Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
29
-: વા મ ન - અ વ તા ર : -
દેવો અને દાનવો
આમ તો એક જ
પિતાના –મહર્ષિ કશ્યપના પુત્રો
અણ માતા જુદી
: દિતિના પુત્રો દાનવ
કહેવાયા અને અદિતિના
પુત્રો તે દેવો. ભગવાન
વિષ્ણુને દેવો તરફ
થોડુ કુણુ વલણ
હતુ - દેવો
સમજુ હતા - અવિચારી
નહી – દોષ તો દેવોમાં
અણ હતા જ – તેઓ
અભિમાની – મહત્વાકાંક્ષી અને વધુ પડતા
વિલાસી હતા જ્યારે દાનવો ક્રુર ,નિર્દય રાક્ષસી
દેહયષ્ટી ધરાવતા વિકરાળ
રૂપ ધરાવતા હતા – તેમને જોઇને
ભલભલા ડરી જાય .
પણ કશ્યપના આ સંતાનોને આપસમા બનતુ નહોતુ
- બન્નેના જુદા ચોકા હતા -
જોકે દાનવોમાં કેટલાક પ્રહલાદ
,, વિરોચન ,, બલી , રાવણ ,વિભિષણ વિ.વિ.
જેવા ધીર , વીર , ગંભીર અને ધર્મપરાયણ
પણ હતા. પણ તેઓ
અતુલ બળ ધરાવતા હતા
ઝનુની અને પરાક્રમી પણ
હતા. હિરણ્યકશ્યપને માર્યા પછી ભગવાન વિષ્ણુએ પ્રહલાદને ગાદી સુપ્રત
કરી અને તેના પરાક્રમ અને ધર્મપરાયણતાથી
ત્રણેય લોકમા તેની કિર્તી
ટોચ પર હતી.
બીજી બાજુ દેવોના અધિપતિ ઇંદ્ર સ્વર્ગનુ સામ્રાજ્ય
જાળવવામા ઢીલા પડતા
હતા . દાનવો સાથે
ફાવતુ નહોતુ અને ત્તેમની સામે યુધ્ધ થાય તો
હારી જતા હતા.પણ પ્રહલાદ
પાસેથી કપટ કરીને ઇંદ્ર
સ્વર્ગનુ રાજ્ય તો લાવ્યા
પણ પ્રહલાદ પછી
તેનો પુત્ર વિરોચન આવ્યો
- જો કે
તે પણ તેના પિતા પ્રહલાદ જેવો ધર્મ પરાયણ અને દાનવીર
પણ હતો
તે સમયે ફરિથી ઇંદ્રએ
માર ખાધો અને
ફરી વિરોચનની ધર્મપરાયણતા અને દાનેશ્વરી
વ્રુત્તિને નજરમા રાખીને
ઇંદ્ર બ્રાહ્મણ વેષે
વિરોચન પાસે જાય છે અને
દાનમા વિરોચનનુ મસ્તક
અને મુગટ માગી લે છે
જે હસતા હસતા
વિરોચન આપી દે છે. આમ
દાનવોનુ રાજ્ય જતુ
રહ્યુ પણ તેમના ગુરુ
શુક્રાચાર્ય મહાન અને
અનેક વિદ્યાઓના જાણકાર હતા . તેમની
પાસે સંજીવની વિદ્યાનુ જે જ્ઞાન
હતુ તે જ્ઞાન દેવોમા
કોઇની પાસે નહોતુ. તેમણે બલીને હિમ્મત આપી
અને દાનવો આમેય ઝનુની અને
પરાક્રમી તો હતા જ – ધીમે ધીમે તેમણે ફરી
ઇંદ્ર ઉપર વિજય
મેળવી લીધો અને ઇંદ્રને
ભટકતો કરી દિધો.
