Laghu bhagavat - 11 - dhundhukaari -





From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                    સં

                                -:ગુવં   રીખ:- 

                                                   11\
-       : ધુંધુકારી : -
               “ જેહના  ભાગ્યમા , જે  સમે જે  લખ્યુ ,  તેહને  તે  સમે  તે     પહોચે 
      વિધાતાએ લખેલ  લેખ  સામાન્યરીતે  કદી  મિથ્યા   થતા  નથી.  જે  ચીજ   તમારા   ભાગ્યમા  નથી તે  તમોને  મળવાની    નથી  -  તેની  પાછળ   આંધળી  દોટ  ના મુકશો. મ્રુગજળ  પાછળ  દોડવાથી પાણી નહી  મળે  - થાકી  જશો  અને  છતા   પણ  તરસ્યા  મરશો.  પણ આત્મદેવ આ  ના  સમજી  શક્યો::
   વક્તસે  પહલે , કિસ્મતસે  આગે , ના  કિસિકો મીલા હૈ , ના  કીસિકો કુછ  મિલેગા.”
     આત્મદેવ  એક    ધનિક  , સુખી સમ્રુધ્ધ    બ્રાહ્મણ  હતો. દરેક વાતે સુખી હ્જતો : માત્ર  સંતાન સુખ  નહોતુ – અને  બીજીમુશ્કેલી    હતી  કે  તેની પત્ની    કર્કષા  હતી -  વારેવારે   બહના શોધીને કજીયા  અને   કકળાટ કરતી રહેતી હતી  પણ   વિપ્રરાજ  શાંત  અને  સહનશીલ  હતા.50-50   વર્ષની  ઉમર  વીતી  ગયી  પણ   પારણુ  ના   બંધાયુ તે   ના    બંધાયુ –અને  થાકીને   હારીને   -દુ:ખ    સાથે તેમણે તેમની બધી  સંપત્તિ  પોતાની  પત્ની ધુંધુલીને સુપ્રત કરી   અને  પોતે વનમા    જવા  નીકળી ગયા. નિરાશા અને થાકથી વ્યથિત બનીને તેઓ  એક  નદી  કિનારે   આવેલ આશ્રમ પર  આવ્યા જ્યાં   એક તપસ્વી ધ્યાનમગ્ન   હતા. તપસ્વીનુ ધ્યાનપુરુ થતા   તેમણે એક  વટેમાર્ગુને જોયો. તેમણે આત્મદેવને   જળ  આપ્યુ -  પ્રસાદ  પણ  આપ્યો.આત્મદેવ  રાજી થયો  -તપસ્વીને  પ્રણામ  કર્યા અને   જણાવ્યુ  કે   મહારાજ હુ  ખુબ  દુ:ખી   છુ અને  મે  ઘરબારનો ત્યાગ કર્યો છે. તેની તમામ વિગતો  જાણી લીધા પછી  તપસ્વીએ  જણાવ્યુ  કે  હે  બ્રાહ્મણ તારા  નસીબમા  પુત્રસુખ લખાયેલ    નથી  -તુ તે  પ્રાપ્ત કરવા મિથ્યા દોડાદોડી  કરવી મુકી દે -  પણ  આત્મદેવ  ના  માન્યો – તેણે  તો  કહ્યુ ક્રે મને   જો પુત્ર સુખ  નહી  મળે  તો હુ  આત્મહત્યા કરીશ.તપસ્વીને   દયા   આવી – પોતાના  તપોબળની આધારે તેમણે  એક   ફળ   આત્મદેવને  આપ્યુ અને  કહ્યુ    કે   તારી પત્નીને આ  ફળ   આરોગવા કહેજે –તને  એક  સર્વગુણસંપન્ન ધર્મપરાયણ  પુત્ર  મળશે.