Laghu bhaagavat 28 Samudramanthan







Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 
                                         28

                              -:   મુ  દ્ર  -  મં      : -

        આદિ  અનાદિ   કાળથી  પ્રક્રુતિ  ત્રણ પ્રકારના  સ્વભાવથી   વિભુષિત  થયેલી  છે  :  સાત્વીક  :  રાજષી  : અને   તામસી. : સામાન્ય  રીતે   ઋષી મુનીઓ ,  દેવાધિદેવો  સાત્વીક  પ્રક્રુતિ  ધરાવે  છે ,,  જ્યારે  દેવો અને  માનવો  સામન્ય રીતે  રાજષી  પ્રક્રુતિ   ધરાવે છે  અને  અસુરો   તામસી  પ્રક્રુતિ  ધરાવે  છે  તેવી  માન્યતા  છે. સતયુગ મા   સાત્વીક  પ્રક્રુતીનો  પ્રભાવ હતો :   તેના દાન  , જપ  ,  તપ  ,   યજ્ઞ ,દયા, કરુણા  વિ.   જેવા  ઉચ્ચ લક્ષણો  છે  .ત્યારબાદ  ત્રેતાયુગમા સાત્વિક સાથે   રાજષી  પ્રક્રુતીનો પણ  પ્રભાવ વધ્યો : તેના લક્ષણો વૈભવ , ઐશ્વર્ય , સતા ,મોહ    માયા,   ગર્વ,  અહંકાર  વિ.વિ   છે  અને   ત્યારબાદ  દ્વાપરયુગમા   રાજષી   સાથે તામસ   પ્રક્રુતિનો ઉદય  થયો  જેના  લક્ષણો  છે  નિર્દયતા, કુડ   , કપટ ,    કાવત્રા , અસત્ય  , અધર્મ ,લોભ , લાલચ , નિંદા, ઇર્ષા .ક્રોધ.  વિ.વિ. અને   છેલ્લે  કલિયુગમા તો  તામસી પ્રક્રુતિએ જ પોતાનુ સામ્રાજ્ય   સ્થાપી દિધુ .
        એક વાર   દેવરાજ  ઇંદ્રની સવારી  નીકળી  અને   સામે મહામુની  દુર્વાસા  મળ્યા :મુનીએ  એક  પુષ્પમાળા  દેવરાજને  પ્રસાદ તરીકે આપી  અને   ઇંદ્રએ તે  માળા  ઐરાવતની સુંઢ પર  ફેકી દીધી અને ઐરાવત તેના  કરતા પણ ચાર  ચંદરવા  આગળ   વધ્યો અને  તેણે  માળા ઉલાળીંને  ફેકી દિધી અને  પગ  નીચે કચડી નાખી –અને કમનસીબે  દુર્વાસાએ આ  જોયુ અને  તેમનો  ક્રોધ  ફાટી  નીકળ્યો:  અરે   ઇંદ્ર તુ  આ પદને  લાયક જ નથી  : ઐશ્વર્ય -  હિન  બની   જા  - અને   અસુરોને  ભાગે  સ્વર્ગનુ  રાજ્ય આવી  ગયુ :  પ્રહલાદ  પછી   વિરોચન પાસે અસુર  સામ્રાજ્ય  આવ્યુ  અને  ઇંદ્રએ  કપટ  કરીને  બ્રાહ્મણ  વેષે  તેની  પાસે  તેના મુગુટ સાથે તેનુ માથુ  માગી લીધુ  અને આનો   બદલો બલીએ  લીધો  અને યુધ્ધમા   ઇંદ્રને હરાવ્યો.  અને   સામ્રાજ્ય કબજે કર્યુ. :  આમ  દેવ  અને  દાનવો વચ્ચે  કલહ   ચાલ્યા જ  કરતો હતો  તે  નિવારવા   માટે ભગવાન   વિષ્ણુએ   એક પ્રસ્તાવ મુક્યો:  બન્ને   સાથે  સાથે મળીને  સમુદ્રમંથન કરો  અને  તમોને અમ્રુત મળશે :  તે  સિવાય પણ   સમુદ્ર તમોને  અનેક  ભેટ  આપશે તે   ઝગડ્યા વગર  વહેચી  લેજો.બન્ને સહમત   થયા . પણ  સમુદ્રને વલોવવો કેવી  રીતે? વિષ્ણુએ ઉપાય   દર્શાવ્યો : મંદરાચલ પર્વતને  લાવીને  સમુદ્રમા મુકો  - વાસુકી નાગને  બોલાવો અને  તેનુ  દોરડુ બનાવો- તે પણ  કર્યુ – પણ  મંદરાચલના વજનથી   તે  સમુદ્રમા  ડુબવા  લાગ્યો – ભગવાન વિષ્ણુએ   ફરી  મદદ  કરી  -તેમણે કુર્મનો  અવતાર લીધો અને   મંદરાચલને  તેમની પીઠ  પર    ધારણ કર્યો .હવે  વલોણુ    ચાલુ થયુ. મંદરાચલના    પાયા પર   કુર્માવતાર  વિષ્ણુ  હતા  અને   મથાળે  પણ દેખરેખ રાખવા   પોતે જ બેઠા હતા. સમુદ્રની પહેલી  ભેટ  તે  તેમની પુત્રી   લક્ષ્મીજી—કોણ  લે  ? લક્ષ્મી કહે  હુ  જ નક્કી  કરીશ –અને તેમણે  વિષ્ણુને  પસંદ કર્યા.  