદરમણં ,  પ્રાવિશદ  ગીત  કિર્તિં
         શ્ર્લોક  ભાગવતના   શિરમોર   સમો  શ્ર્લોક   છે  . શ્રી   ક્રૂષ્ણના  સ્વરુપનુ  અનોખુ   દર્શન   કરાવે   છે.    અવાજ   સાભળીને  શુકદેવજી   ચકિત થયી  જાય  છે. આવુ  સરસ     વર્ણન ?  કોણ   હશે     શ્ર્લોકના  રચયીતા  ? તેમણે  ગાયક   શિષ્યોને   ઉભા  રાખીને પુછ્યુ  કે     વર્ણનના   રચયીતા  કોણ    છે  ?મને  ત્તેમની પાસે લયી  જશો  ? શિષ્યો   ખુબ  ખુશ   થયી  ગયા   અને  કહ્યુ કે  હે બાળમુની-  આ શ્ર્લોક ના    રચયીતા   અમારા  ગુરુ  છે  તેમણે આવા  એક  નહી  પણ   18000  શ્ર્લોક રચીને  ભગવાનની  લીલાનુ  વર્ણન કરેલ છે . આપ અમારી સાથે ચાલો અને અમારા ગુરુને મળો.આમ શિષ્યો શુકદેવજીને  સાથે લયીને   મહર્ષી   વ્યાસના  આશ્રમ પર   આવે   છે.   શુકદેવજી આદર   સાથે  વ્યાસઝીને  દંડવત   પ્રણામ કરે   છે – માતા  અરણીજીને  પણ દંડવત  પ્રણામ  કરે  છે.  માતાની  આખમાથી ચોધાર  આંસુ વહે   છે – માતા   પુત્રનુ  આ અનોખુ મિલન છે. શુકદેવજી મહર્ષી  વ્યાસજીને  કહે   છે કે   આપ  મને  આ કથા સંભળાવો. વ્યાસજી  પણ  કહે  છે કે  હે   પુત્ર , મે  તને   તેટલા જ માટે  બોલાવ્યો  છે.  હુ   તને  સમગ્ર અથા કહીશ  -અને   તારે  તેનો પ્રચાર કરવાનો છે  -મારી વય  જોતા  હુ  વિચરણ કરી  શકુ   તેમ  નથી  પણ  તુ   યુવાન  અને  ઉત્સાહી  પણ  છે . આ કામ તારે જ કરવાનુ  છે  .   શુકદેવજી નતમસ્તકે  ઉભા  રહ્યા  અને  કહ્યુ કે  આપની આજ્ઞા    શિરોમાન્ય છે. હુ  અવશ્ય   આપઈ  ઇચ્છા  પરિપુર્ણ   કરીશ.  આપ   મને  આપની વિદ્યાનુ   દાન  કરો. અને   ચારે દિશામા  વાત   ફેલાઇ ગયી  કે  મહર્ષી વેદવ્યાસજી  ભાગવતનુ પારાયણ કરવાના  છે – અને  બીજા    દિવસથી   જ વ્યાસજીના  આશ્રમે ઋષીમુનીઓ  ,  સાધુ સંતો   અને   જીજ્ઞાસુઓનો મેળો  જામ્યો.   ભગવાનની  કથા અને   ગુણગાનના    એક   શ્રેષ્ઠ  રચયીતા : વ્યાસજી પોતે :અને  તે  પોતે    વક્તા : આવા  શ્રેષ્ઠ  વક્તા  શોધ્યા પણ  જડે  નહી    તેવા  વક્તા તે  પણ  વ્યાસજી  -અને   શ્રોતા પણ  પ્રથમ  ક્રમાંક્ના   શ્રેષ્ઠ  શ્રોતા  : શુકદેવજી:
આજની ઘડી  રળીયામણી
    કહેવાય   છે  કે  ભગવાન  વિષ્ણુની  નાભીમાથી કમળ  દ્વારા  બ્રહ્માજીનુ  અવતરણ  થયુ.  શોનક   આદી   સનત કુમારો  અને  દેવષી   નારદ  પણ  બ્રહ્માજીના   માનસ  પુત્ર  : બ્રહ્માજીએ  સૌ  પ્રથમ  ભાગવતની  કથા નારદજી ને   કહી. નારદ  સમગ્ર વિશ્વમા  વિચરતા  મુની  હતા  અને   તેમના  જ્ઞાનનો લાભ  વિશાળ પ્રજાજનને   મળવાનો  હતો. નારદજી  એક  વાર  મહર્ષી વ્યાસના  આશ્રમે  પધાર્યા  -મહર્ષીએ દેવર્ષીનુ  યથોચિત સ્વાગત કર્યુ.  વ્યાસજી  ઉદાસ જણાતા  હતા. દેવર્ષીએ  જાણ્યુ   કે મહર્ષી મહાભારતની  કથાથી સંતોષ  નથી  પામ્યા.તેમણે કહ્યુ  હે  મહર્ષી   વ્યાસજી  :આપનો ગ્રંથ   મહાભારત એક  ઉત્તમ ગ્રંથ છે  તેમા  બેમત નથી    ગ્રંથજ્ઞાન  સભર   છે  :  સમાજના  દરેક પાસાનો તેમા સમાવેશ પણ  થાય   છે  પણ   તેમા   બક્તિ  માટે ખાસ  નિરુપઁણ નથી.  આપ   એક  એવો  ગ્રંથ   લખો  જે  ભક્તિપ્રધાન  ગ્રંથ હોય  અને  મહાભારતના   યુધ્ધના પરિણામોથી  વ્યથિત પ્રજાને શાતા  મળે અને આપ  જ તેનો પ્રચાર  પણ   કરો.  એક   પછી  એક  સંમન્વયો સધાતા   ગયા :  બ્રહ્માજીએ   નારદજીને    જ્ઞાન આપ્યુ, નારદજીએ   વ્યાસજીને  જ્ઞાન પ્રદાન અર્યુ અને   મહર્ષી  વેદવ્યાસે  તે   જ્ઞાન  શુકદેવજીને અર્પિત  કર્યુ   અને   તેના  પ્રચાર માટે  વિનંતિ કરી.
     જપ   તપ , યજ્ઞની આ ભુમી પરથી    ધીમે  ધીમે  તપ  યજ્ઞ અને સત્ય લુપ્ત થતા જતા  હતા અને  કલીનો પ્રભાવ વધતો  જતો  હતો .કલીના   દુ:ષ્પ્રભાવ ની સામેનુ ક્વચ  એટલે ભાગવત.  શ્રવણ    પણ  એક   ભક્તિ  છે. કલિયુગમા  તો  જપ     શ્રેષ્ઠ યજ્ઞ ગણાય  છે .  વ્યાસજીએ પોતાના અગાઉના   ગ્રંથ મહાભારત  ના  ગીતાજીના  માધ્યમા દ્વારા  જણાવેલ  છે  કે :
યજ્ઞાનાં જપ યજ્ઞોસ્મિ  :
તમામ    યજ્ઞોમા    જપ  યજ્ઞ  શ્રેષ્ઠ   છે.
ગુણવંત   પરીખ
ક્રમશ:
 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                    8

