: From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
સં ક લ ન
-:ગુણવંત પરીખ:-
9
સમગ્ર રાજ્યમા હાહા-કાર વરતાઇ ગયો - ચોરે અને ચૌટે એક જ વાત હતી -અરેરે આપણા મહારાજને તક્ષક નાગ ડંશ દેવાનો છે અને તેમનુ અવશાન આજથી સાતમે દિવસે નક્કી છે. મહારાજ પરિક્ષીત પ્રજાવત્સલ રાજા હતા – તેમના પ્રત્યે કોઇને અભાવ નહોતો - રાજ્યમા સૌ સુખી હતા – કોઇને કોઇ પ્રકારનો અસંતોષ પણ નહોતો – સ્મગ્ર રાજ્યની પ્રજા- દરબારીઓ, અધીકારિઓ , મહારાજના કુટુમ્બીજનો સૌ વિષાદમય હતા અને આવી પડેલી વિપત્તિનો ઇલાજ શોધવા કટીબધ્ધ હતા – પણ કોઇને કોઇ ઉપાય મળતો નહોતો - આ તો એક બ્રહઁઅણ ઋષીનો શાપ છ્રે –તેનુ નિવારણ કેવીરીતે કરવુ ? પુત્ર જન્મેજયે તો દેસ પરદેશ થી અનેક ભુવા, તાંત્રીક , માંત્રીક , જપ તપ કરનારા સૌને બોલાવવા પ્રસ્તાવ મુક્યો - પણ મહારાજ પરિક્ષીતે તે માન્ય ના રાખ્યો - વિધાતાના લેખને મિથ્યા કરવાનાપ્રયાસો રહેવા દો. –પ્રજામા તો એક જઅવાજ હતો – લાખ્ખો મરજો પણ લાખ્ખોના તારણહાર ના મરજો –અમારુ આયુષ્ય લયી લો પણ અમારા રાજાને જીવાડો – પણ વિધાતા એ માન્ય રાખે ? પણ તેમના રાજ્યમા દુરના એક ગામમા એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો અને તેની પાસે એક અમોઘ વિદ્યા અતી – ગમે તેવા સપદંશથી પિડીતને તે સજીવન કરી શકતો હતો – તે અકિંચન હતો , કદાચ લોભી પન હશે પણ વ્યાપારી નહોતો - તેણે જ્યારે સમાચાર જાણ્યા કે આપણા તરાજાને સર્પદંશ થવાનો છે અને દિવસ અને સમય નક્ક્કી છે - ત્યારે તેણે વિચાર્યુ - હુ પાટનગર જયીશ અને મહારાજને જીવતદાન આપિશ -મહારાજ મને ઉત્તમ દક્ષીણા આપશે –મારી હરીબાઇ પણ દુર થશે. નિયત સમયે તે મહારાજના મહેલ તરફ જવા તૈયાર થયો – અને પોતાની ઝોળી સાથે નીકળી પડ્યો. કલીને આ વાતની ખબર પડી –તેના પેટમા ફાળ પડી - આ માણસ પરિક્ષીતને અવશ્ય મરવા દેશે નહી અને તેણે તરકટ રચ્યુ -આ બ્રાહ્મણના માર્ગમા જ તે તક્ષક સ્વરુપે ઉભો રહ્યો અને તેને પુછ્યુ કે હે વિપ્રવર આપ ક્યા જાવ છો ?બ્રાહ્મણે સાચે સાચી વાત કહી દિધી - તક્ષકે કહ્યુ હુ તમારી વિદ્યા ના માનુ - મારો કાપ્યો પાણી પણ ના માગે- ખાત્રી કરાવો – બ્રાહણે સહમતિ આપી. તક્ષકેપાસેના એક લીલાછમ વ્રુક્ષને દંશ દીધો અને લીલુ છમ વ્રુક્ષ એકદમ રાખનો ઢગલો બની ગયુ. હવે બ્રાહ્મણે પોતાની વિદ્યા બતાવી – અને તેણે તેની વિદ્યાના પ્રતાપે આજ વ્રુક્ષને હતુ તેવુ ને તેવુ લીલુછમ બનાવી દિધુ. કલી સહમી ગયો - હવે ? તક્ષકે