From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
-: અ જા મી લ : -
શુકદેવજી કહે છે : હે રાજન : હવે હુ આપને એક એવી કથા કહેવા માગુ છુ જે આપ શંતિથી સાંભળો , વિચારો અને સાર ગ્રહણ કરો. અ કથાનો સાર માત્ર એટલો જ છે કે ભગવત્પ્રાપ્તિ માટે : બીજા અર્થમાં મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાતિ કે જાતિનુ કોઇ મહત્વ નથી. અનેકાનેક પાપો કરનાર વ્યક્તિ પણ જો અંત સમયે ભગવાનનુ નામ સ્મરણ કરે છે તો તેને મુક્તિ મળે છે. અકલ્પિત વાત છે છતા તે સત્ય છે.
એક બ્રાહ્મણ હતો - જ્ઞાતિથી બ્રાહ્મણ - શરુઆતમા તો કર્મથી પણ બ્રાહ્મણ જ હતો. તે જ્ઞાની હતો , સદાચારી હતો , પુજા પાઠ વિ.વિ. માં વ્યસ્ત રહેતો હતો : નિતી મત્તાના ધોરણો પણ જાલવતો હતો. તે વિનયી ,બ્રહ્મચારી , સત્યનિષ્ઠ,જિતેંદ્રીય અને મંત્રવેતા પણ હતો . તે મિતભાષી અને પરોપકારી પણ હતો. પણ એક કમનસીબ પળે તે જ્યારે પિતાની આજ્ઞાથી જંગલમા ફળ ફુલ લેવા જતો હતો ત્યારે એક વેશ્યાના સંસર્ગમા આવ્યો અને તેની પડતીનુ આ પહેલુ પગથીયુ હતુ. અને પછી તો તે આ વેશ્યા પાછળ પાગલ બની ગયો અને તેની સાથે જ રહેવા લાગ્યો. અને તેની સાથે જ પરીવાર બનાવ્યો. પોતાના પરીવાર માટે નવો પરીવાર - વેશ્યા અને તેનાથી ઉત્પન્ન તયેલ સંતાનો -તે અનેક કુકર્મોકરતો હતો. આ વેશ્યા અને તેના પરીવાર માટે તેણે તેના પિતાની બધી મિલ્કત પણ ઉડાવી દિધી હતી. અને કહેવાતી પત્ની અને સંતાનોનુ ગુજરાન ચલાવવા માટે તે લુટફાટ , ચોરી , મારફાડ , જેવા અધમ કાર્યો જ કરતો હતો. તે ભુલી જ ગયો કે તે એક શુધ્ધ બ્રાહ્મણ છે – તેના આચાર , વિચાર , આહાર , વિહાર બધુ બદલાઇ ગયુ હતુ.- તે માત્ર વિષય ભોગી બની ગયો હતો –તેને એક બે નહી પણ દશ દશ પુત્રો હતા. તેમાં છેલ્લા સૌથી નાના પુત્રનુ નામ નારાયણ હતુ - અને અનાયાસે કે કોઇ પુર્વજન્મના પરીપાક રૂપે – પણ તે તેના નાના પુત્ર નારાયણ તરફ વધારે આસક્ત હતો . તે જ્યાં પણ જાય , નારાયણ તેની સાથે જ હોય : ઉઠતાં , બેસતાં ,ખાતા, પીતાં દરેક નાને મોટે પ્રસંગે નારાયણ વગર તેને ચેન ના પડે.: ટુકમાં નારાયણ પ્રત્યે તેની આસક્તિ ખુબ જ હતી. જે જન્મે તેનુ મ્રુત્યુ નક્કી જ છે - અને અજામિલની પણ અંતિમ વેળા આવી ગયી. અજામિલનો જીવ તેના નાના પુત્રમા હતો અને અંતિમ સમયે તેણે બુમ પાડી –
“ નારાયણ - નારાયણ – ક્યાં છે તુ મારા નારાયણ “
અને આ છેલ્લા ઉચ્ચારણોએ તેની બાજી પલટાઇ ગયી. અજામીલને લેવા માટે સાક્ષાત ધર્મરાજ યમદેવના દુતો - તેમના પાસ સાથે આવી ગયા હતા પણ બરાબર તે જ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો પણ નારાયણનુ નામ સાંભળીને ત્યા આવી ગયા. તેમણે યમદેવના દુતો ને જણાવ્યુ કે આ જીવને અમારે લેતા જવો પડે કારણકે તેના મુખે અંતિમ સમયે અમારા ભગવાન નારાયણનુ નામ હતુ - તો સામે પક્ષે યમદુતોનુ કહ્ર્વુ હતુ કે અમારા દેવે તેમના જન્મના ખાતાના તમામ કર્મોનો હિસાબ જોઇ વિચારીને જ તેને અમારી સાથે લાવવા આજ્ઞા કરેલ છે. અહિયા આ બન્ને : યમદુતો અને પાર્ષદો વચ્ચે ગુઢ વિવાદ થાય છે. આ વાર્તાલાપ અતિ ગુઢ છે જે સામાન્ય માનવ સમજી શકે તેમ નથી પણ તેનો તત્વાર્થ માત્ર એટલો જ નીકળે છે કે માણસ ગમેતેવો પાપી , દુરાચારી કે અધમ કેમ નથી હોતો પણ અંતિમ ક્ષણે જો તેના મુખે ભગવાનનુ નામ આવી જાય તો તેનો ઉધ્ધાર નિશ્ચિત છે. આ કિસ્સામા અજામિલ જન્મે તો બ્રાહ્મણ હતો જ- તેના શરુઆતના કર્મો ઘણા સારા હતા : તે સદાચારી હતો ,ધર્મધ્યાન કરનાર કર્મકાંડી હતો , વિવેકી અને દયાળુ પણ હતો - તેના ફાળામા કોઇ પાપ કર્મ નહોતા - પણ પછી ખોટા સહવાશે તે અધમ બની ગયો - પણ તે પછી તેના અધમ કાર્યોની સામે તેણે ભગવાન નારાયનુ નામસ્મરણ અનેક વાર કરેલ છે અને અમારા ભગવાન્ નુ નામ સ્મરણ જીવને મુક્તિ અપાવે છે તે જોતા આ જીવ પાર્ષદોના ફાળે આવે છે. પાર્ષદો અને યમદુતો વચ્ચેનો આ વિવાદ ઉચ્ચ કક્ષાએ ભગવાન વિષ્ણુ અને યમરાજા સુધી પહોચ્યો અને ભગવાન વિષ્ણુના આદેશ મુજબ યમરાજાએ અજામીલના જીવને મુક્ત કરીને ભગવાન વિષ્ણુના પાર્ષદોને હવાલે કર્યો અને આમ અજામીલની મુક્તિ થયી - તેનો ઉધ્ધાર થયો.
હે રાજન , તને ખ્યાલ આવ્યો ને કે નામ સ્મરણમાં કેટલી શક્તિ છે ? અને કળીયુગમાં તો નામસ્મરણ એ જ એક ઉધ્ધારનુ દ્વાર છે – નહી તપ નહી યજ્ઞ ,ના કોઇ ધાર્મિક ક્રિયાઓ : માત્ર અને માત્ર નામ સ્મરણ પણ નિર્મળ ભાવે - નિર્લેપ રહીને – પુરી શ્રધ્ધાથી - અને મુક્તિ- મોક્ષ - હાથ વહેતમા આપની પાસે આવશે
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment