From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
સં ક લ ન
-:ગુણવંત પરીખ:-
10
“ શ્રવણં , કિર્તનં ,વિષ્ણો: , સ્મરણં પાદસેવનં , અર્ચનં ,વંદનં હાસ્યં, સાંખ્યં , આત્મનિવેદનં “
ભક્તિના આ નવ પ્રકાર છે : પણ સૌથી પ્રથમ સ્થાને “શ્રવણં “ ને મળેલ છે.ભગવાનના રૂપ અને ગુણનુ કથામ્રુત દ્વારા શ્રવણ કરો: એક ચિત્તે ,શ્રધ્ધા અને ભાવ પુર્વક વર્ણન સાભળો : આ જ એક સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. આદે ધર્મગુરુઓએ , ધર્માચાર્યોએ , વક્તાઓએ પણ તેમના વહાલા પ્રભુના રુપને ગુણની જ મુક્ત મને પ્રશંસા કરેલ છે, મહર્ષી વેદવ્યાસે તેમના ભાગવતમા મુક્ત મને ભાવવિભોર બનીને વાસુદેવનુવર્ણન કરેલ છે જે સાભળીને તો તેમનો પુત્ર શુક તેનની પાસે પાછો આવ્યો : “ બર્હાપિડં , નટવરવપુ , કર્ણયો કર્ણીકારં ---- “ શ્રી મદ ભાગવતનો આ શ્ર્લોક શિરમોર સમાન છે : આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પણ પોતાની કથા દરમીયાન એક સર્વશ્રેષ્ઠ રચના પેશ કરી છે “ અધરં , મધુરં ,વદનં મધુરં , નયનં મધુરં,હસિતં મધુરં, .. ‘ આહાહા મધુર મધુર મધુર – મન મુકીને- પેટ ભરીને મધુરપના ગુણગાન વાસુદેવના – ભગવાન શ્રી ક્રૂષ્ણના - તો તુલસીદાસજી પણ પાછળ નથી રહ્યા - “ શ્રી રામચંદ્ર ક્રુપાળુ ભજમન હરણ ભવ ભય દારુણં ...” એક એક વાક્ય જ નહીએક એક શબ્દ શ્રોતાને ભાવવિભોર બનાવી દે તેવી આ રચનાઓ છે હવે માનો છોને કે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ ક્રમે યોગ્ય છે ?
પણ કળીયુગમા ભક્તિની હાલત કફોડી બની ગયી હતી.. નિ:સ્તેજ બની ચુકેલ ભક્તિમાતા નદીકિનારે પોતાના બે વહાલસોયા સંતાનો : જ્ઞાન અને વૈરાગ્યને ખોળામા લયીને હૈયાફાટ રૂદન કરે છે – પણ તેનુ રૂદન સાભળનાર કોઇ નથી :પણ એક વાર નારદજી ત્યા આવી ચઢે છે અને તે જુવે છે કે એક યુવાન મહિલા બે વ્રુધ્ધ જણાતા મુર્છિત જીવોને ખોળામા રાખીને રૂદન કરે છે. નારદજીનુ મન દ્રવી જાય છે અને તે યુવાન જણાતી મહીલાને પુછે છે કે દેવી આપ કોણ છો અને કેમ રડો છો ? યુવાન મહિલા કહે છે કે હુ ભક્તિ છુ અને આ બે મારા પુત્રો છે : જ્ઞાન અને વૈરાગ : બન્ને અકાળે વ્રુધ્ધ બની ગયા છે .નારદજીએ પોતાની મંત્ર તંત્ર શક્તિથી બન્ને વ્રુધ્ધોને ભાનમા લાવવા પ્રયત્ન કર્યો પણ નિ:ષ્ફળ રહ્યા. પોઆની નિષ્ફળતાથી વ્યથિત બનીને નારદજીએ ભક્તિમાતાને આશ્વાસન આપ્યુ : દેવી હુ જરૂર કોઇ ઉપાય શોધીને પરત આવીશ : આપ મારા પર ભરોસો રાખો.. નારદજી સનકાદી મુનીઓ પાસે ગયા અને સમગ્ર બનાવનુ વર્ણન તેમની સમક્ષ કર્યુ. આ એક અતિ દુખદ ઘટના અને દ્રષ્ય હતુ કે જ્યા માતા યુવાન છે અને તેના પુત્રો વ્રુધ્ધ : અને માતાના ખોળામાં તે મુર્છિત હાલતમા પડેલા છે. આપ કોઇ ઉપાય દર્શાવો કે જેથી માતા ભક્તિના બન્ને પુત્રો ભાનમાં આવે અને યથોચિત યૌવન પ્રાપ્ત કરે . મુનીએ કહ્યુ કે આપ તેમની પાસે જાવ અને કહો કે તેઓ તેમના પુત્રોને સાથે લયીને ગંગા તટે જ્યા ભાગવતની કથા ચાલે છે ત્યા જાય અને કથાનુ શ્રવણ કરે : સૌ સારા વાના થશે : નારદજી ભક્તિમાતા પાસે આવ્યા અને તેમના પુત્રો સાથે ગંગાતટે જ્યા ભાગવતની કથા ચાલે છે ત્યા બન્ને પુત્રોને લયીને જવાનુ જણાવ્યુ : ભક્તિમાતા પોતાના બન્ને પુત્રોને ઉચકીને ગંગાતટે પહોચ્યાં. જેમ જેમ કથા આગળ વધતી ગયી તેમ તેમ જ્ઞાન અને વૈરાગ્યને ચેતન આવવા લાગ્યુ અને કથા પુરી થતામાં તો ભક્તિમાતાના બન્ને પુત્રો જ્ઞાન અને વૈરાગ યુવાન બની ગયા. આ છે શ્રવણ ભક્તિનો મહીમા એક યુગ એવો હતો કે જ્યારે કલીને રહેવા સ્થાન નહોતુ અને મહારાજ પરીક્ષીતે તેને કેટલાક વર્જ્ય સ્થાનો દર્શાવ્યા કે જ્યા તે રહી શકે અને તેવા સ્થાનોમા રહીને પણ કલી ફુલીફાલીને મોટો થતો ગયો અને .તેનુ સામ્રાજ્ય એટલુ વિકસાવ્યુ કે જ્યા આજે ભક્તિને રહેવા સ્થાન નથી અને ભક્તિને પુછવુ પડે છે કે હે મુનીવરો મારે ક્યા રહેવુ ?. કલીયુગમા પાપાચારવધી ગયા હશે ,લોકો સ્વાર્થી દંભી ,કપોઅટી બની ગયા હશે પણ જ્યા ભાગવતનુ પઠન ચાલતુ હોય ત્યા તુ સુખેથી રહી શકે છે. શ્રવણ એ ભક્તિનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે અને કથાસ્થળ એ શ્રેષ્ઠ સ્થાન છે. મુનીવરોએ નારદજીને પણ કહ્યુ કે આપ જેટલી વધારે બની શકે તેટલી કથાઓનુ આયોજન કરો અને ભગવાનના નામનો પ્રચાર કરો.. જ્યા સુધી માનવ દેહ કથામા હશે ત્યા સુધી કલી તેનામા પ્રવેશી શકશે નહી.કથાના શ્રવણથી તો કોઇપણ કામી, પાપાચારી, લોભી,લંપટ,કુટીલ, ક્રોધી કે કપટી જીવ પણ ઉધ્ધાર પામે છે
આવી જ એક કથા આગળ જોઇયે :ધુંધુકારીની જે કથા શ્રવણનો મહીમા દર્શાવે છે.
ગુણવંત પરીખ
ક્રમશ:
No comments:
Post a Comment