બ્રાહમણને પુછ્યુ -હે વીપ્રવર આપ શુ આશાએ રાજા પાસે જાવ છો ? બ્રાહ્મણે સાચો જવાબ આપી દીધો –જો હુ રાજાને સજીવન કરીશ તો રાજા મને વગર માગ્યે મોટુઇનામ આપશે –બસ આ એક જ આશા છે. બસ આટલી જ વાત ? હુ આપને વગર માગ્યે મહામશ મોટુ ઇનામ આપની વિદ્યાથી પ્રભાવિત બનીને આપુ છુ આપની એકોતેર પેઢી તરી જાય તેટલુ દ્રવ્ય આપ સ્વીકારો અને તક્ષકે ધનનો ઢગલો કરી દીધો – બ્રાહ્મણ તો અવાક બની ગયો - આટલુ બધુ ધન ? હવે મારેક્યાય જવાની જરૂર જ નથી – અને તે તે જ સ્થળેથી પોતાના ગામડે જવા પાછો ફર્યો. પરિક્ષીતના માથેથી જીવતદાન ગયુ – કલીની ઘાત ગયી – આ માત્ર કલીનો જ પ્રભાવ હતો કે જેના પ્રતાપે આ બ્રાહ્મણની બુધ્ધિ ભ્રમિત થયી ગયી. કલીનો રસ્તો સાફ થયી ગયો . બ્રાહ્મણ અકિચન જરૂર હતો પણ લોભી પણ હતો અને જ્યા લોભનો વાસ છે ત્યા પણ કલી નિવાસ કરે છે. સુવર્ણમુગટના નિવાસસ્થાને રહીને તેણે પરિક્ષીતની બુધ્ધી ભ્રમિત કરી અને અહીયા લોભના સ્વરુપે તેણે બ્રાહ્મણની બુધ્ધી ભ્રમિત કરી.
કલી આજે ખુબ ખુશ હતો – બસ એક અઠવાડિયાનો જ સમય - અને તે પછી અંધાધુંધી ફેલાશે અને મારુ વર્ચસ્વ જામી જશે. ચારે દિશામા મારા જ ગુણગાન ગવાશે .મારા યુગમા માણસ કમભાગી , ખાઉધરો , લાલચુ , અવિશ્વાસુ , કપટી, દગાખોર .કામી , ભલે ધનવાન બને પણ નિર્લજ્જ, વેશ્યાગમની , વિ.વિ. જેવાઅનેક દુષણો ધરાવશે - વર્ણાશ્રમની કોઇ અસર નહી રહે: બ્રાહ્મણતેનુ બ્રહ્મતેજ ગુમાવશે – વિદ્યાદાનને બદલે વિદ્યાનો વેપાર કરશે ,ક્ષત્રીય ,શોર્યહીન અને નિસ્તેજ બની જશે , વૈશ્યો લોભી અને સંગ્રહાખોર બની જશે અને એક માત્ર આવકનુ જ ધ્યાન રાખશે - દાન ધર્મ ભુલી જશે , જ્યારે શુદ્રો સેવા ભુલીને મેવા તરફ વળી જશે - સૌથી વધારે લાભ તેમને મળશે , દર્દો વધશે, દવાખાના વધશે પણ ઇલાજ નહી મળે આરોગ્ય સેવા અને વિદ્યા પ્રદાન સૌથી મોટા વ્યવસાય બની જશે ,દયા, દાન , ધર્મ , ભક્તિ વિ.વિ. વિ. લુપ્ત થયી જશે. ચારે બાજુ અરાજકતા , હિંસા , અત્યાચાર, અનિતી અને અધર્મનુ સામ્રાજ્ય હશે . ચોરી , છેતરપિંડી ક્લેષ , કલહ , કંકાસ , મારકુટ અને મસાલાના જ દ્રષ્યો જોવા મળશે.
તેમાથી બચવાનો એક અને એક માત્ર ઉપાય તે હશે ભક્તિ -પણ કલી તેને મ્રુતપાય કરી ચુક્યો હશે . આ યુગમા તપ ,કે યજ્ઞની જરૂર નથી પડવાની : માત્ર જપ યજ્ઞ જ ઉધ્ધારનુ સાધન બની રહેશે : ભક્તિને સજીવન કરવાની છે - તેને નવજીવન આપવાનુ છે : કોણ કરશે આ કામ ?
ગુણવંત પરીખ
ક્રમશ :
No comments:
Post a Comment