Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
25
-: નર સિ હ - અ વ તા ર : -
હિરણ્યકશ્યપનો ત્રાસ
દિવસે દિવસે વધતો
જતો હતો. તેણે તો રાજ
આજ્ઞા કરેલી કે સૌએ
પોતાના રાજા : હિરણ્યકશ્યપને
જ ભગવાન તરીકે
પુજવા. જે કોઇ આ રાજ
– આજ્ઞાનો ભંગ કરશે
તેને મોતની સજા મળશે. રાજ્યમા
ભોગે જોગે પણ કોઇએ
વિષ્ણુનુ નામ લેવુ
નહી કે તેની
ભક્તિ કરવી નહી. પણ કહેવાય
છે ને કે જેને
કોઇ ના પહોચે તેને તેનુ પેટ
પહોચે. હિરણ્યકશ્યપનો પુત્ર
પ્રહલાદ જ વિષ્ણુની પુજા કરતો
હતો અને સૌને એમ
સમજાવતો હતો કે ભગવાન
વિષ્ણુ જ દેવાધિદેવ છે. તે
સૌને એમ જ સમજાવતો ફરતો કે ભગવાન વિષ્ણુ જ
દરેકના કર્તાહર્તા છે રાજા તો
માત્ર તેમની ઇચ્છાને આધિન જ
વિધિના લેખ મુજબ કામ
કરે છે. પ્રહલાદના
ગુરુને જ્યારે આ વાતની ખબર પડી
ત્યારે તે આ બાબતની ગંભીરતા સમજી
ગયા અને તેમણે પ્રહલાદને સમજાવવા ખુબ
પ્રયાસ કર્યો પણ પ્રહલાદ
અડગ રહ્યો. થાકીને
ગુરુએ હિરણ્યકશ્યપને જાણ કરી - પહેલા તો
તેણે આ વાત
પર બહુ વજન
ના આપ્યુ: પ્રહલાદ નાનો છે -
પણ દિવસે દિવસે પ્રહલાદની ભક્તિ વિષ્ણુ તરફ
ઢળતી ગયી . પ્રહલાદને તો ગર્ભાધાનથી જ ભક્તિના સંસ્કાર મળેલા :તેની સગર્ભા
માતાને જ્યારે દેવો
ઉપાડી જતા હતા ત્યારે
નારદજીએ તેને બચાવેલી
અને પોતાના આશ્રમે
લાવીને રાખેલી અને રોજ
ભગવત કથા સંભળાવતા
હતા જેની અસર
આજ સુધી જળવાઇ રહી હતી..
હવે થાકવાનો વારો આવ્યો હિરણ્યકશ્યપનો : તે
થાક્યો,કંટાળ્યો ત્રાસી ગયો
પણ તેણે હાર
ના માની : તેણે મનોમન નક્કી કર્યુ કે
આવો પુત્ર હોય તેના કરતા તો પુત્ર હોય
જ નહી તે સારુ
છે અને તેણે દિશા બદલી :
પ્રહલાદને સમજાવવાનુ છોડી
દયીને તેને મારી નાખવાના
પ્રયાસો આદર્યા. તેણે પોતાના
સૈનિકોને આજ્ઞા આપી કે
કુવરને પર્વત પર ફરવા લયી
જાવ અને ત્યાથી તેને
ખબર ના પડે
તેમ ઊંડી ખાઇમા
ફેકિ દો કે
જ્યાથી તેનુ એક હાડકુ પણ
સાજુ નારહે – પણ જેને રામ
રાખે તેને કોણ મારી શકે ? પ્રહલાદ બચી
ગયો. આ રીતે ના
મર્યો તો પછી
તેને દરિયા વચ્ચે
લયી જયીને ફેકી દો
- ભલે તણાઇ જાય
માછલીઓ અને મગરમચ્છો
તેને ફાડી ખાય
-પણ રે દૈવ –પ્રહલાદ બચી ગયો
- આ છોકરો જળમા
ના મર્યો- સ્થળમા
ના મર્યો - પણ
અગ્નિદેવ તો તેને
નહી જ બચાવે
-મારી બેન હોલીકાને
અગ્નિદેવનુ વરદાન છે -અગ્નિ તેનુ
કશુ જ નહી બગાડે –તેના
ખોળામા બેસાડીને તેને સળગાવી દો -
હિરણ્યકશ્યપે તેની બેન
હોલીકાને બોલાવી અને પોતાના મનની
વાત કરી – હોલીકા સમગ્ર
વાત સમજી ગયી અને
કહ્યુ કે ભાઇ અગ્નિ
મારુ કશૂ બગાડી શકવાનો
નથી - હોલીકાએ પ્રહલાદને પ્રેમથી બોલાવ્યો
અને પોતાના ખોળામા બેસાડ્યો- પછી
અગાઉ નક્કીકર્યા મુજબ હિરણ્યકશ્યપના સૈનીકોએ તેમની
આજુ બાજુ લાકડા
ગોઠવ્યા અને ધિમે રહીને
તેમા આગ ચાંપી -પણ આ
શુ થયુ
?—હોલિકાએ આગ
લાગતા જ ચીસ
પાડે - ભાઇ મને
બચાવો - બચાવો – હુ બળુ
છુ - મને
જલદી કોઇ બચાવો -
પણ કોણ સાંભળે? અને હોલિકા
બળી ગયી અને પ્રહલાદ સાજો નરવો
બહાર આવ્યો-હવે દરેકને ખ્યાલ આવી
ગયો કે આ કોઇ
સાધારણ બાળક નથી
.
બીજે દિવસે હિરણ્યકશ્યપે
પ્રહલાદને મહેલના સભાખંડમા બોલાવ્યો
- પહેલા સમજાવ્યો- પછી ખખડાવ્યો અને પછિ
ધમકી આપી – પણ પ્રહલાદ તો
કહે ભગવાન વિષ્ણુ જ મહાન છે
અને તે સર્વત્ર વસે
છે તેમનાથી જ આ
જગત ચાલે છે. હવે
રાજા ખરેખર તંગ આવી ગયો
હતો. તેણે ગુસ્સામા કહ્યુ કે એ
તને ગમેત્યા પણ
બચાવશે ? પ્રહલાદે
નિર્ભયતાથી કહ્યુ હા .,જરૂર , એ મને ગમે ત્યા હોઇશ
પણ બચાવશે –તે અહિયા
પણ છે -રાજા
ખુબ ચિડાયો - તો બોલ
આ થાભલામા પણ તારો
વિષ્ણુ છે ?
પ્રહલાદે હા ભણી
-તો હુ થાભલાને તોડી નાખીશ-એમ
કહીને તેણે તેના
હાથમાની ગદાનો એક જોરદાર
પ્રહાર થાભલા પર કર્યો :અને પળ
માત્રમા તો હાહા કાર
વર્તાઇ ગયો -
એક પ્રચંડ ગર્જના સાથે
થાંભલો તુટ્યો - તુટ્યો તો
તુટુયો – પણ આ શુ ? થાંભલો તુટવાથી
કોઇ એક
મહાકાય પ્રાણી બહાર આવ્યુ- તેનુ મોં સિહ જેવુ
હતુ -અને અંગ
માનવીનુ- - વિકરાળ દેખાવ –હાથમા
કોઇ હથીયાર નહી - તેણે
પળભરમા તો હિરણ્યકશ્યપને ઉચકી
લીધો -અને નાના
બાલકને રમાડતા હોય તેમ ઉચકીને
મહેલના દરવાજાના ઉમરા પર
આવ્યા-આ સમય સંધ્યાકાળ હતો -
નરસિહ ભગવાને ત્રાડ પાડી- ઓ
મુઢ - હિરણ્યાકશ્યપ –જો -આ દિવસ
છે ? ના - રાત્રી
છે ? તુ ઘરની અંદર
છે ? ના-
તુ ઘરની બહાર છે ? ના- હુ માનવ છુ
? ના- હુ
દાનવ છુ ? ના-
હુ પશુ છુ ? ના- મારી પાસેકોઇ
હથીયાર છે ? ના-
બ્રહ્માજીએ આપેલા વરદાન ની
શરતો પાળવામા આવી
છે ને ? ચાલ
વત્સ - હવે મરવા માટે તૈયાર થયી જા
– તારો ભાઇ તારી રાહ
જુવે છે –અને ભગવાન નરસિહ મહારાજે હિરણ્યકશ્યપને ચીરી
નાખ્યો –હિરણ્યકશ્યપના
શરીરમાંથી એક તેજ
લિસોટો નિકળ્યો અને તે
ભગવાનના શરીરમાં સમાઇ ગયો..હિરણ્યકશ્યપનો
ઉધ્ધાર થયો -
હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ- બન્ને
માર્યા ગયા - એ બન્ને બીજા કોઇ
નહી પણ ભગવાન
વિષ્ણુના દ્વારપાળ – જય અને વિજય -
એક જન્મ પુરો થયો. હે પરિક્ષીત :
ભગવાન નરસિહનુ અવતાર કાર્ય અહીયા જ પુર્ણ થાય
છે -તેમના માટે પ્રહલાદને ગાદીનસીન્ન
કરવા સિવાય બીજુ કશુ કરવાનુ
નહોતુ - મુરલી મનોહર ભગવાનનુ
આ રૂપ જ એવુ હ્તુ
કે ભલભલા ડરી
જાય –
પ્રહલાદ પણ ડરી તો ગયો જ હતો - પણ તે આંખ મીચીને તેમની સામે થર થર કાંપતો ઉભો રહી
ગયો .
પણ આ શુ ? જેવી તેની
આંખ ખુલી તો સામે મુરલીમનોહરનુ સૌમ્ય સ્વરુપ : આશિર્વાદ મુદ્રામા
ભગવાન વિષ્ણુ પોતે ઉભા હતા - ચાલ વત્સ
– તારે તો ઘણા કામ કરવાના છે . હવે
રાજ્યનો વહીવટ તારે કરવાનો
છે અને પ્રજાને એક સુશાશન આપવાનુ
છે . તારા પિતા અને
કાકાશ્રીને મારે મુક્ત કરવાના હતા અને તેમના માથેથી એક પછી એક બોજ ઉતારવાનો હતો. હજુ પણ મારે બે વાર તેમને
તાવીને પછી જ તેમને મુક્તિ આપવાની છે.
હે રાજા પરિક્ષીત:
આપણે તે વાત આગળ ઉપર કરીશુ
પાપાજી
ક્રમશ:




No comments:
Post a Comment