Laghu bhagavat - 16 - Naradaji





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                   -:   ના      જી  - 2: -
                                            16
                 નારદજીએ જણાવ્યુ  કે  હે   ઋષીવર  આપ  તો  એક  સમર્થ  અને  જ્ઞાની  અવતાર  પુરુષ    છો-  હુ  આપને  આદેશ   કેમ   આપી  શકુ.? આપે તો   એક મહાન  ગ્રંથ  પ્રજાને  ભેટ  આપેલ  છે.આવા   સમર્થ  રચયિતા  માટે  પ્રજાની   પણ  એક   અપેક્ષા છે  અને ભગવાન  વિષ્ણુની  પણ  એક  અપેક્ષા છે  કે  આપ   એક  એવો  ગ્રથ  રચો  કે જે  ભક્તિ  પ્રધાન  ગ્રંથ હોય. એ વાંચીને કે  સાભળીને માનવી  ભક્તિરસમાં તન્મય    અને   તરબોળ બની  જાય. વ્યાસજીએ  જણાવ્યુ કે  ભલે   હુ તેની  રચના કરીશ  પણ  તેનો પ્રચાર  કોણ  કરશે ? નારદજીએ  જણાવ્યુકે  આપ તેની  ચિંતા છોડો  -આપનો  પુત્ર શુક તે  કામ  કરશે. શુક    શિવજીનો અવતાર અંશ  છે   - પુર્ણ  વૈરાગી અને  વિતરાગ માનવી  છે.આપણે બન્ને તેની સામે  કાચા  પડ્યા છિયે. આપ  એક  વાર    ગ્રંથની રચના  કરો  - તેને  બોલાવો   તે  આવશે અને  પ્રચાર કાર્ય પણ   તે  જરૂર કરશે.  તે  વિશ્વનો  સફળ અને  શ્રેષ્ઠ    વક્તા   સાબિત  થશે.તે   આપણા જેવી  માનવિય દુર્બળતાથી  પર   છે. તેના જન્મ સમયે  ગોપીઓએ  આપને  આપની મર્યાદા સમજાવી  હતી  અને  મને  પણ   મહારાણી સુનયનાએ    મારી દુર્બળતા  દર્શાવી  દિધી હતી.
           એક  વાર  હુ   ભ્રમણ કરતા  કરતા  જનક  રાજાના  મહેલમા જયી   ચઢ્યો. મહારાણી સુનયના  તે સમયે  મહેલમા  એકલા  જ હતા.  મને  જોઇને તે  અતિ  પ્રસન્ન  થયા. તેમણે ભક્તિ ભાવથી  મારુ પુજન કર્યુ  અને  હિંડોળા ખાટ પર   બિરાજવા કહ્યુ.  હુ   હિડોળા  ખાટ  પર   બેઠો હતો   તેવામા     આપનો પુત્ર  શુક  પણ   ત્યા આવી  ચઢ્યો. મહારાણીએ તેનુ પણ   યથોચિત  સ્વાગત અને  પુજન  કર્યુ  અને  તેને પણ  મારી  સાથે  જ હિડોળા ખાટ  પર  બેસાડ્યો.. અને  અમોને બન્નેને વંદન કરીને તે  પણ અમારી  સાથે જ હિડોળા ખાટ  પર   અમારી બન્નેની વચ્ચે બેસી ગયા. મને   થોડુક  આશ્ચર્ય પણ  થયુ  અને  સંકોચ  પણ   થયો કે  એક  મહિલા મારા  જેવા વિતરાગની  સાથે  બેસે ?   જ્યારે આપનો પુત્ર તો  નિર્લેપપણે બેઠો  હતો. એટલામા જનક   રાજા  પણ  આવિ   પહોચ્યા. તેમણે  અમ્ને   ત્રણેયને    એકસાથે  ખાટ પર  બિરાજેલ જોયાં. અમોને  જોઇને    તે   પણ  ખુબ   રાજી થયા  અને  પુજાના થાળ  મંગાવ્યા. મને  એમ  હતુ  કે  હુ   વડીલછુ -   વિતરાગ  પણ  છુ  -  ભગવાન વિષ્ણુના  દુત  જેવો  તેમનો પરમ  ભક્ત  છુ  -મારી પુજા   પહેલી થશે -  પણ  અહી  પણ  આશ્ચર્ય સર્જાયુ-  મહારાણી સુનયના પુજાના  થાળ   સાથે પહેલી  પુજા  કરવા માટે  શુક  તરફ  વળ્યા.  હુ   દંગ  રહી  ગયો .  સુનયનાજીએ  તે  જોયુ અને   તેમણે ખુલાસો કર્યો  - દેવર્ષી – આપ અવશ્ય મહાન છો – શ્રેષ્ઠ  હરિભક્ત પણ  છે પણ  શુકદેવજી  તો  જન્મ  જાત  વિતરાગી   છે  - તેમને મન  કોઇ  ભેદ ભાવ  નથી  :  કોણ  પુરુષ  કોણ  સ્ત્રી -  કોણ  રાજા    કોણ  રંક , :  આપ  બન્ને અમારા માટે પુજનીય  છો પણ  પુજાના પહેલા હક્ક્દાર  શુકદેવજી છે. હુ   ચુપ  થયી  ગયો.
      મારી  બીજી હાર  પણ  જાણી લો. એકવાર હુ કૈલાશ ગયો  હતો. શિવજીના ગણો   સાથે વાત  વાતમા  મે કહી  દિધુ કે  મારા  જેવો કામ  વિજેતા   અન્ય  કોઇ  હોય  જ નહી.  શિવજીએ કહ્યુ  કે  નારદજી આપ અમારી  વચ્ચે તો    બોલ્યા તો  બોલ્યા પણ   નારાયણ  સમક્ષ ના બોલશો. પણ હુ  માન્યો નહી  -અને  વૈકુઠમા  પહોચીને પણ   મે આ બડાશ નારાયણ  સમક્ષ મારી..ભગવાન માત્ર હસ્યા. તેમનો કોઇ   પ્રતિભાવ નહી  મળતા   હુ સમસમીને  નીકળી ગયો. હવે  મારા વિચરણ સમયે આર્ગમા  મે   એક  સુદર નગર  જોયુ : ખુબ   શણગારાયેલ હતુ : નગરજનોને પુછતા  જાનવા મળ્યુ  કે  રાજકુમારીનો  સ્વયંવર  છે. મને  થયુ   ચાલો રાજાને  મળતા  જયિયે –રાજાએ મને  આસન  આપ્યુ – પુજા  કરી  અને પછી કહ્યુ –મારી પુત્રીનો  સ્વયંવર રાખેલ  છે  - આપ  તેનુ ભવિષ્ય   જોઇને  તેને આશિર્વાદ આપો  -અને  તેમણે રાજકુમારીને બોલાવી. હુ  તો  રાજકુમારીને  જોઇને  જ બેબાકળો બની  ગયો  - મારી  શુધ  બુધ  ગુમાવી બેઠો  - અરે  -આ તો  વિશ્વનુ શ્રેષ્ઠ  સૌદર્ય છે –જો  મને   આવી  પત્ની  મ્મળે તો  ? હુ  ભુલી ગયો  કે  ઘડી  પહેલા મે  કામવિજેતા હોવાનો દાવો નારાયણ સમક્ષ કરેલો   છે-  પણ  મારી  પાસે  તો  નથી રુપ કે  ઐશ્વર્ય  -મને   રાજકુમારી પસંદ કેવીરીતેકરે ? હુ   પાછ  વૈકુંથ  ગયો અને  નારાયણને  સઘળી વાત  કરી   -તે  માત્ર હસ્યા  - નારદ  રુપ  તો   ઉછિનુ  ના  મળે  - પણ  તારુ કલ્યાણ થાય  તેવુ  રુપ  તને  આપુ   - તુ  સ્વયંવરમા જજે  - ભગવાન આટલી ઝડપથી માનીજશે  તેવુ તો મે   કલ્પેલુ  પણ  નહી -  હુ  તો ખુશ   થતો  થતો   સ્વયંવરમા   પહોચી  ગયો- અને  યોગ્ય  આસન   પણ  લિધુ –હવે  બીજા  રાજકુમારો  આવતા ગયા  - બધા  મારી   સામે જોતા ગયા અને   હસતા હસતા  આગળ  નિકળી ગયા –મને  ખબર  ના  પડી  કે  કેમ  હશે  છે- - રાજકુમારી પણ  નીકળી- હાથમાં વરમાળા છે – પણ આશ્ચર્ય – તે  અને   તેની   સખિઓ   પણ  હસતી હસતી  આગળ   નીકળી ગયી-  મારી  બાજુમાં બેઠેલ રાજકુમારે મને  પુછ્યુ –કુમાર  તમે  ક્યાના  છો  ?  વાનર  પ્રદેશના  કુવર  છો  ?  હુ   તો  ડઘાઇ  જ ગયો  -   વાનર પ્રદેશ   ? આ શુ બોલે છે  ? પેલાએ  કહ્યુ  કે  આપનુ મુખ  તો વાનર   જેવુ છે –અને  કાળઝાળ   બનીને હુ  વૈકુઠ   જવા  નીકળ્યો -  મારી  પાછળ જ  નારાયણ રથમા   આવતા હતા –મને  જોઇને ઉભા  રહી  ગયા –અરે  નારદ બેસી જા  મારી  સાથે – અને    રથમાં તો  મે  પેલી  રાજકુમારીને જ   જોઇ -  નારાયણે   જ મારી  સાથે  આવી  બનાવટ કરી ? હુ શુધ બુધ ખોઇ  બેઠો અને મનફાવે તેવા અપશબ્દોથી  મે   નારાયણને  નવાજ્યા –પણ  તે  ચુપ જ રહ્યા અને  હસતા જ રહ્યા – મારો ગુસ્સો તો  સાતમે  આસમાને  પહોચી  અયો  અને  મે  નારાયણને      શાપ  આપી  દીધો – તમે  મારી  બનનારી પત્ની ઉપાડી   ગયા  - તમારી પત્ની  પણ  કોઇ   રાક્ષસ ઉપાડી જશે    અને  ત્યારે  તમોને     વાનરો  જ મદદ કરશે.     અને   છતાંય  ભગવાન ચુપચાપ હસતા જ રહ્યા-  મે   આંખ   ખોલીને  તેમની  સામે જોયુ તો   કોઇ   ના  મળે  - પેલી ક્યાં ગયી  ? અને  આપણે  આ ક્યા  આવી  ગયા ?  ભગવાને  કહ્યુ ઠેકાણે આવી ગયા –તમારો અહંકાર  ઉતર્યો ? હુ તો કાપો તો  લોહી ના  નીકળે તેવો થયી  ગયો  - ભગવાને  કહ્યુ – નારદ  તારો  શાપ   મારા માથા ઉપર  -રામાવતારમા  તે   પરિપુર્ણ થશે  - હવે  જાવ   અને  વિચરો  તમારે તો  ભક્તિનો પ્રચાર  કરવાનો  છે તે   યાદ  રાખજો.
    હવે   હુ  આવી  ભુલ કદાપી   નહી કરુ તેમ  વિચારીને  નારાયણ નારાયણ કરતો  હુ  વૈકુંઠમાંથી  નીકળી ગયો.
પા  પા  જી
ક્રમશ :


No comments:

Post a Comment