આત્મદેવ તો   રાજીનો રેડ   થયી  ગયો  અને વનગમન રદ  કરીને પોતાના   ભવન  પર   પાછો આવ્યો. તેની પત્નીને  આશ્ચર્ય  થયુ  કે     પાછા  કેમ  આવ્યા? આત્મદેવે માંડીને  બધી   વાત  પત્નીને    કરી – અને    ફળ ધુંધુલીને આપ્યુ.  ધુંધુલીતો હેરાન પરેશાન  થયી  ગયી –આ ઉમરેમારે પ્રસવ વેદના વેઠવાની ?હુ તે  સહન  કરી શકીશ  નહી -  શુ  કરુ?તે  ગાળામા   તેની બહેન  ધુંધુકા  તેની મહેમાન  બની   -બન્ને બહેનો સુખ  દુ:ખની   વાતો કરવા લાગી અને  ધુંધુલીએ  તેના  મનની વ્યથા  નાની બેન  ધુંધુકાને જણાવી  - નાનીએ  ઉપાય બતાવ્યો – તુ    ફળ  ખાઇશ   નહી  -  ગાયને  ખવડાવી  દેજે  - હુ   ગર્ભવતી  છુ  -  મારે જે   બાળક આવશે તે તને   આપી    દયીશ  -બદલામા  તારે મને  તારી મિલ્કતનો  ભાગ   આપવાનો  રહેશે. સોદો  પાકો થયી  ગયો.  સમય  જતા  ધુંધુકાએ  એક પુત્રનેજન્મ આપ્યો – જે  તેણે ધુંધુલીને  આપી  દિધો – એજ સમયે બીજુ  એક  આશ્ચર્ય    થયુ  જે    ગાયે  ફળ  ખાધુ  હતુ   તેણે  પણ  એક  માનવબાલને    જન્મ  આપ્યો જેના માથા  પર   શિંગડા  હતા – વિશ્વની આ  એક  અજાયબ ઘટના હતી  જ્યા   એક  ગાય  માનવબાળને  જન્મ આપે   છે. આત્મદેવ તો ખુશ  ખુશાલ થયી  ગયો  તેના આનંદનો  કોઇ પાર  નથી. તેણે  આખા  નગરમા  મિઠાઇ વહેચી –એક  માત્ર તેની પત્ની  વાસ્તવિકતા  જાણતી    હતી  - આ  પુત્ર  તેનો નથી – પણ  તે  ખામોશ  રહી -  કારણ તેણે    તો  તેની બહેન   સથે    સોદો કરેલો હતો. નગરજનોએ પણ   બ્રાહ્મણને  ખુબ   ખુબ   અભિનંદન  આપ્યા –વધાઇ આપી.  પણ   આત્મદેવ  તો   ત્યારે જ ચકિત રહી  ગયો   હતો જ્યારે  તેના વાડામા  રહેતી  ગાયે  પણ  એક  પુત્રને જન્મ  આપ્યો‌ હતો. તેની શ્રધ્ધા તપસ્વી  પર  ખુબ   વધી  ગયી  હતી  - આ માત્ર  તપસ્વી મહારાજનીજ દયા  છે  : મારા  ભાગ્યમા પુત્ર    સુખ    જનથી  લખાયેલ   છતા  પણ   પુત્ર મળ્યો  મને  જ નહી  મારી ગાયે પણ  મને   એક  પુત્ર આપ્યો – તપસ્વીના આશિર્વાદ્થી જ આ શક્ય બન્યુ છે  .:
“કજાકો  રોક   દેતી હૈ , દુઆ  રોશન સિતારોકી, અગર  ભલાચાહતે હો  અપના તો કર  સેવા સંતનકી “
પણ   આત્મદેવને  ક્યા  ખબર હતી  કે    સુખ  તો  તેના  નસીબમા   વિધાતાએ લખ્યુ જ  નથી -  અને  તપસ્વીના   આદેશનુ પાલન  પણ  તેની  પત્નીએ  કર્યુ જ નથી  જે  તે  પણ   જાણતો જ  નથી. જોઇયે કાલ   કેવી  ઉગે  છે : ભાવિના  ગર્ભમા  શુ   છુપાયેલ  છે :
ગુણવંત  પરીખ
ક્રમશ :
From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.


No comments:

Post a Comment