અને  તે  પછી  તો  એક   પછી   એક  મહામુલી  ચીજો  નીકળતી ગયી . દેવ  અને  દાનવ બન્નેને  અમ્રુતની જ અપેક્ષા હતી : પણ  તે  પહેલા  અપ્સરા નીકળી જે   દેવો અને  ગાંધર્વ  પાસે ગયી  ,કાનધેનુ ગાય   નીકળી તે ઋષીઓને આપિ  ,ઐરાવત  ઇંદ્રએ લીધો ,ઉચ્ચૈશ્રવા   ઘોડો  પણ  ઇંદ્રને મળ્યો  , પારીજાતનો  છોડ   સ્વર્ગને મળ્યો, કૌસ્તુભ   મણી – વિષ્ણુને  મળ્યો ,સારંગ  ધનુષ્ય તે   પણ  વિષ્ણુને  મળ્યુ ,ચંદ્ર  શિવજીની જટામાટે ગયો  ,શંખ  પણ   વિષ્નુને  મળ્યો,  જ્યેષ્ટા -  આળસ  - કમનસીબીની દેવી  - અસુરોએ પસંદ  કરી  ,   વારુણી- મદિરા  તે  પણ  અસુરોએ પસંદ કરી-    પણ  ત્યા તો  હાહા  કાર મચી  ગયો  - હલાહલ   ઝેર  નીકળ્યુ  -એ  કોણ  લે  ?કોઇ  તૈયાર  ના  થયુ  એતલે  ભગવાન  વિષ્ણુએ   શિવજીને  બોલાવ્યા અને તેમણે  બધાને ભયમુક્ત કર્યા – પોતે હલાહલ લીધુ – પીધુ  -   અને  ગળામા રોકી રાખ્યુ -  અને    નીલકંઠ  કહેવાયા. –હવે  વારો  આવ્યો –જેની કાગ   ડોળે  રાહ  જોવાતી  હતી  તે  અમ્રુત  નો  -અને  સૌના આનંદ  વચ્ચે ધંન્વંતરીજી અમ્રુત   કુંભ લયીને  આવ્યા- અને    તે સાથે જ દાનવો તુટી   પડ્યા – અને  કુંભ  પડાવી લયીને ભાગ્યા -  હવે  ? દેવો ગભરાયા –કોણ  મદદ  કરે  ? આ સૌના  તારણ હાર   વિષ્ણુ જ હોય  -  તેમણે    ચાલાકી  કરી  - એક    કાર્યક્રમમાં   ત્રીજો  અવતાર લિધો –મોહિની સ્વરુપે એક અતિ સૌદર્યવાન રમણી તરીકે  અસુરોની વચ્ચે  આવી  ગયા –અને અસુરોને  પાણી પાણી કરી  નાખીને તેમને  વિશ્વાસમા લયીંને અમ્રુત કુંભ પોતાની પાસે લીધો  અને  કહે  ચાલો બધા બેસી જાવ  હુ  વહેચી આપુ   છુ. દેવો અને    દાનવો   બન્નેલાઇનમા   ગોઠવાઇ  ગયા –અને  ચાલાક  વિષ્ણુએ  અમ્રુત  દેવોને  આપવા  માડ્યુ –દાનવોને ખબર  જ ના  પડી  - પણ  એક  રાહુને  શક  ગયો  અને  તે  ચુપચાપ   દેવોની  લાઇનમા  જયીને  બેસી ગયો  - અને ખોબો  ધરીને  ઉભો  રહી  ગયો  -મોહીનીએ  તેને ખોબો   ભરાવ્યો પણ  ખરો  અને  તેણે – રાહુએ પીવાની  શરુઆત   કરી  ત્યા તો   મોહિનીને  ખબર   પડી  ગયી  કે   આ તો   અસુર   છે  અને  પળનો પણ   વિલંબ   કર્યા    વગર   તેમણે  રાહુનુ   માથુ  ચક્રથી કાપીનાખ્યુ.- પણ  અમ્રુત  તો  ગયુ   તેના મુખમા  - એટલે  તેનુ   માથુ અમર  બની  ગયુ  અને  તેનુ ધડ  કેતુ તરીકે  ઓળખાયુ..   પણ  અહિયાથી ધમા ચકડી   ચાલુ  થયી   ગયી   અસુરોને ખબર   પડી  ગયી કે  તેમની   સાથે દગો થયો  છે  અને તેમણે  હથીયાર  પકડ્યા  અને  ખુંખારયુધ્ધ  થયુ પણ   સામે છેડે    દેવો હવે અમર  બની   ગયા  હતા   તેથી તેમનુ  મોત  નહોતુ અને  અસુરોને  પરાજય  જોવાનો વારો આવ્યો.
          સમયે  અસુર રાજ    બલી હતો –આ હારથી  તે ગભરાયો નહી.  તેના  ગુરુ  શુક્રાચાર્ય  હતા  અને  તે પણ   સંજીવની મંત્રના જાણકાર હતા . તેમણે બલીને હિંમત  આપી – પ્રોત્સાહિત કર્યો  અને   મોતને   ભેટેલા  બધા  દાનવોને  તેમણે સજીવન કર્યા અને   આમ   તેમનુ સંખ્યાબળ  વધી  ગયુ –ઉત્સાહ  પણ  વધી  ગયો –ઝનુન   તો   હતુ જ -  સાથે  બલી  જેવો   કાબેલ  મહારથી રાજા   અને નેતા  પદે   તેમજ સેનાપતિ તરીકે હતો .  જોત  જોતામા  તો બલીએ  ઇંદ્ર  પાસેથી સ્વર્ગ  પડાવી લીધુ અને  ત્રણેય  લોક  કબજે કરી  લિધા

પાપાજી  

ક્રમશ:





No comments:

Post a Comment