Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
30
-: ભ ક્ત – અં બ રી ષ : -
શુકદેવજી પરિક્ષીતની
નિર્લેપતાથી ખુબ જ
પ્રભાવિત થયેલા હતા.તેમણે
જોયુ કે રાજા સંપુર્ણ
ભક્તિભાવ સાથે નિર્લેપતાથી
કથા શ્રવણ કરે
છે. તેમણે કહ્યુ હે રાજન , ભક્તિનો મહિમા
કેટલો વિશાળ છે -
જ્યા - ભગવાન ખુદ
ભક્તને આધિન છે.
જો સાંભળ અને
વિના સંકોચ માનજે
કે ભગવાન હર હંમેશ
ભક્તની સાથે જ હોય છે.
અંબરીષ એક રાજા
હતો પણ નિર્લેપ -
સંસારી હતો પણ વિતરાગી – તે એક
એવા કુળનો પુત્ર હતો
કે જે ભક્તિમાર્ગના શિરોમણીઓ હતા.
ભગવાન મનુ નો પુત્ર
નભગ હતો . નભગનો પુત્ર નાભાગ – નાભાગ અભ્યાસ
અર્થે ગયો ત્યારે
તેના આવતા પહેલા
જ તેના ભાઇઓએ
પૈત્રિક સંપત્તી વહેચી લિધી
અને નાભાગના ભાગે કશુ
રાખ્યુ નહી – નાભાગ પાછો
આવ્યો ત્યારે તેના ભાઇઓએ તેને કહ્યુ
કે તારા
ભાગે પિતાજી આવે છે -
તુ તેમની
સેવા કરજે . નાભાગે ઓઇ વિરોધ ના
કર્યો –તેના પિતાને ખુબ દુ:ખ
થયુ પણ નાભાગ
રાજી હતો. . પિતાજીએ તેને કેટલાક
મંત્રો આપ્યા જેનાથી તે એક યજ્ઞમા વધેલી સામગ્રી લેવાને પાત્ર બન્યો -પણ તે
સમયે શિવજીએ કહ્યુ કે આ સામગ્રી ઉપર
મારો હક્ક છે – અને
નાભાગે તે સ્વીકારી લિધુ અને
તે સામગ્રી શિવજીને સુપ્રત કરી
દીધી. શિવજી ખુબ ખુશ
થયા અને તેમણે તેને
ઐશ્વર્ય આપ્યુ અને
એક વિદ્વાન અને ભક્ત
પુત્ર પણ આપ્યો તે
પુત્ર તે અંબરિષ.અંબરીષ ભક્તિમય જીવન જીવતો હતો. વ્રત જપ
તપ તેના દૈનીક કાર્યક્રમો હતા. ખુદ
ભગવાન વિષ્ણુએ તેના રક્ષણ માટે
તેમનુ સુદર્શન ચક્ર આપેલુ જે
અંબરિષની દેવસેવામાં રહેતુ હતુ,.
એક સમયે એકાદશીનુ વ્રત હતુ. વ્રતના પારણા
કરવા માટેનો નિયમ હતો કે
બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી જ પારણા
કરી શકાય. નસીબજોગે તે જ
દિવસે મહા મુની દુર્વાસા ત્યા આવી ચઢ્યા – અંબરિષે ભક્તિભાવે તેમનુ પુજન અર્ચન
કર્યુ અને કહ્યુ કે આપ સ્નાનાદિ
કર્મથી પરવારીને આવી જાવ
પછી હુ પારણુ કરીશ.
દુર્વાસા નદીએ સ્નાન
કરવા ગયા અને ત્યા તેમને ઘણો સમય લીધો – આ
બાજુ પારણાનો સમય પુરો થવા
આવતો હતો – અંબરિષ ધર્મ સંકટમા
મુકાયો –શુ કરુ ? દુર્વાસાના આવ્યા
પહેલા પારણુ થાય નહી
અને પારણાનો સમય વિત્યે પણ
પારણુ થાય નહી – અન્યવિદ્વાન બ્રાહ્મણોના
અભિપ્રાય મુજબ જો માત્ર
જળનુ આચમન જ લેવામા આવે તો
પારણુ થયુ પણ કહેવાય અને યજમાન
ધર્મ પણ સચવાયેલો ગણાય - અને આ રીતે
તેણે જળનુ આચમન લીધુ અને સમયસર
પારણાની વિધીપરીપુર્ણ કરી -
હવે દુર્વાસા આવ્યા -
તેમણે જોયુ કે અંબરીષે
તો પારણુ કરી લીધુ છે
-આ તો મારુ ઘોર અપમાન
કર્યુ - અને તે ગુસ્સાથી લાલ
પીળા થયી ગયા અને પોતાની જટામાથી એક વાળ
ખેચીને એક ક્રુત્યા ઉત્પન્ન કરી અને તેને આદેશ
આપ્યો કે અંબરિષને ભસ્મ કરી દે. અંબરીષ
તો ડઘાઇ જ
ગયો - તેનો એક પણ
ખુલાસો દુર્વાસા સાંભળવા
રાજી નહોતા અને ક્રુત્યા તો બધુ
સળગાવવા લાગી પણ
તે જ સમયે અંબરિષનુ રક્ષણ કરતુ સુદર્શન વહારે
આવ્યુ અને તેણે પેલી ક્રુત્યાને જ ભસ્મ કરી
દિધી.અને પછી દુર્વાસાની જ
પાછળ પડ્યુ – દુર્વાસા ગભરાયા –અને ભાગવા
લાગ્યા પણ આ શુ ? પેલુ ચક્ર તો દુર્વાસાની
પાછળ જ પડ્યુ અને આગળ
દુર્વાસા દોડે અને પાછળ
ચક્ર - તેમને થયુ
કે દેવો મને મદદ કરશે - તે
પહોચ્યા બ્રહ્મલોક –અને
બ્રહ્માજીને પ્રાર્થના કરી કે
આ ચક્રથી મારુ રક્ષણ કરો – પણ
બ્રહ્માજીએ પોતાની લાચારી દર્શાવી – હુ કશુ
ના કરી શકુ -
આપ આ ચક્રના અધિષ્ઠાતા ભગવાન
વિષ્ણ પાસે જાવ
તે જ તેને રોકી શકશે આથી
દોડતા દોડતા દુર્વાસા
વૈકુઠ આવ્યા અને
ભગવાન વિષ્ણુને પ્રાર્થના
કરી કે
પ્રભુ આ તમારા ચક્રને રોકો
- તે મારી પાછળ પડ્યુ છે. ભગવાન
વિષ્ણુએ મંદ મંદ
હસતા હસતા જણાવ્યુકે મુની એ મારા હાથ ની
વાત નથી – આ ચક્ર તો અંબરિષને આધિન
છે – તે જો કહેશે તો
જ તે પાછુ વળશે.
–દુર્વાસા તો ડઘાઇ જ ગયા
-પ્રભુ આ ચક્ર તમારુ અને તેનો
સ્વામી અંબરિષ ? એ કેમ બને ? હે મુનીવર
જુઓ - હુ તો મારા ભક્તને
આધિન છુ - હુ તેની પાસે કશુ
નથી માગતો - એ મારો શરણાગત છે તો
હુ એનો દાસ છુ. એ જેમ
ઇચ્છેતેમ મારે કરવાનુ માટે જાવ
અને અંબરિષને કહો તે જરૂર સુદર્શન
પાછુ ખેચશે. દુર્વાસા તો દોડતા પાછા
આવ્યા અને અંબરિષને કહ્યુકેહે રાજન આ ચક્ર પાછુ
ખેચો -અંબરીષે કોઇ સવાલ જવાબ
કર્યા સિવાય ચક્ર પાછુ ખેચ્યુ
અને ઉપરથી દુર્વાસા ની માફી
માગી કે મારે લીધે આપને જે કષ્ટ પડ્યુ
તે બદલ મને
માફ કરો. એ પળ મહાન હતી
કે જ્યારે દુર્વાસા
જેવા મહામુની –જે કદી કોઇથી ગાંજ્યા
જાય નહી તે અંબરીષને પ્રણામ કરે
છે અને કહે છે
કે રાજન હુ આપને ઓળખવામા ગોથુ ખાઇ ગયો મને માફ કરો.
હે રાજન આ
કથા મે
આપને એટલા માટે કહી કે આપને વિશ્વાસ
બેસે કે જો ભક્ત ભક્તિભાવે ભગવાનને શરણે જાય તો ભગવાન
તેનુ યોગ ક્ષેમ સ્વીકારે છે. અને આપ
તો વિતરાગ અને જ્ઞાની પણ છો. હુ
જાણુ છુ કે આપે ભગવાનનુ શરણ
સ્વીકાર્યુ છે અને વિશ્વાસ રાખજો- ભગવાન સદા સર્વદા આપની સાથેવજ
રહેશે
.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment