Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
26
-: જ ય - વિ જ ય -2 : -
જય -
વિજયનો શાપ મુક્તિનો
એક ભાગ પુર્ણ થયો.
હજુ બીજા બે
અવતાર બાકી રહેવાના છે. બન્નેને
શાપમુક્તિ મેળવીને પુન: ભગવાન
વિષ્ણુના પાર્ષદ બનવાની
ઉતાવળ છે. અને
માટે જ તે ભગવાન
વિષ્ણુને પ્રાર્થના કરે
છે કે અમોને
જલદી શાપ મુક્ત કરાવો.
વિધિના દરેક વિધાન માટે
એક ચોક્કસ સમય
મર્યાદા નક્કી થયેલજ
હોય છે. .
બ્રહ્માજીના પૌત્ર
વિશ્રવાને બે પત્ની હતી
- પહેલી પત્ની
ઇદવિદા - તેને એક પુત્ર
હતો તે કુબેર
અને તેમની બીજી પત્ની તે
પાતાળલોક ના રાજા સુમાલીની પુત્રી -- કેશીની
- ઉર્ફે કૈકસી. બીજી પત્નીને ત્રણ
પુત્રો હતા : રાવણ , કુંભકર્ણ,અને વિભીષણ અને
એક પુત્રી પણ
હતી તેનુ નામ
હતુ મીનાક્ષી જે શુર્પણખાના
નામે જાણીતી છે. આમ તો આ
બધા બ્રાહ્મણકુળ - ઋષીકુળ ના
બાળકો કહેવાય પણ કૈકસી અસુર કુળની હતી. છતા ત્રણેય પુત્રોમા જ્ઞાન , તપ અને મહત્વાકાંક્ષાઓ પણ ઉચી
હતી. રાવણ શિવ
ભક્ત હતો અને શિવજી
પાસેથી અનેક વરદાન પ્રાપ્ત કરી
ચુક્યો હતો સાથે સાથે તેનો
ભક્તિભાવ પણ ઉચો હતો.
બીજા પુત્ર કુંભકર્ણ :
બ્રહ્માજીનો ઉપાસક હતો અને
તેણે તેની મહત્વાકાંક્ષા
પુર્ણ કરવા બ્રહ્માજીને આરાધ્યા હતા.
બ્રહ્માજીને ખ્યાલ હતો જ
કે આ અસુર બાલક મારી પાસેશુ માગવાનો છે. આથી
તેમણે તેમની પુત્રી સરસ્વતિને જણાવ્યુ કે આપ
તેની જીભ પર બે ઘડી
બેસીને તેને બેધ્યાન
કરીને એવો શબ્દાર્થ રચો
કે ભાવાર્થ બદલાઇ
જાય. સરસ્વતીજીએ કહ્યુ ભલે તેમ જ
થશે. કુંભકર્ણ માગવાનો હતો નીરદેવત્વમ પણ
સરસ્વતીજીના પ્રભાવથી તે બોલી
ગયો નિદ્રા- એવત્વમ -
દેવોની સમાપ્તિને બદલે
તેણે નિદ્રાની માગણી
કરી અને હજુ
કુંભકર્ણ વધારે વિચારે
તે પહેલા તો બ્રહ્માજી
“ “તથાસ્તુ
“ કહીને તરત જ વિદાય થયા .
હવે શુ
થાય ? રાવણે
તેને ખુબ ખખડાવ્યો કે આ શુ
માગી આવ્યો ? ઘોરવાનુ
? તેના
નસીબમા છ માસ નિદ્રા
અને બાકીના છ
માસ ખાવાનુ -બન્ને ભાઇઓ
જાણતા જ હતા કે આપણે
કોણ છિયે અને
આપણે શુ કરવાનુ છે . બીજી બાજુ આટલી
મોટી મોટી વાતો કરના
મહાન વિદ્વાન , કર્મકાંડી શિવભક્ત રાવણ
પણ આવી જ ભુલ
કરી બેઠો - અને
તેની બહેન સુર્પણખાના બહેકાવામા આવીને
તેણે સીતાજીનુ અપહરણ
કર્યુ.અને યુધ્ધ નોતર્યુ
અને બીજા શબ્દોમાં કહો
તો મોતને આમંત્રણ આપી દિધુ.હિરણ્યકશ્યપના વંશ
મા એક સાધુ ચરિત
બાલક હતો – પ્રહલાદ – પણ રાજા
તેનુ કહ્યુ માનતો નહોતો – આ
જન્મમા પણ રાવણના
કુળમાં એક સાધુ ચરિત જીવ હતો
અને તે તેનો નાનો ભાઇ વિભિષણ – પણ
રાવણ તેની વાત જ
સાંભળતો નહોતો અને વિભિષણની અનેક વિનવણી
કાકલુદીઓ છતા ય તેણે
સીતાજીને પાછા આપવાની
ના ભણી.- આને કહેવાય “ વિનાશ કાળે
વિપરીત બુધ્ધી. “ રાવણને તેના અતુલ બળ
ઉપર ખુબ મોટો ભરોસો
હતો . તેના પક્ષે ઇંદ્રજીત
જેવો યોધ્ધો હતો જે અપરાજેય
હતો વિશાળ સૈન્ય હતુ
જ્યારે સામે પક્ષે
બે લવરમુછિયા યુવાનો હતા
- જેમની પાસે કોઇ
સૈન્ય બળ નહોતુ - હતા
તો માત્ર વાનરો – વાનર સેના -
પણ રાવનને ભાન ના પડ્યુ
કે આ વાનરો ઉચ્ચ
આત્માઓ છે - હનુમાન , સુગ્રિવ , અંગદ જેવા મહા
બલવીર યોધ્ધાઓ છે- નળ નીલ
અને જાબુવાન જેવા
કાબેલ વ્યુહબાજો છે
અને સૌથી વિશેષ
તો નસીબ તેમની
સાથે છે - દેવોએ
ભૌતિક હાજરી આપીને મદદ
નથી કરી પણ
પરોક્ષ રીતે દેવોનો પડછાયો
તેમના પક્ષે હતો. કુંભકર્ણનો આત્મા મોડો મોડો
પણ જાગ્યો અને તેણે
રાવણને સલાહ આપી
ભાઇ , સીતાજીને પરત
આપી દો આ
રામ સાધારણ માણસ નથી
લાગતો - પણ તેની
સલાહ સાંભળીને રાવણ
વધારે ઉશ્કેરાયો અને ચીસ પાડી અરે
ઓ ઉઘણસી ,
જો હજૂ
તારી ઉંઘ પુરી ના થયી
હોય તો જા મહેલમા
અને સુઇ
જા પણ આવી
કાયરતાભરી વાતો ના કર – કુંભકર્નને પણ થયુ કે
આ આપણી અંતિમ ઘડીઓ છે -
હવે વધારે વિવાદ કરવાનો કોઇ અર્થ નથી -
રાવણ માનવાનો જ નથી તેને જ્ઞાન
લાધી જ ગયુ કે મારો અંત સમય આવી ગયો છે- મારી વફાદારી
મારા મોટાભાઇ સાથેજ રહેશે – પણ શરણાગતિ તો શ્રી રામ પાસે
જ થશે.
અને આમેય જેટલો વહેલો અંત આવે તેટલો સારો – અને
અમે મારા આ બીજા
અવતારમાંથી મુક્તિ મેળવીયે.અમ વિચારીને તે
યુધ્ધ માટે સજ્જ થયો – હવે મેદાનમા તેના અને
રાવણ સિવાય કોઇ મોટો યોધ્ધો
રહ્યો નહોતો – અને એ ઘડી પણ આવી જ્યારે તે પણ
રણમેદાનમા ઢળી પડ્યો તેના
મુખે બોલાયેલ અંતિમ શબ્દો હતા” હે રામ “ અને
રામે તેને મુક્તિ આપી. રાવણને પણ હવે લાગ્યુ
કે આ બે
છોકરડાં મહાન આત્મા લાગે છે
કદાચ દૈવી અંશો છે
- અને હવે મારો પણ અંત નજીક જ લાગે છે
- પણ મુળ અભિમાની-અહંકારી જીવ -એમ વાર્યો ના વર્યો- હાર્યો પણ વરવા
તૈયાર નહોતો - મોત જ
તેને તેના અભિમાનથી દુર દુર
લયી જશે – મારી નાભીમાં આ અમ્રુત કુપી છે ત્યા સુધી રામ તો શુ ભગવાન વિષ્ણુ
આખે આખી દેવસેના ખડી
કરી દેશે તો પણ મારુ કશુ
બગાડી શકશે નહી પણ તે જ ઘડી
એ એક
બાણ સનસનાટ આવ્યુ અને અમ્રુત કુપી ચિરાઇ ગયી અને લંકા પતિ
રાવણ રણમેદાનમા ઢળી પડ્યો અને
તેના મુખેથી પણ અંતિમ શબ્દો નિકળ્યા “ હે
રામ :મને શરણે લો
- મારો સ્વીકાર કરો
“ અને તેનો પણ આંખ કાયમ માટે મિચાઇ ગયી અને એક તેજ લિસોટો નિકળીને ભગવાન રામના શરીરમાં
સમાઇ ગયો. રાવણ રાક્ષસ
જરૂર હતો પણ મહા જ્ઞાની
અને વિદ્વાન પણ હતો ; શિવજીનો પરમ ભક્ત પણ હતો તે ક્રુર
નહોતો -અવિચારી પણ નહોતો -- પણ એક જ
દુ:ષણ હતુ -તે ખુબ અહંકારી
હતો - તે કોઇની
વાત કાને
ધરતો નહોતો – સુચન કે શિખામણ તો
ઠીક તેનુ હિત પણ કોઇ કહે તો તેનુ અહંકારી
મન તે
સ્વીકારતુ નહોતુ અને એટલે જ જગતમા – સંસારમા કહેવત
પડી ગયી કે “અભિમાન તો રાજા રાવણનુ
પણ નથી રહ્યુ –તો બીજા કયી
ભાજીના મુળા? “
આમ જય વિજયના બીજા ફેરાનો
અંત આવ્યો. પણ હજુ
એક
અવતાર લેવાનો બાકી છે. અને તેનો અંત
આવશે ક્રુષ્ણાવતાર વખતે - ભગવાન શ્રી વાસુદેવ
તેમને અંતિમ મુક્તિ અપાવશે.
પાપાજી
ક્રમશ.:




No comments:
Post a Comment