                                              -: મ્રુત્યુ :-

       એક  એવો   શબ્દ  છે  :મ્રુત્યુ : જેના નામ   માત્રથી કે  કલ્પનાથી  પણ  ભલભલો માણસ   ધ્રુજી  જાય   છે. મ્રુત્યુ  પાસે  કોઇ   ભેદભાવ  નથી  :  રાજા  હોય  કે  રંક  ,  ગરીબ  કે  તવંગર  , પુરૂષ  કે  મહિલા, વય ભેદ   વગર  , બાળક  ,યુવાન  કે   વ્રુધ્ધ , : કોઇ પણ  હોય  પણ   તેના  માટે નક્કી તયેલ  દિવસ અને  પળે  મ્રુત્યુ   તેના  પર  કાબુ મેળવી  જ લેશે.   આપણામા  કહેવાય છે  કે   કોઇ  પણ  સનાતન નિયમ હોય   પણ  તેને અપવાદ  તો   હોય   જ છે : ડાકણ  પણ  એક  ઘર  છોડેછે . આપણા  શાસ્ત્રોના ઉલ્લેખ મુજબ  સાત   વ્યક્તિઓ  એવી   છે કે જેમને   મ્રુત્યુ   જીતી નથી  શક્યુ : 1 મહર્ષી   વ્યાસ  2,   દાનવરાજ બલીરાજા  3 દ્રોણપુત્ર અશ્વત્થામા  4 પરશુરામજી  5  ક્રુપાચાર્ય  6  વિભીષણ  અને 7  હનુમાનજી,.  મે   શરુઆતમા  જ કહ્યુ છે  કે  ભક્તિમાર્ગનો   વિષય  માત્ર શ્રધ્ધાનો વિષય  છે  :સાબિતીઓ  માગવાનો  નહી. એમ   પણ  કહેવાય  છે  કે     સાત  પૈકી  અશ્વત્થામા  હાલ  પણ  નર્મદા  કાઠે  વન  વિહાર કરતાજોવા  કોઇને જોવા મળે   છે  -  મ્રુત્યુ  બાબત  બીજી પણ  એક  મહત્વની  બાબત  છે : તેની આગોતરી માહિતિ  કોઇની પણ  પાસે  નથી  હોતી : તે   કોઇની  ઇચ્છા મુજબ નહી  વિધીના નિર્માણ મુજબ ચાલે છે. અહિ પણ  અપવાદ છે : ભાગવતના મુખ્ય શ્રોતા પરિક્ષીતને  અગાઉથી જ  જાણ  થયેલ કે   તેમનુ મ્રુત્યુ ક્યારેઅને કેવીરીતે થવાનુ  છે :  તો  બીજી બાજુ એક   મહાન વિભુતિ  એવી  પણ   છે  કે  જેમણે  મ્રુત્યુ તેમની  ઇચ્છા  વિરુધ્ધ  પકડી  નથી  શક્યુ.:  અને    તે   છે  મહાભારતની  મહાન વિભુતિ :   પિતામહ ભીષ્મ : તેમને    ઇચ્છામ્રુત્યુનુ વરદાન  હતુ.  અરે  આપણા  સૌના  લાડકવાયા મહાનાયક  :ભાગવત  અને  મહાભારતના  મુખ્ય   નાયક શ્રી મદ   ભગવદગીતાના  ઉપદેશક ભગવાન    શ્રી  વાસુદેવ  ક્રૂષ્ણ  :  માનવ દેહે  અવતાર  ધારણ કર્યો  હતો   તો મ્રુત્યુ પણ  તેમની પાછળ જ હતુ  અને એક   પારધિના  બાણે  તેમનો જીવ  લીધો હતો. ટુંકમા   મ્રુત્યુ થી  બચવુ તો અશક્ય   છે,  સવાલ એ  છે કે  કેવીરીતે તેને વધાવવામા  આવે   છે.:   ક્યારે  એવી  ઇચ્છા  થાય   છે  કે  “ હવે  તો    મોત  મળે  તો  સારુ “ આધિ    વ્યાધિ અને   ઉપાધીઓથી   ત્રાસીને , ગરીબાઇ  ગરીબાઇ  કંટાળીને  , રોગની   પીડાથી  ત્રાસીને : અપયશના   ડરથી  ,  વિ.વિ. વિ.  જેવા  અનેકાનેક    કારણો હોઇ  શકે :પણ  તે   પોતાની  જાતને   સામેથી  મ્રુત્યુને  સમર્પિત  કરી  દે  છે  : પણ  અહી  પણ   ચોખવટ  જરૂરી  છે  :તેના   ભાગ્યમા   વિધાતાએ   તેનુ  મોત       રીતે   નિર્મિત  કરેલુ   હોય  છે.
     મુખ્ય  બાબત    છે  કે  મોતને  કેવીરીતે  વધાવવામા  આવે   છે :સહર્ષ સ્વીકારવામા   આવે  છે.
 વાલિયો એક અઠંગ    અને  ક્રુર  લુટારો  હતો. પણ  એક  વાર  તેને  નારદજી  ભટકાઇ  ગયા   અને  નારદજીએ  તેને અપુર્વ  જ્ઞાન   આપ્યુ કે  તારા  કર્મો જ  તારી સાથે  રહેશે :  તુ    બધુ   કોને  માટે કરે   છે ?   વાલિયાએ     કહ્યુ કે   મારા  કુટુબ  માટે : પણ  નારદજીએ કહ્યુ  કે  તારા  કુટુબીજનો તને તારા  પાપની  સજા  ભોગવવામા  મદદ  નહી  કરે  : જા  ખાત્રી કર : ત્યા  સુધી હુ  ભાગી  નહી  જાઉ :   તુ  મને  બાંધીને  જા   અને  ચકાસણી કરી  જો   :  વાલિયો ભલે  લુટારો હતો   પણ  ભ્લોભોળો   માણસ  હતો  : ખાત્રી   કરતા તેને  નારદજીની  વાત  સાચી લાગી  અને  તે   નારદજીના પગમા પડી ગયો :  વાલિયાના  જીવનનુ આ  ટર્નીગ પોઇંટ હતુ  :   નારદજીએ    તેને   રામ નામનો મંત્ર   આપ્યો:આ રટણ    કરજે તારો ઉધ્ધાર થશે  :  જે વ્રુક્ષ   સાથે તેણે  નારદજીને બાધ્યા  હતા   તે  જ વ્રુક્ષ   નીચે   બેસીને  તેણે  રામ નામ ના   જપ  શરુ  કર્યા – અને જપતો જ રહ્યો, જપતો જ રહ્યો,એટલી   હદે સમય   વ્યતીત  થયી  ગયો કે  તેની  આજુબાજુ ઉધાઇના  રાફડા   રચાઇ ગયા : રાફડાથી જ તે   ઢંકાઇ ગયો પણ  તેનુ  તેને  ભાન  જ નથી  :કાળ ક્રમે નારદજી  ત્યા  આવ્યા અને  જોયુ કે   આતો  એજ   જગા   જ્યામને   બાધવામા  આવ્યો  હતો :તેમણે  રાફડા  પર   નજર  કરી  અને  રાફડા દુર  કરી વાલિયાને બહાર  કાઢ્યો અને  આમ  વાલિઓ  લુટારો વાલિયામાથી   વાલ્મિકિ  બની  ગયો વિધિનુ આ વિધાન  છે.
         બાજુ મહારાજ  પરીક્ષીત  પણ  માથા ઉપરથી મુગટ ઉતરી જતા જ કલીના  પ્રભાવથી મુક્ત બની  ગયા અને તેમને મળેલા  શાપથી  ગભરાયા વગર   સ્વસ્થ બની ગયા . તો  બીજી બાજુ બાળમુની  શુકદેવજી પણ મહર્ષી  વ્યાસ  પાસેથી ભાગવતનુ   જ્ઞાન  પ્રાપ્ત  કરી   ચુક્યા હતા  અને  પિતા મહારાજની  ઇચ્છા   અને  આદેશ મુજબ આ કથાનો  પ્રચાર   કરવા સજ્જ  થયા  હતા  અને  તેઓ  પણ  પોતાના  મુળ  સ્થાનકે ગંગા  તટે જવા  રવાના  થયા .  વા  વાતને  લયી  જાય  તેમ  વાયુવેગે  વાત   વહેતી  થયી  ગયી  કે  એક  સુકુમાર  ઋષી   નામે  શુકદેવજી   ગંગાતટે  ભાગવતની કથા   કહેવાનાછે   અને  તેના  શ્રવણ  માટે  મોટી  સંખ્યામા  ઋષીમુનીઓ,  સાધુ  સંતો  અને  અન્ય  માનવ  મહેરામણ  ઉમટી  પડ્યો. બરાબર   આજ  સમયે  શમીક અને  શ્રુંગી પણ   મહારાજ  પરિક્ષીતને   સાથે  લયીને  ગંગા  તટે   આવી   ગયા :કેવો ભવ્ય  યોગાનુયોગ .
       અરે   માનવ : જરા  વિચાર: જેના  માટે  સમગ્ર   જીવન સમર્પીત કર્યુ : જેમના   સુખ    અને  શાંતિ   માટે  તારી જીદગીના અણમોલ વર્ષો  વાપરી નાખ્યા – વેડફી નાખ્યા- જેમને  તે  સમ્રુધ્ધીના  શિખરે   પહોચાડ્યા : તે  પૈકી કોઇ  તારી અંતિમ પળોમા  તારી  પાસે પણ  ના  ફરક્યુ   :  બોલાવવા છતા :   માદે  સાજે :  પણ  જેમણે મુખ  મોડી  લીધુ – અને   ત્યારે જ  તને  ભાન  થયુ  કે અરેરે  મે  આ શુ  કર્યુ ?   ના   પુત્ર , ના  પુત્રી,  ના  ભગીની ના   ભાર્યા , ના  ધન , ના   દૌલત,  ના  સુખ  ના  સ્વપ્ન શૈયા  :  ભુલ  જા  યે   સા   રે       ....
  હુએ  હમ  જીનકે  લિયે બરબાદ ,વો હમકો    ચાહે કરે  ના  યાદ ,
    ભલે    ઘણુ  મોડુ થયુ  છે   પણ    ભાગવત :  કથા :  વાચન , શ્રવણ કે  લેખન સ્વરુપે પણ  થોડી   શાતા   જરૂર  આપશે. ભક્તિ    ભરોસાનો   વિષય છે  -  શ્રધ્ધાનો વિષય  છે  ,  સાબીતીઓ  આપવાનો માગવાનો કે  હિસાબ  પતાવવાનો વિષય  નથી
    અંતે  પરીક્ષીતનો તો  ઉધ્ધાર થયો જ   પણ  કલીનો   માર્ગ મોકળો થયી  ગયો
ગુણવંત પરીખ
ક્રમશ:

41 ;  ભાગવત : From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                   9
                                    -: કલીની  જમાવટ : -   

           સમગ્ર  રાજ્યમા   હાહા-કાર  વરતાઇ  ગયો  - ચોરે  અને  ચૌટે  એક     વાત હતી   -અરેરે આપણા મહારાજને  તક્ષક  નાગ  ડંશ  દેવાનો છે  અને  તેમનુ  અવશાન આજથી  સાતમે  દિવસે નક્કી છે. મહારાજ પરિક્ષીત  પ્રજાવત્સલ  રાજા  હતા – તેમના  પ્રત્યે કોઇને  અભાવ  નહોતો  -  રાજ્યમા  સૌ  સુખી હતા – કોઇને કોઇ   પ્રકારનો   અસંતોષ    પણ  નહોતો – સ્મગ્ર   રાજ્યની   પ્રજા- દરબારીઓ, અધીકારિઓ  ,  મહારાજના   કુટુમ્બીજનો    સૌ   વિષાદમય હતા  અને   આવી  પડેલી વિપત્તિનો  ઇલાજ  શોધવા કટીબધ્ધ  હતા – પણ  કોઇને કોઇ  ઉપાય મળતો  નહોતો -  આ તો  એક  બ્રહઁઅણ  ઋષીનો શાપ  છ્રે –તેનુ  નિવારણ કેવીરીતે કરવુ ? પુત્ર  જન્મેજયે તો  દેસ  પરદેશ થી  અનેક   ભુવા,  તાંત્રીક , માંત્રીક , જપ  તપ  કરનારા  સૌને બોલાવવા પ્રસ્તાવ  મુક્યો    - પણ  મહારાજ  પરિક્ષીતે   તે  માન્ય  ના  રાખ્યો  - વિધાતાના લેખને મિથ્યા કરવાનાપ્રયાસો રહેવા  દો. –પ્રજામા  તો  એક  જઅવાજ હતો – લાખ્ખો   મરજો પણ   લાખ્ખોના તારણહાર ના   મરજો –અમારુ  આયુષ્ય  લયી લો  પણ   અમારા  રાજાને  જીવાડો – પણ   વિધાતા એ   માન્ય રાખે ? પણ   તેમના  રાજ્યમા   દુરના  એક   ગામમા એક  ગરીબ બ્રાહ્મણ  રહેતો હતો અને  તેની પાસે  એક  અમોઘ  વિદ્યા  અતી – ગમે તેવા સપદંશથી   પિડીતને  તે   સજીવન  કરી   શકતો હતો – તે   અકિંચન હતો  , કદાચ લોભી  પન  હશે  પણ  વ્યાપારી નહોતો  - તેણે    જ્યારે  સમાચાર  જાણ્યા કે આપણા   તરાજાને સર્પદંશ  થવાનો  છે  અને  દિવસ અને  સમય  નક્ક્કી છે  - ત્યારે તેણે  વિચાર્યુ -  હુ  પાટનગર  જયીશ  અને  મહારાજને જીવતદાન   આપિશ  -મહારાજ મને   ઉત્તમ  દક્ષીણા  આપશે –મારી હરીબાઇ પણ  દુર  થશે. નિયત  સમયે તે   મહારાજના  મહેલ   તરફ  જવા  તૈયાર થયો – અને   પોતાની ઝોળી  સાથે નીકળી પડ્યો. કલીને આ  વાતની ખબર  પડી –તેના પેટમા  ફાળ પડી   -    માણસ  પરિક્ષીતને  અવશ્ય  મરવા  દેશે  નહી અને  તેણે તરકટ રચ્યુ  -આ બ્રાહ્મણના   માર્ગમા    તે  તક્ષક સ્વરુપે   ઉભો  રહ્યો અને તેને  પુછ્યુ  કે   હે  વિપ્રવર   આપ   ક્યા જાવ  છો  ?બ્રાહ્મણે  સાચે સાચી વાત   કહી  દિધી -  તક્ષકે કહ્યુ  હુ   તમારી વિદ્યા ના  માનુ  - મારો કાપ્યો પાણી   પણ  ના  માગે- ખાત્રી કરાવો – બ્રાહણે સહમતિ  આપી.  તક્ષકેપાસેના  એક  લીલાછમ   વ્રુક્ષને દંશ  દીધો   અને   લીલુ છમ    વ્રુક્ષ એકદમ  રાખનો  ઢગલો બની  ગયુ. હવે બ્રાહ્મણે  પોતાની  વિદ્યા  બતાવી – અને    તેણે તેની વિદ્યાના પ્રતાપે આજ વ્રુક્ષને   હતુ  તેવુ  ને  તેવુ લીલુછમ  બનાવી દિધુ. કલી  સહમી  ગયો  - હવે  ? તક્ષકે   બ્રાહમણને પુછ્યુ   -હે   વીપ્રવર  આપ   શુ  આશાએ   રાજા પાસે જાવ  છો  ?  બ્રાહ્મણે  સાચો જવાબ  આપી   દીધો –જો   હુ  રાજાને   સજીવન કરીશ તો  રાજા મને  વગર  માગ્યે  મોટુઇનામ આપશે –બસ  આ એક   જ આશા છે. બસ   આટલી   જ વાત ?  હુ   આપને વગર   માગ્યે  મહામશ મોટુ  ઇનામ  આપની વિદ્યાથી પ્રભાવિત બનીને   આપુ   છુ   આપની  એકોતેર પેઢી તરી  જાય  તેટલુ દ્રવ્ય   આપ  સ્વીકારો  અને   તક્ષકે   ધનનો  ઢગલો  કરી   દીધો – બ્રાહ્મણ  તો  અવાક બની  ગયો  - આટલુ બધુ  ધન  ? હવે  મારેક્યાય જવાની  જરૂર  જ નથી – અને  તે  તે    સ્થળેથી પોતાના ગામડે જવા   પાછો ફર્યો. પરિક્ષીતના માથેથી  જીવતદાન   ગયુ – કલીની ઘાત  ગયી – આ  માત્ર કલીનો જ પ્રભાવ હતો   કે  જેના પ્રતાપે આ બ્રાહ્મણની   બુધ્ધિ ભ્રમિત થયી  ગયી. કલીનો રસ્તો સાફ  થયી  ગયો . બ્રાહ્મણ અકિચન જરૂર હતો  પણ   લોભી  પણ  હતો  અને   જ્યા લોભનો વાસ   છે  ત્યા પણ કલી  નિવાસ   કરે   છે.  સુવર્ણમુગટના  નિવાસસ્થાને   રહીને   તેણે  પરિક્ષીતની બુધ્ધી ભ્રમિત   કરી  અને   અહીયા લોભના  સ્વરુપે  તેણે  બ્રાહ્મણની  બુધ્ધી  ભ્રમિત કરી.
       કલી   આજે ખુબ  ખુશ  હતો – બસ  એક  અઠવાડિયાનો જ   સમય  - અને તે પછી  અંધાધુંધી ફેલાશે  અને  મારુ વર્ચસ્વ   જામી જશે. ચારે  દિશામા  મારા જ ગુણગાન ગવાશે .મારા    યુગમા    માણસ  કમભાગી , ખાઉધરો , લાલચુ  , અવિશ્વાસુ , કપટી, દગાખોર .કામી  , ભલે   ધનવાન બને   પણ  નિર્લજ્જ, વેશ્યાગમની , વિ.વિ.  જેવાઅનેક દુષણો  ધરાવશે -   વર્ણાશ્રમની કોઇ  અસર   નહી રહે: બ્રાહ્મણતેનુ   બ્રહ્મતેજ ગુમાવશે – વિદ્યાદાનને બદલે  વિદ્યાનો વેપાર કરશે ,ક્ષત્રીય ,શોર્યહીન અને નિસ્તેજ બની  જશે , વૈશ્યો લોભી  અને   સંગ્રહાખોર  બની  જશે  અને   એક  માત્ર  આવકનુ જ  ધ્યાન  રાખશે  - દાન   ધર્મ ભુલી જશે , જ્યારે  શુદ્રો સેવા  ભુલીને  મેવા તરફ   વળી  જશે  - સૌથી  વધારે  લાભ  તેમને   મળશે , દર્દો વધશે,  દવાખાના  વધશે પણ  ઇલાજ નહી   મળે   આરોગ્ય  સેવા  અને   વિદ્યા પ્રદાન  સૌથી   મોટા વ્યવસાય  બની  જશે ,દયા,  દાન   , ધર્મ   , ભક્તિ  વિ.વિ. વિ.  લુપ્ત થયી  જશે. ચારે બાજુ  અરાજકતા  ,  હિંસા , અત્યાચાર,  અનિતી અને  અધર્મનુ સામ્રાજ્ય  હશે . ચોરી , છેતરપિંડી ક્લેષ , કલહ  , કંકાસ ,  મારકુટ અને  મસાલાના     દ્રષ્યો જોવા મળશે.
   તેમાથી  બચવાનો  એક  અને  એક  માત્ર  ઉપાય  તે  હશે  ભક્તિ  -પણ  કલી  તેને મ્રુતપાય  કરી ચુક્યો હશે . આ  યુગમા  તપ , કે   યજ્ઞની   જરૂર નથી  પડવાની :  માત્ર  જપ    યજ્ઞ જ ઉધ્ધારનુ   સાધન   બની  રહેશે :  ભક્તિને  સજીવન કરવાની છે  - તેને નવજીવન   આપવાનુ  છે : કોણ    કરશે આ કામ ?
ગુણવંત  પરીખ
ક્રમશ :



 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                    10
                                             ભક્તિનો  મહીમા
  “ શ્રવણં ,  કિર્તનં ,વિષ્ણો: , સ્મરણં  પાદસેવનં , અર્ચનં ,વંદનં  હાસ્યં,  સાંખ્યં , આત્મનિવેદનં “
   ભક્તિના આ નવ  પ્રકાર   છે :  પણ  સૌથી પ્રથમ  સ્થાને  “શ્રવણં “ ને   મળેલ   છે.ભગવાનના   રૂપ  અને  ગુણનુ   કથામ્રુત દ્વારા શ્રવણ કરો: એક  ચિત્તે ,શ્રધ્ધા  અને  ભાવ  પુર્વક  વર્ણન   સાભળો : આ  જ એક  સર્વશ્રેષ્ઠ    ભક્તિ   છે.  આદે  ધર્મગુરુઓએ  ,  ધર્માચાર્યોએ  , વક્તાઓએ પણ  તેમના વહાલા   પ્રભુના  રુપને ગુણની જ મુક્ત મને પ્રશંસા  કરેલ  છે, મહર્ષી  વેદવ્યાસે તેમના   ભાગવતમા મુક્ત મને  ભાવવિભોર બનીને  વાસુદેવનુવર્ણન કરેલ  છે   જે  સાભળીને તો  તેમનો પુત્ર  શુક  તેનની  પાસે  પાછો આવ્યો : “  બર્હાપિડં , નટવરવપુ , કર્ણયો  કર્ણીકારં  ----  “ શ્રી મદ  ભાગવતનો આ   શ્ર્લોક શિરમોર સમાન  છે  :    આચાર્ય   મહાપ્રભુજી  વલ્લભાચાર્યજીએ  પણ  પોતાની કથા   દરમીયાન  એક   સર્વશ્રેષ્ઠ  રચના પેશ   કરી છે  “ અધરં , મધુરં  ,વદનં મધુરં , નયનં મધુરં,હસિતં મધુરં,  ..     આહાહા મધુર  મધુર  મધુર – મન મુકીને- પેટ ભરીને  મધુરપના    ગુણગાન  ‌ વાસુદેવના – ભગવાન શ્રી  ક્રૂષ્ણના -  તો  તુલસીદાસજી  પણ પાછળ નથી   રહ્યા  - “  શ્રી રામચંદ્ર  ક્રુપાળુ  ભજમન  હરણ   ભવ  ભય  દારુણં  ...”   એક   એક   વાક્ય જ   નહીએક  એક  શબ્દ   શ્રોતાને ભાવવિભોર  બનાવી દે  તેવી આ રચનાઓ  છે  હવે   માનો છોને કે  શ્રવણ  ભક્તિ  શ્રેષ્ઠ  ક્રમે  યોગ્ય  છે  ?
       પણ  કળીયુગમા   ભક્તિની હાલત કફોડી બની ગયી હતી..  નિ:સ્તેજ  બની  ચુકેલ ભક્તિમાતા નદીકિનારે પોતાના   બે  વહાલસોયા   સંતાનો :   જ્ઞાન  અને   વૈરાગ્યને  ખોળામા   લયીને   હૈયાફાટ રૂદન  કરે  છે – પણ   તેનુ રૂદન સાભળનાર  કોઇ  નથી  :પણ  એક  વાર   નારદજી   ત્યા  આવી  ચઢે   છે   અને તે  જુવે  છે  કે એક  યુવાન  મહિલા બે   વ્રુધ્ધ  જણાતા મુર્છિત જીવોને ખોળામા   રાખીને  રૂદન   કરે  છે. નારદજીનુ મન   દ્રવી જાય    છે અને તે  યુવાન  જણાતી મહીલાને  પુછે  છે  કે  દેવી  આપ કોણ  છો  અને  કેમ  રડો  છો  ?  યુવાન મહિલા   કહે  છે  કે  હુ  ભક્તિ છુ અને  આ બે  મારા  પુત્રો  છે  : જ્ઞાન  અને  વૈરાગ : બન્ને અકાળે વ્રુધ્ધ બની ગયા  છે .નારદજીએ  પોતાની મંત્ર   તંત્ર  શક્તિથી  બન્ને  વ્રુધ્ધોને ભાનમા   લાવવા  પ્રયત્ન કર્યો પણ   નિ:ષ્ફળ    રહ્યા. પોઆની  નિષ્ફળતાથી વ્યથિત બનીને  નારદજીએ  ભક્તિમાતાને આશ્વાસન  આપ્યુ : દેવી હુ  જરૂર કોઇ  ઉપાય  શોધીને   પરત   આવીશ : આપ  મારા પર  ભરોસો રાખો..  નારદજી સનકાદી  મુનીઓ પાસે ગયા  અને  સમગ્ર બનાવનુ વર્ણન  તેમની સમક્ષ કર્યુ.     એક   અતિ   દુખદ ઘટના  અને  દ્રષ્ય  હતુ  કે   જ્યા માતા  યુવાન  છે  અને  તેના પુત્રો  વ્રુધ્ધ : અને  માતાના   ખોળામાં  તે મુર્છિત હાલતમા  પડેલા   છે.   આપ  કોઇ   ઉપાય  દર્શાવો કે  જેથી માતા ભક્તિના બન્ને પુત્રો ભાનમાં  આવે  અને  યથોચિત   યૌવન  પ્રાપ્ત કરે .  મુનીએ કહ્યુ કે   આપ  તેમની પાસે  જાવ    અને  કહો  કે  તેઓ  તેમના  પુત્રોને સાથે  લયીને ગંગા  તટે   જ્યા  ભાગવતની  કથા    ચાલે  છે  ત્યા   જાય  અને કથાનુ  શ્રવણ કરે  : સૌ  સારા  વાના થશે  :  નારદજી  ભક્તિમાતા  પાસે  આવ્યા અને તેમના  પુત્રો  સાથે  ગંગાતટે   જ્યા   ભાગવતની કથા   ચાલે છે ત્યા બન્ને  પુત્રોને  લયીને જવાનુ જણાવ્યુ  : ભક્તિમાતા   પોતાના બન્ને પુત્રોને ઉચકીને   ગંગાતટે પહોચ્યાં. જેમ  જેમ  કથા   આગળ   વધતી ગયી  તેમ  તેમ  જ્ઞાન અને  વૈરાગ્યને  ચેતન આવવા  લાગ્યુ અને   કથા  પુરી થતામાં   તો   ભક્તિમાતાના   બન્ને પુત્રો જ્ઞાન અને  વૈરાગ   યુવાન બની  ગયા. આ   છે   શ્રવણ    ભક્તિનો  મહીમા    એક  યુગ  એવો  હતો  કે  જ્યારે  કલીને રહેવા  સ્થાન નહોતુ  અને   મહારાજ પરીક્ષીતે  તેને કેટલાક વર્જ્ય  સ્થાનો દર્શાવ્યા  કે  જ્યા તે    રહી  શકે  અને  તેવા  સ્થાનોમા  રહીને  પણ   કલી  ફુલીફાલીને  મોટો થતો  ગયો  અને .તેનુ  સામ્રાજ્ય એટલુ  વિકસાવ્યુ કે   જ્યા  આજે  ભક્તિને  રહેવા  સ્થાન નથી   અને  ભક્તિને પુછવુ પડે   છે  કે હે  મુનીવરો  મારે  ક્યા  રહેવુ ?. કલીયુગમા  પાપાચારવધી ગયા  હશે  ,લોકો સ્વાર્થી  દંભી ,કપોઅટી  બની  ગયા  હશે પણ  જ્યા  ભાગવતનુ  પઠન  ચાલતુ હોય  ત્યા તુ  સુખેથી  રહી  શકે  છે.  શ્રવણ એ  ભક્તિનો  સર્વશ્રેષ્ઠ માર્ગ છે  અને   કથાસ્થળ એ  શ્રેષ્ઠ  સ્થાન  છે. મુનીવરોએ  નારદજીને પણ  કહ્યુ કે આપ જેટલી વધારે બની  શકે  તેટલી  કથાઓનુ આયોજન  કરો અને ભગવાનના નામનો  પ્રચાર કરો.. જ્યા  સુધી માનવ દેહ   કથામા  હશે   ત્યા સુધી કલી  તેનામા  પ્રવેશી   શકશે નહી.કથાના  શ્રવણથી તો  કોઇપણ કામી, પાપાચારી, લોભી,લંપટ,કુટીલ, ક્રોધી કે કપટી   જીવ  પણ  ઉધ્ધાર  પામે છે
આવી  જ એક  કથા  આગળ  જોઇયે :ધુંધુકારીની જે  કથા  શ્રવણનો મહીમા દર્શાવે છે.
ગુણવંત પરીખ
ક્રમશ:
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                   11\
                                - : ધુંધુકારી : -
               “ જેહના  ભાગ્યમા , જે  સમે જે  લખ્યુ ,  તેહને  તે  સમે  તે     પહોચે 
      વિધાતાએ લખેલ  લેખ  સામાન્યરીતે  કદી  મિથ્યા   થતા  નથી.  જે  ચીજ   તમારા   ભાગ્યમા  નથી તે  તમોને  મળવાની    નથી  -  તેની  પાછળ   આંધળી  દોટ  ના મુકશો. મ્રુગજળ  પાછળ  દોડવાથી પાણી નહી  મળે  - થાકી  જશો  અને  છતા   પણ  તરસ્યા  મરશો.  પણ આત્મદેવ આ  ના  સમજી  શક્યો::
   વક્તસે  પહલે , કિસ્મતસે  આગે , ના  કિસિકો મીલા હૈ , ના  કીસિકો કુછ  મિલેગા.”
     આત્મદેવ  એક    ધનિક  , સુખી સમ્રુધ્ધ    બ્રાહ્મણ  હતો. દરેક વાતે સુખી હ્જતો : માત્ર  સંતાન સુખ  નહોતુ – અને  બીજીમુશ્કેલી    હતી  કે  તેની પત્ની    કર્કષા  હતી -  વારેવારે   બહના શોધીને કજીયા  અને   કકળાટ કરતી રહેતી હતી  પણ   વિપ્રરાજ  શાંત  અને  સહનશીલ  હતા.50-50   વર્ષની  ઉમર  વીતી  ગયી  પણ   પારણુ  ના   બંધાયુ તે   ના    બંધાયુ –અને  થાકીને   હારીને   -દુ:ખ    સાથે તેમણે તેમની બધી  સંપત્તિ  પોતાની  પત્ની ધુંધુલીને સુપ્રત કરી   અને  પોતે વનમા    જવા  નીકળી ગયા. નિરાશા અને થાકથી વ્યથિત બનીને તેઓ  એક  નદી  કિનારે   આવેલ આશ્રમ પર  આવ્યા જ્યાં   એક તપસ્વી ધ્યાનમગ્ન   હતા. તપસ્વીનુ ધ્યાનપુરુ થતા   તેમણે એક  વટેમાર્ગુને જોયો. તેમણે આત્મદેવને   જળ  આપ્યુ -  પ્રસાદ  પણ  આપ્યો.આત્મદેવ  રાજી થયો  -તપસ્વીને  પ્રણામ  કર્યા અને   જણાવ્યુ  કે   મહારાજ હુ  ખુબ  દુ:ખી   છુ અને  મે  ઘરબારનો ત્યાગ કર્યો છે. તેની તમામ વિગતો  જાણી લીધા પછી  તપસ્વીએ  જણાવ્યુ  કે  હે  બ્રાહ્મણ તારા  નસીબમા  પુત્રસુખ લખાયેલ    નથી  -તુ તે  પ્રાપ્ત કરવા મિથ્યા દોડાદોડી  કરવી મુકી દે -  પણ  આત્મદેવ  ના  માન્યો – તેણે  તો  કહ્યુ ક્રે મને   જો પુત્ર સુખ  નહી  મળે  તો હુ  આત્મહત્યા કરીશ.તપસ્વીને   દયા   આવી – પોતાના  તપોબળની આધારે તેમણે  એક   ફળ   આત્મદેવને  આપ્યુ અને  કહ્યુ    કે   તારી પત્નીને આ  ફળ   આરોગવા કહેજે –તને  એક  સર્વગુણસંપન્ન ધર્મપરાયણ  પુત્ર  મળશે.આત્મદેવ તો   રાજીનો રેડ   થયી  ગયો  અને વનગમન રદ  કરીને પોતાના   ભવન  પર   પાછો આવ્યો. તેની પત્નીને  આશ્ચર્ય  થયુ  કે     પાછા  કેમ  આવ્યા? આત્મદેવે માંડીને  બધી   વાત  પત્નીને    કરી – અને    ફળ ધુંધુલીને આપ્યુ.  ધુંધુલીતો હેરાન પરેશાન  થયી  ગયી –આ ઉમરેમારે પ્રસવ વેદના વેઠવાની ?હુ તે  સહન  કરી શકીશ  નહી -  શુ  કરુ?તે  ગાળામા   તેની બહેન  ધુંધુકા  તેની મહેમાન  બની   -બન્ને બહેનો સુખ  દુ:ખની   વાતો કરવા લાગી અને  ધુંધુલીએ  તેના  મનની વ્યથા  નાની બેન  ધુંધુકાને જણાવી  - નાનીએ  ઉપાય બતાવ્યો – તુ    ફળ  ખાઇશ   નહી  -  ગાયને  ખવડાવી  દેજે  - હુ   ગર્ભવતી  છુ  -  મારે જે   બાળક આવશે તે તને   આપી    દયીશ  -બદલામા  તારે મને  તારી મિલ્કતનો  ભાગ   આપવાનો  રહેશે. સોદો  પાકો થયી  ગયો.  સમય  જતા  ધુંધુકાએ  એક પુત્રનેજન્મ આપ્યો – જે  તેણે ધુંધુલીને  આપી  દિધો – એજ સમયે બીજુ  એક  આશ્ચર્ય    થયુ  જે    ગાયે  ફળ  ખાધુ  હતુ   તેણે  પણ  એક  માનવબાલને    જન્મ  આપ્યો જેના માથા  પર   શિંગડા  હતા – વિશ્વની આ  એક  અજાયબ ઘટના હતી  જ્યા   એક  ગાય  માનવબાળને  જન્મ આપે   છે. આત્મદેવ તો ખુશ  ખુશાલ થયી  ગયો  તેના આનંદનો  કોઇ પાર  નથી. તેણે  આખા  નગરમા  મિઠાઇ વહેચી –એક  માત્ર તેની પત્ની  વાસ્તવિકતા  જાણતી    હતી  - આ  પુત્ર  તેનો નથી – પણ  તે  ખામોશ  રહી -  કારણ તેણે    તો  તેની બહેન   સથે    સોદો કરેલો હતો. નગરજનોએ પણ   બ્રાહ્મણને  ખુબ   ખુબ   અભિનંદન  આપ્યા –વધાઇ આપી.  પણ   આત્મદેવ  તો   ત્યારે જ ચકિત રહી  ગયો   હતો જ્યારે  તેના વાડામા  રહેતી  ગાયે  પણ  એક  પુત્રને જન્મ  આપ્યો‌ હતો. તેની શ્રધ્ધા તપસ્વી  પર  ખુબ   વધી  ગયી  હતી  - આ માત્ર  તપસ્વી મહારાજનીજ દયા  છે  : મારા  ભાગ્યમા પુત્ર    સુખ    જનથી  લખાયેલ   છતા  પણ   પુત્ર મળ્યો  મને  જ નહી  મારી ગાયે પણ  મને   એક  પુત્ર આપ્યો – તપસ્વીના આશિર્વાદ્થી જ આ શક્ય બન્યુ છે  .:
“કજાકો  રોક   દેતી હૈ , દુઆ  રોશન સિતારોકી, અગર  ભલાચાહતે હો  અપના તો કર  સેવા સંતનકી “
પણ   આત્મદેવને  ક્યા  ખબર હતી  કે    સુખ  તો  તેના  નસીબમા   વિધાતાએ લખ્યુ જ  નથી -  અને  તપસ્વીના   આદેશનુ પાલન  પણ  તેની  પત્નીએ  કર્યુ જ નથી  જે  તે  પણ   જાણતો જ  નથી. જોઇયે કાલ   કેવી  ઉગે  છે : ભાવિના  ગર્ભમા  શુ   છુપાયેલ  છે :
ગુણવંત  પરીખ
ક્રમશ :

From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                   12
 
                                         -:  ગો    ર્ણ  :-

        ભાગ્યમા  લે  લખાયેલ  નથી  તે  મળે  તો  પણ  ભોગવી  શકાતી  નથી. રાજેશ્રી  વિશ્વાકીત્ર એ  પોતના તપોબળથી  પ્રુથ્વી    ઉપરના   માનવીને  તેની કામના  મુજબ   સદેહે   સ્વર્ગ   જવા  તો    મોકલ્યો   પણ  દેવરાજે  તેને  સ્વીકારવાની   ના પાડી અને  તેને  પાછો  પ્રુત્વી  ઉપર   ધકેલી    દિધો.  બિચારો   માનવી  :  ઉંધે  માથે  નીચે  પટકાયો અને  વિશ્વામીત્રને    પ્રાર્થના   કરી  મને  બચાવો  : વિશ્વામિત્રને  આમાં  પોતાનુ  અપમાન  લાગ્યુ  અને ઋષીએ  એક   નવુ     સ્વર્ગ   ધરતી  અને   સ્વર્ગ ની  વચ્ચે  ઉભુ  કરી   તો   દિધુ  - આમ   ત્રીશંકુને  પ્રખ્યાતી  તો  મળી પણ  તેનુ  નામ  અસ્પષ્ટ   દિશાસુચન માટે  જાણીતુ  બની  ગયુ.  આત્મદેવને  પુત્ર  તો    મળ્યો પણ એ  પુત્ર  એવો   કુપુત્ર  પાક્યો   કે   તેણે  બ્રાહ્મણ આત્મદેવની  ઇકોતેર પેઢી  બોળી. તેનામા    બ્રાહ્મણના   કોઇ  લક્ષણ    નહોતાં. ના   સ્નાન  ના   સંધ્યા , ના   જપ   ના   તપ  ,  ના  પુજા  ના  પાઠ   , બસઆડેધડ    રખડી  ખાવુ – શરાબી   ,જુગારી  ,   દુરાચારિ ,વિ.વિ.   કળીયુગને  રહેવા   મળેલા તમામ  સ્થાન  તે  તેના અડ્ડા   હતા.   તેની  માતા  ધંધુલી પણ   તેને સુધારી  ના  શકી . જો  કે  આ ચાલાક મહિલાએ તેના જન્મ   બાબત  કોઇ    સાચી હકીકત  આત્મદેવને  જણાવી નહોતી.. હારી  થાકીને   આત્મદેવે  ગ્રુહત્યાગ કરવાનુ નક્કી કર્યુ  અને   એક  મધ્યરાત્રે  તેણે  ઘરની અને   તિજોરીની  ચાવી  તેની  પત્નીને આપવા     સાદ   કર્યો  પણ   ચાલાક મહિલા   સાંભળતી હોવા   છતા  કોઇ  પ્રતિભાવ  ના   આપ્યો  -  દુષ્ટ પુત્ર  ધુંધુકારી પણ  બધુ   સાભળતોહતો  અને  તે   તો   રાજી થયો  - હવે  મિલ્કત મારી- પણ   ગોકર્ણ  ભલે  પશુ  માનવ હતો  પણ  ઉચ્ચ અને   શ્રેષ્ઠ  બ્રાહ્મણ  ની   કક્ષામા આવતો હતો  તેણે  પિતાને રણામ કર્યા – આત્મદેવ  રારીરીતે સમજતો  હતો  કે   ગોકર્ણ   જ્ઞાની  અને   ધર્મનિષ્ઠ   છે    - તેની સલાહ માગી – ક્યા   જવુ – શુ  કરવુ ? પગોકર્ણે   પિતાને સુચન કર્યુ -    ઉધ્ધાર માટે દશમા   સ્કંધનુ  શ્રવણ કરજો.આ  બાજુ  ધુંધુકારીને છુટ્ટો  દોર   મળી  ગયો.  મન    ફાવે તેમ  નાણા   ઉડાવવા લાગ્યો –શરાબ અને   શબાબ પાછળ   ખુવારથયી   ગયો.  તેની મિલ્કત  ધીમે ધીમે   વેશ્યાઓએ   પડાવી   લીધી અને જ્યારે  ખાલી  થયી  ગયો  ત્યારે કુલટા  સ્ત્રીઓએ   તેને  જીવતા  જીવ  સળગાવી દીધો.  ગોકર્ણએ તપાસ  કરી  કે   મારો  ભાઇ   બે   ચાર  દિવસથી દેખાતો નથી  ક્યા  ગયો  ?  તપાસ કરતા   ખબર પડી કે   તેના ભાઇનુ  તો   અપમ્રુત્યુ  થયેલ  છે.     અનેક   કામનાઓ  અપુર્ણ  રહી  હોવાથી  ધુંધુકારીનો જીવ  અવગતે થયો   હતો અને  તે  પ્રેત યોનીમા બળતો રહેતો હતો    તેને એક  મધ્યરાત્રે તેના ભાઇ  ગોકર્ણને  જણાવ્યુ  કે  ભાઇ  તુ  મારો  ઉધ્ધાર કર    -  હુ  પ્રેત  યોનીમા    સલગી  રહ્યોઇ  છુ. ગોકર્ણને  દયા  આવી.  