હારીને થાકીને ઇંદ્રએ માતા
અદિતિનુ શરણ લીધુ અને પોતાની બેહાલ દશાનુ વર્ણન
કર્યુ. – અને અદિતિએ તપ
કરીને પ્રભુને આરાધ્યા
અને એક એવા પુત્રની
માગણી કરી કે જે સ્વર્ગનુ
રાજ્ય પાછુ મેલવી શકે. ભગવાને કહ્યુ કે હુ પોતે
જ આપના પુત્ર તરીકે આવીશ
અને તે સમયે સ્વર્ગનુ સામ્રાજ્ય
પરત મળી જશે.સમય
જતા અદિતિએ એક નાના
બાલકને જન્મ આપ્યો-જ્યારે
આ બાલક ખુદ ભગવાન
વિષ્ણુના જ અવતાર હતો તો
પછી તેના રૂપ ગુણનુ વર્ણન જરૂરી છે ? બીજી બાજુ
બલીનુ સામ્રાજ્ય વિસ્તરતુ જતુ
હતુ -તેની લોકપ્રિયતા
પણ અજોડ હતી અને તેના ગુરુ
પણ સમર્થ એવા શુક્રાચાર્યજી હતા.ગુરુના આદેશ
મુજબ બલીએ અનેક યજ્ઞો પણ
કર્યા અને દરેક યજ્ઞ વખતે તે
અપાર સંપત્તીનુ દાન કરતો હતો.
હવે એક છેલ્લો
100 મો - સો મો -
યજ્ઞ – કરવાનો હતો અને
એ યજ્ઞ જો નિર્વિઘ્ને પુર્ણ થાય
તો બલી ત્રણેય લોકનો અજેય રાજા
બની જાય
અને સ્વર્ગ પાછુ
મેળવવાની ઇંદ્રની ઇચ્છા અધુરી જ
રહી જાય – પણ તેની
માતાના આશિર્વાદથી બાજી
પલટાઇ જવાની છે. છેલ્લા
યજ્ઞની શરુઆત થયી અને દેશ
દેશાવરથી યાચકો આવ્યા અને અઢળક
દ્રવ્ય લયીને વિદાય થયા. યજ્ઞના છેલ્લા દિવસે એક નાનો
બાલક આવ્યો અને મહારાજા બલીને
પ્રણામ કરીને ઉભો
રહ્યો - બ્રાહ્મણના
આશિર્વાદ છે -કહીનેતેણે ટહેલ
નાખી. આ બાલકનુ તેજ જોઇને
ભલભલા અંજાઇ ગયા અસુર ગુરુ શુક્રાચાર્યને શક ગયો -
આ કોઇ સામાન્ય બાલક લાગતો
નથી અને ધ્યાન ધરતા જણાયુ કે આ તો
સાક્ષાત વિષ્ણુ જ છે - તેમણે
બલીને ચેતવ્યો- બલી આ બાળકથી
ચેતજે - આ આપણને બનાવી
જશે – દાન આપતા વિચાર
કરજે –પણ બલી જેનુ નામ
- મહાન દાનેશ્વરી –આંગણે
આવેલ બ્રાહ્મણ માગે તે
આપવાનુજ હોય - કહીન્ને તેણે
બાળકને કહ્યુ હે
વિપ્ર બાળ આપ
માગો-જે માગશો તે
આપિશ- બાલકે કહ્યુ રાજા વિચાર કરીને
કહે - તારા
ગુરુને પણ પુછિ જો - પણ બલીએ કહ્યુ મહારાજ – આપ આદેશ આપો
અને માગો- જે માગો તે આપવા હુ
વચનબધ્ધ છુ - શુક્રાચાર્યજીએ ફરી બલીને
ચેતવ્યો –પણ બલી માન્યો
જ નહી- શુક્રાચાર્ય
ખુબ ગુસ્સે થયા –અરે મુઢ રાજા – તુ તારા
ગુરુના આદેશને પણ નથી માનતો
- અને તારો
સર્વનાશ નોતરે છે - પણ બલી અડગ રહ્યો
-અનેતેણે કહ્યુkકે ગુરુદેવ સંકલ્પ
કરાવો - શુક્રાચાર્યએ સંકલ્પ કરાવવાની ના પાડી આથી બીજા પુરોહિત
