Laghu Bhagavat - 19 - Adrasht ParibaL




Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd)

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 
                                       19

                                   -:    દ્ર ષ્ટ – પ રી    ળ : ‌

    કોઇ પણ  મહાન   સિધ્ધિ પાછળ  કે  મહા વિનાશ   પાછળ  પણ  કોઇ ને  કોઇ  અદ્રષ્ટ   પરિબળ    કામ   કરતુ    હોય  છે -  આધ્યાત્મીક   દ્રષ્ટીએ  જોઇયે  તો  પોતાનુ પુણ્યબળ  હોય  ,  કોઇનુ  પુણ્યબળ હોય  , પોતાના  કોઇ  કર્મ   હોય   , કોઇનુ પાપબળ  પણ  હોઇ  શકે   , વ્યક્તિની પોતાની ભુલ  પણ  હોઇ   શકે  , ગેરસમજ હોય  ,  ખોટી  આસક્તિ હોય ,મ્રુગજળ  પાછ્ળની  દોડ  પણ હોઇ   શકે : એક   યા   બીજુ નિમિત્ત  અવશ્ય  કામ   કરે     છે.
              મહર્ષી  વેદવ્યાસ : કુરૂકુળનો  નાશ : કુરૂક્ષેત્રનુ  મહાયુધ્ધ : એક  પૌરાણીક ઐતિહાસીક  ધાર્મીક  પ્રસંગ: મહર્ષિ   વેદ વ્યાસ  : જીવંત સાક્ષી : અને  આ મહાયુધ્ધના પરીબળે  તેમને એક  મહાન ગ્રંથ  રચવાની પ્રેરણા  આપી અને   તે   છે   મહાભારત :
         વાલિયો : એક  ખુંખાર  લુટારો : નારદજીનુ  દિશા સુચન : તારા    પાપ કર્મમાં  તારો કોઇ   ભાગીદાર નથી  :  જા  ઘેર  જયીને  પુછી આવ   તારા  કુટુંબીજનોને : મને    બાંધીને   જા : હુ  ભાગી  જયીશ નહી  :  ઘેર   ગયો  :  સૌએ   એક અવાજે કહ્યુ કે  તુ  તારી ફરજ બજાવે છે  :અમારુ  ગુજરાન ચલાવે છે પણ  તે  માટેના   પાપ પુણ્યનો  તુ  પોતે જ જવાબદાર   છે  અમે  તેમાં  ભાગીદાર  નથી  : વાલિયાની  આંખ  ખુલી ગયી : અરે રે  રે હુ    બધુ    જેના માટે કરુ  છુ  તે  તો  મારી  સાથે  છે  જ નહી :  તો  પછી  આ પાપ કર્મ  શા  માટે ? તેણે  રામ  નામ નો   જપ   કર્યો , તપ  કર્યુ,   એક   મહાન ઋષી  બની  ગયો   અને  આપણને   મળ્યો  એક   મહાગ્રંથ -  રામાયણ ;
         સત  તુલસીદાસ:  એક  પાગલ પ્રેમી હતો  : પત્ની પાછળ દિવાનો : એક  પળ   પત્ની  વગર   ચાલે નહી : એક વાર  પત્ની  કોઇ   પ્રસંગે  પિયેર  ગયી  - પ્રેમી  પાગલ   બની   ગયો  - વિહ્વળ  બનીને  સાસરે  પત્નીને   મળવા  નિકળ્યો  - :  ધોધમાર  વરસાદ :નદી   નાળાં ભરચક : એક   તણાતા  મડદા  ઉપર  બેસીને નદી  પાર  કરી  - શ્વસુર ગ્રુહે પહોચી ગયો  :  દ્વાર બંધ  : ઉપર   કેવીરીતે જવુ  ? એક   સાપ   લટકતો  હતો :તેને લાગ્યુ  કે   દોરડુ  છે  અને તેને  સહારે   ઉપર  ચઢી  ગયો અને  ત્ની પત્નીને  બુમ  પાડી :  તેની પત્ની  ચોકી  ગયી :  મધરાતે વસતા વરસાદમાં   તમે   ? અહી   કેવીરીતે   આવ્યા?  પાગલ  પ્રેમીએ  વ્રુત્તાંત  કહ્યુ:  અને પત્નીએ  જબરજસ્ત   ટોણો માર્યો:  અરે   આટલી નિષ્ઠા જો  તમે  ભગવાન રામ   માટે રાખી  હોત  તો   તે  જાતે    તમોને મળવા  આવ્યા હોત : તમે  મારી   પાછળ કેમ  પાગલ બન્યા ?  આ ટોણો   કારગત  નિવડ્યો :   એક   દિવસ  એવો    પણ  ઉગ્યો :
તુલસીદાસ  ચંદન  ઘસે  ,  તિલક  કરે  રઘુવીર :
અને  આપનને મળ્યો   એક મહાગ્રંથ : રામ –ચરિત  માનસ
           રાજ – પાટ ,  ધન   દૌલત  ,વાડી, વજીફા , વૈભવ, પત્ની  બાલકો  બધુ  ત્યજીને  વનમા  આવેલા   ભરત એક  મહાન વિરક્ત  તપસ્વીનુ  જીવન  જીવતા  હતા –પણ  એક    દિવસ એક  અનાથ મ્રુગબાળ – હરણનુ  બચ્ચ્યુ :  મળ્યુ : દયા  આવી – આશ્રમમાં  લાવ્યા :  ઉછેરવા   પણ   લાગ્યા :  અને  કયી  પળે    આસક્તિ જંન્મી   ખબર   ના  પડી – પણ  હરણબાળ   વગર  તે  રહી  જ ના  શકે ‌ પુજા ,  પાઠ , સ્નાન ,  સંધ્યા , બધુ   બાજુ પર મુકાઇ ગયુ  ,  :   ધ્યાન   ધર્મ  ભક્તિ  બધુ   બાજુ  પર  હડસેલાયી  ગયુ  :   રહ્યુ માત્ર હરણ  બાળ : અને  તે  પણ  કાળક્રમે મ્રુત્યુ  પામ્યુ  : અને ભરતજી ? ભગવાને પુછ્યુ: આ શુ  કર્યુ ભરત ? ભરત  કહે  મે  તો  મારો ધર્મ  બજાવ્યો  - એક  જીવને જીવતદાન આપેલુ :  પણ  પછી  કેમ   તેની પાછળ  પાગલ બની  ગયો  ? છે   જવાબ ? કોઇ  જવાબ  નહી પણ  પ્રભુ સમજતા  હતા :  ભરતે ખોટી  આસક્તિ જરૂર  રાખી ;  પણ  પેટમા પાપ નહોતુ  પુણ્યશાળી  જીવ  હતો  -ભક્તપણ હતો - અને  આપણને  મળ્યા ભરત   ઋષી  -  જડભરત 
    આગળ  વધિયે  : તાજો  ઇતિહાસ : કલિંગનુ યુધ્ધ : ચક્રવર્તી  સમ્રાટ અશોક : યુધ્ધ  તો   જીતી ગયો – પણ  વિજય  ના  મનાવી  શક્યો.. યુધ્ધની  ખુવારી જોઇને વિષાદમય બની  ગયો  અને  દેશની  પ્રજાને મળ્યો  એક   સમર્થ  ધર્મ પ્રચારક :  બુધ્ધ  ધર્મના પ્રચાર માટે તેણે  તેના પુત્ર અને  પુત્રીને પણ  વિદેશ મોકલ્યા
    માનવ માત્રમાં  એક  સંવેદનાનો  અંશ  જરૂર  છે  :તેની આંખ  ખોલનાર પરીબળની     જરૂર છે . આ  તો  કલીયુગ  છે. વાલિયાની  જેમ  કુટુંબ  પ્રત્યેની  ફરજમા ધોવાઇ જયીને ખુવાર  થનારને  જ્યારે  તે   ભાન  પડે છે  કે   અરે    હુ  કોના  માટે  પાગલ  બની ગયો  હતો  ? જે  કદી  મારા  ના  થયા   તેમના માટે મે  મારી અણમોલ જીદગી વેડફી નાખી અને  મને   જ્યારે જરૂર પડી : માદે સાજે સહારો  માગ્યો ત્યારે    તે પણ ના  મળ્યો ?  સૌ   વિમુખ?  વાલિયા; તારુ કર્યુ  તુ  ભોગવ :  અરે  જેની  આસક્તિ  પાછળ  ધર્મ ,ધ્યાન ,  કર્મ   કાંડ ,અને  સમગ્ર  નિવ્રુત્તિનુ જીવન અર્પણ કરી   દીધુ : જેને જીવના  જતનથી હથેળીમાં  રાખીને  તમામ સ્તરનુ ભૌતિક  , બૌધ્ધિક અને  આધ્યાત્મિક જ્ઞાન  આપ્યુ :  તે  જ પ્રિય  હરણ બાળ :  તો ભાગી ગયુ :  પણ  શિંગડા  પણ  ભરાવતુ થયી  ગયુ : અરે રે રે  મે  આ શુ  કર્યુ? પણ   આંખ   ખુલી ત્યારે તો  ખુબ  મોડુ થયી  ગયુ  હતુ : જબ  ચિડિયા ચુગ  ગયી  ખેત  ----
સબ  કુછ  લુટાકે હોશમે  આયે  તો  ક્યા મીલા  ?
 હરણ   બનવુ  પડ્યુ – અહિયા પણ  કોઇ   આધ્યાત્મિક પરીબળ તો  છે  જ :
એક   વડીલ   ભક્તજનને   તેમના   નાના  પુત્રો  પ્રત્યેખુબ આસક્તિ: તેમના   વિરુધ્ધ  કોઈ   સાચી ફરીયાદ હોય  તો  પણ   કાને ના ધરે : એક  કમનસીબ  પળે  તેમની જ એક  વ્યક્તિએ ચેતવણી  આપેલ હોવા છતા પણ   ફરીયાદ કરી : આ   છોકરાઓને તમે કેમ  કશુ  કહેતા   નથી  ?  અને  લાચાર  પણ  વિક્ષુબ્ધ  મનમાથી એક  અભિશાપ નીકળી  ગયો  :  તમારાં     છોકરાં   આવા  પાકશે તો  શુ  કરશો ? મોટે  ભાગે  શાપ  કદી  મિથ્યા  થતો   નથી :     અભિશાપનો   પ્રભાવ   આજે પણ  ભોગવવો જ પડે  છે  -ભોગવે  પણ   છે :  ભગવાન  યોગેશ્વર  શ્રી  ક્રુષ્ણને   પણ  માતા  ગાંધારીનો   શાપ   સ્વીકારવો જ   પડ્યો હતો.  જો   ભગવાન  ક્રુષ્ણને શાપ  ભોગવવો પડ્યો  તો  તમે  કે હુ   શુ   વિસાતમા?
       અને  આ અને  આવા   તમામ વિપરીત પરિબળોની  અસરમાથી મુક્તિ મેળવવા   માટેનો ઉપાય  આપવાની નારદજીએ વેદ  વ્યાસને  પ્રાર્થના  કરી  અને  પરીણામ સ્વરુપે  મળ્યો  એક   ઉચ્ચ કોટીનો મહા  વ્રંથ : ભાગવત :
પા પા  જી
ક્રમશ:


No comments:

Post a Comment