તે  જેવો છે  તેવો  પણ  છે  તો  મારો ભાઇ    જ –ભલે  હોય  ભુંડોભલો  તોય  ભાઇ –મારે  તેના ઉધ્ધાર માટે પ્રયત્ન અરવો જ જોઇયે અને   તેણે તેના  ભાઇનુ શ્રાધ્ધ  કર્મ વિધિ  ગયાજીમા  જયીને કર્યુ  -ગોકર્ણને  આશ્ચ્રય  થયુ  કે  તમામ શાસ્ત્રોક્ત  વિધિથી   શ્રાધ્ધ કર્મ કરવા  છતા  પણ   તેના ભાઇનો  ઉધ્ધાર  કેમ ના  થયો ? પંડીતોએ   જણાવ્યુ  કે   આપ  સુર્યદેવની સલાહ લો અને  ઉપાય   પુછો.. ગોકર્ણ  સુર્યદેવનો  પણ  ઉપાસક હતોઅને  સુર્યદેવ  તેની  પડખે   રહેતા હતા  -સુર્યદેવે જણાવ્યુ કે  તુ   ભાગવતની  કથાનુ   આયોજન કર  અને  જો  તારો ભાઇ તે   સાભળવા  આવશે તો  તેનો જરૂર ઉધ્ધાર થશે . સુર્યદેવના  આદેશ મુજબ  ગોકર્ણે ભાગવત કથાનુ  આયોજન   કર્યુ.- મોટો  માંડવો બંધાયો-  એક   સાત  ગાઠ  વાળો વાંસ  હતો તેનાથી  મંડપ બંધાવ્યો –ગોકર્ણજીની કથા   છે  તેવા સમાચાર  ચારે દિશામા  ફેલાઇ   ગયા  -માનવ મહેરામણ  ઉમટી પડ્યો,  :  આજુ બાજુ ના   લોકો , સાધુ   સન્યાસીઓ અનેસંતો ,અને  ઋષી  મુનિઓ  સુધ્ધાઆ કથા  શ્રવણ માટે  દોડીઆવ્યા હતા.  ગોકર્ણે   પોતાના  ભાઇ  ધુ%ધુકારીને  પણ  જણાવેલ કે   ભાઇ આપ    પણ  કથા  શ્રવણ કરવા  અવશ્ય  પધારશો.. ધુંધુકારી  કેવી  રીતે   આવે  ? તે  માનવ દેહે હતો  નહી – પ્રેત યોનીમા  હતો  -પણ  પ્રેતયયોનીમા તેને વિવિધ સ્વરુપ  ધારણ  કરવાની  શક્તિ અતી   અને તેવાયુ રૂપે  માડવા તૈયાર  કરવા  માટે   લાવેલ  સાત   ગાંઠ  વાળા વાસમા  બેસી  ગયો.  જેમ  જેમ  કથા  આગળ વધતી ગયી  તેમ  તેમ  આ વાસની એક   એક  ગાંઠ   તુટતીગયીઅને કથા  પરિપુર્ણ થતા   સાતેય ગાઠ   તુટી ગયી   અને   ધુંધુકારીનો  પ્રેત યોનીમાથી  છુટકારો  થયો. અને  તેનોમોક્ષથતા   ભગવાને  જાતે તેને  લેવા માટે    વિમાન  મોકલ્યુ.આમ ધુંધુકારીનો    ઉધ્ધાર   ભાગવત કથા   દ્વારા  ગોકર્ણે કર્યો..
      આ કથાઓ આપવાનો  એક  માત્ર ઉદ્દેશ્ય    છે  કે  શ્રવણ એ શ્રેષ્ઠ  પ્રકારની ભક્તિ  છે  અને  તેનાથી માનવના તમામ પાપો  નાશ   પામે છે. પણ  તે   માટે  એક  ચિત્તે અને પુરી શ્રધ્ધાથીતેણે કથા  શ્રવણ અરવુ જોઇયે.  માત્ર   કથામા  જવાથી કે   કથામા  દાન  દક્ષિણા  આપવાથી જ ઉધ્ધાર  થશે  તેવુ માની લેશો  નહી.- કથાનુ આયોજન કરનારા મહાનુભાવોનો પણ  તોટો  નથી  - આજ કાલ  યાત્રાધામોમા  કે   ગંગા તટે  અનેક પારાયણોનુ આયોજન   થાય  ચે  - હજારો  નહી  કદાચ લાખોની  સંખ્યામા  માનવ મહેરામણ  ઉમટી  પડે   છે  -તે  સૌ  પુણ્યના અધિઆરી  તો   છે  જપણ   મોક્ષના નહી –મોક્ષના  અધીકારી તો  માત્ર   એ જછે કે  જે     નિર્લેપ બનીને શ્રધ્ધાપુર્વક  શ્રવણ કરે .ગોકર્ણ  શ્રેષ્ઠ  વક્તા હતા તો  ધુંધુકારી   શ્રેષ્ઠ   શોતા  સાબિત  થયો  -  ભલે  પ્રેત યોનીમા હતો  અને   તેનો   ઉધ્ધાર થયો  -શુકદેવજી  શ્રેષ્ઠ   વક્તા હતા તો પરિક્ષીત  શ્રેષ્ઠ   શ્રોતા   સાબિત થયો  અને   તેનો  પણ   ઉધ્ધાર  થયો.  યાદ    રાખઓ:  શ્રધ્ધા  એ જ  સાચી  ભક્તિ છે  :તે   શંકા નહી કરે  : સાબીતીઓ નહી  માગે  -આ  વિષય્માત્ર અને  માત્ર   શ્રધ્ધાનો છે.  :દંભનો  પણ    વિષય નથી.
સાંભળો એક  દ્રષ્ટાંત :
ગુણવંત પરીખ.
ક્રમશ: 

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                   13

                                       -: શ્રધ્ધાનો   સાક્ષાત્કાર   :- 

     એક  વૈષ્ણવ   પરીવાર હતો .  પરીવારનો  એક  અતુટ નિયમ  હતો  કે  ઠાકોરજીને થાળ  ધરાવાય - ઠાકોરજી  આરોગે  તે  પછી    અન્ય  પરીવાર જનો ભોજન  લયી  શકે.   ઠાકોરજીને તાળ  ધરાવવાનુ કામ  ઘરના   વરિષ્ઠ: વડીલ:  - મોટા - પાપાજી  કરતા   હતા.
          એક   વાર મોટા પાપાજીને બહાર ગામ   જવાનુ   થયુ  આથી   થાળ  કોણ   ધરાવશે તે  પ્રશ્ન   આવ્યો. તેમણે જ્યેષ્ઠ  પુત્રને   કહ્યુ  આજે  મારે  બહાર ગામ   જવાનુ  છે  - થાળ  તુ  ધરાવજે – મોટો પુત્ર  આમ  તો  આજ્ઞાંકિત હતો  પણ  તેને કહ્યુ  : કાકા મારે ક્વીનમા  નીકળી જવાનુ મને  કેવીરીતે  ફાવે?   આડકતરી ના  સાંભળીને  વડીલ સ્તબ્ધ  બની   ગયા .   અને  તેનો જવાબ   સાંભળીને  બીજા  બે  પુત્ર   : જે   શરુઆતથી જ મનસ્વી હતા   તેમને  કહેવાની  તેમની  હિમત  ચાલી નહી   : અચાનક  તેમને  યાદ  આવ્યુ મારો જગદીશ તો થાળ  ધરાવશે જ  તે   ના  નહી  પાડે –જગાને તો  તેઓ  રોજ  ઉચકી ઉચકીને ફરતા  હતા – હથેળીમા   રાખતા  હતા – આ  છોકરો ના  પાડે જ  નહી  -  પણ  આશ્ચર્ય –જગાએ પણ  ના  ભણી   દીધી -  મોટા  પાપાજી  એ કામ  મને  નહી  ફાવે   મારે તો   દશ  વાગ્યામા   તો  કોલેજ જવાનુ  છે  - હુ  કેવીરીતે  થાળ   ધરાવુ?  અને કોઇ   કશુ કહે  તે  પહેલા  તો  તે ભાગી ગયો.  મોટા પાપાજી  ગુચવાયા  -  અરે રે  કોઇ   થાળ   ધરાવા પણ    તૈયાર નહી  ? તેમના  હૈયામાથી એક  નિસાસો નિકળી  ગયો .  આ બધી  વાત   શાણી શકરી   સાંભળતી હતી.  જ્યારેબધાએ  ના  પાડી ત્યારે તેણે કહ્યુ – મોટા   પાપાજી : હુ થાળ   ધરાવુ ? હુ  રોજ   તમોને થાળ  ધરાવતા તો   દેખુ  છુ  જ :આજે   જે  જે  બાવાને હુ  ખવડાવીશ – તે  મારે  હાથે ખાશે ? મોટા   આપાજી  તો  એકદમ ખુશ  થયી  ગયા  અરે   શકરી -  જો તુ   સામેથી કહે  છે   તો  ઠાકોરજી ના  કેમ  પાડે?   તે   તો  ભાવનાના  ભુખ્યા   છે  - તે  જરૂર   તારા  હાથે  આરોગશે.શકરીએ પુછ્યુ મને  થાળ   ધરાવવાની રીત કહો  ‌- મોટા પાપાજી કહે   જો   સાંભળ : પહેલા   જલનો કળશ  મુકવાનો – પછી દાદી  આપે તે થાળ  તેમની  સામે મુકવાનો- તે  પછી   તારે આંખો બંધ  કરીને તેમની સામેબેસવાનુ - :  પાંચ  મીનીટ  પછિ  ઠાકોરજી જમી  લે    પછી  તારે  આંખ  ખોલવાની  અને તે  પછી   જ તારે ખાવાનુ -  પણ  શકરીએ  પ્રશ્ન  કર્યો  : પણ  જે જે  બાવા  ખાવા ના   આવે   તો  શુ  કરવુ ?  પાપાજીએ  મજાકમા    કહી   દીધુ  : અરે  ના કેમ  આવે  અને  ના  કેમ  ખાય  ? એક  લાકડી  સાથે રાખજે  અને  જો   નખરા  કરે  તો  એક  ફટકારી   દેજે  -આમ   શકરીને  રીત  શીખવીને  મોટા  પાપાજી નિશ્ચિંત બનીને  બહાર  નીકળ્યા.
            હવે જમવાના સમયે દાદીએ બુમ  પાડી:  શકરી થાળ  લેતી જા: શકરીનો તો  હરખ  આજે  માતો નહોતો :આજે   જે  જે  બાવા   મારા હાથે   ખાશે -  હુ  પણ  તેમની સાથે જ ખાઇશ  મઝા  પડી  જશે. થાળ  આવી  ગયો  - મુકાઇ ગયો  -  શકરીએ  આંખો  બંધ  કરીને   પ્રાર્થના  શરુ  કરી  -  પાપાજીએ   ના  પાડેલી કે   તારે જોવાનુ  નહી –પણ  શકરીથી રહેવાયુ નહી -તેણે ધીમે રહીને   અડધી આંખ ખોલી : અરે  આ તો  કોઇ  ના  આવ્યુ? શકરી  ગુચવાઇ  :હવે ?  તેણે જે  જે  બાવાને કહ્યુ – જો  મારી ભુલ    થયી  હોય  તો   માફ  કરો  પણ  હવે  જલદી  જમી  લો  મને  પણ   ભુખ   લાગી છે  -અને મોટા  પાપાજીએ  કહ્યુ  છે  કે   જ્યા  સુધી  તમે   ના  ખાવ  ત્યા  સુધી  મારાથી પણ   ના  ખવાય  મને  તો  કકડીને   ભુખ   લાગી છે – ફરી   આંખો બંધ  કરી   -  ફરી  ધીમે    રહીને  જોયુ ‌ અરે   આ તો   ઉંદર – ઉંદર  ખાય   છે  અને   જે  જે  બાવા તો  બોલતા  પણ  નથી  કે  ઉંદરને પણ    કાઢતા પણ  નથી  -અવે   શકરી  ચિડાઇ- -બાજુમાંથી  લાકડી લાવી  અને  બોલી  હવે  જો  નહી  આવો  તો  ફટકારીશ -   આશ્ચર્ય  -જે જે બાવાતો  ના  જ આવ્યા-હવે શકરી બરાબર ગરમ   થયી  ગયી -  બુમ   પાડી  - ખાવુ  છે  કે  નખરા જ કરવા  છે  ? ફટકારુ  ? કહી  અને    લાકડી  ઉગામી –એટલે  જે જે  બાવાએ   શકરીનો  હાથ પકડી  લીધો – ચાલ  ચાલ  શકરી આપણે  બન્ને  આજે  તો   સાથે  ખાઇ  લયીએ – શકરી  કહે  હુ  રોટલો નહી  ખાઉ –આ   કારેલાનુ  શાક  પણ  નહી  ખાઉ  - જે  જે   બાવા કહે    એ હુ  ખાઇશ  -  તને  ભાવે તે  તુ  ખાજે  બસ  ? શકરી તો  ખુશ  થયી  ગયી  - “  રાજ-ભોગ  “ પતી  ગયો  - હવે   જુઠણ કોણ    ઉપાડે ?  શકરી કહે  તમે  ખાધુ-   વાસણ તમે મુકી આવો  - જે જે  બાવા કહે તે  પણ ખાધુ  છે  -તુ  મુકી આવ -  શકરી કહે     મારુ કામ  નહી મને  તો  ફક્ત તમોને  ખવડાવવાનુ જ કામ  સોપાયુ હતુ  - વાસણ મુકી આવવાનુ નહી – અને  એ તો ત્યા ને  ત્યા  જ ઉંઘી ગયી.
       નિયમ  એવો  હતો  કે  જે થાળ  ધરાવે   તે  થાળ  તેને ફાળે આવે-  દાદીને એમ  કે   શકરી  તેનો થાળ   લયી  ગયી  હશે – કોઇએ  તપાસ  ના  કરી –બપોર પછી  મોટા   પાપાજી  આવ્યાત્યારે  તેમણે  જોયુ કે  શકરી હજુ  જે  જે  બાવા     સામે ઉંઘતી હતી   અને  એઠા   વાસણ પણ  તેમના  તેમ    હતા  -  તેમણે  શકરી ને  જગાડી અને  કહ્યુ કે   આ વાસણ તો મુકી  આવ  ? તે  પણ  અહી  જ ખાઇ  લીધુ  ?  શકરી કહે   હુ   વાસણ  શાના  મુકી આવુ  ?  જે  જે  બાવાએ પણ  ખાધુ છે-  તે  મુકી આવે  -  પહેલા  તો  મોટાપાપાજીને મજાક લાગી પણ  પુરી વાત    સાંભળી ત્યારેબોલી ઉઠ્યા – મારી  જીંદગી ધુળમા ગયી  અને   તારા માટે એક  જ દિવસમા તે   આવ્યા?  અને   ખાધુ પણ  ખરુ  ?
નામદેવનુ   આખ્યાન  પણ   જાણો છો  ને ?   વિઠોબાજી  આવ્યા  હતા –અને   ખાધુ પણ  હતુ
વિશ્વાસ   રાખો  - શ્રધ્ધા  રાખો – સાબિતીઓ  ના  માગો  - આ  શ્રધ્ધાનો  વિષય  છે
ભક્તિ    શ્રધ્ધા અને  સમર્પણનો  વિષય   છે.
ગુણવંત  પરીખ
ક્રમશ :
 






































 

























  



No comments:

Post a Comment