પાસે સંકલ્પ કરાવવાનુ
નક્કી કર્યુ-હજુ શુક્રાચાર્યનો
ગુસ્સો ઉતર્યો નહોતો-
સંકલ્પ માટે પાણીની
ઝારી હતી તેમાં તે સુક્ષ્મ
રુપે ભરાઇ ગયા અને
તેના છિદ્ર પાસે
આંખ રાખીને બેઠા
જેથી પાણી નીકળે
જ નહી – વામનજી સમજી ગયા -અને બોલ્યા
- રાજન -એક દર્ભની સળી કે શુળ લાવો - અને તેમણે સળી છિદ્રમા
ખોસી- અને લોહી નીકળતી આંખે શુક્રાચાર્યજી બહાર આવ્યા
- સંકલ્પ
થયી ગયો - શુક્રાચાર્યજીની એક આંખ જતી રહી
–વામન અવતારની એક ભેટ- બાલકે
માગી માત્ર ત્રણ
ડગલાં જમીન બલીએ
કહ્યુ - વિપ્રવર માગી માગીને માત્ર ત્રણ જ ડગ ભુમી માગી ? બીજુ
જે જોઇયે તે પણ માગો
પણ વામનજીએ કહ્યુ
કે હે રાજા હુ સંતોષી
છુ - મારે વિશેષ કશુ ના જોઇયે
- અને વચનબધ્ધ
રાજાએ કહ્યુ માપી લો ત્રણ ડગ ભુમિ-હવે
બાળકે પોત પ્રકાશ્યુ - તે
એકદમ વિરાટ બનવા- લાગ્યો અને પહેલા ડગમા તો તેણે
સમસ્ત પ્રુથ્વી મેળવી લીધી
- બીજા પગલે સમસ્ત સ્વર્ગ
લોક છિનવી લીધુ -બોલ રાજા હજુ એક ડગ બાકી-
જો તુ કહે કે તે શક્ય નથી તો
તુ મુક્ત છે – પણ બલી જેનુ
નામ - દાનેશ્વરી
બલી – તેણે કહ્યુ - ના મહારાજ
-આપ મારે આંગણે
આજ ભિક્ષુક બનીને પધાર્યા છો
- આપને ખાલી હાથે ના જવા દેવાય-
ત્રીજુ ડગ આપ મારા મસ્તક પર મુકો અને
મને ઋણમુક્ત કરો
- આકાશમાંથી પુષ્પ
વ્રુષ્ટી થયી - સૌ વામનજીને વંદી રહ્યા - બલીનુ એ
સદ નસીબ કે જગતનો
પાલનહાર તેના દ્વારે ભિક્ષુક બનીને આવે
છે - અને હાથ
લાંબો કરે છે. ભગવાન વિષ્ણુ
પ્રસન્ન થયા -તેમણે
બલીના મસ્તક ઉપર પગ મુક્યો
અને બલીને પાતાળમાં
મોકલી આપ્યો અને પાતાળલોકનુ રાજ્ય
પણ આપ્યુ. વધારામાં તેમણે
પ્રસન્ન થયીને બલીને જણાવ્યુ કે ચાતુર્માસ દરમિયાન
હુ તારા દ્વારપાળ તરીકે
સેવા આપીશ.વામન અવતારની ફલશ્રુતી
એ છે કે દેવરાજ ઇંદ્ર કરતા દાનવરાજ
બલી એક પગથીયુ
ઉપર છે - જગતનિયંતા તેનો દ્વારપાળ છે.
કહેવાય છે કે લક્ષ્મીજી ખુબ નારાજ
હતા –તેમણે નારદજીને પુછ્યુ કે ભગવાન ક્યાં છે
?
નારદજીએ સમગ્ર ઇતિહાસ કહ્યો
અને દેવી લક્ષ્મી
ચાતુર્માસ દરમિયાન બળેવના દિવસે બલીને
રાખડી બાંધવા ગયા અને વીર પસલી તરીકે ભગવાન વિષ્ણુને
છોડાવી લાવ્યાં
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment