-: લ ઘુ ભા ગ વ ત :-
સં ક લ ન
-:ગુણવંત પરીખ:-
13
એક વૈષ્ણવ પરીવાર હતો . આ પરીવારનો એક અતુટ નિયમ હતો કે ઠાકોરજીને થાળ ધરાવાય - ઠાકોરજી આરોગે તે પછી જ અન્ય પરીવાર જનો ભોજન લયી શકે. ઠાકોરજીને તાળ ધરાવવાનુ કામ ઘરના વરિષ્ઠ: વડીલ: - મોટા - પાપાજી કરતા હતા.
એક વાર મોટા પાપાજીને બહાર ગામ જવાનુ થયુ આથી થાળ કોણ ધરાવશે તે પ્રશ્ન આવ્યો. તેમણે જ્યેષ્ઠ પુત્રને કહ્યુ આજે મારે બહાર ગામ જવાનુ છે - થાળ તુ ધરાવજે – મોટો પુત્ર આમ તો આજ્ઞાંકિત હતો પણ તેને કહ્યુ : કાકા મારે ક્વીનમા નીકળી જવાનુ મને કેવીરીતે ફાવે? આડકતરી ના સાંભળીને વડીલ સ્તબ્ધ બની ગયા . અને તેનો જવાબ સાંભળીને બીજા બે પુત્ર : જે શરુઆતથી જ મનસ્વી હતા તેમને કહેવાની તેમની હિમત ચાલી નહી : અચાનક તેમને યાદ આવ્યુ મારો જગદીશ તો થાળ ધરાવશે જ તે ના નહી પાડે –જગાને તો તેઓ રોજ ઉચકી ઉચકીને ફરતા હતા – હથેળીમા રાખતા હતા – આ છોકરો ના પાડે જ નહી - પણ આશ્ચર્ય –જગાએ પણ ના ભણી દીધી - મોટા પાપાજી એ કામ મને નહી ફાવે મારે તો દશ વાગ્યામા તો કોલેજ જવાનુ છે - હુ કેવીરીતે થાળ ધરાવુ? અને કોઇ કશુ કહે તે પહેલા તો તે ભાગી ગયો. મોટા પાપાજી ગુચવાયા - અરે રે કોઇ થાળ ધરાવા પણ તૈયાર નહી ? તેમના હૈયામાથી એક નિસાસો નિકળી ગયો . આ બધી વાત શાણી શકરી સાંભળતી હતી. જ્યારેબધાએ ના પાડી ત્યારે તેણે કહ્યુ – મોટા પાપાજી : હુ થાળ ધરાવુ ? હુ રોજ તમોને થાળ ધરાવતા તો દેખુ છુ જ :આજે જે જે બાવાને હુ ખવડાવીશ – તે મારે હાથે ખાશે ? મોટા આપાજી તો એકદમ ખુશ થયી ગયા અરે શકરી - જો તુ સામેથી કહે છે તો ઠાકોરજી ના કેમ પાડે? તે તો ભાવનાના ભુખ્યા છે - તે જરૂર તારા હાથે આરોગશે.શકરીએ પુછ્યુ મને થાળ ધરાવવાની રીત કહો - મોટા પાપાજી કહે જો સાંભળ : પહેલા જલનો કળશ મુકવાનો – પછી દાદી આપે તે થાળ તેમની સામે મુકવાનો- તે પછી તારે આંખો બંધ કરીને તેમની સામેબેસવાનુ - : પાંચ મીનીટ પછિ ઠાકોરજી જમી લે પછી તારે આંખ ખોલવાની અને તે પછી જ તારે ખાવાનુ - પણ શકરીએ પ્રશ્ન કર્યો : પણ જે જે બાવા ખાવા ના આવે તો શુ કરવુ ? પાપાજીએ મજાકમા કહી દીધુ : અરે ના કેમ આવે અને ના કેમ ખાય ? એક લાકડી સાથે રાખજે અને જો નખરા કરે તો એક ફટકારી દેજે -આમ શકરીને રીત શીખવીને મોટા પાપાજી નિશ્ચિંત બનીને બહાર નીકળ્યા.
હવે જમવાના સમયે દાદીએ બુમ પાડી: શકરી થાળ લેતી જા: શકરીનો તો હરખ આજે માતો નહોતો :આજે જે જે બાવા મારા હાથે ખાશે - હુ પણ તેમની સાથે જ ખાઇશ મઝા પડી જશે. થાળ આવી ગયો - મુકાઇ ગયો - શકરીએ આંખો બંધ કરીને પ્રાર્થના શરુ કરી - પાપાજીએ ના પાડેલી કે તારે જોવાનુ નહી –પણ શકરીથી રહેવાયુ નહી -તેણે ધીમે રહીને અડધી આંખ ખોલી : અરે આ તો કોઇ ના આવ્યુ? શકરી ગુચવાઇ :હવે ? તેણે જે જે બાવાને કહ્યુ – જો મારી ભુલ થયી હોય તો માફ કરો પણ હવે જલદી જમી લો મને પણ ભુખ લાગી છે -અને મોટા પાપાજીએ કહ્યુ છે કે જ્યા સુધી તમે ના ખાવ ત્યા સુધી મારાથી પણ ના ખવાય મને તો કકડીને ભુખ લાગી છે – ફરી આંખો બંધ કરી - ફરી ધીમે રહીને જોયુ અરે આ તો ઉંદર – ઉંદર ખાય છે અને જે જે બાવા તો બોલતા પણ નથી કે ઉંદરને પણ કાઢતા પણ નથી -અવે શકરી ચિડાઇ- -બાજુમાંથી લાકડી લાવી અને બોલી હવે જો નહી આવો તો ફટકારીશ - આશ્ચર્ય -જે જે બાવાતો ના જ આવ્યા-હવે શકરી બરાબર ગરમ થયી ગયી - બુમ પાડી - ખાવુ છે કે નખરા જ કરવા છે ? ફટકારુ ? કહી અને લાકડી ઉગામી –એટલે જે જે બાવાએ શકરીનો હાથ પકડી લીધો – ચાલ ચાલ શકરી આપણે બન્ને આજે તો સાથે ખાઇ લયીએ – શકરી કહે હુ રોટલો નહી ખાઉ –આ કારેલાનુ શાક પણ નહી ખાઉ - જે જે બાવા કહે એ હુ ખાઇશ - તને ભાવે તે તુ ખાજે બસ ?શકરી તો ખુશ થયી ગયી - “ રાજ-ભોગ “ પતી ગયો - હવે જુઠણ કોણ ઉપાડે ? શકરી કહે તમે ખાધુ- વાસણ તમે મુકી આવો - જે જે બાવા કહે તે પણ ખાધુ છે -તુ મુકી આવ - શકરી કહે એ મારુ કામ નહી મને તો ફક્ત તમોને ખવડાવવાનુ જ કામ સોપાયુ હતુ - વાસણ મુકી આવવાનુ નહી – અને એ તો ત્યા ને ત્યા જ ઉંઘી ગયી.
નિયમ એવો હતો કે જે થાળ ધરાવે તે થાળ તેને ફાળે આવે- દાદીને એમ કે શકરી તેનો થાળ લયી ગયી હશે – કોઇએ તપાસ ના કરી –બપોર પછી મોટા પાપાજી આવ્યાત્યારે તેમણે જોયુ કે શકરી હજુ જે જે બાવા સામે ઉંઘતી હતી અને એઠા વાસણ પણ તેમના તેમ જ હતા - તેમણે શકરી ને જગાડી અને કહ્યુ કે આ વાસણ તો મુકી આવ ? તે પણ અહી જ ખાઇ લીધુ ? શકરી કહે હુ વાસણ શાના મુકી આવુ ? જે જે બાવાએ પણ ખાધુ છે- તે મુકી આવે - પહેલા તો મોટાપાપાજીને મજાક લાગી પણ પુરી વાત સાંભળી ત્યારેબોલી ઉઠ્યા – મારી જીંદગી ધુળમા ગયી અને તારા માટે એક જ દિવસમા તે આવ્યા? અને ખાધુ પણ ખરુ ?
નામદેવનુ આખ્યાન પણ જાણો છો ને ? વિઠોબાજી આવ્યા હતા –અને ખાધુ પણ હતુ
વિશ્વાસ રાખો - શ્રધ્ધા રાખો – સાબિતીઓ ના માગો - આ શ્રધ્ધાનો વિષય છે
ભક્તિ એ શ્રધ્ધા અને સમર્પણનો વિષય છે.
ગુણવંત પરીખ
ક્રમશ :
No comments:
Post a Comment